આ પુસ્ર્તકમાં માત્ર સપનાઓની વાત નથી, પણ સપનાઓને સાકાર કરવા માટે તમારે કેવી આકરી મહેનત કરવી પડે છે તેની કથાઓ પણ છે. ધીરુભાઈના માર્ગમાં અનેક અવરોધો આવ્યા હતા. તેમાંના કેટલાક અવરોધો તો ઈરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા હતા. જબરદ્સ્ર્ત ગતિથી આગળ વધી રહેલા ધીરુભાઈને પાડી દેવાશે એવી વ્યર્થ આશાથી તેમના કેટલાક હરીફોએ ઈરાદાપૂર્વક માર્ગમાં અડચણો ઊભી કરી હતી. કેટલીક તકલીફો નશીબને કારણે આવી હતી. આપણા જેવા લોકો થોડી મુશ્કેલીઓનો કર્યા પછી હારીને જુદા માર્ગે જતા રહે. પરંતુ ધીરુભાઈ કદી પોતાના માર્ગમાંથી ચલિત થયા નહોતા અને જેટલા પણ અવરોધો આવ્યા તેની આરપાર નીકળી ગયા. હામ હાર્યા વિના દરેક તકલીફોનો ઉપાય શોધ્યો, કેટલાકની અવગણના કરી, પણ ક્યારેય આશા છોડી નહી. આ મક્કમ મનોબળને કારણે આખરે તેમને સફળતાનું ફળ મળ્યું। Read more
0 ફોલવર્સ
4 પુસ્તકો