શિક્ષણની સાર્થકતાનું સાચું સરનામું આપણે સામાન્ય રીતે ભણતર, ગણતર અને ચણતર વિષે વિગતે વિચારતા નથી. શાળા-કૉલેજમાં વિદ્યાર્થીઓ જે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરે છે; તેને આપણે શિક્ષણ-ભણતર કે કેળવણી કહીએ છીએ. ખરેખર ભણતર એ શિક્ષણ કે કેળવણીનો પર્યાય નથી. આપણે થોડાક ઊંડા જઈને વિચારીએ તો માત્ર અક્ષરજ્ઞાન કે વૈધિક શિક્ષણ ભણતર છે પણ એ ભણતરનો જીવનમાં યોગ્ય ઉપયોગ થાય તો તે ગણતર બને છે. તેથી તો આપણે ત્યાં કહ્યું છે કેઃ “ભણ્યા પણ ગણ્યા નહીં.” ભણતર સાથે ગણતર થાય તો જ જીવનનું ચણતર થાય. આ ચણતર એટલે વ્યક્તિનો સર્વાગી વિકાસ. ભણતર, ગણતરની સાથે જ જીવનના સાચા ચણતરની દિશાનું મૂલ્યવાન માર્ગદર્શન આપતું આ વિશિષ્ટ પુસ્તક અનુભવના એરણે ઘડાયેલાં ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રીની કલમે લખવામાં આવ્યું છે. Read more