ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરુંકેરું,
ક્યાં ગરુડ ગતિ માન, અને ક્યાં ધાન્ય ધનેરું;
ક્યાં તૂતી નો નાદ, નાદ ક્યાં નો બત કેરોકેરો,
ઝાકળ જળશા મા ત્ર, જ્યાં ઘન ચડે ઘણેરો ;
મતિમાન મહાન કવિ , કવિતા કરી નવી નવી ,
એવા કવિયો ની આગળે, કોણ માત્ર દલપત કવિ .