સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને કારણે ઊભી થતી જટિલતાની ખલેલને કારણે આપણે સાચું જીવન ભૂલી જઈએ છીએ. યાદ રાખો – વિચારો સિવાય એવી કોઈ બાબતો નથી, જે તમારા જીવનને અસર કરે છે. આ International Bestseller પુસ્તક તમને દરેક સંજોગોમાં સમજદારીથી, તર્કબદ્ધ રીતે, સાચી રીતે વિચારવાની ટેવ પાડે છે. વધુ પડતા વિચારોને Control કરીને વિચારોમાં સ્પષ્ટતા દ્વારા તમારાં જીવન, સંબંધો, વ્યવસાય અને કારકિર્દીમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવાની Master Key આ પુસ્તક બતાવે છે. વિચારોમાં રાતોરાત પરિવર્તન કરવું શક્ય નથી. તમારા માટે જ આ નાનકડું પુસ્તક લખાયું છે. આ પુસ્તક વારંવાર વાંચો અને દરેક વાતોનો અમલ કરવા માટે પૂરતો સમય આપો. તમારું મન એ સંસારનું સૌથી શક્તિશાળી સાધન છે. તમે આ પુસ્તક દ્વારા તમારા મનને Control કરીને તમારા જીવનને જીતી શકો છો. Read more