અફઝલખાન ગાય અનેબ્રાહ્મણોનેકાપીનેસડક પર ફેંકી દેત
હિરડસ માવળના રાજા દેશમુખનેયુદ્ધમાં પરાજિત કરીનેતરુણ મહારાજા શિવાજીએ દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુદેશપાંડેનેબંદીબનાવી દરબારમાંપેશ કર્યો. શિવાજીએ એમનેખૂબ સન્માન આપ્યું અનેહિરડસ માવળના પુત્રનેજ ગાદી સોંપી સોં અનેબાજીપ્રભુનેતેના સંરક્ષકબનાવ્યા. શિવાજીએ કહ્યું, માવળો અનેતેમની સાથે મળીને આદિલશાહી અનેમુગલ સેના સામેલડે તો સ્વરાજ્યની સ્થાપનાનો પાક્કો પાયો નાંખી શકાય.' શિવાજીની દેશ ભક્તિ જોઈ બાજીપ્રભુઅભિભૂત થઈ ગયા હતા. એ જ દિવસથી તેમણેશિવાજીનેપોતાના રાજા માની લીધા અને
સંકલ્પ કર્યો કે, `જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમારો સિપાહી બનીનેરહીશ અનેસ્વરાજ્યની સંસ્થાપના માટે લડીશ.'
દેશભક્તિ શું કરી શકે છે તેસમજવું હોય તો શિવાજીનેસમજવા પડે અનેકોઈ અનુયાયી, કોઈ સેવક, પોતાના પ્રાણપ્રિય નેતાનેબચાવવા માટેકઈ હદ સુધી જઈ શકે છે તેજોવુંહોય તો બાજીપ્રભુદેશપાંડેનેસમજવા પડે.શિવાજી અનેબાજીપ્રભુદેશપાંડેની કહા ની પન્હાલગઢ અનેવિશાલ ગઢની વચ્ચેઆવેલી સહ્યાદ્રીની ચટ્ટાનો પર અંકિત થવાની હતી. પણસાહસની એ અપૂર્વગા થા વાંચતા પહેલાંએની પાર્શ્વભૂમિકા જોવી પડે, ભૂતકાળનેફંફોસવો પડે. આદિલશાહીના દાંત ખાટા કરનારા અનેમોગલસેનાની ઊંઘ હરામ કરી દેનારા શિવાજીનો ભવ્ય ભૂતકાળ ભવિષ્યમાંબાજીપ્રભુદેશપાંડેની વીર ગાથા આલેખવાનો હતો.
દિલ્હીની મોગલ સલ્તનત અનેબીજાપુરની આદિલશાહી બંનેખૂબ મોટી શક્તિશાળી સેનાઓ હતી અનેએ શિવાજીનેનષ્ટ કરવા માંગતી હતી. આ બંનેમાંથી માત્ર એકની સામેલડવાનું હોય તો પણ શિવાજીની સેના ખૂબ જ નાની હતી. શિવાજીની ફોજ, કિલ્લા, હાથી, ઘોડા, ઊંટ, અસ્ત્રશસ્ત્ર તથા ખજાનો બધું જ સાવ નગણ્ય. છતાં પણ શિવાજીએ પોતાની હિંમત, કૂટનીતિ અનેપરાક્રમના બળ પર બંનેની ઊંઘ હરામ કરી નાંખીહતી.
દિલ્હીના તખ્ત પર એ વખતેશાહજહાં બાદશાહની બાદશાહત. એનો પુત્ર ઓરંગજેબજે દક્ષિણનો સૂબેદાર હતો. એના વિસ્તારમાં ઘૂસીનેશિવાજીએ ૩૦મી એપ્રિલ ૧૬૫૭ના દિવસેજુન્નર અનેઓરંગાબાદ જીતી લીધું. ઓરંગજેબજે શિવાજી પર ભારે ખફા થયો. એ જ અરસામાંઓરંગજેબજે નેસમાચા ર મળ્યા કે દૂર આગ્રાના કિલ્લામાં એના અબ્બુજાન શાહજહાં ખૂબ બીમાર પડ્યા છે. સમાચાર મળતાં જ એ ઉત્તર તરફદોડ્યો. એનેદિલ્હીના તખ્તની ખૂબ ચિંતા હતી. ભાઈજાનોની ગર્દન કાપીનેખૂનથી લથપથ તખ્ત પર બેસવું એ મોગલોની ખાનદાની આદતહતી. એ માટે ઓરંગજેબજે પણ આતુર હતો . આ તરફ શિવાજી માટે આ એક મોટી તક હતી. બીજાપુરના બાદશાહ મોહમ્મદ આદિલશાહ પણ ચોથી નવેમ્બર ૧૬૫૬ના રોજ ગુજરી ચૂક્યાહતા. એમની વિધવા બેગમ તાજઉલ મુખદ્દિદરાત ઉર્ફ બડી બેગમ સાહિબાએ આદિલશાહીનાં સૂત્રો સંભાળ્યાં હતા. બેટો અલી આદિલશાહબાદશાહ બન્યો હતો. શિવાજીએ આ તકનો બરાબર લાભ લીધો અનેગરુડ જેવી જે ઝપટ મારીનેઆદિલશાહી અનેમુગલશાહી બંનેઇલાકાઓનેરોળી નાંખ્ય
બીજાપુરની આદિલશા હી થથરી ઊઠી હતી. પણ વાંભ વાંભના મોજાં જેમજે ઊછળતા, ગાંડા થયેલાં દરિયાની સામેપડવાનું જોમ કોઈમાં નહોતું.વળી શિવાજીની ચતુરાઈ પણ જબ્બર હતી . એ ક્યાંય દેખાતા જ નહીં,હીં દેખાય તો દુશ્મનો એમના પર વાર કરે ને?
બીજાપુરનો શ્વાસ રૂધાઈ રહ્યો હતો. એ ચારેબા રે જુથી ઘેરાઈ ચૂક્યુંહતું. આવા વખતેએક જુદી ઘટના બની. હાર ખાઈનેબેઠેલો અલી આદિલશાહદરબાર ભરીનેબેઠો હતો. બધાનાં મોઢાં વિલાયેલાં હતાં. શિવાજીનેકેવી રીતેમાત કરવો એ જ કોઈનેસમજાતું નહોતું. બરાબર એ જ વખતેબાબરા ભૂત જેવો જે એક વિકરાળ આદમી દરબાર માંદાખલ થયો, `બડી બેગમ સાહિબા ઔર બાદશાહ સલામત કો તહે દિલસેસલામ !'
`કૌન હો તુમ ?'
`અફઝલખાન નામ હૈ હમારા, ઔર દુશ્મનો કો મીટાના કામ હૈ હમારા !'
`ક્યા ચાહતેહો ?' બડી બેગમેપૂું.
`જો આપ ચાહતેહો વોહી ! પહેલેશિવાજીકી માત ઔર ફિર મૌત !'
`સોચ લો ! શિવા કો મારના ઇતના આસા ન નહીં હૈ. વો તુફાન હૈ, ઉસેપકડના મુશ્કિલ હૈ.' અલી આદિલશાહ બોલ્યો. એની વાત સાંભળી ક્રૂરઅફઝલખાન ખડખડા ટ હસ્યો, `તુફાન સે તો હમ બચપન સેખેલતેઆયેહૈં. મેંઆપકો જબાન દેતા હૂં કિ શિવાજી કા સિર કાટકર ઈસ દરબાર મેં ટકાઉંગા ઔર આપકી પૈશેખિદમત કરુંગા !'
અફઝલખાનનો આત્મવિશ્વાસ જોઈ બડી બેગમ સાહિબા અનેઆદિલશાહ સહિત સમગ્ર દરબારીઓમાં ઉત્સાહનુંમોજુ ફરી વળ્યું. એ જ દિવસેઅફઝલખાનનેશિવાજીનેજીવતો કે મરેલો રે પકડી લાવવાનુંકામ સોંપા સોં ઈ ગયું. આખાયેદરબારે અફઝલખાનનેફતેહની દુઆઓ આપી.
એક સેવકે શિવાજીનેખબર આપ્યા, `મહા રાજ, એક ક્રૂર અનેભારે પરાક્રમી સરદાર અફઝલખાન આપનેમારવા મોટી ફોજ લઈનેઆવી પહોંચ્હોં યોછે. ક્ષમા કરજો પણ એ એટલો બધો ભયાનક છે કે આ વખતેઆપણેએનો સામનો કરી શકીએ તેમ નથી.'શિવાજી હસ્યા અનેબોલ્યા, `મારી સાથે મા ભવાનીના આશીર્વાદ છે. મા ભવાનીએ આવા કંઈક રાક્ષસોનુંમાથું વાઢીનેપોતાનું ખપ્પર ભર્યુંછે.મનેઅફઝલનો ડર નથી. તમનેહોય તો તમેઘરે જઈ શકો છો. હું વચન આપુંછું કે અફઝલખાન આપણામાંથી કોઈનો વાળ પણ વાંકો નહીં કરીશકે.' શિવાજીની હિંમત જોઈનેઆખોય દરબાર એમના જય જયકારથી ગુંજી ઊઠ્યો.આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે શિવાજી અનેઅફઝલખાનનો ભેટો થયો. શિવાજીએ એક પેંતરો કર્યો અનેઅફઝલખાન સાથેમુલાકાતગોઠવી. અફઝલખાનનેથયુંકે વાહ ! આ તો શિકાર સામેથી મરવા આવી રહ્યો છે. એણેએમનેમારવાની પૂરેપૂ રે રી તૈયારી કરી લીધી હતી. એમાંયઅફઝલખાન પડછંદ અનેશિવાજીનું કદ-કાઠી પ્રમાણમાં ખૂબ નાનું, વામન ! આથી અફઝલનેતો એમ હતું કે શિવાજીનેમચ્છરની જેમજે રોળીનાંખીશું.
તારીખ હતી ૧૦મી નવેમ્બર, ૧૬૫૯ ! જાવલીના ભયાનક જંગલમાં આવેલા પ્રતાપગઢ કિલ્લામાં શિવાજી અનેઅફઝલખાન મળ્યા. શિવાજીઆવ્યા ત્યા રે અફઝલખાનના સરદારોએ એમની પૂરી તપાસ કરી હતી અનેકોઈ પણ હથિયાર વિના અંદર જવા દીધા હતા. પણ ચાલાક શિવાજીવાઘના નહોર પહેરીનેઆવ્યા હતા. એના પર કોઈનું ધ્યાન ના ગયું. એ અફઝલખાનનેમળ્યા અનેભેંટ્યા. બસ, એટલી જ વાર. એમણેઅફઝલખાન નેવિચારવાનો મોકો પણ ના આપ્યો. એ કંઈ પણ વિચારે એ પહેલાં જ શિવાજીએ વાઘનખ વડે અફઝલખાનનું પેટ ચીરી નાંખ્યું.
સરદારની ખુદની હત્યા થઈ ગઈ એ જોઈનેઅફઝલના સૈનિકોમાં નાસભાગ મચી ગઈ. શિવાજીએ માત્ર પેટ ચીરીનેસંતોષ ના માન્યો. પણ
અફઝલખાનનુંમાથુંવાઢીનેપ્રતાપગઢના કિલ્લા પર લટકાવી દીધું.