shabd-logo

ચારણની ખોળાધરી

5 June 2023

5 જોયું 5

ચારણની ખોળાધરી

વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”

“મારો રાણો કયાં, મારો રામદેવજી કયાં? રાણાને પાછો લાવો !” એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠયા, ને આખો ગઢ કોઈ ઉજજડ ભૂતખાનાની માફક સામે પડઘા પાડીને પૂછવા લાગ્યો :

“રાણો કયાં ?”

માણસો એકબીજાને પૂછવા લાગ્યા : “રાણો કયાં ?”

કોઈએ ચારણને કહ્યું : “રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે.”

ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો. પણ રાણો મામીએાના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીએાના માઢમાંથી નીકળનારા એકેએક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતો : “ રાણો કયાં ?” માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠયો : “ રાણા ! બાપ રાણા ! નીચે ઊતર. તારી માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો !”

ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું ​પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ.

“લે, આ તારો રાણો !” એવો એક અવાજ આવ્યો. અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તે રાણા રામદેવજીના કટકા ! હાથ નોખા, પગ નોખા ધડ નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજુ કાપેલું માથું પણ નોખું.

“બસ, મારા બાપ! કયાંય રેઢો નહોતો મેલતો ! અને આજ જંગલ ગયો તેટલી વાર રહી ન શકયો ? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં ? એય મારી અણમોલી થાપણ ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ ?”

ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો.

આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસેાંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવેા હતો. ઘણું ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહિ, કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યું : “આપણે આંગણે લગન છે. ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ? ગઢવી, જાઓ, તમારી ખોળાધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો.”

ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ : પોરબંદરની રાણીએ છોકરાને મીઠડાં લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યેા. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો.

ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું:“બાપ ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ ​લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રુજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાનાંમોટાં અઢાર માણસો છે. આવો, આપણે જામને લેાહીથી ધરવી દઈએ.”

કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરને ધોરિયે છૂટયો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉપર છાંટયા. ચારણ્યેાએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને “લેજે રાણાજી!” કહી નગરના ગઢની ભીંતે પર ફેકયા. વળી દૂધિયા દાંતવાળાં બાળકોનાં નાનકડાં માથાં શ્રીફળ વધેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી. પછી ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપર ઘી રેડયું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં લુગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા લઈને 'હર! હર!હર!'ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને ચારણે કહ્યું : “બાપ! ગાડાને આગ લગાડીને તું બા'રો નીકળી જા.”

કોળી બાલ્યો , “બાપુ ! તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોંઠામણ આપીશ ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપ૨."

ચારણ જુએ છે, તે કોળીએ લોઢાની નાગફણું ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધેલા !

ગાડું દરબારમાં ચાલ્યું, કપાસિયા સળગ્યા, ગાડાને આગ લાગી. ચારણ પરિવારનાં લૂગડાં સળગ્યાં, કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા હાડકાંમાં દાખલ થયા ત્યાં તે ફડ ફડ ફટાકિયા ફુટવા લાગ્યા, છતાં એ પાંચ માણસાની જીવતી ચિતામાંથી કેવા સ્વર છે ? “હર ! હર ! હર !” પાંચેય માનવી જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ ​પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયેા. સતાજી જામના દરબારગઢે તે દિવસે અઢાર *[૧]દેવી બાળકેાના ભક્ષ લીધા.

ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબડવા માંડી. અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બેાખીરાની ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા મંડ્યો. જંગલોમાં સંતાયા, ને આખરે એનો દેહ છુટી ગયો.

નિરાધાર રાણી કલાંબાઈ ને અને કુંવર ખીમજીને ઊંચે આભ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકાર સંભળાતા હતા. ત્યાં તે મેરોમાં હાક બોલી : “હાં ! માટી થાઓ ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે. ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યા. ઓડદરમાં લાવીને એારડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું : “ મા, મન હેઠું મેલીને રે'જે. અાંહી તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકો નહિ કરે.”

એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગેલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટેાનું એક પાણિયારું કરાવી દીધું. એક દિવસ કલાંબાઈએ જોયું તો એક ઈંટને ખૂણો ટેચાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું. તો ઉપરના ​પડની નીચે આખે આખી હેમની ઈંટ હતી. બધી ઈંટેામાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી.

એક દિવસ રાણીએ પૂછયું : “આ રબારીઓ ભેંસોને રાતમાં કયાં લઈ જાય છે ?”

મેરોએ જવાબ દીધો : “માડી, પહર ચારવા.”

"પહર એટલે?"

“એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોને લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે.”

“ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?”

“તો તને તારું રાજ કરી દિયે !”

હેમની ઈંટો વેચી-વેચી કલાંબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવરાવવા માંડી. ખવરાવવા-પિવરાવવામાં કાંઈ ખામી ન રાખી. છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીએાએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ કાઢયાં, લોઢાની ભેાગળ જેવા બધાના હાથ બન્યા, શરીરનું જોર ફાટફાટ થવા લાગ્યું. ત્યાર પછી મેર-રબારીએાએ કહ્યું : “માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું. ”

રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડયા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા. મેરોએ ગઢ ભેળી લીધે, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો.

ત્યારે ચારણે કહ્યું : “આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય.”

ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો ક્લાંબાઈ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારાં લઈ ગયા.આજ પણ રાણાને ઘેર 'ખેંગાર-નગારાં' પડયાં છે. ​ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામની સેના સામે લડતાં ૨૪૫૦ મેર મૂઆ. કસવાળિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા, એમ ચાર વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેરને માટે કહેવાય છે કે :

કે'દી કેસવાળા તણો, નર ન રસે ન થાય,

પડકાર્યો પડમાંય, કુંજર ઢાળે કેસવો.
કેસવાળા કેસવ તણો , પોરસ અંગ પાતે,
દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો-

આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.”

રાણીએ કહ્યું : “ મારા વીરાઓ ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”

રબારી તો એવા રાજી-રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા ! અને મેરોએ ચાળીશ*[૨] ગામનાં તેોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠયા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઆ પહેાંચી શકયા.

આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે :

ખિમજી શું ન ખાાટયે નાગર !

જેઠવો, જોરાબોળ,
બરડે બેઠા બિલનાથ ૧ [૩] બંક.
દીએ નગારે ઠોર.

દીએ નગારે ઠેર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,

સાત સાયર ને સૂચવે સાગર, ખિમજી શું ન ખાટિયે મ્રાંગર !


વર વડાણું ને રાવળું[૪], કન્યા,
વિગતે વિવા થાય,
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,
જુનેગઢ ખબરું જાય.


જુનેગઢ ખબરું જાય તે જાશે, અમરજી દીવાન ભેળા થાશે,
તમે આવ્યે આંહી ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા,



રૂડી રધ [૫] રાવળે મંડાણી,
ચૂનેરી ગઢ ચણાય,
જામ વિભોજી ગોખમાં બેઠા,
જેઠવી ફોજું જાય.

જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી,
પાણો કાંકરે લીધો તાણી રૂડી રધ રાવળે મંડાણી. 

25
લેખ
સૌરાષ્ટ્ર ની રસધાર: ૨
0.0
'સૌરાષ્ટ્રની રસધાર' સૌરાષ્ટ્ર વિશેની એક વિસ્તૃત અધ્યયની પ્રકરણી છે. આ બુકમાં સૌરાષ્ટ્રની પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થળો વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. બુકમાં સૌરાષ્ટ્રનો વિ સ્તારતનાવી સ્થળો , કુલ્ચરાઓ , સાંસ્કૃતિક પરિચય, સામાજિક પરિ વર્તનો , સાંપ્રદાયિકરીતિઓ અને રિવાજો, કૃષિ અનેસંબંધિત તકની કી મહત્ત્વ વગેરે વિષયો આ વેલા છે. બુકમાં સૌરાષ્ટ્રની સ્થાપત્ય સંસ્કૃતિ સંબંધિત પણ જાણકારીઆપવામાં આવી છે. છેલ્લેપંચ સા વજી સુધી ના સમયની ઘટના ઓ વિ સ્તૃત રી તે વર્ણવેલા છે.
1

મોર બની થનગાટ કરે

24 May 2023
1
0
0

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.... ઘનઘોર ઝરે ચહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન

2

કસુંબી નો રંગ

24 May 2023
0
0
0

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !!!!!    જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષ

3

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

3 June 2023
0
0
0

૧ ધૂંધળીનાથ અને સિદ્ધનાથ "તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !" એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક

4

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

3 June 2023
0
0
0

૧ ધૂંધળીનાથ અને સિદ્ધનાથ "તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !" એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક

5

રા' નવઘણ

3 June 2023
0
0
0

રા' નવઘણ "લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની

6

એક તેતરને કારણે

3 June 2023
0
0
0

એક તેતરને કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવત

7

એક અબળાને કારણે

3 June 2023
0
0
0

એક અબળાને કારણે સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે.

8

સિંહનું દાન

3 June 2023
0
0
0

સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દ

9

વર્ણવો પરમાર

3 June 2023
0
0
0

વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાં

10

આલમભાઈ પરમાર

3 June 2023
0
0
0

આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના

11

દીકરો !

3 June 2023
0
0
0

દીકરો ! "આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.” એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ

12

ઢેઢ કન્યાની દુવા

3 June 2023
0
0
0

ઢેઢ કન્યાની દુવા શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું

13

આઈ જાસલ

3 June 2023
0
0
0

આઈ જાસલ "આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?) “ભલેં, નાખાંસ, ભાઈ !” તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી

14

કામળીનો કોલ

3 June 2023
0
0
0

કામળીનો કોલ " આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે'વાં ?” “રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી

15

આંચળ તાણનારા

3 June 2023
0
0
0

આંચળ તાણનારા  !"હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે." એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્ર

16

મોત સાથે પ્રીતડી

5 June 2023
0
0
0

મોત સાથે પ્રીતડી આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે;

17

કરપડાની શૌર્યકથાઓ

5 June 2023
0
0
0

કરપડાની શૌર્યકથાઓ ૧. 'સમે માથે સુદામડા ?' પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મા

18

કરપડો ની શોર્ય કથા : ફકીરો કરપડો

5 June 2023
0
0
0

ર. ફકીરો કરપડો સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે. ઉબ

19

કરપડાની શૌર્યકથાઓ : વિસામણ કરપડો

5 June 2023
0
0
0

૩. વિસામણ કરપડો ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પ

20

કાળો મરમલ

5 June 2023
0
0
0

કાળો મરમલ"હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાના પ્

21

કાંધલજી મેર

5 June 2023
0
0
0

કાંધલજી મેર  ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન

22

કાળુજી મેર

5 June 2023
0
0
0

કાળુજી મેર કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી

23

મૂળુ મેર

5 June 2023
0
0
0

મૂળુ મેર ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧] પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જ

24

ચારણની ખોળાધરી

5 June 2023
0
0
0

ચારણની ખોળાધરી વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”

25

પરણેતર

5 June 2023
0
0
0

પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જે

---

એક પુસ્તક વાંચો