shabd-logo

છેલ્લી તાલીમ

10 June 2023

4 જોયું 4

છેલ્લી તાલીમ

જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ?

ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા. જવાનીને સમયે મારી છાતીમાં મેં કેટલાકેટલા મનેરથો ભરેલા ! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપનું કેટલું સુંદર, ભવ્ય, મોહક ! આજ આ કિરપાણનું પાણી કાં ઊતરી ગયું ? આજ આ ભારતવર્ષને એાળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિઆને ભેટવા તલપે છે? ત્યારે શું આ ભૂલ હતી? જિંદગાની શું એળે ગઈ ?

ગુરુના હૈયામાં એ ઘોર અંધારી સંધ્યાએ આવો સંગ્રામ ચાલી રહેલો છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખેમાં લગાર પાણી આવ્યાં છે.

બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો. પઠાણે ઊઘરાણી કરી : 'ગુરુ ! આજ મારે દેશ જાઉં છું. તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકવો.' વિચારમાં ગરક બનેલા ગુરુ બેલ્યા: 'શેખજી, અત્યારે જરા કામમાં છું. કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો.'

ગરમ બનીને પઠાણ બેાલ્યોઃ 'એ નહિ ચાલે, આજે જ નાણાં જોશે. ઉડામણી કયાં સુધી કર્યા કરવી છે? સાળા શીખો બધા ચેાર લાગે છે !' આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડયો.

પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મ્યાનમાંથી કિરપાણ નીકળી આવ્યું. કિરપાણને એક ઝટકે પઠાણનું માથું ભોંય પર પડયું, જમીન લોહીથી તરબોળ બની, પઠાણનું ધડ તડફડતું રહ્યું, ગુરુ મોંમાં આંગળી ઘાલીને ફાટેલી નજરે નિહાળી રહ્યા.

માથું હલાવીને વૃદ્ધ બડબડવા લાગ્યા : 'આહ ! આજ સમજાયું. મારો સમય પૂરો થયો, પચાસ વરસની પવિત્ર તલવારને લાંછન લાગ્યું. શા કારણે આ રક્તપાત? પઠાણને તૈયારીનો સમય ન દીધો. રે ! આખરની બંદગી કરવાની એક પલ પણ ન આપી. હાય ! હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. આ કલંકને તો ધોવું પડશે. આજથી જિદગીનું એ એક જ છેલ્લું કામ.'*

મરેલા પઠાણને એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બેલાવી લીધો. રાતદિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા. પોતાની પાસે જેટલી જેટલી શાસ્ત્રવિદ્યા ને શસ્ત્રવિદ્યા હતી તે બધી યે ગુરૂએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી. રોજ સંધ્યાકાળે ને પ્રભાતે એ વૃદ્ધ ગુરુ એ બાલકની સાથે બાલક બનીને રમતો રમે છે, પોતે પરાણે પણ બાલકને હસાવે છે, બાલકની નાની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે, બાલક પણ 'બાપુ, બાપુ,' કરતો ગુરુને અવનવી રમતે બતાવતો રહે છે.

ભક્તાએ આવી ગુરુના કાનમાં કહ્યું કે 'આ શું માંડયું છે, ગુરુજી ? આ વાઘનું બચ્યું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય હો ! અને પછી પસ્તાવો થશે. દુશમનને કાં પંપાળો ? વાઘનું બચ્યું મોટું થશે ત્યારે એના નહોર નખ બહુ કાતિલ બનશે.'

હસીને ગુરુ કહે : 'વાહ વાહ ! એ તો મારે કરવું જ છે ને ! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખાવું?'

જોતજોતામાં તો બાલક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાતદિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુજીના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે એ ગુરુના પુત્રહીન, શૂન્ય હદયમાં આ પઠાણ-બાલકે પુત્રનું આસન લીધું. એકલા એકલા ગુરૂજી આ બધું જોઈને મનમાં હસતા.

પઠાણબચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે 'બાપુ, આપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.' જુવાનની પીઠ ઉપર હાથ રાખીને વૃદ્ધ ગુરુ બેલ્યા: 'બેટા ! સબૂરી રાખ, હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે.'

બીજે દિવસે બપોર પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડયા, પઠાણબચ્ચાને સાદ કરી કહ્યું કે 'બેટા, તલ વાર લઈને ચાલ મારી સાથે.' પઠાણ ચાલ્યો. ગુરુના ભકતોએ આ જોયું. ભયભીત થઈને બધા બેાલ્યા કે 'ગુરુદેવ ! ચાલો અમે સાથે આવીશું.' સહુને ગુરુએ કહી દીધું કે 'ખબરદાર, કેાઈ સાથે આવતા નહિ.'

બન્ને જણા ધીરે ધીરે નદીને કિનારે ચાલ્યા જાય છે. કિનારાની ભેખડમાં, વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસી ઘસીને મોટા ચીરા પાડી દીધા છે. કાંઠે મોટાં ઝાડનાં ઝુંડ જામી પડેલાં છે. સ્ફટિક સરખી ઝગારા કરતી સિંધુ ચુપચાપ ચાલી જાય છે. કેમ જાણે એ બધી વાતો જાણતી હોય, પણ છુપાવતી હોય !

એક ઠેકાણે પહોંચીને ગુરુએ જુવાનને ઇસારો કર્યો. જુવાન થંભ્યો.

સંધ્યાકાળનું છેલ્લું અજવાળું, કેાઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ, પોતાની લાંબી લાંબી છાયારૂપ પાંખો ફડફડાવીને જાણે અનંત આકાશમાં ઊડતું ઊડતું પશ્ચિમ દિશાને પહેલે પાર ચાલ્યું જતું હતું.

ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યું : 'મામુદ ! અાંહીં ખોદ.' મામુદ ખોદવા લાગ્યો. વેળુની અંદ રથી એક શિલા નિકળી. શિલા ઉપર લોહીના છાંટા પડેલા તેના દાગ મોજૂદ હતા. ગુરુ પૂછે છેઃ 'એ શેનો દાગ છે, મામુદ ?'

'લોહીના છાંટા લાગે છે, બાપુ.'

'પઠાણ બચ્ચા ! એ છાંટા તારા પ્યારા બાપના લોહીના છે. આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું. એને સજજ થવાનો પણ સમય નહોતો દીધો. એનું કરજ ન ચુકાવ્યું. એને બંદગી યે કરવા ન દીધી.'

પઠાણ-બચ્ચો નીચે માથે ઊભો રહ્યો. એનું આખું શરીર કમ્પતું હતું.

ગુસ બેલ્યા 'રે પઠાણુ ! શું જોઈ રહ્યો છે? બાપનું વેર લેવા તારું ખૂન તલપતું નથી શું ?'

'બાપુ ! બોલો ના, બોલો ના ! મારાથી નથી રહેવાતું.'

'ધિ:કાર છે ભીરૂ ! નામર્દ ! પોતાના વહાલા બાપને હણનારો આજ જીવતો જવાનો ! એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે ! વેર લે ! જંગલનાં પ્રચંડ ઝાડ પણ જાણે બોલે છે કે વેર લે ! વેર લે !'

વાઘની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તરવારે ગુરુની સામે ધસ્યો.

ગુરુ તે પથ્થરની કેાઈ પ્રતિમાની માફક અચળ બનીને ઊભા રહ્યા. એની આંખે એ એક પલકારો પણ ન કર્યો.

પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઊઠે છે, ગુરુની આંખેમાંથી અમૃત ઝરે છે. ગુરુ હસે છે.

પઠાણ હાર્યો, દીન બની ગયો, ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યો : 'હાય રે ગુરુદેવ ! આજ શયતાનની સાથે આવી રમત કાં આદરી ! ખુદા જાણે છે કે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. આટલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા, આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું ? ઝનૂનને શા માટે જગાડું ? પ્રભુ, તમારા કદમની ધૂળ જ હરદમ મારે હાથે પહોંચતી રહેજો.'

એટલું બોલીને પઠાણે દોટ દીધી, એ ઘોર જંગલ માંથી એકશ્વાસે બહાર નીકળી ગયો, પાછળ જોયું નહિ, પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઊભો રહ્યો ત્યારે શુક્રતારા ઊંંચેથી સ્નેહધારા વરસાવી રહી હતી.

ગુરુ ગેવિંદ એ ઘેાર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ, જિંદગીના છેલ્લા પાપનું બંધન કાપીને આજ તે એને ચાલી નીકળવું હતું. એ ઝંખના તો અણપૂરી જ રહી ગઈ.

તે દિવસથી પઠાણ ગુરૂદેવથી દૂર ને દૂર રહે છે, ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે, “બાપુને જગાડવા પરોડિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રિયે પોતાની પાસે કાંઇ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણીવાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી.

બહુ દિવસો વીત્યા, એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી. બપોર થયા. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શત રંજમાં મશગૂલ છે.

પઠાણ વારેવારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે.

સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતાં તે બધાં પોતાને ઘેર ચાલ્યાં ગયાં. રાત્રી જામતી ગઈ. ઝન ! ઝન ! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે.

અચાનક આ શું થયું ? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી ? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું ? પઠાણ સ્તબ્ધ બની ગયો.

અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યા : 'રમ્યાં રમ્યાં, નામર્દ ! પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે ?

વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણુની કમરમાંથી છૂરી નીકળી. પઠાણે ગોવિદસિંહની છાતી એ છૂરીથી વીંધી નાખી.

છાતીમાંથી લોહીની ધારાઓ ઊછળે છે અને ગુરૂદેવ હસીને પઠાણના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે, મરતાં મરતાં ગુરૂ બોલે છે:

'બચ્ચા ! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય, બસ ! આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉ છું, એ પ્યારા પુત્ર !' 

20
લેખ
કુરબાનીની કથાઓ
4.0
રવીન્દ્રનાથ ટાગોરની 'કથા ઓ કાહિની' સંગ્રહની વાર્તાઓના મુક્ત અનુવાદ જેવી છતાં સ્વતંત્ર વાર્તાની તાજગી અને ચમકવાળી આ વાર્તાઓ ૧૯૨૨માં પ્રગટ થયેલી એ પછી આજ સુધીમાં એ અનેક વાર છપાઈ છે. આ વાર્તાઓમાં લેખકે પાત્રોનું જીવંત નિરૂપણ કર્યું છે, વાતાવરણને આપણી સામે આબેહૂબ ખડું કર્યું છે અને કુરબાની-સમર્પણની ભાવનાનું સીંચન પણ કર્યું છે. કથનકળા તો મેઘાણીની જ. આ વાર્તાઓનું એ એક મોટું આકર્ષણ છે.
1

પૂજારિણી

10 June 2023
0
0
0

પૂજારિણી અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે “હે દેવ ! શ્રી- ચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.” “એ કણી લઈને જગતમાં શાં શાં ધતીંગ ફેલાવવા માગો

2

શ્રેષ્ઠ ભિક્ષા

10 June 2023
0
0
0

શ્રેષ્ઠ ભિક્ષા “શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ ! જાગો છો કોઈ ? અાંખો ઊઘાડશો ? બુદ્ધપ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું, ભિક્ષા આપશો ?" આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગન-અડતી અટારીઓ ઉપર

3

ફૂલનું મૂલ

10 June 2023
0
0
0

ફૂલનું મૂલ શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં. પણ પેલું સરોવર કોનું? એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ

4

સાચો બ્રાહ્મણ

10 June 2023
0
0
0

સાચો બ્રાહ્મણ સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે.

5

અભિસાર

10 June 2023
0
0
0

અભિસાર મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત. શ્રાવણ મહિનાની ઘોર રાત્રી જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટે ઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરે ધીરે બંધ થવા લાગ્યા. નગરને કાં

6

વિવાહ

10 June 2023
0
0
0

વિવાહ રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓ- માંથી બિહાગના સુર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા અાંખો નમા- વીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપ

7

માથાનું દાન

10 June 2023
0
0
0

માથાનું દાન કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા. એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં. કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવ

8

રાણીજીના વિલાસ

10 June 2023
0
0
0

રાણીજીના વિલાસ કાશીનાં મહારાણી કરુણા એક સો સહિયરોની સાથે આજ નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલછલ કરતાં વહે છે અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે. નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કો

9

પ્રભુની ભેટ

10 June 2023
0
0
0

પ્રભુની ભેટ આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં. કેાઈ આવીને કહેશે 'બાબા, એકાદ મંત્ર સંભળાવીને

10

વીર બંદો

10 June 2023
0
0
0

વીર બંદો પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠયા : 'જય ગુરુજી : જય ગુરુજી !' નગરે, ગામડે અને ઝૂંપડેઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ ઘેાષણાનો પડઘો પડ્યો. જોતજોતામા

11

છેલ્લી તાલીમ

10 June 2023
0
0
0

છેલ્લી તાલીમ જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા. જવાનીન

12

ન્યાયાધીશ

10 June 2023
0
0
0

ન્યાયાધીશ પૂના નગરની અંદર પેશ્વા વીર રઘુનાથરાવ રાજ કરે છે. સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી : 'શૂરવીરો ! સજજ થાઓ. મૈસૂરના માલેક હૈદર અલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભા

13

નકલી કિલ્લેા

10 June 2023
0
0
0

નકલી કિલ્લેા 'બસ ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીંદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.' એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી લીધી. પ્રધાનજી બેાલ્યા : 'અરે, અરે, મહાર

14

પ્રતિનિધિ

10 June 2023
0
0
0

પ્રતિનિધિ સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે. રાજાના મનમાં થાય છે : “અહો! આ ત

15

નગર-લક્ષ્મી

10 June 2023
0
0
0

નગર-લક્ષ્મી શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડ્યો. પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો : 'બોલો પ્રિયજનો, ભૂખ્યાને અન્ન દેવા તમારામાંથી કોણ કમર બાંધે છે ?' ગુરુદેવન

16

સ્વામી મળ્યા !

10 June 2023
0
0
0

સ્વામી મળ્યા ! ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પા

17

પારસ-મણિ

10 June 2023
0
0
0

પારસ-મણિ વૃન્દાવનની અંદર, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા. સનાતને પૂછયું : 'ભાઈ, કયાંથી આવો છો ? તમારું નામ શું ?

18

તુચ્છ ભેટ

10 June 2023
0
0
0

તુચ્છ ભેટ યમુનાનાં પાણી ઘુમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજ્યા કરે છે. નદીની એ વાંકીચૂકી વેણી વીં

19

કર્ણનું બલિદાન

10 June 2023
0
0
0

કર્ણનું બલિદાન કુંતી : તું કોણ છે તાત ? અાંહીં શું કરે છે ? કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો હું પુત્ર : ને રાધા મારી જનેતા, બોલો માડી

20

કુરબાનીની કથાઓ

10 June 2023
0
0
0

હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે

---

એક પુસ્તક વાંચો