shabd-logo

ભીમોરાની લડાઈ

11 October 2023

0 જોયું 0

ભીમોરાની લડાઈ

"કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?"

"આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું મહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ."

"ત્યારે શું કરવું ?"

"બીજું વળી શું કરવું, બાપ ?" ચારણે ચાનક ચડાવી: "તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા ? અરે -બારવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત. 

માથે હજારું વેર લઈ આવનાર બા‘રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ ?"

"ઠીક ભાઈ, દાઢાણા ! તું મારા પ્રાણ સાટે છો, ભા ! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય."

"ધન્ય બાપ ! ધન્ય નાજા !" ગઢવીએ ધણીને બિરદાવ્યો :ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નજિયો, મટે ન બારે માસ.

તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુત્તર નાજો ! તું તો સદાનો લીલોછમ : તારાં દલ સુકાય નહિ.

ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ, બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસબાર ગાઉ દૂર આ ​ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં, પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં ચોવીસ ગામ હતાં.

એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો :"અમારો ચોર કાઢી દ્યો."

નાજા ખાચરે જવાબ કહેરાવ્યો :"ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે."

ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી.

ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે.

"નાજાભાઈ !" માણસોએ કહ્યું : "આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં."

નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : "ના બાપ ! જેને જીવ વાલો હોંય એ ​સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો !"ત્રંબાળુ ચેલા તણાં, વાગ્યાં કોઈ વહળોય.
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા !

ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ‘ચેલા’ની બીકથી ગુરુ (નાજો) નાઠાબારીમાં થઈને નાસે કદી ?

આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી મરાઠી સેના. સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કોતરાં હતાં. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી, અને ગઢમાં ઝાઝાં માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ ?આઠ મહિનાની આશ, મે ગાજે ને શાદૂળો મરે,
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.

શાદૂળો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના - શિયાળો અને ઉનાળો જ - જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંઈક છુપાઈને ડણકે છે. એટલે શાદૂળો એ સિંહને શોધતો, વરસાદની અદ્શ્ય ગર્જના ન સાંખી શકવાથી માથાં પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ શી રીતે સહન કરી શકે ? મરું કે જીવું એ જ એના મનમાં થાય.

કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી ? માત્ર આઠ જ માણસો હતાં અને પાણી ખૂટવા લાગ્યું હતું, નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી.

આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી. પોતાનાં બાળબચ્ચાંને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના આઠે જણા તરફડતા હતા. એક ટીપુંયે ન રહ્યું.

પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાણી. ​રાતમાં ઊઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો.

તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું. એને પાણી પાવમાં આવ્યું.

ચેલા ખાચરે પૂછ્યું : "ગઢમાં કેટલાં માણસો છે !"

ટાઢાણે જવાબ આપ્યો : "ફક્ત આઠ જણા."

તરત જ ફોજનો હુકમ મળ્યો : "હવે ફિકર નહિ. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો !"

અને હલ્લો મંડાણો.

થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બન્ને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બન્ને જણાને કહ્યું : "ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહિ તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે."

મારવાડીઓએ જવાબ દીધો : "નાજા ખાચર ! અમે તમારો રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય ! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે ! એને બદલે આંહી જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા જેવા શૂરવીરોના સાથ ફરી ક્યાંથી મળે ? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’." (ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું.)

"ભાઈઓ !" નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી : "હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો."

એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યા : "હા બાપ ! ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણાં ધીંગાણાંમાં રમાડ્યો છે. પણ શું કરું ? મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં ?"


​ આઠેવ ઘોડીઓને હાજર કરી. તલવારને એકેક ઝાટકે એનાં રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડ્યાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી.

"બસ બાપ !" નાજા ખાચરે હાકલ કરી : "એ બેને મારશો નહિ. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો ! ભલે ચાલી જાય."

બેય ઘોડીઓને મોકળી મેલી દીધી.

સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે ? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્ય; એણે ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી.

ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનુંસાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળે તલવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની શાબાશે કહેરાવવી હશે ! એ નીચે બેસીને નાજા ખાચરના પગના સાંકળાની ખીલી ખોલવા લાગ્યો.

લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું : ‘હાય ! હાય ! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે ?’

પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તલવાર એ આઘે બેથેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી.

એણે શું કર્યું ?ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,
(આમાં) વખાણવો વષેક, નેક ભજ કિયો નાજિયા ?

એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું, અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર ! આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી ?


​ પરંતુ તલવાર શી રીતે મારી ?રીંખેને સર સ્પીઅર તણે, કોઈ વાઈ કરમાળ,
(ઇ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત ?

બાળકની માફક તું ગોઠણભર થયો, અને પછી રિપુના માથી ઉપર તેં તલવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ ! એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું ? કારણે કે ભાંખોડિયાભર તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો.ઈંદર અપસર નજરાજ, જોગણ ધર ગરજણ જંબુક,
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.

તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇંદ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપસ્રા વરમાળ લઈને પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર લઈને ભરવા આતુર ખડી હતી. પૃથ્વી (ધર) પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડાં અને શિયાળવાં તારું માંસ ભક્ષવા આવી પહોંચેલાં. લોઢાની તલવારને પણ તેં હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ‘ખડું રહે !’ મોતને પણ ફરમાવ્યું કે ‘થોડી વાર થોભી જા.’ પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાંને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો.

એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો.ઉતબંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે,
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.

હે નાજા ખાચર ! પછી તો તારું માથું (ઉતબંગ) પડી ગયું, અને તારા હાથની તલવાર (ખગ) પણ પડી ગઈ, એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી, શય્તુઓને હાથમાં ઉપાડી-ઉપાડીને પટકવા લાગ્યું. રણસંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે નવ અને બીજા હાથે તેર હાથી ઉપાડીને આકાશમાં ઊછાળ્યા હતા. આંહી નાજા ખાચરે માણસોને ફંગોળી પછાડ્યા.


નાજા જ્યું મરાય ના, સાબધ હરમક સોત,
મોડું ને વેલું મોત, સૌને માથે સૂરાઉત.

જો કે વહેલુંમોડું તો સહુને મરવાનું છે. પરંતુ હે સૂરા ખાચરના પુત્ર નાજા ખાચર ! તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તેં તારી કીર્તિ સંભાળી રાખી.

ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે.

આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :[ગીત: શાણોર સાવઝડું]

સૂબા ટોપી આંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,
મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.

જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો. ફરિયાદ કરી કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી કારણ કે તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા. ગનીમા=સૂબા).

ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,
વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.

આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઊઠ્યો. (મદાઈ=દુશ્મન)

તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,
ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.

તલવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તલવારો સામસામી તાળેઓ દેતી રમત રમતી હોય ! મરાઠીની સેનામાં ઘણાં માણસો કપાયાં. મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા ​દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો.

આયા જાઈ ભાઈ અરાઠી, લાખાહરો લડે લોહ લાઠી,
પો ! વશટીઆ કહે પરાઠી, કાં ચૂ કૂવ કાં નીકળ કાઠી.

ચેલો ખાચર પોતાના જાતભાઈને પણ લઈને આવ્યો. છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો રહ્યો. શત્રુ-સેનામાંથી વિષ્ટિ કરવા માટે માણસો આવ્યા; તેઓ કહે કે, ‘ઓ કાઠી, કાં તો દંડ ચૂકવી દે, નહિ તો કિલ્લાની બહાર નીકળ.

કે’ વશટીઆ આભકાપાળો, પંચમુખ ખડ નો ખાય પટાળો,
હઠ મેલે નજરાજ હઠાળો, (તો) મેર ડગે ને ધ્રૂજે ડખમાળો.

એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે ‘જેમ કેસરી સિંહ કદી ઘાસ ખાય નહિ તેમ હું પણ કદી નમીશ નહિ.’ જો ટેકીલો નાજો ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરુ પર્વત ચળે અને આકાશ ધ્રુજી જાય. (પંચમુખ=સિંહ; ડખમાળો=આકાશની નક્ષત્રમાળ).

દંડ ન ભરાં હું રામદુવાઈ, મરવો ભીમ તણા ગઢ માંહીં,
આદ અનાદ તણી અવળાઈ, છોડાં કીં હું અવળચંડાઈ ?

‘રામદુવાઈ લઈને હું કહું છું કે હું દંડ નહિ ભરું. સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ. મારી સદાની અડગતા હું નહિ છોડું.’

લડે દખણ દળ ભરડા લીધા, કાઠે જોર અનોધાં કીધાં,
દસે દસ વાર ગનીમાને દીધાં, દસ દા’ડા લગ નીર ન પીધાં.

દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ઘાલ્યો. તેની સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું. દસ દસ વાર તો સૂબાને પાછો કાઢ્યો. દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી.

જળનો તરસ્યો દળમાં જાઈ, કોપ્યો સૂબો ને હલાં કરાઈ,
હડેડે જંજાળ્યાં નાળ્ય હવાઈ, ચાર પો’ર તલવાર ચલાઈ.

પાણીનો તરસ્યો ટાઢાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં પહોંચ્યો. એની વાત સાંભળીને બાબારાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો. તોપો ને બંદૂકો છૂટી.

ધજવડ વાળો તોરણ ધરીઓ, ફેરા ચાર ચોરીમાં ફરીઓ,
કાળો ખુમો અણવર કરીઓ, વર નાજો અપસરને વરીઓ.​

એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય ! તલવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપસ્રાઓની સાથે વર્યો. (ધજવડ=તલવાર)૧૦

એકલવેણ વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,
મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.

એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની સાથે મરેલા શૂરવીર જાનૈયાને લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.



𓅨❀☘𓅨❀☘

26
લેખ
રસધારની વાર્તા - ૧ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ઝવેરચંદ મેઘાણી
0.0
મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?' એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે. સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો. ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો. ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે. ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ
1

નિવેદન

9 October 2023
2
0
0

પહેલી આવૃત્તિ મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?' એવું આકરું મેણું પામ

2

નવે અવતારે

9 October 2023
0
0
0

નવે અવતારે સાત વર્ષ વીતી ગયાં. તે દિવસે કલ્પના નહોતી, પણ આજે જ્યારે એ સાત વર્ષ પૂર્વે પ્રગટ થયેલી 'રસધાર:ધારા પહેલી'ની પ્રથમ આવૃત્તિ ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે પ્રતીતિ થાય છે કે 'તરણા ઓથે ડુંગર રે, દ

3

રંગ છે રવાભાઈને

9 October 2023
0
0
0

રંગ છે રવાભાઈને ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવ

4

જટો હલકારો

9 October 2023
0
0
0

જટો હલકારો બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના

5

વાલીમામદ આરબ

9 October 2023
1
0
0

વાલીમામદ આરબ "જમાદાર સા'બ, ચલો રોટી ખાવા." "નહિ, હમ ખાયા." "ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)" ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથ

6

ગરાસણી

9 October 2023
2
0
0

ગરાસણી ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?" "ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવ

7

આહીરની ઉદારતા

9 October 2023
0
0
0

આહીરની ઉદારતા "આમ તો જુવો, આયર!" "કાં? શું છે?" "આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય છે." "આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટા

8

ભાઈબંધી

10 October 2023
2
0
0

ભાઈબંધી બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રા વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના

9

ઘેલાશા

10 October 2023
0
0
0

ઘેલાશા [જન્મ: સં.૧૮૨૬ * મ્રુત્યુ: સં.૧૮૮૩] સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડ

10

ભેંસોનાં દૂધ!

10 October 2023
0
0
0

ભેંસોનાં દૂધ! ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ

11

ભોળો કાત્યાળ

10 October 2023
0
0
0

ભોળો કાત્યાળ ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ગીરની અં

12

આહીર યુગલના કોલ

10 October 2023
0
0
0

આહીર યુગલના કોલ "આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?" "એવું અમંગળ શું કામ ભાખો છો ?" "ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?" "તો પછી તમારી વાંસે

13

આનું નામ તે ધણી

10 October 2023
0
0
0

આનું નામ તે ધણી દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા

14

દેપાળદે

10 October 2023
0
0
0

દેપાળદે ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસ

15

સેજકજી

10 October 2023
0
0
0

સેજકજી તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી ર

16

રાણજી ગોહિલ

10 October 2023
0
0
0

રાણજી ગોહિલ ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશા

17

મોખડોજી

10 October 2023
0
0
0

મોખડોજી ‘લેજે, મોખડા હડમાન, તારું દાણ!” પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વરસ વીતી ગયાં, પણ એની આણ દરિયા ઉપરથી હ

18

બોળો

11 October 2023
0
0
0

બોળો વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યાં.

19

ભીમોરાની લડાઈ

11 October 2023
0
0
0

ભીમોરાની લડાઈ "કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?" "આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું મહિ. માર

20

ઓઢો ખુમાણ

11 October 2023
0
0
0

ઓઢો ખુમાણ આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'કરણ મહારાજનો પહોર' ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગ

21

વાળાની હરણપૂજા

11 October 2023
0
0
0

વાળાની હરણપૂજા હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળાં પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્

22

ચાંપરાજ વાળો

11 October 2023
0
0
0

ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ

23

આઈ કામબાઈ

11 October 2023
0
0
0

આઈ કામબાઈ જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અ

24

કટારીનું કીર્તન

12 October 2023
0
0
0

કટારીનું કીર્તન 'રા'જકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પ

25

સાંઈ નેહડી

12 October 2023
0
0
0

સાંઈ નેહડી મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક

26

શૂરવીરની પહેલી મિલન-રાત

12 October 2023
0
0
0

શૂરવીરની પહેલી મિલન-રાત [દુહા] પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. (૧) મીલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગં

---

એક પુસ્તક વાંચો