ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
0 ફોલવર્સ
7 પુસ્તકો