રિચ ડેડ્સ કેશફ્લો ક્વોડ્રન્ટ ‘આર્થિક સ્વતંત્રતાની ચાવી’ આ પુસ્તક એવા લોકો માટે લખવામાં આવ્યું છે. જેઓ નોકરીની સુરક્ષાથી આગળ જઈને આર્થિક સ્વતંત્રતાની દુનિયામાં પગલું માંડવા માટે તૈયાર છે. જેઓ પોતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર છે. જેઓ પોતાના આર્થિક ભવિષ્યને નિયંત્રણમાં રાખવા માંગે છે. રિચ ડેડની કેશફ્લો ક્વોડ્રન્ટ તમને આ પુસ્તકમાં જણાવશે કે કેટલાક લોકો ઓછી મહેનત કરીને પણ વધારે રૂપિયા કઈ રીતે કમાય છે, ઓછો ટૅક્સ શા માટે ભરે છે અને આર્થિક બાબતોમાં સ્વતંત્ર બનવાનું શીખી જાય છે. શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છેઃ શા માટે કેટલાક રોકાણકારો બહુ ઓછું જોખમ લઈને ધનવાન બની જાય છે. જ્યારે મોટા ભાગના રોકાણકારો જેમ તેમ કરીને પોતાની મુદ્દલ કાઢી શકે છે? શા માટે મોટા ભાગના લોકો એક અથવા બીજી નોકરીમાં ભટકતા રહે છે, જ્યારે કેટલાક લોકો નોકરી છોડીને પોતાની માલિકીનું સામ્રાજ્ય બનાવવામાં સફળ થાય છે? ઔદ્યોગિક યુગનું માહિતીના યુગમાં પરિવર્તિત થવું એ તમારા માટે અને તમારા પરિવાર માટે શું મહત્ત્વ ધરાવે છે? Read more
0 ફોલવર્સ
16 પુસ્તકો