shabd-logo

સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.

1 November 2023

4 જોયું 4

પ્રકરણ ૨.

સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.

विगतमानमदा मुदिताशयाःशरदुपोढशशाङ्कसमत्विषः ।

प्रकॄतसंव्यवहारविहारिणस्त्विह सुखं विहरन्ति महाधियः ॥

(જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહ- પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુધ્ધિવાળાઓ તો આ લોકમાં સુખે વિહરે છે –યાગવાસિષ્ઠ. ) ​સસ્વતીચંદ્રે જાગૃત અવસ્થામાં વધારે વિચાર કરી, ઉપકારવશ થઈ, વિરક્તિના રંગનો રાગી થઈ પોતાના જીવનના દાતા વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખે શરીરે ભગવો વેષ – ધોતીયું, અંચળો અને માથે ફેંટો સર્વે – ભગવાં ધર્યાં. તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી, અને તે ગર્જનાવચ્ચે વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રના કાનમાં અતિપ્રસન્ન વદનથી યોગવાસિષ્ટનો ઉપલો મંત્ર મુકયો અને એ મંત્રોચ્ચારનું શ્રવણ કરાવી એના પોતાના ઉત્તમોત્તમ અધિકારીની દીક્ષા આપી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લેઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા.

પ્રાતઃકાળે આ ત્રણ જણ ફરતા હતા તે કાળે તેમની વચ્ચે જે જિજ્ઞાસા, કુતૂહલ, પૃચ્છા, અને ગોષ્ટિવિનોદ ચાલી રહ્યાં હતાં તેને સ્થાને અત્યારે વિહારપુરી અને રાધેદાસના મનમાં સરસ્વતીચંદ્રને વિષયે પૂજ્યભાવ ઉદય પામ્યો હતો, વિષ્ણુદાસ જેવા સદ્ગુરુએ ઉત્તમોત્તમ અધિકારે સ્થાપેલા પુરુષ ઉપર શ્રદ્ધા અને ગુરુભક્તિ સ્ફુરતાં હતાં અને વિનીત શિષ્ય જેવા બનેલા બંને જટાધરો, સરસ્વતીચંદ્રનાં ધીમાં પગલાંને અનુકૂળ બની, અર્ધો માર્ગ કાપતા સુધી એક શબ્દ બોલ્યા વિના અને એક પ્રશ્ન પુછ્યા વિના, એની બે પાસ એની પાંખો પેઠે એની સાથે ચાલતા દેખાતા હતા. જ્યોતિઃશાસ્ત્રમાં પારંગત ગુરુજીના વર્તારા ઉપર શંકાની ફૂંક સરખી મારવામાં નાસ્તિકતા અને દુષ્ટતા ગણનાર ગુરુવત્સલ શિષ્યોના મનમાં આ સમયે કંઈ પણ વિચાર થતો હોય તો તે સરસ્વતીચંદ્રના રૂપ અને વેશ સંબંધે હતો અને કંઈ પણ તર્ક થતો હોય તો એના પૂર્વાશ્રમ, એના પુણ્યોદય, અને એના ભાવી ઉત્કર્ષ વીશે હતો. ભસ્મ, ગોપીચંદન, લંગોટી, અને જટા એટલા વેશવાળા બે કાળા બાવાઓ વચ્ચે સર્વાંગે ભગવાં પણ શુદ્ધ ગેરુના રંગવાળાં વસ્ત્રો પ્હેરી ચાલતો ગૌર પુરુષ બે કાળા ગણ વચ્ચે ઉભેલા મહાદેવ જેવો, હનૂમાન સુગ્રીવ વચ્ચે ઉભેલા રામ જેવો, લાગતો હતો, અને બે બાવાઓનાં મન એનાં દર્શનથી તૃપ્ત અને નમ્ર થઈ જતાં હતાં.

“ વિહારપુરી !” સરસ્વતીચંદ્રે પુછયું. ​“જી મહારાજ !” જરીક સામે આવી, શિર નમાવી વિહારપુરી બોલ્યો.

“આપણે ક્યાં જઈએ છીયે ? ”

“પ્રાતઃકાળે પશ્ચિમ દિશા જોઈ અત્યારે પૂર્વ દિશાનાં શૃંગો ભણી અાપ અાવ્યા.”

“પૂર્વ દિશામાં સામે જળ જળ થઈ રહેલું આ શું દેખાય છે ?”

“આપણે ઉંચામાં ઉંચા શુંગ ઉપર છીયે, અને પર્વત અને રત્નનગરી વચ્ચે નીચામાં નીચું રેતીનું મેદાન છે તેમાં આ જળ નથી પણ મૃગજળનો સાગર છે.”

સરસ્વતીચંદ્ર વિહારપુરીનો હાથ ઝાલી અટકયો. “મૃગજળ ક્‌હે છે તે આ જ?” ઓઠ ઉપર આંગળી મુકી ફરી બોલ્યોઃ “અહીં ચારે કાંઠે ભરાઈ ગયેલા રમણીય જળના સરોવર જેવું આ સર્વ મિથ્થાજળ ?”

વિહાર૦– “હાજી, એ સર્વ મિથ્યાજળ જ ! એની પાછળ સેંકડો મૃગો ભમે છે અને તરસે મરે છે.”

નિઃશ્વાસ મુકી, નીચલો ઓઠ કરડી, સરસ્વતીચંદ્ર બોલી ઉઠ્યો: “વિહારપુરી ! રાધેદાસ ! આ મિથ્યા સંસારના પ્રતિબિમ્બ જેવા આ મિથ્યાથાજળ ભણી મને ઘડી બે ઘડી જોઈ રહેવા દ્યો – ગુરુજીના પવિત્ર ધામની યાત્રા સફળ થઈ - આ શૃંગ ઉપર સઉ બેસો.”

સઉ એ પથરાઓ ઉપર બેઠા. કોઈનો ઓઠ ઉઘડતો ન હતો. સરસ્વતીચંદ્રનાં નેત્ર મૃગજળ ઉપર ખેંચાઈ જતાં હતાં અને એના ચિત્તમાં વિચાર ઉઠતા હતા.

“મૃગજળ જેવી લક્ષ્મી ! તને મ્‍હેં તજી! આ મૃગજળ જેવી રમણીય અને એના જેવી જ મ્‍હારે મન થયલી કુમુદ ! તને પણ તજી - પણ – પણ-”

“તું ક્યાં? હું ક્યાં? હાલ આ જ અનુભવ સુખકારક છે - હું તને મનથી પણ તજીશ. આ વસ્ત્ર ધર્યાં ! આ આશ્રમ સાધ્યો ! આપણું લગ્ન થયું હત તો પણ મરણ–કાળે વિયોગ હતો. તે વિયોગ આજથી જ ! ઘણા કાળ પછી આવવાની અવસ્થાને બુદ્ધિવાળાઓ ઘણા કાળ પ્‍હેલી જુવે છે – સાધે છે – કુમુદ – ચંદ્રકાંત ! – એક જીવ અનેક જીવોનાં સુખદુ:ખનું સાધન થાય છે – હું તમને દુઃખ દેઉં છું – મરનાર પોતાની પાછળ જીવનારાઓને દુઃખ દે છે તેમ. મરનારને માથે એ દુઃખ દેવાનું પાપ નથી – આપઘાત કરનારને માથે છે; મ્‍હેં પણ એક જાતનો ​આપઘાત – આત્મધાત – જ કરેલો છે ! સર્વ પરિવ્રાજકો, યુદ્ધોમાં મરનાર સર્વ યોદ્ધાઓ, કુટુંબ છોડી દ્રવ્યાદિને અર્થે સમુદ્રાદિ ઉ૫૨ પ્રયાણ કરનારાઓ, સર્વ એક રીતે આત્મઘાતી કેમ નહી? હોય તો તેને શિર આવાં પાપનો ભાર કેમ નહી ?”

“પુણ્ય કાર્યને અર્થે ખમેલો શરીરવ્યય પુણ્ય છે; અધમ કાર્યને અર્થે આણેલો શરીરવ્યય વ્યય જ છે. આ એક વિશ્વરૂપ શરીર એક આત્માથી સંધાયું છે, ઉભું છે અને એ આત્માની ઈચ્છાથી શાંત થશે. એ શરીરમાં રહેલાં આ સર્વ વ્યક્તિશરીરો - વ્યષ્ટિરૂપે – તે એકજ સમષ્ટિ શરીરના અવયવ છે. હું જેને મ્હારું શરીર કહું છું તે આ મહત્ શરીરનો અંશ છે અને તેથી મ્હારું નથી. એ જ મ્હારું શરીર કુટુંબનો અંશ છે, પળવાર કુમુદની સાથે જોડાઈ દામ્પત્યના અંશરૂપ હતું ; આ દેશનો અંશ છે, મનુષ્ય લોકનો અંશ છે! એ સર્વ શરીર મ્હારાં શરીર છે – આ દેખીતું શરીર તેમનો અંશ છે, આનો અથવા એનો વ્યય પુણ્ય કાર્યને અર્થે કરવો એ વ્યય નથી; એક અંશના વ્યયથી બીજા અંશોને પુણ્ય લાભ થાય તે કાર્ય સાધ્ય જ છે – બાકી “આત્મઘાત” તો થતો જ નથી – આત્મા અમર છે. ખરી વાત છે કે એ આત્માને તો શસ્ત્ર છેદતાં નથી અને પાવક બાળતો નથી. એ આત્મા તો વધતાં ઘટતાં આ સર્વ શરીરોથી ઉભરાયલા એક મહત્ શરીરમાં સ્ફુરી – એ શરીરની મર્યાદાથી રહિત થઈ વસે છે – એ શીવાય બીજો આત્મા નથી ! સરસ્વતીચંદ્ર ! ત્હેં કીયા પુણ્ય કાર્યને અર્થે આ દુષ્ટ વ્યય કર્યો?”

આ આત્મપરીક્ષક પ્રશ્ને મસ્તિકને ચકડોળે ચ્હડાવ્યું. તેમાં અંતર્ગાન થવા લાગ્યું.विगतमानमदा मुदिताशयाः"

“મ્હારું પુણ્ય કાર્ય – મ્હારે મુદિત આશય – કીયો ? મુદિત - લોકમુદિત – આશય – તું કયાં છે?”

"Life is real l Life is earnest !"

“આયુષ્યનો મર્મ ક્યાં ?


“મચી રહ્યો કોલાહલ આજે દશે દિશે ગાજે
તે મધ્યે થઈ ઉતરી પડની, શૂર, નીચે નીચે જાજે.

“મુંબાઈનગરીના પંડિત, રાજ્યકર્તાઓ, કવિઓ, દેશસેવકો, લક્ષ્મીનંદનની લક્ષ્મી, ચંદ્રકાંતની મિત્રતા, કુમુદનો સ્નેહ - એ સર્વ ​કોલાહલમાંથી હું નીચે ઉતરી પડ્યો ! પ્હેલું પાતાળ બુદ્ધિધનનો સુવર્ણપુરમાં-, બીજું એના કારભારમાં–, ત્રીજું એના–ઘરમાં, ચોથું બ્હારવટીયા અને અર્થદાસમાં–, પાંચમું જંગલમાં અને રાત્રિમાં નાગના ભાર નીચે– એ પાંચ પાતાળમાં હું ઉતરી પડ્યો– આ છઠ્ઠા પાતાળમાં આવ્યો અને મ્હારા શેષનો ભાર ઉતરવાની વાત સાંભળું છું. હવે કીયા પાતાળમાં ઉતરવાનું હશે ? મહાન્ અજગરના જેવા લાંબા અને અનેક સાંધાવાળા આ વિચિત્ર સંસારના મુખમાં હું ઉતરતો ઉતરતો સરું છું – તે કીયા પુણ્ય કાર્યને અર્થે? ગંગામાં ઉતરી પડેલાં સીતાને ભવભૂતિયે ગંગા અને વસુંધરાનાં દર્શન કરાવ્યાં. મ્હારો વિધાતા મને કેટલાં પાણી તળે ઉતારશે? મ્હારે કેઈ વસુંધરાને પ્રત્યક્ષ કરવાની હશે ?”

“અહો મૃગજળ ! અતિશય રમણીય અને ચમકતા ચળકાટ મારતા ત્હારા વિશાળ સરોવરની સપાટી ઉપર અત્યારે તો અાંખે ઠરે છે ! હું ત્હારાથી દૂર રહી માત્ર આંખોને જ ઠારું એ પણ એક ભાગ્ય જ ! અહો ! આ વસુને ધરનારી વસુંધરા !”

આ વિચાર ઉઠે છે ત્યાં ઉડતો ઉડતો એક કાગળનો કડકો એના પગ આગળ આવ્યો, તેણે એના વિચારને તોડ્યા, એ કડકો એણે હાથમાં લીધો, અને એના ઉપરના અક્ષર જોઈ એ ચમક્યો.

ચંદ્રકાંતના ઉપર લખેલા પત્રનું પરબીડીયું ! અને બુલ્વર સાહેબના અક્ષર ! – તું આ સ્થળે !”

મ્હોટે સ્વરે કહ્યું: “વિહારપુરી ! આ પત્ર અહીં કયાંથી આવ્યો હશે ?”

બે ગોસાંઈયો હાથ જોડી આગળ આવ્યા. લખેાટા પરના ઈંગ્રેજી અક્ષર તો ન સમજાયા પણ વિચારમાં પડ્યા અને રાધેદાસ બોલ્યો.

“નવીનચંદ્રજી ! બે ચાર દિવસ ઉપર આપણું મંડળ અલખ જગવવા ગયું હતું ત્યારે થોડાક ગાસાંઈઓના હાથમાં રત્નગરીથી ભદ્રેશ્વર જવાના માર્ગ ઉપરથી એક કાગળોનું પોટકું જડી આવેલું હતું તે તેમણે ગુરુજીના આશ્રમમાં આણેલું છે. એણી પાસથી ઉપર આવવાનો એ માર્ગ એટલે તેમાંથી આ પત્ર પડેલો હશે.”

વિહારપુરીઃ “એમજ. બીજી રીતે આવા અક્ષરને આ સ્થળે સંભવ નથી. જી મહારાજ ! આપને આ અક્ષરનો બોધ છે ?”

સર૦–“ હા. એ પોટકું મને જોવા મળશે ?” ​ “ગુરુજીની આજ્ઞા છે કે આ૫ણા આશ્રમના સર્વ મર્મ-ગ્રન્થ આમારા નવીન જૈવાતૃકને બતાવી દેવા તો આ પોટકું તો તુચ્છ વાત છે. જી મહારાજ, આ પત્રમાં શો ઉદ્ગાર છે તે જાણવાને અમને અધિકાર છે ?”

વિહારપુરીનાં પ્રીતિવાક્ય સાંભળી સરસ્વતીચંદ્રના નેત્રમાં જળ ઉભરાયું; “પવિત્ર પ્રિય વિહારપુરી ! તમે જેવો મ્હારા ઉપર ઉપકાર કરો છો એવોજ ઉપકાર મારાપર કરનાર મ્હારો એક મિત્ર રત્નનગરીમાં મ્હારે માટે ભટકે છે તેના આ નામાક્ષર છે અને તેનું જ એ પોટકું હશે.”

“વાહ ! મહારાજ ! તો એ રત્નનો પણ આપણે સત્કાર કરીશું. આજ્ઞા હોય તે હું અત્ર વેળા ત્યાં જાઉં !”

“તમારી પ્રીતિ મ્હારે માટે શું નહી કરે ? વિહારપુરી ! ત્યાં તમારે જ જવું એવો મેળ નથી. ગુરુજીની સેવામાં તમારી ન્યૂનતા કોઈ પુરે એમ નથી. માટે ગમે તે પણ કોઈ દક્ષ ગોસાંઈ રત્નનગરી જાય, મ્હારા મિત્ર પ્રધાનજીના અતિથિ છે તેને મળે અને પ્રધાનજી જાણે નહી એટલી યુક્તિ કરે, અને બને તો મ્હારા સંબંધી કાંઈ પણ કિંવદન્તી સંભાળાવ્યા વિના મ્હારા મિત્રને આ દિશાએ આકર્ષી આણે એવી મ્હારા ચિત્તની આતુરતા છે.”

“એ તો અલખ જગાવનારાઓનો સહજ ઉદ્યોગ છે. ”

“એ મિત્રનું નામ ચંદ્રકાંત છે. તે મુંબઈથી આવેલા છે. તેઓ અવ્યક્ત આકર્ષણથી ન જ આકર્ષાય તો તેમને એકલાનેજ મ્હારું અભિજ્ઞાન થાય એવી સંજ્ઞાઓ હું આપું તે તેમને તટસ્થપણે સંભળાવવી.”

“શી સંજ્ઞાઓ ? બોલો જોઈએ.”

વિચારમાં પડી, નેત્ર મીંચી, થોડી વારે નેત્ર ઉઘાડી સરસ્વતીચંદ્ર બેાલ્યો.

“ચંદ્રકાંત એકલા હોય ત્યાં જઈ અલખ જગવતાં જગવતાં બેાલવું કે


"નહીં કાન્તા-નહીં નારી, હું,
ત્હોય પુરુષ મુજ કાન્ત !
જડ જેવો દ્રવતો શશી,
સ્મરી રસમય શશિકાંત.”

નેત્ર મીંચી, ઉઘાડી, વિહારપુરી બોલ્યોઃ ​ "જી મહારાજ, એ મંત્ર અવધાનમાં સંગ્રહી લીધો."

નેત્ર મીંચી રાખી થોડા થોડા શબ્દો રચી અટકી અટકી, મીંચેલે જ નેત્ર અંતર્વૃત્તિ રચી એકાગ્ર વિચારમાં મગ્ન સરસ્વતીચંદ્ર ધીરે ધીરે બેાલવા લાગ્યો.“ સુન્દરગિરિનાં શૃંગ ચુંબતાં જલધરગણને,“ પવિત્ર સાધુવૃન્દ જગવતાં ત્યાંજ અલખને.“ મૃગજળ સરવરતીર પડ્યો છે રમણીય રસ્તો,“ જગ ત્યજી જનારાતણો પંથ–સંતોને સસ્તો.“ તુજ ઇન્દ્રપુરીની ભભકભરી નથી માયા ત્યાં તો;“ નથી ચંદ્રવિકાસિ કમળ સૂક્ષ્મસુગન્ધિ ત્યાં તો.“ તુજ વૃદ્ધ વૃદ્ધ પૂર્વજો ચિરંજીવ વસતા ત્યાં તો,“ હજી સુધી શ્રુતિને પ્રત્યક્ષ કરે સઉ અવનવી ત્યાં તો.“ ત્યજી ઇન્દ્રપુરી, ત્યજી કમળ, ત્યજી મળ સંસૃતિકેરા,“ લીધ ભગવો રંગ વિરક્ત, ઉદાસીન ફરું છું ફેરા.“ મુજ હૃદયે વિશ્વે દેવ પ્રકટીયા, તે તું જાણે !“ ગુરુજનઉદ્ધારો બોધ હોમતા ત્યાં આ ટાણે.“ આ વ્હાણું વાય નવું આજ, મન્દ ધીર પ્રકાશ લાગે," ધીમી ધીમી ઉઘડે મુજ અાંખ, સૂર્યમંડળ ઉંચું આવે.“ આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે“ નહીં મળે મિત્ર અધ્વર્યુ, યજ્ઞમાં વિશ્વ જ આવે. ”

સરસ્વતીચંદ્રે અાંખ ઉઘાડી. વિહારપુરીએ ઉઘાડી, પણ આટલાં બધાં પદ એને અવધાનવશ થઈ ન શક્યાં તેનો અસંતોષ તેના મુખ ઉપર પ્રકટ્યો. સરસ્વતીચંદ્ર તે સમજી ગયો અને બોલ્યો.


  1.  ચંદ્રવિકાસિ કમળ=કુમુદ.
  2.  યજ્ઞ કરનાર કરાવનાર 'ગેાર' તે ઋત્વિજ્; "ऋस्विग्यग्ज्ञकृत्." તેના ચાર વર્ગ. (૧.) હોતા ઋગ્વેદના મંત્ર ગાય, ર, ઉદ્વાતા - જે સામવેદનું ગાન કરે. ૩, અધ્વર્યું. ૪. બ્રહ્મન્. આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે, તેમાં होता प्रथमं शंसति तमध्वर्युः प्रोत्साहयनि. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.​“વિહારપુરીજી, આ કવિતા હું મ્હારે અક્ષરે લખી આપીશ એટલે

વાંચનારને વિશેષ અભિજ્ઞાન થશે.”

વિહારપુરી તૃપ્ત પ્રસન્ન થયો તે પણ એના મુખ ઉપરથી દેખાયું, “તમે આટલી વ્યવસ્થા કરો – હું પાછળ આવું છું ” એટલા શબ્દો સરસ્વતીચંદ્રના મુખમાંથી નીકળતાં જટાધરો ઉઠ્યા, ચાલ્યા, અને પળવારમાં પર્વતના ખડકો અને ઝાડોમાં મળી જઈ અદૃશ્ય થયા.

અત્યારે પાછલા પ્હોરના ચાર વાગ્યા હતા, સૂર્ય પર્વત ઉપરનાં ઝાડો પાછળ અદૃશ્ય થયો હતો, અને તેના મધ્યાન્હની ભભકમાંથી મુકત થયેલા પર્વતની પૂર્વ દિશાનો નીચો પ્રદેશ દીર્ધ છાયાના પટઉપર વધારે સ્પષ્ટ થયો હતો. ખડકને અઠીંગી સરસ્વતીચંદ્ર ઉભો થયો ત્યાં આ વિશાળ પ્રદેશ ઉપર તેની દૃષ્ટિ પડી. એક પાસ મૃગજળ, આસપાસ વનની ઘટા, વચ્ચે વચ્ચે રસ્તાઓની રેખાઓ, તળાવોનાં કુંડાળાં, અને સ્ત્રીયોનાં વસ્ત્રોની કોરો જેવી સ્થળે ઉઘાડી સ્થળે ઢંકાયલી નદીઓ : એ સર્વ ચિત્રોથી ભરેલા પટ ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રની આંખ ચમકી અને અઠીંગણ મુકી દેઈ તે બોલ્યો.

“Woods over woods in gay theatric pride !” ” વળી થોડી વાર રહી બોલ્યો–

“Amidst such stores shall thankless pride repine?" વળી અટકી બોલ્યો.

“Creation's heir, the world the world is mine !”

શેતરંજની બાજી જેવા પટ ઉપર પડેલાં મ્હોરાંઓ પછી મ્હારાંઓ ગણતાં ક્ષિતિજભાગમાં રત્નનગરીના મ્હેલો અને બુરજોના શિખરભાગ, સ્ત્રીની કંચુકીની બાંય ઉપર રંગેલાં અને ભરેલાં ટપકાં જેવા જણાવા લાગ્યા અને ત્યાં આગળ દૃષ્ટિ અટકી. દ્રષ્ટિ અટકતાં તર્કરાશિ વિશ્વકર્મા પેઠે સૃષ્ટિ રચવા ઉભો થયો.

દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઉભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા.


  1.  B. Goldsmith,​કુમુદસુંદરીની પાસથી સ્વર નીકળ્યો :"गेहे गेहे जंगमा हेमवल्ली"

વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ  "मार्गे मार्गे जायते साधुसङ्ग"

સરસ્વતીચંદ્ર સ્થિર થઈ ચિત્ર પેઠે ઉભો. પ્રતિમાઓ અદૃશ્ય થઈ માત્ર સ્વર સંભળાવા લાગ્યા. "क्षणमपि सज्जनसंगतिरेका
"भवति भवार्णवतरणे नौका।"

આ પરસ્પરવિરુદ્ધ સ્વરો વચ્ચે ગુંચવાતાં સરસ્વતીચંદ્ર પાછો ફર્યો અને આશ્રમ ભણી ચાલવા લાગ્યો. થોડી વારમાં કુમુદસુંદરીની પ્રતિમા તેની પાસે આવી જોડે જોડે ધીમે પગલે ચાલવા લાગી, અને ઉપડતે પગલે ગાવા લાગી. ગાતી ગાતી સાથે ચાલી – પગ ઉપાડવા લાગી. “લીધો લીધો ભગવો વ્હાલે ભેખ, સુંદર થયો જોગી રે,“મને વ્હાલો લાગે એનો વેશ, થયો બ્રહ્મભોગીરે. લીધો૦“ચંદ્રજોગીની સાથ કુમુદ જોગણ થઈ ચાલી રે !“વ્હાલા ! પ્રીતિનો સાજીશું મેલ, રમીશું મ્હાલી રે. લીધો૦“રુડા સુન્દરગિરિને કુંજે, લીલી છે લીલોતરીરે,“શીળી છે છાંય; બેસી ત્યાં શોકસમુદ્ર જઈશું તરી રે. લીધો૦“પેલા પત્થર બે દેખાય, વચ્ચે શિલા સાંકડી રે“સમાઈત્યાં બે બેસીશું કાલ, કરીશું જ્ઞાનગેાઠડીરે. લીધો ૦“જુઠા જગનો કીધો છે ત્યાગ; સાચો રસ ઝીલીશું રે“એમાં ન મળે આળપંપાળ, અદ્વૈતથી રીઝીશું રે. લીધો.”

ગાનમાં લીન થઈ, પ્રતિમાને હાથ ઝાલવા અને તેને પ્રશ્ન પુછવા જતો સરરવતીચંદ્ર છેતરાયો; કોઈ હાથમાં આવ્યું નહીં, પ્રતિમા અદૃશ્ય થઈ અને તેને સટે વચ્ચે આવતી મ્હોટી શિલાનો પડદો દૃષ્ટિ આગળ ઉભો. 


  1.  ૧. "ઘેરે ઘેરે સોનાની વેલ જંગમં દીપેરે” શુંકરંભાસંવાદ. 
  2.  ૨“માર્ગ માગે સાધુનો સંગ સાધુને થાયરે.” શુકરંભાસંવાદ. 
  3.  ૩ક્ષણ પણ સજ જન-સંગતિ થાય,
    ભવજળ તરવા નૌકા થાય - શંકરરવામી
52
લેખ
સરસ્વતીચંદ્ર ભાગ ૪.
0.0
The last volume of Sarasvati-chandra is here offered to the public. It endeavours to complete the programme laid down in the preface of the third volume. In that preface it was suggested that the varied conflicts of life and thought at present visible all over India may one day end in reciprocal assimilation and harmony of the warring elements. This process of assimilation, while it may not be able to surprise us with any sudden advent of peace, will make its presence felt sooner or later by floating on our horizon ideas and sentiments as foreign to our past experience as possibly Columbus and his ships may be imagined to have been to the minds of the anxious aborigines of old America as they watched his approach towards their shores. This may sound like an exaggerated note of alarm or an idle conceit at first sight. Cooler thoughts will, however, bring home the conviction that our present state of transition must one day end the effervescence of its lighter elements. That stage over, India must have her day of peace and comfort, and the only question is what kind of day that will be.
1

સુભદ્રાના મુખ આગળ.

1 November 2023
2
0
0

પ્રકરણ ૧. સુભદ્રાના મુખ આગળ. તાજાં ધાસ ઉગી આ રહે નેગાય  ગર્ભિણી આવી ચરે તે; એવાં તીર–વનોમાં ફરવાગામલોક  જતા મદ ધરવા.  ભવભૂતિ. સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો.

2

સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.

1 November 2023
0
0
0

પ્રકરણ ૨. સરસ્વતીચંદ્રની અલખદીક્ષા. विगतमानमदा मुदिताशयाःशरदुपोढशशाङ्कसमत्विषः । प्रकॄतसंव्यवहारविहारिणस्त्विह सुखं विहरन्ति महाधियः ॥ (જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે,

3

સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.

1 November 2023
0
0
0

પ્રકરણ ૩. સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ. अनाघातं पुष्पं किस्रलयमलूनं कररुहै : अनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् । अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनधम्न  जाने भोक्तारं कमिह समुपस्थास्यति व

4

દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- ગરાઓ વચ્ચે ઝપા ઝપી.

1 November 2023
0
0
0

પ્રકરણ ૪. દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- ગરાઓ વચ્ચે ઝપા ઝપી. अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । सर्वतः सारमादद्यात्पुष्

5

નવરાત્રિ

2 November 2023
2
0
0

પ્રકરણ ૫. નવરાત્રિ. किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥ મધુरी આકૃતિને જે અડકે તે તેના શૃંગારરૂપ થઈ જાય છે કાલિદાસ विश्रम्य विश्रम्य तटद्रुमाणा  म्छायासु तन्वी विचचार काचित स्तनोत्तरीयेण करोद्

6

સરસ્વતીચંદ્રની અશ્રુધારા.

2 November 2023
0
0
0

પ્રકરણ ૬. સરસ્વતીચંદ્રની અશ્રુધારા. “And the Raven, never flitting, still is sitting, still is sitting“On the pallid bust of Pallas, just above my chamber door;“And his eyes have all the seeming of

7

કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.

2 November 2023
0
0
0

પ્રકરણ ૭. કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. “The husbandless woman exists in two shapes. She is either a spinster or a widow. Most nations permit both institutions to grow up side by side with each o

8

ફ્‌લોરા અને કુસુમ.

2 November 2023
0
0
0

પ્રકરણ ૮. ફ્‌લોરા અને કુસુમ. 'રાજકીય નીતિ જ્યાં જ્યાં ઉદાર, દીર્ધદષ્ટિવાળી, અને કાર્યગ્રાહી થઈ છે ત્યાં ત્યાં ભિન્ન રાજયોના રાજપુરુષોના પરસ્પર સંબંધ ગાઢ થયા છે. બે રાજ્યના રાજાઓ મિત્ર હોય તો પરસ્પરન

9

સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.

2 November 2023
1
0
0

પ્રકરણ ૯. સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય. "ગૃહસંસારના પ્રશ્ન રાજ્યતંત્રના પ્રશ્નો જેવા જ વિકટ છે ! સુન્દર ગૌરી ક્‌હે છે કે કુસુમને ભણાવી ન હત તો આવા અભિલાષ ન રાખત ! હીંદુ સંસારી ક્‌હે છે કે કન્યાને સર્

10

કુસુમની કોટડી.

2 November 2023
0
0
0

પ્રકરણ ૧૦. કુસુમની કોટડી. માતાપિતાની વિશ્રમ્ભકથા કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મ્હોટો ધક્‌કો લાગ્યો. પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં, અને સુન્દર-ઉદ્યાનમાં એક બારી પડતી હતી

11

મ૯લમહાભવનઅથવારત્નગરીની રાજ્યવેધશાળા, અનેમહાભારતનો અર્થવિસ્તાર

2 November 2023
0
0
0

પ્રકરણ ૧૧. મ૯લમહાભવનઅથવારત્નગરીની રાજ્યવેધશાળા, અનેમહાભારતનો અર્થવિસ્તાર लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते । ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥ भवभूति: રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભ

12

ચંદ્રકાંતના ગુંચવારા.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૨. ચંદ્રકાંતના ગુંચવારા. મ્હારે તે આ મલ્લભવનનું શું કામ હતું? સરસ્વતીચંદ્રની સાથે દેશી રાજયોની ચર્ચાને અને આ મહાભારતના અર્થવિસ્તારને શો સંબંધ છે કે જીવતા મિત્રના શેધની ત્વરામાં આ કથાઓથી વિ

13

તારામૈત્રક

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૩. તારામૈત્રક. જેપ્રાતઃકાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે જ પ્રાતઃકાળે સરસ્વતીચંદ્ર વિહારપુરી અને રાધેદાસના સાથમાં સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વ

14

સુરગ્રામની યાત્રા

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૪. સુરગ્રામની યાત્રા તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામબ્હાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજ

15

કુસુમનું કઠણ તપ.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧પ કુસુમનું કઠણ તપ. કુસુમ, ઓ કુસુમ, તને ખોળી ખેાળીને તો હું થાકી ગઈ ! બળ્યું, આમ તે શું કરતી હઈશ ?” એમ બોલતી બોલતી કુસુમનાં માંડવા આગળ થઈને સુન્દર ઉતાવળી ઉતાવળી ચારેપાસ જોતી જોતી ફરતી હતી. આજ

16

શશી અને શશિકાન્ત.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૬. શશી અને શશિકાન્ત. સાધુજનના મુખમાંથી સરસ્વતીચંદ્ર સંબંધના પદ્યાક્ષર કાને પડતાં ચંદ્રકાંત સૌંદર્યદ્યાનમાંથી બ્હાર નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. દમયન્તીને શોધવ

17

ચન્દ્રકાન્ત, અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૭. ચન્દ્રકાન્ત, અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ. સાધુએ ગુપ્ત રાખવા સૂચવેલી વાત કહ્યા વિના આ પ્રશ્નનો ઉત્તર આપવો જેવો કઠણ હતો તેવો જ કંઈ પણ ઉત્તર આપ્યા વિના ચાલે નહી એવી પોતાની સ્થિતિ હતી.

18

અલખ મન્મથ અને લખ સપ્તપદી.

3 November 2023
0
0
0

અલખ મન્મથ અને લખ સપ્તપદી. “ Fool, not to know that Love endures no tie,“ And Jove but laughs at Lovers' perjury!"Dryden.“Let me not to the marriage of true minds“Admit impediments.”-Shakespeare. વિષ

19

મધુરી માટે મધુરી ચિન્તા.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૯. મધુરી માટે મધુરી ચિન્તા. કુમુદની કથા થોડાક અવસરમાં – થોડીક ઘડીઓમાં – પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. સંસારધર્મ અને અલખ ધર્મ એ ઉભયના મિશ્રણથી એક જીવનમાં છવાયેલાં બે વિવાહ

20

સખીકૃત્ય

3 November 2023
1
0
0

પ્રકરણ ૨૦. સખીકૃત્ય.* “ Silence in love bewrays more woe,“ Than words, though ne'er so witty.”– Sir W. Raleigh પ્રાત:કાળ થયા પ્હેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ)

21

હૃદયચિકિત્સા અને ઔષધ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૧. હૃદયચિકિત્સા અને ઔષધ. दया वा स्नेहो वा भगवति निजेऽस्मिन शिशुजने भवत्याः संसाराद्विरतमपि चित्तं द्रवयति । अतश्च प्रव्रज्यासमयसुलभाचारविमुखः प्रसक्तस्ते यत्नः प्रभवति पुनर्दैवमपरम् ॥ (હ

22

સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૨. સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ. “ True Love's the gift which God has given“ To man alone beneath the heaven;“ It is not fantasy's hot fire,“ Whose wishes, soon as granted, fly;“ It liveth not

23

સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૩. સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી. ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।यत्रोपकरणीभा वामायातयेवविधेा जनः । भवभूति. સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં ર્‌હેતો અને તેની સાથે

24

વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૪. વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ. तद्यथा महापथ आतत उभौ ग्रामौ गच्छतीमं चामुंचैवमेवैता आदित्यस्य रश्मय उभौ लोकौ गच्छन्तीमं चामुं चामुष्मा-दाद

25

સનાતન ધર્મઅથવાસાધુજનોના પંચમહાયજ્ઞ

4 November 2023
0
0
0

પ્રકરણ ૨પ. સનાતન ધર્મઅથવાસાધુજનોના પંચમહાયજ્ઞ Then the World-honoured spake : “Scatter not rice : But offer loving thoughts and acts to all : To parents as the East, where rises light ; To teac

26

ચિરંજીવશુંગનાં શિખર ઉપર ચન્દ્રોદય.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૬. ચિરંજીવશુંગનાં શિખર ઉપર ચન્દ્રોદય. ચિરંજીવશૃંગ સુન્દરગિરિના સર્વ શૃંગોમાં ઉંચામાં ઉંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. છતાં યદુશૃંગ અને ચિરંજીવશૃંગ વચ્ચે ઉંચાનીચા ખડકોમાં, ખીણોમાં,

27

ગુફાના પુલની બીજી પાસ.

4 November 2023
1
0
0

પ્રકરણ ૨૭. ગુફાના પુલની બીજી પાસ. સૌમનસ્ય ગુફાની પાછળની ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુન્દરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની, આદિ દશેક શરીરે બળવાળી સાધ્વીઓએ અનેક ગુફાઓ દેખાડી અંતે પુલની

28

હૃદયની વાસનાનાં ગાન.ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૨૮. હૃદયની વાસનાનાં ગાન.ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ. “ More close and close his foot-steps wind:“ The Magic Music in his heart“ Beats quick and quicker, till he fi

29

હૃદયના ભેદનું ભાગવું.

6 November 2023
0
0
0

પ્રક૨ણ ૨૯. હૃદયના ભેદનું ભાગવું. “All precious things, discover'd late“ To those that seek them issue forth ; “For love in sequel works with fate, “And draws the veil from hidden worth.” Tennyso

30

સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ, અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૦. સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ, અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન Before the starry threshold of Jove's Court My mansion is, where those immortal shapes Of bri

31

પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ, અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૧. પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ, અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ. And on her lover's arm she leant,And round her waist she felt it fold,And far across the hill they wentIn t

32

યજમાન કે અતિથિ ! અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૨. યજમાન કે અતિથિ ! અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા. Thyself and thy belongings Are not thine own so proper, as to waste Thyself upon thy virtues, they on thee. Heaven doth wit

33

સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૩. સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા And we shall sit at endless feast, Enjoying each the other's good; What vaster dream can hit the mood Of Love on Earth ?–Tennyson. या कौमुदी नयनयोर्भवतः सुज

34

અર્જુનના વાયુરથ અને દાવાનળ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૪. અર્જુનના વાયુરથ અને દાવાનળ. For, while the tired waves, slowly breaking,Seem scarce one painful inch to gain,Far back, through creek and inlet making,Comes silent, flooding in, the main.Q

35

કુરુક્ષેત્રના ચિરંજીવી અને ભારતવર્ષનું ભવિષ્ય

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૫ કુરુક્ષેત્રના ચિરંજીવી અને ભારતવર્ષનું ભવિષ્ય Such is the aspect of this Shore;'Tis Greece, but living Greece no more!So coldly sweet, so deadly fair,We start, for soul is wanting there.He

36

ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૬. ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર. Woodman, spare that tree! Touch not a single bough ! So long it sheltered me, . And I'll protect it now. G. P. Morris. ચિરંજીવોનું દર્શન સ્વપ્નના સિદ્ધ

37

મિત્ર કે પ્રિયા ?

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૭. મિત્ર કે પ્રિયા ? प्रेयो मित्रं बन्धुता वा समग्रा सर्वे कामाः शेवधिजीवितं च X X X धर्मदाराश्च पुंसाम् ॥ - भवभूति (અર્થ – ધર્મપત્ની, પતિને સર્વથી વધારે મિત્ર છે, સર્વે સગપણનો સરવાળો છે, સ

38

સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૩૮. સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા. I pass, like night, from land to land ; I have strange power of speech ; That moment that his face I see, I know the man that must hear me : To hi

39

દેશપ્રીતિનું મનોરાજ્ય.

7 November 2023
0
0
0

પ્રકરણ ૩૯. દેશપ્રીતિનું મનોરાજ્ય. शतेषु कश्चन शूरः जायते । सहस्त्रेषु पण्डितः  वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥ इन्द्रियाणां जये शूरो धर्मं चरति पण्डितः सत्यवादी भवेद्वक्ता दाता लोकहिते रतः ॥

40

ન્યાય ધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૦. ન્યાય ધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तुलक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम । अद्यैव वा मरणमस्तु युगान्तरे वान्याय्यात्पथः प्रविचलन्ति पदं

41

ખોવાયલાં રત્નો ઉપરની

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૧. ખોવાયલાં રત્નો ઉપરની  ધુળકાળવર્ષ વીત્યું ને મેહ ગાજ્યો,મ્હારા હઈડાંનો ધાશકો ભાગ્યો !સરદારસિંહ ! હવે તો તમારો શોધ પુરો થઈ રહ્યો હશે.” વિદ્યાચતુર, ગુણસુંદરી પાસેથી ઉઠી, પોતાના પ્રધાન ખંડમાં

42

મિત્રના મર્મ પ્રહાર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૨ મિત્રના મર્મ પ્રહાર. सुहृदर्थधमीहितमजिद्मधियांप्रकृतेर्विराजति विरुद्धमपि ॥ माघ. પાઞ્ચાલીની વાણીને જાગૃત યોગમાં પ્રત્યક્ષ કરી સરસ્વતીચંદ્ર અને કુમુદ સૌમનસ્યગુફાના વર્ણવેલા ઓટલા ઉપર કેટલીક

43

ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૩. ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર. સરસ્વતીચંદ્ર અને ચન્દ્રકાન્તે આખો દિવસ સૌમનસ્ય ગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ તેમાં આવતી જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ વાત ગુપ્ત રાખ્યા વિના સ

44

કોઈને કાંઈ સુઝતું નથી.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૪. કોઈને કાંઈ સુઝતું નથી. क: श्रद्धास्यति भूतार्थं लोकस्तु तुलयिष्यति॥ મૃચ્છકટિક ઉપરથી. બેમિત્રો પાછા ઉપર ચ્હડ્યા. ચ્હડતાં ચ્હડતાં સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો. “ચંદ્રકાંત, મ્હારું અને મ્

45

કંઈક નિર્ણય અને નિશ્ચય.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૫. કંઈક નિર્ણય અને નિશ્ચય. The star of the unconquered will,He rises in my breast,Serene, and resolved, and still,And calm, and self-possessed.Longfellow. આવાર્ત્તા પ્રસંગ ધીમે ધીમે પુરો થય

46

અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૬. અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ. Tell me not in mournful numbers, “Life is but an empty dream !” For the soul dead is that slumbers, And things are not as they seem. Life i

47

મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૭. મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર. I, through the ample air in triumph high, Shall lead hell captive, mauger hell, and show The powers of darkness bound.-Milton, જેચોકમાં ને કુંજવનમાં કુમુદસુન્દ

48

બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૮. બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા. Some force whole regions, in despite Of geography, to change their site: Make former times shake hands with latter, And that which was before, come af

49

પુત્રી

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૯. પુત્રી. મ્હારી માવડી ! શાને તું આમઆંસુંડાં ઢાળે રે ? એક તમ્બુમા માનચતુર, ગુણસુન્દરી, સુન્દર અને ચંદ્રાવલીની વાતો ચાલી. બીજામાં બે બ્હેનોની ચાલી. એક ઠેકાણે ચન્દ્રાવલી જ બોલતી હતી. બીજામાં

50

ગંગાયમુના.

7 November 2023
0
0
0

પ્રકરણ ૫૦. ગંગાયમુના. બહેની ! એ તો કામણગારો રે !ત્હારે માટે સર્વથી ન્યારો રે ! કુમુદબ્હેન ! આ સંસારના દમ્ભને છોડી જે રાત્રિ જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ હતો અને જેને માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો

51

સમાવર્તન

8 November 2023
0
0
0

પ્રકરણ ૫૧. સમાવર્તન. “What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous. સરસ્વતીચંદ્રને અને ચન્દ્રાકાંતને એક જુદી પર્ણકુટીમાં આ ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવ

52

આરાત્રિક અથવા આરતી.

8 November 2023
0
0
0

પ્રકરણ ૫૨. આરાત્રિક અથવા આરતી. સુન્દર વેણ વાગી ! વેણ વાગી !વેણ વાગી ને હું જાગી ! – સુન્દર૦( પ્રસ્તાવિક )નટવર વસન્ત થઈ નાચી રહ્યો રે !નાચી રહ્યો ! જુગ નચાવી રહ્યો !નટવર૦( પ્રસ્તાવિક )મને રાસ જોયાના

---

એક પુસ્તક વાંચો