। અપના ઘર હો સ્વર્ગસેસુંદર
ઇન્કમટેક્ષવાળા રેડરે પાડેત્યારે કહેવાય કે ઘર ફૂટેફૂટેઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી રામાયણ ફરીદર્શાવી દૂરદર્શન પણ તરી ગયું.
મકાન બોલતાંબિલ્ડર અનેઘર બોલતાંપરિવાર યાદ આવેછે. ઘર માત્ર ચાર દીવાલથી નહીં પણ ચાર આંખોથી સર્જાય છે. જ્યાંઈંટ અનેચૂના સાથેહૂંફનુંપણ ચણતર થવુંજોઈએ. પ્રવેશતાંની સાથેહૂંફાળી હાશનો અનુભવ થાય તો સમજવું કે તમારું ઘર છે. તમારે તાળુંખોલવુંન પડે કે ડોરબેલ મારવી ન પડેએ ઘરની તો મજા ઓર છે. મતલબ ઘરમાં બીજું કોઈ રહેતુંહોય તો એ ઘર જીવંત લાગે. સાંજે આપણી પ્રતીક્ષા કરનારું કોઈ હોય તો ઘરે જવાનો ઉત્સાહવધી જાય છે. સૌરાષ્ટ્રમાં જે ઘરમાંમહેમાન વધુઆવતા એની પ્રતિષ્ઠા વધુગણાતી. મહેમાન રાતવાસો કરે તો તો ઘરનેચાર ચાંદ લાગી જાય. પૂર્વાભિમુખદ્વાર શુકનિયાળ હોય છે એના કરતાં પૂર્વતરફ મુખ રાખીનેકરેલા રે સવારના સૂર્યનમસ્કાર વધુશુકનિયાળ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણેઘરની ગોઠવણફાયદાકારક હોય છે એના કરતાંવસ્તુપ્રમા ણેઘરની ગોઠવણ વધુઆંખનેગમેતેવી હોય છે. આજના સમયમાંતો આંગણેકાગડો બોલેતો ફડક બેસેછે.ચીનમાં તો કોઈના ઘરે જવાનો રિવાજ બહુ ઓછો છે. અતિ નિકટની વ્યક્તિ હોય તો જ ઘરે આવે, અનેએ પણ જવલ્લેજ. જો કે આજના સમયમાં ગમેતેવી વ્યક્તિનેઘર બતાવવા જેવું જે નથી. દિગ્દર્શક એલી રોથની ‘નોક નોક’ અદ્ભુત ફિલ્મ છે, જેમાં જે અચાનક ઘરમાંઆવેલા અજાણ્યા બેમહેમાન ઓચિંતાઆક્રમણ અનેત્રાસથી બેરહેમ બદલો લઈ રહ્યા છે. એક વ્યક્તિ તૂટે છે ત્યારે ઘર આખુંતૂટી જાય છે, એવો સુંદર સંદેશ મળે છે.
ઇન્કમટેક્ષવાળા રેડરે પાડે ત્યારે કહેવાય કે ઘર ફૂટે ઘર જાય... રામના નામેપથ્થર તરે છે એ સાંભળેલુંપણ વર્ષો પછી
રામાયણ ફરી દર્શાવી દૂરદર્શન પણ તરીગયું. વિભીષણ માટે કહેવાયુંહતું...ઘરકા ભેદી લંકા ઢાયે. રામેપણ વચન ખાતર પોતાનુંઘર છોડ્યુંઅનેવનવાસમાંજ ઘરવાસ બનાવ્યો. ‘અતિથિ તુમ કબજાઓગે’ ફિલ્મમાંકે પછી જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યલેખમાંઆવતા કેટલાક ચોટડુંક મહેમાનથી ઘરમાલિકની કફોડી સ્થિ તિ થઈ જતી હોય છે. આ પ્રકારનામહેમાન આખી અતિથિપરંપરાનેલજવેછે. એના પાપેઘરે આવનારા બીજા સારા મહેમાનનેપણ યોગ્ય સત્કાર નથી મળતો. દીકરો હોવા છતાં બાપનેઘરડાઘરમાં જવું પડે એ સમાજની કરુણતા છે. ‘યેઘર બહુત હસીન હૈ’ કહેવા આપણેબેઝિક સુવિધા સાથેઆસપાસ ગ્રીનરી છે કે નહીં એ મોટાભાગેજોતા નથી. બારી ખોલતાંની સામેજ વૃક્ષ દેખાય એ ઉત્તમ ઘર કહેવાય છે. જો કે ફલેટ કલ્ચરમાંઆંગણું વિસરાઈ ગયું છે અનેએના કારણેબાળકની
ધમાચકડી પણ ક્યાંક ખોવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાંવધુસમય આપતા હોવાથી પરિવારના સભ્યો વચ્ચેદૂરી વધી રહી છે.