shabd-logo

પ્રકરણ બીજું

8 November 2023

0 જોયું 0

પ્રકરણ બીજું

અલાનેં બનાઆ જોડા = એક........વાન દુસરા બોડા.
અંધેર નગરી અને ગબડગંડ રાજા= ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા
આભને અણી નહીં = નેં બ્રાહ્મણને ધણી નહીં.
આંબાનું બી ગોટલો = છીનાલવાને ચોટલો.
આદવેર બ્રાહ્મણને જતી = આદવેર વેશા ને સતી.
આદવેર ઘંટીને ઘઊં = આદવેર સાસું ને વઊ.
આવડે નહીં ઘેંશ ને રાંધવા પેશ.
આવે ભાઈનો ભાઈ = ઊભો રહે નેવું સાઈ
આવે બાઈનો ભાઈ તે તો પેસે ઘરમાં ભાઈ.
આવશે ભાઈની બેહેન = તે જશે આંસું ઝેરી.
આવશે બાઈની બહેન = તે જશે સાડી પેહેરી.
આવીઆ મલવા = અને બેસારા દલવા.
આપીઊ વાંણીએ = ને ખાધું પ્રાંણીએ.
એવડું શું રલીએ = જે દીવો માંડીને દળીએ.
ઓરમાઆં નેં વેર વાઈઆં​


કાંને કોટે દેખું નહીં અને લાડુનું તો લેખું નહીં.
ખોદવો ડુંગર અને મારવો ઊંદર.
ખેતી કરવી તો રાખવું ગાડું લડાઈ કરવી તો બોલવું આડું
ખડસલીઓ તાપ અને મરતલીઓ બાપ.
ગરાશીઆની ઘોડી અને રાંડી રાંડની છોડી.
ગ‌ઉં રાવણનું રાજ વણપરધાને વાંણીઆ.
ગદો દેગદાને ગાઅ પાંમજે તું માદાની માઅ.
ગાઓ તાંહાં સુધી ગાજો પછી ઝાંપો દઈને જાજો.
માઅ વાઅ અને નાચવા જાય. ભાગ્યમાં હોય તો ભુવો થાય.
ગુરૂ કરીઆ મેં ગોકલનાથ ઘરડા બલદને ઘાલી નાથ.
ઘો મરનારી થાએ ત્યારે વાઘરીવાડે જાઅ.
ઘેર ઘોડો ને પાળો જાઅ એવો કોણ મુરખાનો રાઅ.
ઘેર દુઝણું ને લુખું ખાઅ એવો કોણ મુરખનો રાઅ.
નીરધનીઆનો જાઓ અને બાવળિયાનો છાંઓ (સુ‌ઊપકાર કરે)
નાઈધોઈને પુંજોકુબો એક મુવો ને બીજો ઊભો.
ચોરીનું ચંડાલે જાય અને પાપનું ધન કુત્તા ખાય.
જનાવરનો જીવ જાય અને હાડીઆને મન હસવું.
જુગટીઆની હા અને છીનાળવાની મા.
જુઠા ઝગડા કરના નહીં કરના તો ફીર ડરના નહીં
જેણે મેલી લાજ તેને ત્રણે જગનું રાજ.
જમવામાં જગલો અને કુટવામાં ભગલો.
જેની દાંમન પાક તેને શેની ધાક.
જો વરસે મઘા તો ધાન થાઅ ઢગા.
જો વરસે હાથીઓ તો મોતીઓ પુરાએ સાથીઓ.
જે ગ‌આ મરી તેની ખબર ન આવી ફરી.
જોગી બેઠો જપે અને જે આવે તે ખપે.
ઝાડ વંઠીઊ કે બગલું બેઠું કાઆ વંઠી કે કાળીઉં પેઠું.
તાઢા ચુલા નેં ઊની રાખ જે આવે તે કુટે કાખ.
ઠાંમ જેવી ઠીકરી અને મા જેવી દીકરી.
ડાઓ દીકરો દેશાવર વેઠે ડાઈ વઊ ચુલામાં પેસે.​


દંડ મુંડ ને ડાંમ એ તો કરશનજીનાં કાંમ.
દીકરી છે કે વઊ તો કે તેમાંથી સઊ.
દેખાદેખી સાધે જોગ પડે પીંડકા વાધે રોગ
ધણી વિનાની વાડી અને વેઠે પકડી ગાડી.
પય તે પાએ અને વેરી ઘાએ.
પારકી લેખણ પારકી શાઈ મતું કરે માવજીભાઈ.
પોથાં તે થોથાં ડાચાં તે સાચાં.
પાઘડ મોહોટા ને અંદર ખોટા.
પારકું વગોણું અને જગલાને જોણું.
પંખીનો ઠગ હાડીઓ માણસનો ઠગ ચાડીઓ.
પુરાનાં પાંણી ને અમરત વાંણી.
પાસા પડે તે દા રાજા કરે ન્યા.
પેટ કરાવે વેઠ.
પોર મુઈ સાસુ ને ઓણ આવ્યાં આંસું.
બઈનાં ફળ બાઈને સોભા માહારા ભાઈને.
બેહેન ઘર ભાઈ જે સાસું ઘેર જમાઈ (ચાકરી પામે)
બેસીએ જોઈ તો ઊઠાડે નહીં કોઈ.
બ્રાહ્મણ વચને ખડડાય વેશાપુત્રી થી મુંત્રી.
ભીખને ભારો તે સવારમાં સારો.
ભુખ વીનાનું ખાવું ને મન વીનાનું ગાવું.
ભાગ્યના ભેરૂ ગોપીચંદનને ગેરૂ.
ભલું થઊ ભાંગ્યો જંજાળ સુખે ભજશું શ્રીગોપાલ.
ભાંણોભાઈ હઈઆના માળે ભુલી ગરને લેઈ જાઅ ગોળી.
ભુંઈ પડીઊભાયનું જડે એના બાપનું.
ભણા ગણા તે વેપારી ન ભણા તે ઠોબારી.
માંથે લેઈને મેલવાજાઅ અને રણે રહો રાંદલ ગીતમાં ગાઅ.
માંથે ઓઢી ચાદર એટલે જાંણે બોઠા તાંહાં પાદર.
મન હોઅ ચંગા તો કથરોટમાં ગંગા.
મન કે હું માળીએ બેસું કરમ કે હું કોઠીમાં પેસું.
મીઆં ચોરે મુંઠે ને અલા ચોરે ઊંટે.
(મુઠી મુઠી ચોરીને ઊંટ લીધું તે મરી ગયું.)​



માની ગાળ અને ઘીની નાળ.
મલે તારે મીર ન મલે તારે ફકીર.
રાતે સાડલે રાંડ અને લેઈ ગઈ પાસેર ખાંડ.
રહે તો આપથી જાઅ તો સગા બાપથી.
રાજા દાંને અને પ્રજા સનાને.
રંડિપુતા શાહાજાદા ન માર મુંડા દોમ પાતશા.
રૂપૈયા ભરે ગાગર તારે એક આવે નાગરીય.
રાજાએ માંની તે રાણી અને છાંણાં વીનતી આંણી.
લાખે લેખાં નેં કોડી ન દેખાં.
લપોડ શંખ લાખ તો કે લેને સવા લાખ.
લાંબા જોડે ટુંકો જાઅ મરે નહીં પણ માંદો થાઅ.
લે બુધું ને કર સુધું.
વડ એવા ટેટા નેં બાપ એવા બેટા.
વલગે રજ તો વધે ગજ (બાલક)
વર વરો કન્યા વરો પણ ગોરનું તરભાણું ભરો.
વાળીઝોળી, ત્યારે ન મેલવા કાઠી કે કોળી.
વેપારમાં વાઅદો શાસ્ત્રમાં કાઅદો. (આ વખતમાં)
વાત કરવી હુંકારે અને લડાઈ લડવી ટુંકારે.
સુવા જેવું સુખ નહીં નેં મુવા જેવું દુઃખ નહીં.
સગપણમાં સાહાડું ને નેં ચપણમાં લાડુ.
સઊગ‌આં સગે પગે વઊ રહીઆં ઊભા પગે.
સઊ સુઈને જાગે તારે ખોજો ખીચડ માંગે.
સો જોશી નેં એક ડોશી.
સાસરે સાઅ નહીં નેં પીઅરમાં માઅ નહીં.
સઈ સોની ને સાળવી તેને જમ ન શકે જાળવી.
સાગ સીસમ નેં સોનું તે સો વરશે કાગળવાજુંનું.
હણે તેને હણીએ તેનો દોશ ન ગણીએ.
હલાવી ખીચડી નેં મલાવી દીકરી.
હાથમાં માળા નેં હૈયામાં લાળા.


प्रकरण बीजु समपुरण

3
લેખ
કથનાસપ્તશતી
0.0
આ કથનસપતશતી (એટલે કેહેવત ૭૦૦ સાતશે)ની ચોપડી શ્રી સુરત મધે રહીને સંવત ૧૯૦૬ના આસો મહીનામાં એ. કે. ફારબસ સાહેબશ્રીના કહાથી ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈએ લખી તેમાં ગુજરાતી લોકોમાં વાતચીત કરવામાં જે કહેવતો ચાલે છે, તે સંભારી સંભારીને લખી છે. તેનાં પ્રકારણ ત્રણ છે. પહેલા પ્રકરણમાં એક પદ અથવા વાતા જેવી કહેવતો છે. બીજા પ્રકરણમાં બે બે પદ જોડેલાં છે. ત્રીજામાં ચાર પદ જોડેલાં એવી કહેવતો છે. અશલ ગુજરાતમાં કોઈ કંકુબાઈ નામે સ્ત્રી હશે, ને બાઈ ઘણી કહેવતો બોલી જાણતી હશે. તેથી આદેશમાં કંકુબાઈની કહેવત સઘળી કહેવાએ છે. તે કહેવતો કેટલીએક તો વાતો ઊપરથી બનેલી છે, અને કેટલીએક કેવા લોકોએ કલપનાથી બનાવેલી છે તેની વાતો ઘણી ખરી પ્રસીદ્ધ છે. જેમ કોઈ રાજા વનમાં ફરતે ઘણો તરશો થઓ તાહાંએક ખેતરમાં ખેડુ લોકોના છોકરા બે હતા. તેઓએ રાજાને પાણી લાવીને પાઉં તે ઉપરથી રાજાએ બંને જણને કહીઊ કે તમો મારી પાસે કાઈંક માગો પછી એક જાણે તો દુધ, દહીં ખાઈને શરીરે સારો થવા માટે ભેંશ માગી, અને બીજે તો અક્કસલ માગી પછી શહેરમાં જઈને રાજાએ એક છોકરાને ભેંશ આપી તે તો વરશ બે વરશ પછી મારી ગઈ અને બીજાને તો સારી વીદ્યા ભણાવી તેથી તેની ઘણી સારી અવસ્થા થઈ તે ઊપરથી કહેવત છે ને, (અક્ક્લ વડી કે ભેંશ) એક ઠેકાણેથી એક બ્રાહ્મણ વાંણીઓ ને ગોસાંઈ એ ત્રણે જણ વચે શેલડીનો એક સાંઠો મળયો તેને વેંચણ વાંણીએ કરી. પ્રથમા પુંછડું કાપીને બ્રાહ્મણને આપ્યું ને કહીઊં જે અગ્રે અગ્રે વીપ્ર પછી થડ તથા મુલ કાપીને ગોંસાઈને આપાં; અને કહીઊ જે જટાલો તે જોગીનો ભાગ વચલો સારો ભાગ પોતે રાખ્યો ને કહીઉં જે વચેનું કંદ આરોગેતે નંદ ઊપર એ કહેવત ચે એ જ રીતે સઘળી કહેવાતોની વાતો લખીએ તો ચોપડીઓ ઘણી મહોટી થઈ જાય, વાસ્તે લખી નથી એમ જાંણવું.
1

પ્રકરણ પહેલું

8 November 2023
1
0
0

કથનાસપ્તશતી અક્કલ વડી કે ભેંશ અકરમીનો પડિઓ કાંણો અગસ્તના વાઅદા (પૂરા થાઅ નહી) અગ્રે અગ્રે વીપ્ર જટાલો તે જોગી વચેનું કંદ તે આરોગે નંદ અડબોથનો ઊધારો નહોઅ. અજાંણીઊને આંધલું બરાબર. અફીણનો જીવડ

2

પ્રકરણ બીજું

8 November 2023
0
0
0

પ્રકરણ બીજું અલાનેં બનાઆ જોડા = એક........વાન દુસરા બોડા. અંધેર નગરી અને ગબડગંડ રાજા= ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા આભને અણી નહીં = નેં બ્રાહ્મણને ધણી નહીં. આંબાનું બી ગોટલો = છીનાલવાને ચોટલો. આદવ

3

પ્રકરણ ત્રીજું

8 November 2023
0
0
0

પ્રકરણ ત્રીજું અતી ઘણું નહીં તાંણીએ, તાંણે તુટી જાઅ; તુટા પછી સાધીએ, વીચે ગાંઠ પડી જાય. આગળ બુધી વાંણીઓ, પાછળ બુધી વીપ્ર સદાઅ બુધી શેવડો, તરત બુધી તરક. અંધાને અંધો કહે, વરવું લાગે વેણ; ધીરે ધીરે

---

એક પુસ્તક વાંચો