shabd-logo

માણસિયો વાળો

19 October 2023

1 જોયું 1


માણસિયો વાળો

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.* [૧]

એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરને માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.

દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે, પણ માણસિયા વાળા દરબારને શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.

દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી ને અધ્ધરથી એ બટકાં ઝીલી લે. પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે. ​

માણસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી રહી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કજિયા-તોફાનો ચાલ્યાં કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા મંડી. સોલ્જરોના ટોપકાંને માથે સોનેમઢ્યાં ટોપકાં સૂર્યના તેજમાં ચમકવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો.

પોતાના ત્રણ મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો.

હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઈઓમાં વહેંચાઈ જશે — એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જ્રોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યા.

બીજી બાજુ, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વહાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્યાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક વળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા લાગ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઈ કહે, ‘છાશ પી આવું’, કોઈ કહે, ‘જંગલ જઈ આવું’, ને કોઈ કહે, ‘નાડાછડ કરી આવું’.

જોતજોતામાં એકે ઘરડું બૂઢું માનવી પણ ન રહ્યું. સહુને ​જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો.

“કાં ભાઈ મકરાણીઓ !” આપા બોલ્યા, “તમારે કાંઈ કામેકાજે નથી જાવું? ઊઠો ને એક આંટો મારી આવો ને !”

“ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.”

ત્રણસો મકરાણી જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી.

કલાક, બે કલાક, ત્રણ કલાક ! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપના રેંકડા પાછા વળ્યા, ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી. 

માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા.

“આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું, “સાહેબે રજા આપી છે, જેતપુર પધારો.”

“કાં મળવા બોલાવ્યો’તો ને સાહેબને મળ્યા વગર કાંઈ જવાય?”

“માણસિયાભાઈ, સાહેબને નવરાશ નથી. હું એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.”

“ના ના, મેરામણભાઈ ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ.”

“કાઠી ! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે, એનો પાર ન આવે.”

“અને, મેરામણજીભાઈ ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે, ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી. ​



એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,
ખેર ગિયાં લાંક, મોત નિશાણીકા ખેલ,
તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,
ઉબાણી વેગસુ આયા ઘરાંકુ આઠેલ.

અને 



થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તૂ૨ વિધાતાકા ફાલ,
માણસી જેતાણી મૃત્યકાળથી ઓઝપી જાવે,
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.

એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.


*

છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો ! ગાંડો !’ કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખ માંડીને બેઠો રહે છે. 

ત્યાં તો “ક. . . ૨ . . . ૨ . . .ર . . .૨ . . . !” એ પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.

“આવ ! આવ ! આવ !” એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડાળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી, જોતજોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને ​પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો. 

સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઈઓનાં મોઢાં શ્યામ બન્યાં.

માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યા.

ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યાઃ 



ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણ ધણી.આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.



પંડ પર ઝાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,
(તેં) કપાળુંમાં કોલ, માતાને આલેલ માણશી !હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીનાં ખપ્પર ભરવાનો છૂપો કોલ દેવીને દીધો હતો !



ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,
તોરણ તરવારે, માંડવ વેસો માણસી ! તેં તલવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તલવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા !



નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,
કાંઉ સણીએ સરદાર, મરણ તાહળું માણસી !​ 

હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તલવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનામાનો શીદ મૂઓ, બાપ?



ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું માણસી !

તારે તો તે દિવસે મરવું ઘટતું હતું જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નર-નારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.



ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી !

તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખના પ્રહાર કરે છે. તારા સરખા શુરવીરના માંસ ભક્ષ કરવા એ સુંદરીઓનાં છંદ વળ્યાં છે.:


[માણસિયાના મૃત્યુગીત માટે જુઓ પરિશિષ્ટ ૧ ]

  1.  *પ૦-૬૦ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે:


ભાદર જેસી ભામની કમરહંસ જેસો કંથ;
હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કરે.

21
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૪
0.0
સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું. ​ મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું. સૌરાષ્ટ્ર કાર્યાલચ : અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
1

નિવેદન

17 October 2023
0
0
0

નિવેદન ત્રીજી આવૃત્તિ [ટૂંકાવીને] મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ

2

અણનમ માથાં

17 October 2023
0
0
0

અણનમ માથાં આસંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા

3

હોથલ

17 October 2023
0
0
0

હોથલ [પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં એની કંઈક સબળ રેખાઓ

4

વરજાંગ ધાધલ

18 October 2023
0
0
0

વરજાંગ ધાધલ  અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી

5

ઓળીપો

18 October 2023
0
0
0

ઓળીપો  પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પો

6

દસ્તાવેજ

18 October 2023
0
0
0

દસ્તાવેજ ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી

7

સંઘજી કાવેઠિયો

18 October 2023
0
0
0

સંઘજી કાવેઠિયો “આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”  “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ

8

સેનાપતિ

18 October 2023
0
0
0

સેનાપતિ તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્

9

દૂધ-ચોખા

18 October 2023
0
0
0

દૂધ-ચોખા [પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર (જુઓ ‘રસધાર’ ભાગ ૧: ‘ભીમોરાની લડાઈ’) રાજ કરે અને મેવાસે શાદુળ ખાચર તથા ભોજ

10

સૂરજ-ચંદ્રની સાખે

18 October 2023
0
0
0

સૂરજ-ચંદ્રની સાખે [રા’ દેસળ ત્રીજાના સમયમાં] રા’ દેસળના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠી ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોય

11

મરશિયાની મોજ

18 October 2023
0
0
0

મરશિયાની મોજ નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ ! કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરત

12

તેગે અને દેગે

18 October 2023
0
0
0

તેગે અને દેગે જમનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?” “દ્વારકાનું રાજ અપાવું.”  રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળ

13

દુશ્મનોની ખાનદાની.

18 October 2023
0
0
0

દુશ્મનોની ખાનદાની. “મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ

14

ભાગીરથી

19 October 2023
0
0
0

ભાગીરથી [બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટનાં પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું.

15

વાલેરા વાળો

19 October 2023
0
0
0

વાલેરા વાળો જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કુણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

16

ચોટલાવાળી

19 October 2023
0
0
0

ચોટલાવાળી વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરા

17

વોળાવિયા

19 October 2023
0
0
0

વોળાવિયા બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી : ભગા દોશી નાહવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં

18

ખેાળામાં ખાંભી

19 October 2023
0
0
0

ખેાળામાં ખાંભી રાંડીરાંડ રજપૂતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ !” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બ

19

માણસિયો વાળો

19 October 2023
0
0
0

માણસિયો વાળો સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા

20

પરિશિષ્ટ ૧

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૧ માણસિયાનું મૃત્યુગીત [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયા

21

પરિશિષ્ટ ૨

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૨ 'અણનમ માથાં'નું કથાગીત[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય] ચૌદ સવંત પાંસઠ સરસ, પ્રસધ વખાણે પાત્ર, અણદન વીસળ અવતર્યો, ચારણ વ્રણ ક

---

એક પુસ્તક વાંચો