અત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકની નવી અને આધુનિક ગુજરાતી આવૃત્તિ છે. આ પુસ્તકની મદદ લઈને અલગ અલગ કંપનીઓમાં કામ કરતાં લોકોએ વિવિધ ઉત્પાદનો અને આવકની યોજનાઓનો ઉપયોગ કરીને પોતાની આવકમાં ઘણો વધારો કર્યો છે. બધી જ સફળ ટીમો આ પુસ્તકનો ઉપયોગ ગાઇડ બુક તરીકે કરી રહી છે અને આ પુસ્તકમાં આપવામાં આવેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિશાળ વ્યાપારિક સામ્રાજ્યોનું નિર્માણ કરી રહી છે. આ પુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે હું મારા વાચકોને ટોચ પર જોવા માગું છું, તેમનાં સપનાં નિહાળી રહ્યો છું અને ઇચ્છું છું કે વિક્રમજનક સમયમાં પોતાની કંપનીમાં ટોચના સફળ લોકોમાં તેમનો પણ સમાવેશ થાય. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમય સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે અને આ પુસ્તક દ્વારા તમારા જીવનના ઓછામાં ઓછા 6-8 કીમતી વર્ષો બચાવવાનો પ્રયાસ કર્યો છે. મેં 12 વર્ષથી વધુ સમય સુધી સાચા દિલથી અને આત્માને અનુસરીને નેટવર્ક માર્કેટિંગમાં કામ કર્યું છે. મેં આવક અને સિદ્ધિઓનો નવો વિક્રમ બનાવ્યો છે અને એ જ સિદ્ધાંતો, સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરી હજારો લોકોના ભાવિનું નિર્માણ કર્યું છે, જે આ પુસ્તક સ્વરૂપે તમારા હાથમાં છે. હવે તમારો સમય છે. આ તમારી પળ છે. આ પુસ્તકમાં આપવામાં આવેલી સફળતાની પદ્ધતિને અનુસરો. તમારા બધા મિત્રોને આ પુસ્તક આપો. ટોચ પર પહોંચવામાં ક્યારેય રોકાશો નહીં. હું તમારી સાથે છું. Read more
0 ફોલવર્સ
9 પુસ્તકો