shabd-logo

સ્વાંગ ૨ જો

5 June 2023

1 જોયું 1

દાજી૦: ભાઈ હું વૃદ્ધ છું ઉતાવળે તો મારાથી ચલાશે તેવું ચાલીશ કાંઈ તારા ઠાકોરના હુકમમાં હું નથી, ને ત્યાં મારૂં કામ શું છે, તેતો તું મને કહે ?

ભીમ૦: કાકા હું કહું છું, પણ તમે સાંભળતા નથી, અમારો ઠાકોર કહે છે કે તમારૂં દુખ જશે અને સારી અવસ્થા થશે.

દાજી૦: હેં ! આ તે શું બોલે છે ? સુખ તે શી રીતે થશે ? હું કાંઈ સમજતો નથી.

ભીમ૦: અમારા ઠાકોરને એક જોગણી મળી છે, તે કેડેથી વાંકી ચાલે છે; અને દાંત પડી ગયા છે, ગાલ મળી ગયા છે, માથામાં ટાલ્ય છે.

દાજી૦: ભાઈ કાંઈ વધામણી આપે છે કે શું ? એ તો રૂપિયાનો ઢગલો હશે ?

ભીમ૦: ઢગલો તો ખરો, પણ તમારા જેવા ઘડપણનો.

દાજી૦: લુચ્ચા મશ્કરી કરીને દોડે છે ઉભો રહે. એક સોટી લગાવું.

ભીમ૦: તમે એ જાણો છો કે હું મશ્કરીથી કહું છું, હું તો સાચું બોલનાર છું.

દાજી૦: અલ્યા, મસ્તાઈમાં બોલે છે, પણ મને સરકારે મુખીપણાનો લેખ આલ્યો છે. હું તને શિક્ષા કરીશ.

ભીમ૦: તમને નરકમાં જવાનો લેખ મળ્યો હશે, અને તમને જમના દૂત તેડવા આવ્યા હતા, પણ તમે કેમ જતા નથી ?

દાજી૦: જા, જા, ગધેડીના લુચ્ચા મારૂં કામ મુકીને હું આટલે સુધી આવ્યો પણ હજી તું બોલતો નથી કે ત્યાં મારૂં શું પ્રયોજન છે. અને અહિયાં મારો કોશ કોણ ચલાવશે ?

ભીમ૦: કાકા હવે હું કપટ મુકીને કહું છું, કે મારા ઠાકોરને લક્ષમીજી મળ્યાં છે, તે તમને પણ રૂપિયા આપશે.

દાજી૦: હેં શું બોલે છે, તે રૂપિયા આપશે ?

ભીમ૦: હા, રૂપિયા આપીને રાવણના જેવા શ્રિમંત કરશે, પણ રાક્ષ સના જેવું કાળું મોઢું કરવું પડશે.

દાજી૦: અરે ભાઈ ન્યાલ થયાને તારી વાત સાચી હશે તો હું આનંદથી નાચીશ.

ભીમ૦: હું મહાદેવજીની રીતે નૃત્ય કરૂં તમે ભૂતની પેઠે મારી પછવાડે નાચતા આવો.

દાજી૦: અરે ઊભો રહેને માધેવ હમણાં તારી જટા બટા ચુંથી નાંખીશ.

ભીમ૦: હું હનુમાનજીની પેઠે કુદીને હમણાં મારા ઠાકોર પાસે જઈશ.

દાજી૦: હું તારૂં પુંછડું પકડીને ઊડીશ.

ભીમ૦: અરે મારૂં પુંછડું પકડશોમાં ચાલો હું એક કામ કરી લેઉં, આ અમારા ઠાકોરનો રોટલો છે, તે ખાઈ લેઉ એટલે પછી તાજો થઈને આવું.

દાજી૦: મેર મુવા ધણીનો રોટલો ચોરી ખવાય ?

ભીમ૦: એમાં શું રોટલો ઠાકોરનો છે, અને હું પણ ઠાકોરનો છું. એ તો જેમ ધણીના ઘરમાં ધણીનું નાણું મેલિયે એવું છે.સ્વાંગ બીજો સંપુર્ણ* * * 

8
લેખ
લક્ષ્મી નાટક
4.0
નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'. ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચારી હોય છે તે દુ:ખી કેમ રહે છે? મહાદેવ તેને મંદિરમાંથી નીકળતાં જે મળે તેની પાછળ જવાનું કહે છે. તે તથા તેના નોકર ભીમડાને લક્ષ્મી મળે છે જે આંધળી હોય છે. તેઓ લક્ષ્મીની આંખ સારી કરાવે છે, તેથી સજ્જનો ધનિક બને છે અને દુષ્ટ દરિદ્ર બને છે.
1

પ્રસ્તાવના

5 June 2023
0
0
0

વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક કોઈ ઠેકાણે ન

2

સ્વાંગ ૧લો

5 June 2023
0
0
0

હે રાજા મારાથી બોલ્યા વિના રહેવાશે નહીં અને તેથી તમે મારા ઉપર રીસ કરશો નહીં કેમકે હું તિર્થવાસી છું અને આ કાવડ મારી પાસે છે માટે મારા ઉપર રીસ કરશો તો તમને પાપ લાગશે. ધીરસિંહજી: અરે રામ મારા સાથે વાદ

3

સ્વાંગ ૨ જો

5 June 2023
0
0
0

દાજી૦: ભાઈ હું વૃદ્ધ છું ઉતાવળે તો મારાથી ચલાશે તેવું ચાલીશ કાંઈ તારા ઠાકોરના હુકમમાં હું નથી, ને ત્યાં મારૂં કામ શું છે, તેતો તું મને કહે ? ભીમ૦: કાકા હું કહું છું, પણ તમે સાંભળતા નથી, અમારો ઠાકોર ક

4

સ્વાંગ ૩ જો

5 June 2023
0
0
0

દાજી: ભાઈ આ કામમાં હું બુઢાપણ મુકીને મહાભારતમાં ભીમના જેટલી મેહેનત કરીશ, જુઓને એક પૈસાનું ઘી લેવા જઈએ છિયે ત્યાં કેટલી માથાકુટ કરિયેછિયે ત્યારે સાક્ષાત લક્ષ્મી હાથમાં આવી તે હવે કેમ છોડીશું. રાજા: અર

5

સ્વાંગ ૪ થો

5 June 2023
0
0
0

લવીંગા: શું કહો છો ! ભીમભાઈ ક્યાં થકી વધામણી આવી છે કે શું ? ભીમ૦: આપણા ધણીને આ મોટો લાભ થયો નહીં નહીં લક્ષ્મીજી જે આંધળી હતી તેને ઓષડ કરવા સારું ધનવંતર વૈદને દેરે લેઈ ગયા છે. લ૦: હો ! ત્યારે તો આજ

6

સ્વાંગ ૫ મો

5 June 2023
0
0
0

ભીમડો: અરે ભાઈ જે માણસના ઘરમાં એક દિવસનું પણ ખાવા નહોતું તેને તુરત પૈસાવાળું થઈ બેસવું તે મોટી આનંદની વાત છે, અને વળી હાલ અમે કાંઈ લુચાઈ કર્યા વિના પૈસાવાળા થયા છીએ, કોઠીમાં અનાજ ભર્યું રહે છે, ઘી તેલ

7

સ્વાંગ ૬ત્ઠો

5 June 2023
0
0
0

બીબી ફાતમા અને જુવાન મદરખાનભી.: આવો રૂપાળાં લેરખડાં લખમીજીનું દેવળ એ જ છે. તમે ભુલાં નથી પડ્યા પણ તમે પુછો છો તે તમારાં વચન અમને ઘણાં પ્યારાં લાગે છે. ફા: નહીં તુમ દગાબાજ હો હમ અંદરશે કોઈકું બોલા દેગ

8

સ્વાંગ ૭ મો

5 June 2023
0
0
0

હનુમાન દરવાજાને ઠોકવા લાગ્યો.હનુમાનઃ ચાલો તમને સઊને બોલાવવા આવ્યો છું. ભી.: અરે જાને તું વળી કોણ છું મોટા પુંછડાવાળો? હનુમાનઃ હું હનુમાન છું અને તમે તુરત ચાલો તમારો રાજા, રાણી, કુંવર, કુંવરી, ગાય, બ

---

એક પુસ્તક વાંચો