shabd-logo
Shabd Book - Shabd.in

સાત પગલા આકાશમાં – કુન્દનિકા કાપડિયા

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

સન 1982 માં જયારે આ ચોપડી બહાર પડેલી ત્યારે ઘણો ઉહાપોહ થયેલો. “તમને જેલ માં મોકલવા જોઈએ”ત્યાંથી માંડી ને “તમને નોબેલ પારિતોષક આપવું જોઈએ” તેવા ભાવો વાચકો એ વ્યક્ત કરેલા. શરૂઆત માં એમ લાગે કે જે વિષય ઉપર આ ચોપડી માં વાત થઇ રહી છે તે આ સદી માં, આપણા જમાના સાથે સંબંધ રાખતી નથી. પુરુષ અને સ્ત્રી હવે તો હારોહાર સાથે ઉભા રહે છે. પરંતુ થોડો વિચાર કરીએ – શું જમાનો ખરેખર બદલાઈ ચુક્યો છે? શું આપણા ભારત દેશમાં સ્ત્રીઓને ખરેખર પુરુષ જેટલો અધિકાર અને મોકો બધે મળે છે? લગભગ બધી જ બાબતો માં હજુ પણ તેવી જ અસમાનતા છે. વાચોકો ચોપડી વાંચશે અને પછી વિચારશે તો તેવા જ દાખલા હમણાં પણ મળશે. અને ખાસ તો પ્રસ્તાવના વાંચવાનું ચૂકશો નહિ. પ્રસ્તાવના માં કુન્દનિકા બહેને અમેરિકા, ચીન, બ્રાઝીલ, રશિયા વગરે બધા જ દેશો માં સ્ત્રીનું સ્થાન કેવું હતું અને કેટલું બદલાયું છે તેનો ઐતિહાસિક અહેવાલ આપ્યો છે. ઘણું બદલાયું છે અને આપણાં લાડીલા ભારત માં ઘણું તેમ નું તેમ છે. હમણાં થોમસ રોઈટર્સ દ્વારા થયેલી જી 20 ની સર્વે માં આવેલું કે દુનિયા ના 20 દેશ ની સરખામણી માં ભારત દેશ સ્ત્રીઓ માટે સૌથી ખરાબ દેશ છે. અમેરિકા માં અને ખાસ કાલીફોર્નિયા માં દોમેસ્તિક વૈઓલંસ ના કિસ્સા ઇન્ડિયન કોમ માં વધારે જોવા મળે છે. આ નવલ કથા માં વસુધા અનેક અન્યાય નો ભોગ બનતી રહે છે. પછી તેના જીવન માં એક વણાંક આવે છે અને તે અન્યાય પ્રત્યે જાગ્રત થાય છે અને મુક્તિ ના રાહ ઉપર પગલા માંડે છે. કુન્દનિકા બહેન લખે છે “સ્ત્રી ની સમાનતા એટલે પુરુષના અધિપત્ય નો ઇનકાર, પુરુષ ના સાથ નો ઇનકાર નહિ. સ્ત્રી મુક્તિ માં પુરુષ વિહોણા જીવન ની કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવન ની વિભાવના છે. અને આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે”. અને તે આપણને વસુધા ના જીવન માં જોવા મળશે. 

saat pglaa aakaashmaan kundnikaa kaapddiyaaa

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો