shabd-logo

કુરબાનીની કથાઓ

10 June 2023

1 જોયું 1

હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ ?

પ્રેતો : સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા, આનું નામ નરક- પુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસરાત અહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય, અમારી અાંખોમાં એ જોઇને ઝેર વરસે, અમારી નીંદ કયાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તે ધરતીનાં લીલૂડાં વન દેખાય, સાત સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય, હાય રે ! સાગર ગાયા જ કરે.

પુરોહિત : વિમાનમાંથી નીચે આવો હે રાજા !

પ્રેતો : આવો, આવો, ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્ય- શાળી ! તાજા ચૂંટેલા ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝયાં હોય, તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજુ ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલેાની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારા સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારે શિરે મઘમઘે છે; ઋતુયે ઋતુના મધુરા રંગો પણ તમારા મોં ઉપર હજુ રમી રહ્યા છે, હે રાજન્ ! સેમિક : ગુરુદેવ ! આ નરકમાં તમારે નિવાસ !

પુરોહિત : તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ !

પ્રેતો : કહો, કહો એ કથની, રાજા ! પાપની વાતો સાંભળવા હજુ યે અમારા હૈયાં તલપી ઊઠે છે, માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુઃખના કમ્પ ઊઠે છે. તમારા સૂરોમાં હજુ માનવીના હૃદયની રાગ- રાગણી રણકે છે. કહો એ કથની.

સોમક : હે છાયાશરીરધારીઓ ! હું વિદેહનો રાજા હતેા. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યાં, સાધુસંતોને સેવ્યા, વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાસમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાલકને એવા જતનથી જાળવતો હતો. હું રાજ- ધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી, રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો ત્યાં રણવાસમાંથી મેં મારા બાલકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો, કામકાજ રખડતાં મેલ્યાં.

પુરોહિત : એ જ સમયે, હું રાજપુરોહિત, હાથમાં ચરણામૃત લઇને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ધ્ય ઢોળાયું. મારું-બ્રાહ્મણનું અભિમાન સળગી ઊઠયું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછયું, 'બોલો રાજા, એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતેને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ – અને એક પામર બાલકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા ? ધિ:કાર છે, મહારાજ ! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે, એક બાલકના ભુજ–પાશમાં બંદીવાન બનેલા જોઈને તમારા દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા !'

સોમક : બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યા. પલવાર તો મારું લોહી તપી આવ્યું; બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે 'ક્ષમા કરો મહારાજ, હું શું કરું? મારે એક જ સંતાન છે; મારો જીવ ઝંપતો નથી; પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે, એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે પણ સાક્ષી રહેજો સહુ સભાજનો ! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રીના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.' પુરોહિત : આનંદથી સભા ચુપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બેાલ્યો : 'વધુ પુત્રો જોઈએ છે, રાજા ? એનો ઈલાજ મારી પાસે છે પણ એ તો છે મહાવિકટ કામ. તમારી તાકાત નથી.' ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા : 'હું ક્ષત્રીબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.' એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું: 'સાંભળો ત્યારે, હું યજ્ઞ કરું, ને હે રાજા ! તમે સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો. એ બલિદાનનો ધુમાડો, સુંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.' એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણો એ મને ધિ:કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે 'ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ ! એમ જ કરીશ.'

પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા, સેના આખી વિફરી બેઠી, તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કેાઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે ? નોકરોએ ના પાડી, પ્રધાનો ચુપ રહ્યા, દ્વારપાળેાની અાંખેમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ.

પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોને જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા માનનારો હું—હું પોતે રણવાસમાં પહેાંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જેતાં તો બાલક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગી તૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને, કે 'લઈ જાઓ, આ માતાએાના બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ. મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.'

હસીને હું બેાલ્યો : 'આવ મારી સાથે બેટા, મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉ.' એટલું કહીને, બલાત્કાર કરી, માતા- એના ખેાળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીએ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂકયું. હું તો ઝપાટાભેર ચાલ્યો આવ્યો.

જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જવાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો, ને બાહુ લંબાવી જાણે અંદર ઝંપલા- વવા આતુર બન્યો. રણવાસની અંદરથી રૂદનના સ્વરો છૂટ્યા ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બેાલ્યો : 'હે રાજા, હું મંત્ર ભણું છું. ચાલો હોમી દો, આને અગ્નિની અંદર.'

સોમક : ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશે મા હવે ! પ્રેતો : થંભી જા; થંભી જા; ધિ:કાર છે તને ઓ બ્રાહ્મણ ! અમે તો ઘોર પાપી છીએ. પરંતુ રે પુરોહિત ! તારી જોડી તે જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઇ ?

દેવદૂત : મહારાજ, નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો ? પધારો વિમાનમાં, બંધ કરો આ ભયંકર વાતો.

સોમક : વિમાનને લઇ જાઓ, દેવદૂત ! મારી ગતિ તો રે બ્રાહ્મણ ! આંહી નરકમાં, તારી સાથે જ. ક્ષત્રીના મદમાં મત્ત બનીને, મારા પોતાના કર્તવ્યની ત્રુટીને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં-પિતાએ–અગ્નિમાં હોમ્યો ! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે! મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો. જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જવાળામાં સળગતો રહ્યો - હજુયે, હજુયે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે બેટા ! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા; ત્યાર પછી એ ભડકાની અંદર અકસ્માત તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજજુબી ને કેવો ભય ભભૂકી ઊઠેલાં !

હે નરક ! તારા અગ્નિમાં એવો તાપ કયાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે ? હું સ્વર્ગે જાઉં ? ના, ના ! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાલકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા ! તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે.[ ધર્મરાજા આવે છે… ]

ધર્મ : પધારે રાજન્! જલદી પધારો ! સ્વર્ગના વાસીએા તમારી વાટ જુએ છે.

સોમિક : સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ ! વિના અપરાધે મેં મારા બાલકને હણ્યો છે.

ધર્મ : અંતરના અનુતાપથી એનું તો પ્રાયશ્ચિત્ત થઇ ચૂકયું છે, રાજા ! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે, જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાલકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે.

ચાલો પ્રભુ !


પુરોહિત : જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ ! ઇર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના ! નવી વેદના પ્રગટાવશો ના ! મારે માટે બીજી નરક બનાવશે ના. કૃપાળુ ! રહો, આંહીં જ રહો !

સોમિક : તારી સાથે જ હું રહીશ. રે હતભાગી ! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું, હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ ખવાઇ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો, એની સાથે જ મને રહેવા દો.

ધર્મ : સુખેથી આંહીં રહો, મહીપતિ ! નરકને પણ ગૌરવવન્તુ બનાવો. અગ્નિને દાહ તમારા લલાટનું તિલક બની જાઓ અને નરકની જવાલા તમારું સિંહાસન બની જાઓ.

પ્રેતો : જય હો પુણ્યફળના ત્યાગીનો ! જય હો નિરાપરાધી નરકવાસીનો ! જય હો મહાવૈરાગીનો ! આંહીં રહીને હે પુણ્યશાળી, પાપીના અંતરમાં ગેોરવ પ્રગટાવજો, નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી, જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદ- નાના શિખર ઉપર સદા ય પ્રકાશી રહેજો ! એ જ્યોતિ કદી યે બુઝાશે નહિ ! 

20
લેખ
કુરબાનીની કથાઓ
4.0
રવીન્દ્રનાથ ટાગોરની 'કથા ઓ કાહિની' સંગ્રહની વાર્તાઓના મુક્ત અનુવાદ જેવી છતાં સ્વતંત્ર વાર્તાની તાજગી અને ચમકવાળી આ વાર્તાઓ ૧૯૨૨માં પ્રગટ થયેલી એ પછી આજ સુધીમાં એ અનેક વાર છપાઈ છે. આ વાર્તાઓમાં લેખકે પાત્રોનું જીવંત નિરૂપણ કર્યું છે, વાતાવરણને આપણી સામે આબેહૂબ ખડું કર્યું છે અને કુરબાની-સમર્પણની ભાવનાનું સીંચન પણ કર્યું છે. કથનકળા તો મેઘાણીની જ. આ વાર્તાઓનું એ એક મોટું આકર્ષણ છે.
1

પૂજારિણી

10 June 2023
0
0
0

પૂજારિણી અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે “હે દેવ ! શ્રી- ચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.” “એ કણી લઈને જગતમાં શાં શાં ધતીંગ ફેલાવવા માગો

2

શ્રેષ્ઠ ભિક્ષા

10 June 2023
0
0
0

શ્રેષ્ઠ ભિક્ષા “શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ ! જાગો છો કોઈ ? અાંખો ઊઘાડશો ? બુદ્ધપ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું, ભિક્ષા આપશો ?" આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગન-અડતી અટારીઓ ઉપર

3

ફૂલનું મૂલ

10 June 2023
0
0
0

ફૂલનું મૂલ શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં. પણ પેલું સરોવર કોનું? એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ

4

સાચો બ્રાહ્મણ

10 June 2023
0
0
0

સાચો બ્રાહ્મણ સરસ્વતી નદીના કિનારા ઉપર એક દિવસ સાંજ પડતી હતી. કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં છાણાંલાકડાં લેવા ને ફળફૂલ વીણવા ગયેલ બટુકો પાછા આવી પહોંચ્યા છે. તપોવનની ગાયો ચરીને આશ્રમે આવી છે.

5

અભિસાર

10 June 2023
0
0
0

અભિસાર મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત. શ્રાવણ મહિનાની ઘોર રાત્રી જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટે ઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરે ધીરે બંધ થવા લાગ્યા. નગરને કાં

6

વિવાહ

10 June 2023
0
0
0

વિવાહ રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓ- માંથી બિહાગના સુર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા અાંખો નમા- વીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપ

7

માથાનું દાન

10 June 2023
0
0
0

માથાનું દાન કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ન આવે. દુઃખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા. એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં. કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવ

8

રાણીજીના વિલાસ

10 June 2023
0
0
0

રાણીજીના વિલાસ કાશીનાં મહારાણી કરુણા એક સો સહિયરોની સાથે આજ નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલછલ કરતાં વહે છે અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે. નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કો

9

પ્રભુની ભેટ

10 June 2023
0
0
0

પ્રભુની ભેટ આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ. સાધુસંતો એનાં ભજનોની ધૂન મચાવી ઠેરઠેર મસ્તી જગવતાં.કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યાં. કેાઈ આવીને કહેશે 'બાબા, એકાદ મંત્ર સંભળાવીને

10

વીર બંદો

10 June 2023
0
0
0

વીર બંદો પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠયા : 'જય ગુરુજી : જય ગુરુજી !' નગરે, ગામડે અને ઝૂંપડેઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ ઘેાષણાનો પડઘો પડ્યો. જોતજોતામા

11

છેલ્લી તાલીમ

10 June 2023
0
0
0

છેલ્લી તાલીમ જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા. જવાનીન

12

ન્યાયાધીશ

10 June 2023
0
0
0

ન્યાયાધીશ પૂના નગરની અંદર પેશ્વા વીર રઘુનાથરાવ રાજ કરે છે. સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી : 'શૂરવીરો ! સજજ થાઓ. મૈસૂરના માલેક હૈદર અલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભા

13

નકલી કિલ્લેા

10 June 2023
0
0
0

નકલી કિલ્લેા 'બસ ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીંદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.' એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી લીધી. પ્રધાનજી બેાલ્યા : 'અરે, અરે, મહાર

14

પ્રતિનિધિ

10 June 2023
0
0
0

પ્રતિનિધિ સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે. રાજાના મનમાં થાય છે : “અહો! આ ત

15

નગર-લક્ષ્મી

10 June 2023
0
0
0

નગર-લક્ષ્મી શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડ્યો. પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો : 'બોલો પ્રિયજનો, ભૂખ્યાને અન્ન દેવા તમારામાંથી કોણ કમર બાંધે છે ?' ગુરુદેવન

16

સ્વામી મળ્યા !

10 June 2023
0
0
0

સ્વામી મળ્યા ! ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પા

17

પારસ-મણિ

10 June 2023
0
0
0

પારસ-મણિ વૃન્દાવનની અંદર, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા. સનાતને પૂછયું : 'ભાઈ, કયાંથી આવો છો ? તમારું નામ શું ?

18

તુચ્છ ભેટ

10 June 2023
0
0
0

તુચ્છ ભેટ યમુનાનાં પાણી ઘુમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજ્યા કરે છે. નદીની એ વાંકીચૂકી વેણી વીં

19

કર્ણનું બલિદાન

10 June 2023
0
0
0

કર્ણનું બલિદાન કુંતી : તું કોણ છે તાત ? અાંહીં શું કરે છે ? કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો હું પુત્ર : ને રાધા મારી જનેતા, બોલો માડી

20

કુરબાનીની કથાઓ

10 June 2023
0
0
0

હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. અાંહીં, આવા લોકમાં તમે

---

એક પુસ્તક વાંચો