કેવા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ હોઈ શકે ?
ખગોળશાસ્ત્રીઓ આપણી સૂર્યમાળાની બહારના ગ્રહોનો અભ્યાસ કરીનેકોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ છે કે કેમ તેનાંસંશોધનો કરી રહ્યા છે. ઘણાગ્રહો પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષદૂર છે. આવા ગ્રહો ટેલિસ્કોપ વડે દેખાતા પણ નથી . ખગોળશાસ્ત્રીઓ તેના તારાના રંગ અનેગતિવિધિનો અંદાજકાઢે છે. સજીવ સૃષ્ટિ છે કે નહીં તેજોઈ શકાતુંનથી, પરંતુસજીવ સૃષ્ટિનેઅનુકૂળ ગ્રહો કેવા હોય તેખગોળશાસ્ત્રીઓએ નક્કી કર્યુછે.
# કોઈપણ ગ્રહ પોતાના સૂર્યથી તદ્દન નજીક ન હોવો જોઈએ કે જ્યાંપ્રચંડ તાપમાન હોય કે એટલો બધો દૂર પણ ન હોવો જોઈએ કે તીવ્ર ઠંડી પડે.
# ગ્રહ ઉપર પાણી હોવુંજોઈએ. સજીવ સૃષ્ટિના કોષોમાં૮૦ ટકા પાણી હોય છે. પાણી વિના જીવનરસ બનેજ નહીં.હીં
# સજીવના શરીરનુંબંધારણ મુખ્યત્વેકાર્બન ઉપર આધારિત છે એટલેગ્રહ ઉપર કાર્બન ધરાવતા રસાયણો હોવાંજોઈએ
# અનેછેલ્લેજમીન, સજીવ સૃષ્ટિનેવિકસવા માટે જમીન જોઈએ, પણ ગ્રહો માત્ર વાયુઅનેવાદળોના ગોળા હોય છે. એણેનક્કર ભૂમિ કે
ખડકોવાળી સપાટી હોય તેવા ગ્રહ ઉપર જીવન હોવાની શક્યતા હોય છે.
આજ સુધી વિજ્ઞાનીઓનેસૂર્યમાળાની બહાર આમાંથી થોડી શરતોનું પાલન કરતાં હજારો ગ્રહો મળી આવ્યા છે તેનેએકસ્ટ્રા સોલાર પ્લેનેટ કહે
છે, પરંતુક્યાંય જીવસૃષ્ટિ હોય એવુંહજી જણાયુંનથી.