shabd-logo

આપણાં બાળકોને ખાતર

5 July 2023

4 જોયું 4


આપણાં બાળકોને ખાતર

⁠આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ?

⁠આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ?

⁠આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ. આપણે તેને પહેરાવીએ ઓઢાડીએ છીએ. આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ. આપણે તેને માટે પૈસા એકઠા કરીએ છીએ. છતાં શા માટે આવો પશ્ન પૂછવાનું બને છે ?

⁠પણ આ પ્રશ્નને જરા ગંભીરતાથી વિચારીએ.

⁠આપણે તેની ખાતર આટલું તો કરવું જ જોઈએ. તેને કઢંગાં કપડાં ને બેડોળ ઘરેણાંથી ન શણગારીએ; તેને સ્વચ્છ તો રાખીએ જ.

⁠તેને ખરાબ પુસ્તકો અને ખરાબ સહવાસમાંથી બચાવીએ. તેને પ્રાણઘાતક શાળામાંથી ઉઠાડી જ લઈએ. આપણે તેને કદી પણ શિક્ષા ન જ કરીએ.


⁠શું બાળકો ખાતર આપણે આટલું પણ નહિ કરીએ ?

⁠ક્લબમાં જવાનું છોડી દઈને એને બાગમાં ફરવા નહિ લઈ જઈએ ?

⁠મિત્રોને મળવાહળવાનું માંડી વાળી બાળકને સંગ્રહાલયો અને બજાર જોવા નહિ લઈ જઈએ ?

⁠છાપું વાંચવાનું જરા મોકૂફ રાખી તેમની કાલીઘેલી વાતો નહિ સાંભળીએ ?

⁠એક ઘડીક વાર પણ ધંધાના વિચારો અને અભ્યાસનાં પોથાંને કોરે મૂકી એને મીઠી મીઠી વાતો કહીને નહિ ઊંઘાડીએ ?

⁠શું એમની ખાતર આપણા પોકળ તરંગો અને આરામપ્રિયતાને જરા રજા આપી એમને નાનાં નાનાં ગીતો નહિ સંભળાવીએ ?

⁠બાળકો આપણને વહાલાં હોય તો આટલું આપણાથી ન જ થાય :

⁠આપણાથી એને ટોકાય નહિ. આપણાથી એનું અપમાન થાય નહિ. આપણાથી ભોજન સમયે તો એના પર ગુસ્સે થવાય જ નહિ. સૂતી વખતે આપણાથી કોઈ કારણસર એને ન જ રડાવાય.

⁠જમતી વખતે બાળકના આનંદનો વિચાર કરીએ. સૂતી વખતે બાળકનાં સુખી સ્વપ્નોના ખ્યાલ કરીએ. ખાવા દ્યોને બાળકને જે શીજે તે – એને જે રુચે તે ! રમવા દ્યોને બાળકને જ્યાં સુધી તે રમે ત્યાં સુધી !

⁠આ ખા, પેલું બા, એમ કહેવામાં શું હાંસલ છે ? ટાપલી મારીને સુવારી દેવામાં કાંઈ કમાણી છે ખરી ?


⁠તમે વિલાસ માટે પાપી જાગરણ કરો છો તેની કિંમત કે બાળકના નિર્દોષ આનંદ માટે પવિત્ર જાગરણ કરો તેની કિંમત ?

⁠બાળાગોળી આપીને એને શું કામ સુવરાવો છો ? તમારા આનંદમાં આડે આવે છે તે માટે ?

⁠આરામ અને વિલાસ માણવા હતા તો બાળક મેળવવા તમને કોણે કહ્યું હતું ? કે બાળક એ તો એક અકસ્માત જ છે ?

⁠કેટલાંયે માબાપોને બાળક રાત્રે રમવા ઊઠે એ નથી ગમતું.

⁠કેમ ? જાણે ભારે ઉજાગરો થતો હોય ! નાટક, સિનેમા, સોગઠાંબાજી, શેતરંજ કે ગંજીપાનાં પાનાંમાં થતા ઉજાગરાનો હિસાબ કોને પૂછવો ?

⁠પણ ક્યાં છે કોઈને ખબર કે બાળક તો અનંતમાં રાચે છે ?

⁠રાત્રિ અને દિવસ, સવાર બપોર કે સાંજ, એના આનંદ માટે સરખાં જ છે !

⁠આપણે બાળક મટી ગયાં તે દિવસથી આપણામાં રાત્રિનું ઘોર અંધારું આવી ગયું.

⁠બાળકને તો ઘોર અંધારી રાત્રે પણ અજવાળાં ઊગે; જ્યારે અજ્ઞાન પાપી હૃદયમાં દિવસના અજવાળે પણ ઘોર અંધારાં હોય !

⁠નિર્દોષ હૃદય જ અંધારામાં પ્રકાશ ભાળે. બાળકો ખાતર આટલાં વાનાં આપણે હરગિજ ન કરીએ:

⁠આપણે પાડોશી સાથે વઢીએ નહિ. હલકા પાડોશથી દૂર નાસીએ. આપણા હલકા મિત્રોનો ત્યાગ કરીએ. દુષ્ટ ભાઈબહેનો કે અન્ય સંબંધીઓને સલામ કરીએ.

⁠ઘરમાંથી દુર્ગુણો દૂર કરવા માટે જંગ માંડતાં જરાય ન ડરીએ !


⁠પોતાના દોષોને કાઢવા હઠયોગ આદરીએ; અને કદાચ બાળકને નુકસાન થતું હોય તો તેની માતાના ત્યાગને પણ આપણે અધર્મ્ય ન ગણીએ. બાળકને માટે ઘરમાં સ્વર્ગ રચવા કઠણમાં કઠણ આત્મભોગ આપતાંયે ન અચકાઈએ !

⁠બાળક આપણને પ્રિય હોય તો તેને બગાડીએ તો નહિ જ. ચાકર રાખી તેને ન બગાડીએ; વિલાયતી રમકડાંની મોહિનીથી તેને ન બગાડીએ; પહેલેથી જ હિંસાનો પાઠ ભણાવી તેને પશુ ન બનાવીએ.

⁠શું આપણે આપણાં બાળકોને મુક્ત નથી કરવાં ? — માન્યતાઓની બેડીમાંથી; આપણા એકમાર્ગી આદર્શોમાંથી; આપણને જ ગમતી કેળવણીની હોડમાંથી; આપણે ખુશીથી ગળામાં ઓળવેલી રૂઢિની જંજીરમાંથી; શિષ્ટાચારની જડતામાંથી; પારતંત્ર્યની પરાધીનતામાંથી.

સમાજની જોહુકમીભરી ગુલામીમાંથી આપણે એક વાર ગુલામ મટીએ ને બાળકને ગુલામીમાંથી મુક્ત કરીએ. જાણો છો ને કે ગુલામનું બાળક તો ગુલામ જ હોય ?

⁠ત્યારે આપણે બાળકો ખાતર શું કરીએ ?

⁠આજનું બાળક તે આવતી કાલની ગૃહિણી; આજનું બાળક તે આવતી કાલનો શહેરી.

⁠એને માટે આપણે શું કરીએ ?

⁠આજે જે આપણી પાસેથી શીખશે તે જ આવતી કાલે તે આચરશે.

⁠આજે જે આપણે નહિ કરીએ તે ભવિષ્યમાં એનાથી કદીય નહિ બનવાનું.


⁠આજે જે આપણે તજી દેશું તેને ત્યાગતાં તે જરૂર શીખશે.

⁠ત્યારે આપણે બાળક માટે શું કરશું ?

⁠બાળક ભાવિ પ્રજા છે; ભાવિ પ્રજાનું બીજ બાળકમાં છે. જેવું બાળક તેવી ભાવિ પ્રજા.

⁠કહો જોઈએ, હવે આવા બાળક માટે આપણે શું કરવું જોઈએ ?

⁠બાળક ભાવિ કુળનો દીપક છે.

⁠બાળક ભાવિ પેઢીનો પ્રકાશ છે.

⁠બાળક ભાવિ પ્રજાનો પયગમ્બર છે.

⁠આવા બાળક માટે આપણે શું કરીએ ?

⁠બાળક તો પ્રભુજીએ આપણને જીવન પ્રત્યે પ્રકાશ પાડવા આપેલ છે.

⁠બાળકો તો આપણને નવું જીવન જીવવા આપેલાં છે.

⁠બાળકો તો પ્રભુજીએ આપણને નવું ચેતન જગાડવા આપેલાં છે.

⁠બાળકો તો આપણને પ્રભુજીએ કલ્યાણને પગથિયે ચડવા આપેલાં છે.

⁠પ્રભુજીએ પોતે આપેલાં બાળકો ખાતર આપણે શું શું કરવું ઘટે ?

⁠બાળક્નાં સાચાં માબાપ થવા માટે આપણે યોગ્ય થવું જોઈએ.

⁠બાળકોનું સુખ શામાં છે તે આપણે વિચારીએ. આપણે આટલું તો જરૂર સમજીએ :

⁠બાળકનું સુખ તેને જાતે જ ખાવાપીવા દેવામાં છે; કોઈ તેને ખવરાવે તેમાં નહિ જ.


⁠બાળકનું સુખ તેને જાતે નહાવા દેવામાં છે; કોઈ તેને નવરાવે તેમાં નહિ.

⁠બાળકનું સુખ તેને પોતાની મેળે જ ચાલવા દેવામાં છે; કોઈ તેને તેડે તેમાં નહિ.

⁠બાળકનું સુખ તેને જાતે ખેલવા દેવામાં છે; કોઈ તેને રમાડે–ખેલાવે તેમાં નહિ.

⁠બાળકનું સુખ તેને જાતે ગાવા દેવામાં છે; કોઈ તેની પાસે ગાઈ બતાવે કે ગવરાવે તેમાં નહિ.

⁠બાળકનું ખરું સુખ બધું બાળકને પોતાને કરવા દેવામાં છે; કોઈ તેના કુદરતી હક્કોને ધક્કો મારે તેમાં નહિ. 

10
લેખ
માબાપોને
0.0
આ નાનકડી ચોપડી આપને ખોળે મૂકતાં મને ઘણો આનંદ થાય છે. આ ચોપડીના લેખો જુદે જુદે વખતે આપને જ ઉદ્દેશીને લખેલા છે. એ લેખોમાં મેં આપની પાસે બાળકોની વકીલાત કરી છે. બાળકોનાં દુઃખો સંબંધે ફરિયાદ કરી છે. બાળકોનાં સુખો માટે માગણી કરી છે. બાળકોને સમજવાને માટે યાચના કરી છે. હું આશા રાખું છું કે આપ તે ધ્યાનમાં લેશો. ⁠બાળકોનો પક્ષ ખેંચતાં કોઈ વાર આપને શિખામણ દેવાઈ ગઈ હોય, વધારે પડતું કહેવાઈ ગયું હોય તો માઠું ન લગાડતાં. છેલ્લાં અઢાર વર્ષોમાં બાળકોની જે કંગાલ હાલત અને તેમના પ્રત્યેનું જે બેહૂદું વર્તન જોયું છે તેનું દુઃખ હું મારા હૃદયમાં છુપાવી શક્યો નથી, એટલે કોઈ કોઈ વાર આકરા શબ્દો લખાઈ ગયા છે, તો તે બદલ માફી માગું છું. ⁠બાળકો સંબંધ મારે એટલું બધું કહેવાનું છે કે કેટલાંયે પુસ્તકોમાં હું તે કહી ન શકું. આ તો મેં તેની શરૂઆત માત્ર કરી છે. બાળકો અને આપણા ભાગ્યે હું થોડા જ વખતમાં મારા બીજા અનુભવો આપની સેવામાં રજૂ કરીશ. ⁠‘બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો’ એ લેખ અંગ્રેજી ઉપરથી છે. તે ઉપાયો સમજણપૂર્વક અજમાવી જોવા જેવા છે.
1

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ?

5 July 2023
2
0
0

લગ્નજીવનની ધન્યતા ક્યારે સમજાશે ? ⁠જેમ બીજમાં વૃક્ષ છે, તેનાં ફૂલો અને ફળો છે, તેમ જ બાળકમાં સંપૂર્ણ મનુષ્ય છે. ⁠યુવાવસ્થા એ બાલ્યાવસ્થાનો વિકાસ માત્ર છે. બાળક અવસ્થાનો મધ્યાહ્‌ન એટલે યુવાવસ્થા. મ

2

બાળક – મહિમા

5 July 2023
0
0
0

બાળક – મહિમા બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.બાળક માનવકુળનો વિશ્રામ છે.બાળક પ્રેમનો પયગમ્બર છે.બાળક માનવશાસ્ત્રનું મૂળ છે

3

આપણાં બાળકોને ખાતર

5 July 2023
0
0
0

આપણાં બાળકોને ખાતર ⁠આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ? ⁠આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ? ⁠આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ

4

બાળકનું ઘરમાં સ્થાન કયું ?

5 July 2023
0
0
0

બાળકનું ઘરમાં સ્થાન કયું ? ⁠રોજ રસોઈ કોને પૂછીને થાય છે ? ⁠બાળકને આ વસ્તુ ભાવશે કે નહિ, તેને આ પચશે કે નહિ, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે ? ⁠બાળકોને કંઈ ભાવે નહિ તો આપણે કહીએ કે તેને ખ

5

ઘરમાં બાળકે શું કરવું ?

5 July 2023
0
0
0

ઘરમાં બાળકે શું કરવું ? ⁠ઘણી વાર પૂછવામાં આવે છે કે “અમારું બાળક બાલમંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે; પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું ? ઘરમાં ચાલે તેવાં તેને લાયક

6

માબાપોએ શું કરવું ?

5 July 2023
0
0
0

માબાપોએ શું કરવું ? એક પત્ર ⁠બાલમંદિરમાં આપનાં બાળકોને દાખલ કરવાના આપના ઉત્સાહને હું પ્રેમપૂર્વક વધાવું છું. બીજી શાળાઓ કરતાં આ મંદિર આપને વધારે સારું લાગ્યું છે તે હું જાણું છું. આ શાળામાં લાંબ

7

માતાઓને

5 July 2023
0
0
0

માતાઓને : ૧ : ⁠જ્યારે અમારું બાલમંદિર શરૂ થયું ત્યારે આ બાલમંદિરમાં આવનારાં બાળકોને તેમનાં માબાપોએ કેમ રાખવા તથા તેમની સાથે કેવી જાતનું વર્તન રાખવું એ વિષે છાપેલ સૂચનાઓ તમને બધાંને મોકલવામાં આવે

8

શ્રીમંતોને

5 July 2023
0
0
0

શ્રીમંતોને ⁠હું આ લેખ ખાસ કરીને શ્રીમંતો માટે લખું છું. છતાં એનો અર્થ એવો નથી કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના માણસો આનો લાભ ન જ લઈ શકે. આ લેખ શ્રીમંતોને માટે એટલા માટે છે કે આમાં કરેલી સૂચનાઓનો મોટે ભ

9

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

5 July 2023
0
0
0

બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો ⁠સામાન્યતઃ કોઈ પણ આદર્શ વર્ગમાં કે શાળામાં જતાં સાધારણ બાળકો કામ કરે છે ત્યાં બાળકોની વ્યવસ્થા અથવા નિયંત્રણનો પ્રશ્ન ઊભો જ થતો નથી. જ્યારે શિક્ષકને બાળકો ઉપર પોલીસ

10

બાળકોની ગંદી રમતો

5 July 2023
0
0
0

બાળકોની ગંદી રમતો ⁠હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માબાપો તરફથી મને આ પ્રશ્ન પૂછવામાં આવે છે: “કોઈ કોઈ વાર અમારું બાળક ગંદી રમતો રમે છે, અને જ્યારે ટોકીએ છીએ કે મારીએ છીએ ત્યારે એ ઊલટું છાનુંમ

---

એક પુસ્તક વાંચો