આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, "ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય.
1 ફોલવર્સ
9 પુસ્તકો