shabd-logo

મરશિયાની મોજ

18 October 2023

30 જોયું 30

મરશિયાની મોજ

નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ !

કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઇલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય. |

“નાગાજણ ! નાગાજણ ! તું ભાગ્યશાળી છે, હો ! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.”

નાગાજણને વિચાર ઊપડ્યો: “સાચી વાત. હું મરીશ તેદી મારા મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એ હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?”

“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરૂ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”

ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘુંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી. ​

ચડિયું ચાક બંબાળ, દૃશ્યું દાત્રાણાના ધણી,
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.

હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણું, હે ચારણોના પાડા(કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.

ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,
૨મતિયાળ રમે, દીપક ફો દાત્રાણા ધણી.

હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.

સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા !

સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર તો જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ જ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.

ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણ-ધણી!
શઢ સાબદો કરે, નાગાજણ, હંકાર્યું નહિ,
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.

 હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરીને માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — જ ચાલ્યો ગયો અને વહાણ શણુગારેલું જ રહી ગયું.

સૂતો સોડ્ય કરે, બેલાવ્યો બોલે નહિ,
હોંકારો નવ દે, નાગાજણ, નીંભર થિયો.

હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારા સાદનો હોંકારોયે નથી દેતો ! હે નાગાજણ, તું કેમ નઠોર થયો ?

મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા !

હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું ​

કરું? દેહનાં ભાડાં તો આત્મરૂપી ભાતને દેવાં જ પડે છે.

ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,
આધો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા !

હે વહાલા નાગાજણ, તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણુ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?

આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠે વધુ ને વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.

“લે, હવે બસ કર, બસ કર, તારી વાલપનાં પારખાં થઈ ગયાં.”

ચારણી ચોંકી. આ શું? મડું મસાણેથી પાછું આવ્યું?

“ચારણ ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત ?"

“માનવી. રૂંવાડુંયે ફર્યું નથી.”

“ચારણ, એરુ નથી આભડ્યો?”

“ના, એ તો મરશિયા માણવાની મોજ.”

“માણી લીધી ?”

“પેટ ભરી ભરીને.”

ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યું : “કેમ આમ?”

“ચાલ્યો જા, ગઢવી ! તુને મૂવો વાંછ્યો. તારું નામ દઈને હું તુંને રોઈ. હવે તું મારે મન મડું જ છે. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.”

“આ શું, ચારણી ?”

"ચારણીની ઠેકડી !"

લોકવાણી ભાખે છે કે એ અબોલા અને એ અજોણાં જીવતરભર ટક્યાં હતાં.

21
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૪
0.0
સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું. ​ મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું. સૌરાષ્ટ્ર કાર્યાલચ : અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
1

નિવેદન

17 October 2023
0
0
0

નિવેદન ત્રીજી આવૃત્તિ [ટૂંકાવીને] મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ

2

અણનમ માથાં

17 October 2023
0
0
0

અણનમ માથાં આસંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા

3

હોથલ

17 October 2023
0
0
0

હોથલ [પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં એની કંઈક સબળ રેખાઓ

4

વરજાંગ ધાધલ

18 October 2023
0
0
0

વરજાંગ ધાધલ  અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી

5

ઓળીપો

18 October 2023
0
0
0

ઓળીપો  પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પો

6

દસ્તાવેજ

18 October 2023
0
0
0

દસ્તાવેજ ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી

7

સંઘજી કાવેઠિયો

18 October 2023
0
0
0

સંઘજી કાવેઠિયો “આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”  “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ

8

સેનાપતિ

18 October 2023
0
0
0

સેનાપતિ તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્

9

દૂધ-ચોખા

18 October 2023
0
0
0

દૂધ-ચોખા [પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર (જુઓ ‘રસધાર’ ભાગ ૧: ‘ભીમોરાની લડાઈ’) રાજ કરે અને મેવાસે શાદુળ ખાચર તથા ભોજ

10

સૂરજ-ચંદ્રની સાખે

18 October 2023
0
0
0

સૂરજ-ચંદ્રની સાખે [રા’ દેસળ ત્રીજાના સમયમાં] રા’ દેસળના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠી ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોય

11

મરશિયાની મોજ

18 October 2023
0
0
0

મરશિયાની મોજ નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ ! કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરત

12

તેગે અને દેગે

18 October 2023
0
0
0

તેગે અને દેગે જમનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?” “દ્વારકાનું રાજ અપાવું.”  રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળ

13

દુશ્મનોની ખાનદાની.

18 October 2023
0
0
0

દુશ્મનોની ખાનદાની. “મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ

14

ભાગીરથી

19 October 2023
0
0
0

ભાગીરથી [બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટનાં પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું.

15

વાલેરા વાળો

19 October 2023
0
0
0

વાલેરા વાળો જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કુણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

16

ચોટલાવાળી

19 October 2023
0
0
0

ચોટલાવાળી વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરા

17

વોળાવિયા

19 October 2023
0
0
0

વોળાવિયા બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી : ભગા દોશી નાહવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં

18

ખેાળામાં ખાંભી

19 October 2023
0
0
0

ખેાળામાં ખાંભી રાંડીરાંડ રજપૂતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ !” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બ

19

માણસિયો વાળો

19 October 2023
0
0
0

માણસિયો વાળો સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા

20

પરિશિષ્ટ ૧

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૧ માણસિયાનું મૃત્યુગીત [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયા

21

પરિશિષ્ટ ૨

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૨ 'અણનમ માથાં'નું કથાગીત[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય] ચૌદ સવંત પાંસઠ સરસ, પ્રસધ વખાણે પાત્ર, અણદન વીસળ અવતર્યો, ચારણ વ્રણ ક

---

એક પુસ્તક વાંચો