shabd-logo

ઊઘડતી અદાલતે

21 June 2023

12 જોયું 12

ઊ ઘ ડ તી અ દા લ તે: ૧ :૫ મી નવેંબર : સોમવાર

બ્રિટિશ હિંદના ઇતિહાસમાં અજોડ એવો એક ખટલો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંની એક લશ્કરી 'બેરેક' – ઈમારતને બીજે માળે આજે શરૂ થયો. ન્યાયકચેરીમાં દાખલ થવા માટેના ખાસ પરવાના અગાઉથી જેમણે મેળવ્યા હતા તેવા ૧૪૦ પ્રેક્ષકો અને ૬૦ પત્રકારોથી અદાલતનો ખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો. ન્યાયમૂર્તિએાએ પોતાનાં સ્થાન લીધા પછી છબીકારોને ચાર મિનિટ સુધી અદાલતની છબીઓ ખેચવા દેવામાં આવી.

છબીકારોએ વિદાય લીધી અને લશ્કરી અદાલતના પ્રમુખે ફરમાન કર્યું : 'તહોમતદારોને હાજર કરો.' કૅપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ અને કૅપ્ટન ધિલન દાખલ થયા અને અદાલતને એક છટાભરી સલામી કરી. આઝાદ હિંદ ફોજના ત્રણેય અફસરો લશ્કરી પોષાકમાં સજ્જ થયેલા હતા. એમના હોદ્દા દાખવતા બિલ્લાઓ એમની પાસે હતા નહિ.

હિંદી લશ્કરી કાનૂન હેઠળ આ લશ્કરી અદાલતની રચના કરતા હુકમને જજ-એડવોકેટે ઘેરા અવાજે વાંચી સંભળાવ્યો. ત્યારપછી, અદાલતના ચાલુ અને ખડા સભ્યો. શીઘ્રલહિયાઓ અને ફરિયાદપક્ષી વકીલનાં નામેાના એમણે સાદ પાડયા. એ બધાએ 'હાજર' એવો જવાબ આપ્યા પછી અદાલતે બચાવપક્ષના મુખ્ય ધારાશાસ્ત્રીનું નામ પૂછયું. સર તેજ બહાદુર સપ્રુએ જવાબ આપ્યો કે એમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે શ્રી. ભુલાભાઈ દેસાઈને આ ખટલો ચલાવવાનું કહ્યું છે. તેમણે બીજા ધારાશાસ્ત્રીની પણ ઓળખાણ કરાવી – જેમાં પંડિત જવાહરલાલ નેહરુ, સર દલીપસીંઘ, શ્રી અસફઅલી, ડૉ. કાત્જુ, શ્રી સેન, અને રાયબહાદુર, બદ્રીદાસનો સમાવેશ થાય છે. અદાલતના પ્રમુખે ટકોર કરી કે, “હિંદી લશ્કરી કાનૂનની રૂએ આ અદાલતમાં ઊભા રહેવાની લાયકાત તમે સૌ ઘરાવતા હશો એમ હું માની લઉં છું.' શ્રી ભુલાભાઈએ હકારમાં જવાબ વાળ્યો. આ૦હિં૦ફો૦ના ત્રણેય આરોપી અફસરોને તે પછી પૂછવામાં આવ્યું કે અદાલતના પ્રમુખ કે બીજા કોઈ સભ્યને હાથે તેમને ઈન્સાફ તોળાય તે સામે તેમને કાંઈ વાંધો છે ? “ના જી,” ત્રણેયના એ જવાબ હતા. અદાલતના કામની સંપૂર્ણ નોંધ ઉતારવા માટેના શીધ્રલહિયાઓમાંના એકેયની સામે તેમને વાંધો છે કે કેમ તેવા પૂછાણના જવાબમાં પણ ત્રણેય આરોપીએાએ ના પાડી. ત્યાર પછીની દસ મિનિટ અદાલતના સભ્યોની અને શીઘ્રલહિયાએાની સોંગદવિધિમાં વીતી. અદાલતના સભ્યોના સોગંદ નીચે પ્રમાણે હતા:

'સર્વશક્તિમાન પરમેશ્વરના સોગંદપૂર્વક હું કહું છું કે, હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે, અને પક્ષપાત, મહેરબાની કે પ્રીતિ વિના હું ઇન્સાફ તોળીશ, અને જે કોઈ શંકા ઊભી થશે તે મારા અંતરાત્માના કહ્યા પ્રમાણે, મારી મતિમાં ઊતરે તે રીતે અને આવા દાખલાઓમાં યુદ્ધના શિરસ્તા મુજબ વર્તીશ. આ લશ્કરી અદાલતના ફેસલાની જાહેરાત સત્તાવાળાઓ ન કરે ત્યાં સુધી હું તેની જાણ કોઈને કરીશ નહિ. વધુમાં, આ લશ્કરી અદાલતના કોઈપણ સભ્યનો મત કે અભિપ્રાય હું જાહેર કરીશ નહિ કે જાણીશ નહિ - સિવાય કે કાયદા મુજબની એ વાતની સાબિતિ કોઈ ન્યાયકોર્ટ કે લશ્કરી અદાલતમાં દેવાનું મને કહેવામાં આવે. ઈશ્વર મને મદદ કરે !'

જજ - એડવોકેટે ત્યારબાદ દસેય આરોપો વાંચી સંભળાવ્યા. હિંદી ફોઝદારી કાયદાની કલમ ૧૨૧-अ પ્રમાણેનો રાજા સામે યુદ્ધ ચલાવવાનો નાગરિક આરોપ ત્રણેય અફસરો ઉપર મૂકવામાં આવ્યો છે. બરમામાં પોપા ટેકરી ઉપર કે નજીકમાં ૧૯૪૫ના માર્ચની છઠ્ઠીએ હારસીંઘ, દુલીચંદ, દોરાઈસીંઘ અને ધરમસીંઘના ખૂન કરવાનો આરોપ કૅ. ધિલન ઉપર મૂકવામાં આવ્યો છે. કૅ. સેહગલ ઉપર આ ચાર ખૂન કરાવવાનો આરોપ અને કૅ. શાહનવાઝ ઉપર તોપચી મહમ્મદ હુસેનનું ખૂન ૧૯૪૫ ની ૨૯ મી માર્ચની આસપાસ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ૦ હિં૦ફો૦ના ત્રણેય અફસરોએ તમામ આરોપોના જવાબમાં મક્કમપણે 'બિનગુન્હેગાર' કહ્યું. પછી અફસરોને બચાવના મેજની પાછળ પોતાની બેઠક લેવાનું જણાવવામાં આવ્યું. તે પછી અદાલતની કામગીરી મુલતવી રાખવાની અરજ શ્રી ભુલાભાઈએ કરી અને કહ્યું કે, છેલ્લા એક મહિના જેટલી ટુંકી મુદત દરમિયાન તમામ પુરાવાઓ અને હકીકતો મેળવવાનું કે તેની તુલના કરવાનું બચાવપક્ષથી બની શકયું નહોતું. ૧૧૨ સાક્ષીઓમાંથી હજી ૮૦ થી પણ વધુની મુલાકાત લેવાની બાકી છે. મલાયાના યુદ્ધ વિશેનો ફીલ્ડ–માર્શલ વેવલનો અહેવાલ અને બીજા સંખ્યાબંધ અગત્યના અહેવાલો મેળવવાના હજી બાકી છે. ખટલો આવો અજોડ હોઈને તેમજ કાયદાની આંટીઘૂંટીઓ એમાં સંડોવાયેલી હોઈને ત્રણ અઠવાડિયાની મુદત પાડવી જરૂરી છે એમ એમણે દલીલ કરી.

સરકારી વકીલ સર નોશીરવાન એન્જીનિયરે મુદત પાડવા સામે વાંધો લીધો નહિ પણ એવી ઇચ્છા દર્શાવી કે ફરિયાદપક્ષની રજૂઆત પોતે શરૂ કરી દે અને એક સાક્ષીની જુબાની લેવાઈ જાય ત્યારબાદ મુદત પાડવી. બચાવપક્ષને મુશ્કેલીમાં મૂકવાની એમની મુદ્દલ ઇચ્છા નથી, અને ફરિયાદપક્ષ તરફથી બચાવપક્ષને એકેએક સગવડ કેવી રીતે અપાઈ રહી છે તે તેમણે સમજાવ્યું.

ત્યારપછી અદાલત જરાવાર માટે ઊઠી. પાછા ફરીને પ્રમુખશ્રીએ કહ્યું કે કોઈ દિવાની કોર્ટની માફક લશ્કરી અદાલતમાં વખતોવખત મુદત પાડી શકાય નહિં. લશ્કરી કાનૂન પ્રમાણે લશ્કરી અદાલતને પોતાની કામગરી રોજબરોજ બજાવવાની હોય છે. અદાલતના સભ્યોને સારા પ્રમાણમાં પોતાનાં જ કામનો બેાજો રહે છે અને તે ઉપરાંત આ અદાલતના સભ્યો તરીકેની ફરજ પણ એમણે બજાવવાની હોય છે. ઈન્સાફની મુખ્ય જરૂરિયાતોમાંની એક એ છે કે તે ઝડપી હોવો જોઈએ એમ પણ તેમણે કહ્યું. પણ સંજોગોને લક્ષમાં લેતાં અમુક મુદત પાડવી જરૂરી લાગે છે એ એમણે કબૂલ કર્યું. સર નેાશીરવાનની સૂચના મુજબનો માર્ગ લેવો એ ખુદ તહોમતદારના લાભમાં હોવાનું તેમણે જણાવ્યું.

તે પછી સરકારી વકીલ સર નોશીરવાને ફરિયાદપક્ષને રજૂ કરતું પોતાનું લાંબુ ભાષણ વાંચી સંભળાવ્યું. 

14
લેખ
લાલ કિલ્લાનો મૂકદમો
4.0
આઝાદ હિંદ ફોજની શૌર્યકથાઓ જ્યારે આરાકાનના પહાડોમાં અને મણિપુરના મેદાનોમાં સાચેસાચ ભજવાઈ રહી હતી ત્યારે વિધાતાની કોઈ ક્રૂર કરામતને લીધે આ દેશની પ્રજા એની સાથે તાલ મિલાવી શકેલી નહિ એટલું જ નહિ પણ ઊછળતી છાતીએ એને નીરખતી રહીને એમાં પારસ રેડવાનું પણ એનાથી બની શક્યું નહોતું, ઈરાવદીને પેલે પારથી જ્યારે વતનનો સાદ સાંભળીને 'ચલો દિલ્હી'ના નાદ ગજવતા આઝાદ ફોજના સિપાહીઓ દિલ્હીની વાટને લેહીભીની બનાવતા દોડ્યા આવતા હતા, હિંદી-હિંદીના લોહીનાસંગમ વચ્ચે માત્ર થોડી ટેકરીઓ અને થોડાં મેદાનો જ જ્યારે બાકી રહ્યાં હતાં, ત્યારે વતનનું લોહી તો થીજેલું જ પડ્યું હતું. આ દેશના પ્રજાજનો એ સિપાહીઓને મુક્તકંઠે આવકારી પણ શકે તેમ નહોતા. એમને મોઢે જેમ ડૂચો દેવાયેલો હતો તેમ એમની આંખે એ પાટા બાંધેલા હતા. અને હવે, આઝાદ ફોજ ગુલાબી એક સ્વપ્નામાંથી ઊડીને એમાંજ જાણે પાછી સમાઈ ગઈ હોય તેવું લાગે છે ત્યારે પ્રજાના અંતરમાં એને માટે પ્રેમનાં લાખ-લાખ ઝરણાં ફૂટ્યાં છે. પોતે જેને ખરે ટાણે સન્માની શકી નહોતી તેને આજે તે એ પૂજવાની હદે પહોંચી ગઈ છે. આઝાદ ફોજ વિશે જેટલું મળે તેટલું જાણીને પોતાનું અંતર એનાથી છલકાવી દેવાનો તનમનાટ પ્રજામાં જાગ્યો છે.
1

નિવેદન

21 June 2023
0
0
0

આઝાદ ફોજ વિશે થોકબંધ સાહિત્ય બહાર પડવાની તૈયારીઓ થઈ રહી છે. એની સત્યકથામાં જ બલિદાન અને મરણિયાપણાના એવા રાતા-કેસરિયા રંગો પડ્યા છે કે શબ્દચાતુરીની ગમે તેવી રંગપુરણી પણ કદાચ એની આગળ ફિકકી જ દેખાશે. એટલ

2

ઊઘડતી અદાલતે

21 June 2023
0
0
0

ઊ ઘ ડ તી અ દા લ તે: ૧ :૫ મી નવેંબર : સોમવાર બ્રિટિશ હિંદના ઇતિહાસમાં અજોડ એવો એક ખટલો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંની એક લશ્કરી 'બેરેક' – ઈમારતને બીજે માળે આજે શરૂ થયો. ન્યાયકચેરીમાં દાખલ થવા માટેન

3

તહોમતનામું'

21 June 2023
0
0
0

રાજા સામેના યુદ્ધનું અને ખૂનોનું ત હો મ ત ના મું'  આરોપીઓ હિંદી લશ્કરી અફસરો છે અને તેથી હિંદી લશ્કરી કાનૂનને તેએા આધીન છે. કૅપ્ટન શાહનવાઝખાનનો જન્મ રાવલપીંડીમાં ૧૯૧૪ની ૨૪મી જાન્યુઆરીએ થયો હતો. દેહ

4

આઝાદ ફોજનો કાનૂન ઘડનારા

21 June 2023
0
0
0

આઝાદ ફોજનો કાનૂન ઘડનારાલેફ૦ નાગની જુબાની બે વાગે અદાલત ફરી મળી ત્યારે ફરિયાદપક્ષે કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા. એમાંથી બતાવાયું કે ત્રણે ય આરોપીઓ અગાઉ હિંદી લશ્કરમાં અફસરો હતા અને દુશ્મનના હાથમાં ય

5

કામચલાઉ સરકારનું જાહેરનામું

21 June 2023
0
0
0

આઝાદ હિંદુસ્તાનનીકામચલાઉ સરકારનું જાહેરનામું '૧૭૭૫ માં બંગાળમાં અંગ્રેજોને હાથે પહેલીવાર પરાજય પામ્યા પછી, હિંદુસ્તાનની પ્રજા એકસો વર્ષના ગાળા દરમિયાન આકરી અને ઘોર લડાઈએાની એક પરંપરા લડી હતી. આ કાળનો

6

'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની !

21 June 2023
0
0
0

'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની !' જાહેરનામુ વંચાઈ રહ્યા બાદ શ્રી ભુલાભાઈએ આગળ ચલાવેલી ઊલટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે :- '૧૯૪૪ના એપ્રિલમાં હું રંગુન ગયો ત્યારે આઝાદ હિંદ બેન્કની મને જાણ થઈ.

7

“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !”

21 June 2023
0
0
0

“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !” ફરિયાદપક્ષના છઠ્ઠા સાક્ષી લાન્સ–નાયક ગંગારામ નેવારે કહ્યું:- ૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો અને ૧૯૪૨ના ફેબ્રુઆરી માં મલાયામાં યુદ્ધકેદી બન્યો. એક છાવણીમાં ક

8

પઢાવાયેલા સાક્ષીઓ ?

21 June 2023
0
0
0

પઢાવાયેલા સાક્ષીઓ ?વીસમા સાક્ષી તોપચી બહાલસીંધ ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આ૦ હિં૦ ફો૦મા જોડાયા ત્યાં સુધી મલાયાની જુદી જુદી નજરકેદ છાવણીમાં હતા. બરમામાં પોપા ટેકરીને મોરચે ગયેલી આ૦ હિં૦ ફો૦ની ટુકડીએામાં એ પણ

9

' હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી ?'

21 June 2023
0
0
0

' હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી ?' ફરિયાદીનો પક્ષ પૂરો થયો તે પછી ત્રણેય આરોપીઓએ અદાલત સમક્ષ પોતાનાં જુદાં જુદાં નિવેદનો કર્યો. ચાલીસ મિનિટ સુધી ચાલેલું કૅ. શાહનવાઝખાનનું નિવેદન આ રહ્યું: 'જંજ

10

પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની

21 June 2023
0
0
0

પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની: ૧૩ :૮ મી ડિસેમ્બર : શનિવાર જાપાનીસ પરદેશખાતાના એક અમલદાર શ્રી એાહ્‌ટાએ આજે બચાવ પક્ષના સૌ પહેલા સાક્ષી તરીકે શુદ્ધ અંગ્રેજીમાં જુબાની આપી. એમની સોગંદવિધિ વેળા એમના હાથમ

11

બે પ્રધાનોની જુબાની

21 June 2023
0
0
0

આઝાદ હિંદ સરકારનાબે પ્રધાનોની જુબાની: ૧૫ :૧૧મી ડિસેંબર : મંગળવાર બચાવ પક્ષના છઠ્ઠા સાક્ષી હતા આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક પ્રધાન શ્રી અય્યર એમણે જુબાની આપી કે – “૧૯૪૧ની ૧૦મી ડિસેંબરે જાપાનીઓએ લડા

12

આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો

21 June 2023
0
0
0

આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો તે પછીના સાક્ષી આઝાદ હિંદ બેંકર ડીરેક્ટરોમાંના એક શ્રી દીનાનાથે જણાવ્યું કે - રંગુનમાં હું દસ વરસ રહ્યો છું, ઈમારતી લાકડાંનો વેપાર કરુ છું અને ઇજનેરી કોંટ્રાક્ટો લઉં

13

મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર'

21 June 2023
0
0
0

'નૈતિક ને આંતરરાષ્ટ્રીય કાનૂનોએ માન્ય રાખેલોમુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર' : ૧૮ :૧૭ મી ડિસેમ્બર : સોમવાર બચાવપક્ષની દલીલોની શરૂઆત શ્રી ભુલાભાઈએ કરી: “આ અદાલત સમક્ષ આજે જેનો ઇન્સાફ તોળાઈ રહ્

14

ફેંસલો : સજા : માફી

21 June 2023
0
0
0

ફેંસલો : સજા : માફી: ૨૨ :૩૧ મી ડિસેમ્બર : સોમવાર અદાલતની બાવીસમી અને છેલ્લી બેઠકની કાર્યવાહીની શરૂઆત કરતાં જજ-એડવોકેટે લશ્કરી વકીલ પાસેથી આરોપીઓના ચારિત્ર્યની અને લશ્કરી નોકરી અંગેની વિગતો માગી. જવાબ

---

એક પુસ્તક વાંચો