shabd-logo

1.ધર્મી ઠાકોર

9 June 2023

1 જોયું 1

ધર્મી ઠાકોર

⁠બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહારાજને કહ્યું : "અહીં ચ્યમ આયા છો ?”

⁠મહારાજ : "હૈડિયાવેરો સરકારને ન આપવો એવું કહેવા આવ્યો છું. તમને પણ કહેવા આવ્યો છું કે, લોકોને હૈડિયાવેરો ન આપવા સલાહ દેશો.”


⁠આ સાંભળીને ચિડાયેલા ઠાકોરે કહ્યું : "વારુ : જાવ અહીંથી. ફરી આ ગામે ન આવતા.”

⁠“કેમ ના આવું ?”

⁠“કેમ શું ? ઢેડને અડકો છો, આચારવિચાર પાળતા નથી ...” વગેરે વગેરે ઠાકોર બોલવા માંડ્યા ત્યારે મહારાજથી ન રહેવાયું. એમણે સામે કહ્યું : "ઠાકોર સાહેબ ! આ બધું તમે કોને કહી રહ્યા છો તે તો વિચારો ! આ તો બધું તમે અમારું બ્રાહ્મણોનું પઢાવ્યું પોપટિયું બોલી રહ્યા છો. ઉપદેશ આપવાનો અધિકાર તો અમારો બ્રાહ્મણોનો છે, ને ઊલટા તમે મને ઉપદેશ દેવા લાગ્યા છો ?”

⁠“અમે ક્ષત્રિય છીએ.”

⁠એટલું ઠાકોર બોલ્યા કે તરત મહારાજે બારી તરફ હાથ લંબાવીને કહ્યું ઃ 'તમારા બંગલાની સામે જ આવેલી પેલી લવાણાની દુકાન જે દા'ડે બાબર દેવાએ લૂંટી તે દા'ડે તમારી ક્ષત્રીવટ ક્યાં ગઈ હતી, ઠાકોર સાહેબ !”

⁠“સારું, જાવ.”

⁠એવો જાકારો સાંભળીને મહારાજ બહાર નીકળ્યા. ભાગોળે દરવાજાની અંદર એક ધર્મશાળા હતી. એ નિર્જન સ્થાનમાં પોતે એકાકી બેઠા. રાત પડી ગઈ હતી. કોઈ માણસ ત્યાં આવે એવી આશા રાખવાની નહોતી. 

56
લેખ
માણસાઈના દીવા
0.0
આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, "ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય.
1

નિવેદન

7 June 2023
5
0
0

નિવેદન [પહેલી આવૃત્તિ] ⁠મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોક્સેવક છે. હું લોકજીવન અને લોક હૃદયનો નમ્ર નિરીક્ષક છું અમારો સમાગમ ફક્ત એકાદ વર્ષ પર થઈ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને અમે

2

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ

7 June 2023
0
0
0

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ ⁠ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં

3

‘હું આવ્યો છું, બહારવટું શીખવવા’

7 June 2023
0
0
0

‘હું આવ્યો છું, બહારવટું શીખવવા’ ⁠વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે

4

એક હવાઈએ જલાવેલ જીંદગી

7 June 2023
0
0
0

એક હવાઈએ જલાવેલ જીંદગી ⁠“ઓળખો છો?” પંચાવનેક વર્ષની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. ⁠“ના,

5

હાજરી

7 June 2023
0
0
0

હાજરી ⁠રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. ⁠સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફા

6

હરાયું ઢોર

7 June 2023
0
0
0

હરાયું ઢોર ⁠મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ–ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર

7

અમલદારની હિંમત

7 June 2023
0
0
0

અમલદારની હિંમત ⁠તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા. ⁠ઊંધિયું ખવાય છે. સ્વાદ સ

8

ઇતબાર

7 June 2023
0
0
0

ઇતબાર ⁠પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં.

9

‘આપણી ન્યાતની ઇજ્જત’

7 June 2023
0
0
0

‘આપણી ન્યાતની ઇજ્જત’ ⁠"યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ..." ⁠ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા

10

કોણ ચોર ! કોણ શાહુકાર !

7 June 2023
0
0
0

કોણ ચોર ! કોણ શાહુકાર ! ⁠"મહારાજ !" ⁠"હો." ⁠"કશું જાણ્યું ?" ⁠"શું ?" ⁠"કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ડબા ગયા." પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવ

11

‘મારાં સ્વજનો’

7 June 2023
0
0
0

‘મારાં સ્વજનો’ ⁠મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. ⁠જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી ન

12

નમું નમું તસ્કરના પતિને !

7 June 2023
0
0
0

નમું નમું તસ્કરના પતિને ! ⁠ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ⁠"ચાલ, આમ આવ!" ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આ

13

‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’

7 June 2023
0
0
0

‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’ ⁠બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો.

14

‘રોટલો તૈયાર રાખજે !’

7 June 2023
0
0
0

‘રોટલો તૈયાર રાખજે !’ ⁠જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો(સ

15

બાબરિયાનો બાપ

7 June 2023
0
0
0

બાબરિયાનો બાપ ⁠ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ "મહારાજ અમારે ત્યાં ના આવે ? “ ⁠“ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતર

16

શનિયાનો છોકરો

7 June 2023
0
0
0

શનિયાનો છોકરો ⁠મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઈ ઊઠ્યો છે. ⁠મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો

17

‘બ....હુ....ઉ લાંબું દેખું છું’

7 June 2023
0
0
0

‘બ....હુ....ઉ લાંબું દેખું છું’ ⁠નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: ⁠પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. ⁠વ્યારા ગામથી દસ-બાર માઈલ

18

જી’બા

7 June 2023
0
0
0

જી’બા ⁠જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છ

19

બાબર દેવા

7 June 2023
0
0
0

બાબર દેવા ⁠એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. ⁠એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહ

20

પહેલી હવા

8 June 2023
0
0
0

આગલાં પાનાંમાં જે લખ્યું છે તે તો મહારાજના શ્રીમુખેથી સાંભળ્યું તે પરથી આલેખ્યું. માનવપાત્રો અમુક પ્રકારના કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં, નહેરાં ને કોતરો, પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઉતાર્યા. ⁠'અ

21

1.કાળજું બળે છે

8 June 2023
0
0
0

કાળજું બળે છે ⁠બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, "એ રહી—ઢોરાં ચારે." આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટા

22

2.કરડા સેવક નથી

8 June 2023
0
0
0

કરડા સેવક નથી ⁠જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી 'ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચ

23

3.‘નિર્મૂલી’ અને સરકાર

8 June 2023
0
0
0

‘નિર્મૂલી’ અને સરકાર ⁠ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ

24

4.પગને આંખો હોય છે

8 June 2023
0
0
0

પગને આંખો હોય છે ⁠ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, "આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શ

25

5.લક્ષ્મી સ્વપ્નામાં આવી

8 June 2023
0
0
0

લક્ષ્મી સ્વપ્નામાં આવી ⁠ત્યાં તો ગુજરાતની ચળકતી આંખ સરીખું ગામ રાસ આવ્યું . ગામની બહાર ગાંધી–આશ્રમ છે. સ્વચ્છ દવાખાનું છે, જગ્યા છે, ખેતર છે. યંત્રથી કૂવાના પાણી ખેંચાય છે; ખેતરો પીએ છે. નવી જમીન સ

26

6.મોતી ડોસા

8 June 2023
0
0
0

મોતી ડોસા ⁠"અમારે અહીં એક મોતીભાઈ ડોસા હતા. મરી ગયા '૩૦ની લડતમાં બીજા ઘણાને પકડાયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતા પકડાયા. પોલીસ–વડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળીટ

27

(અંદર પડેલું તત્ત્વ)

8 June 2023
0
0
0

અંદર પડેલું તત્ત્વ ⁠સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે 'કૂક

28

1.‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ’

8 June 2023
0
0
0

‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ’ ⁠રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, "આ એ ખેતર, કે જ્યાંથ

29

2.દાજી મુસલમાન

8 June 2023
0
0
0

દાજી મુસલમાન ⁠એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો

30

3.ઇચ્છાબા

8 June 2023
0
0
0

ઇચ્છાબા ⁠"ઓ ભૈ !" ⁠"શું કહો છો, ઇચ્છાબા !" ⁠"આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !" ⁠'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ

31

4.ગાંધીજીની સભ્યતા

8 June 2023
0
0
0

ગાંધીજીની સભ્યતા ⁠તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દે ને કહે કે, 'તમે તમારે કાંતો, ભઈ !' પછી જમવા ટાણે જ બોલાવે : 'ઊઠો; ખઈ લ્યો, ભઈ !' ખવરાવવામાં

32

5.માણસાઈની કરુણતા

8 June 2023
0
0
0

માણસાઈની કરુણતા ⁠એ વિચાર કરું છું ત્યાં તો આ લોકોના બોથાલા વેશપોશાકની અંદર ઢંકાયેલ પડેલી એક કરુણતાભરી માણસાઈનો પરિચય આપતો એક કિસ્સો મહારાજે કહ્યો : ⁠“આંહીં હું રહેતો હતો ત્યારની એક મોડી રાતે, આ નજીક

33

(કદરૂપી અને કુભારજા)

8 June 2023
1
0
0

કદરૂપી અને કુભારજા ⁠"દરિયા ! ઓ દરિયા !" ⁠"શું છે, મહી ?" ⁠"મારી જોડે પરણ." ⁠"નહીં પરણું." ⁠"કેમ નહીં ?" ⁠"તું કાળી છે તેથી." ⁠"જોઈ લેજે ત્યારે !" ⁠એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા.

34

1.રસાતાળ ધરતીનો નાશ

8 June 2023
0
0
0

રસાતાળ ધરતીનો નાશ ⁠બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડા

35

2.‘મર્માળાં માનવી’ ક્યાં !

8 June 2023
0
0
0

‘મર્માળાં માનવી’ ક્યાં ! ⁠ને મહી વધુ ભયંકર લાગી કારણ કે એને કાંઠે મેં હરિયાળી કલ્પી હતી. ઝળૂંબતી વનરાજીનું માનસચિત્ર આંકી મૂક્યું હતું. એથી ઊલટી જ આ કાંઠાની સ્થિતિ છે. મહીકાંઠો સૂનકાર છે. ઊંડાં કોતરો

36

3.મહીના શયનમંદિરમાં’

8 June 2023
0
0
0

મહીના શયનમંદિરમાં’ ⁠મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને 'ઘોડો' કહે છે, ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે ! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી

37

4.ઘી-ગોળનાં હાડ !

8 June 2023
0
0
0

ઘી-ગોળનાં હાડ ! ⁠એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી

38

5.ક્ષુદ્રની સંગતે મહાનનું મોત

8 June 2023
0
0
0

ક્ષુદ્રની સંગતે મહાનનું મોત ⁠ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે

39

(દધીચના દીકરા)

8 June 2023
0
0
0

દધીચના દીકરા ⁠મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ રૂપાળી બની હતી. ખાવા ધાતી એની નિર્જનતા એક રાત્રીએ લજવાઈ ગઈ હતી. જનશૂન્ય એના બિહામણા આરા - બદલપુરનો આરો, દહેવાણનો આરો : દૂર અને નજીકના આરા - રળિયામણા

40

1.નાવિક રગનાથજી

8 June 2023
0
0
0

નાવિક રગનાથજી ⁠મહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે ? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જ

41

2.નવજવાનનું પાણી ઉતાર્યું

8 June 2023
0
0
0

નવજવાનનું પાણી ઉતાર્યું ⁠એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો

42

3.નાક કપાય

8 June 2023
0
0
0

નાક કપાય ⁠બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક

43

4.મર્દ જીવરામ

8 June 2023
0
0
0

મર્દ જીવરામ ⁠સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હ

44

5.બદૂકની સામે બ્રાહ્મણ

8 June 2023
0
0
0

બદૂકની સામે બ્રાહ્મણ ⁠ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ

45

6.ગોળીઓના ટોચા

8 June 2023
0
0
0

ગોળીઓના ટોચા ⁠દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપ

46

(હૈડિયા વેરાનાં સ્મરણો)

9 June 2023
0
0
0

હૈડિયા વેરાનાં સ્મરણો ⁠ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખ

47

1.ધર્મી ઠાકોર

9 June 2023
0
0
0

ધર્મી ઠાકોર ⁠બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહાર

48

2.‘ક્ષત્રિય છું’

9 June 2023
0
0
0

‘ક્ષત્રિય છું’ ⁠થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : "ક્યાંથી આવો છો ? અહીં કેમ એકલા બેઠા છો ?” ⁠મહારાજ : "તમે મારી કને શીદ આવ્યા છો ? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચ

49

3.સ્વયંસેવકની શી જરૂર છે ?

9 June 2023
0
0
0

સ્વયંસેવકની શી જરૂર છે ? ⁠મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઇચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક 'બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા 'બોડકા મા

50

4.ઘંટી તો દીધી સરકારને

9 June 2023
0
0
0

ઘંટી તો દીધી સરકારને  ⁠લોકો જે બોલ્યાં તે પાળી બતાવ્યું. લોકોને એક જ વાતની ચોટ લાગી ગઈ કે જો હૈડિયાવેરા ભરીએ તો તો આપણે લૂંટારુઓને આશરો આપ્યો છે એ વાત સાચી બને, એ કલંક આપણે શિરે ચડે. ક્યાંય તેઓએ જપ્ત

51

(તીવ્ર પ્રેમ)

9 June 2023
0
0
0

તીવ્ર પ્રેમ ⁠હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જ‌ઉં છું." ⁠"કંઈ જશો ?" ⁠"મારા મુલકમાં." ⁠"નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં. ⁠"મારાથી ન

52

1.કામળિયા તેલ

9 June 2023
0
0
0

કામળિયા તેલ ⁠ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામૂહિક નિશ્ચય કરવા માટે એક દિવસ નક્કી થયો. લોકો મળ્યાં. ચોરી કોઈએ કરવી નહીં અને છતાં જો ચોરી થાય તો તેની સરકારમાં કોઈએ ફરિયાદ કરવી નહીં. મહારાજ અને ગામ

53

2.‘જંજીરો પીઓ !’

9 June 2023
0
0
0

‘જંજીરો પીઓ !’ ⁠એક આ 'કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ 'જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે : ⁠ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો '૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ 'નરવ

54

3.પાડો પીનારી ચારણી !

9 June 2023
0
0
0

પાડો પીનારી ચારણી ! ⁠મહી-સાગરને વેગળાં મૂકીને પાછા ચાલ્યા. વાલવોડ ગામે આવ્યા. વાલવોડ એ મહારાજના પ્રિય પાતણવાડિયાઓનું મોટું મથક, તદુપરાંત ચારણોનું એ જાણીતું ધામ. મહેડુ અને દેથા શાખના દેવીપુત્રોની અહીં

55

4.તોડી નાખો પુલ !

9 June 2023
0
0
0

તોડી નાખો પુલ ! ⁠સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછ

56

*ઝવેરચંદ મેઘાણીસાહિત્યજીવન*

9 June 2023
0
0
0

ઝવેરચંદ મેઘાણીસાહિત્યજીવન 1896જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર).1912અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. 1917કૉલેજમાં 19

---

એક પુસ્તક વાંચો