shabd-logo

ભાઈબહેન

17 October 2023

3 જોયું 3

ભાઈબહેન


ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ કેડમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે.

કેટલાં વરસ પહેલાંની આ વાત હશે તે તો કેાણ જાણે ! કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી, સાથે એનાં બે છોકરાં હતાં. ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલાં બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાતું બાળક, ભેસનું પળી-બે- પળી દૂધ મળતું તે ઉપર નભ્યે આવતું હતું. ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબળી પડી હતી, અંગે કાળી લાયનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતાં. ડોકમાં શૂરાપૂરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે : તેમાંયે આ બાઈને તો સંસારનાં વસમાં વીતકેાએ વધુ ઉદાસ કરી મૂકી હતી.

બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ ​નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામે મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું :

“ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહિ ?”

“કેવાં છો તમે, બાઈ?”

“અમે ચારણ છયેં, બાપ !”

“ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી ?”

“બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. પંદર વરસ થયાં અમે એક-બીજાને મળ્યાં નથી. એાણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભર્યું : કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. બાપુ, પાણીયે મોંમાં નથી નાખ્યું. હશે, હવે ફકર નહિ. ભગવાને ભાઈ ભેળાં કરી દીધાં.”

પોતે ઘોડિયે સૂતી હતી તે દિવસે પોતાનાં માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો, માવતર પેટનાં છોરુને રઝળતાં મેલી પોતાનો બચાવ ગોતતાં ભમતાં હતાં, માયા-મમતાની અણછૂટ ગાંઠ્યો પણ છુટી પડતી - એવા કાળા દુકાળને ટાણે ચારણ્યના માબાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો-પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખાં પડ્યાં તે દિવસ કહીને ગયેલો કે, 'બોન ! વપત પડે તે દિવસે હાલી આવજે !' આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે. ​ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભરી આવ્યું. એ બોલી ઊઠ્યો : “અરે બેન, રેશમિયો તો પાછો થયો !”

પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું.

“રેશમિયો પાછો થયો ?” બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું.

“ હા, બાઈ, પાછો થયો – આઠ દિવસ થયા.”

“ભાઈ પાછો થયો ? ના, ના, થાય નહિ.” બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. 'હેં, પાછો થયો ?' 'પાછો થયો ?' 'થાય કાંઈ?' એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે, 'વીર મારો પાછો થયો ?'

ઘોડેસવારને થર થર કંપ વછૂટ્યો. ઘણુંય મન થયું કે નાસી છૂટું; પણ ઘોડાની લગામ હલાવી-ચલાવીયે ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ઉપાડ્યા:


ભલકિયું ભેડા, કણાસયું કાળજ માંય,
રગું રેશમિયા, (મારીયું ) વીધીયું વાગડના ધણી !

હે ભેડા, તેં તો મારા કાળજામાં ભાલાં ભોંકયાં હે વાગડિયા શાખાના આયર, મારી નસો તેં વીંધી નાખી.


ઘોડો મૂવો ધર ગિયાં, મેલ્યાં મેવલીએ,
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.ઘોડા જેવો મારો ઘણી મર્યો. મારાં ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળાવ્યાં. રખડી રખડીને હેરાન થઈ ગયાં. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમિયે પણ રોળી દીધાં. ​


કૈંક કઢારા, કાઢિયા, ( હવે ) છોરું બાંન પિયાં,
રેશમિયો ભેડો જાતે, માથે દાણિંગર રિયાં,

મારે માથે કરજ હતું, તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે.


ભેડો અમણો ભા, (જાણ્યો) વાંઢિયા,ને વરતાવશે,
(ત્યાં તો) વાટે વિસામા, રોળ્યા રેશમિયા !

આશા હતી કે, રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે; ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામા, તેં અમારા જીવન-પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યાં.


ભેડા ભાંગી ડાળ, જેને આધારે ઊભતા,
કરમે કોરો કાળ, રોળ્યાં રેશમિયા !

હે ભેડા, જેને આધારે અમે ઊભાં હતાં તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો.


(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું [૧] તણાં,
(એના) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં રેશમિયા !

આ જાતજાતની રૂપાળી ગાયોનાં ધણ રેઢાં ચાલ્યાં જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે.

જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું, છાતી સુધી જ્યારે


  1.  * નીરડી, ખેરડી, ઝરિયું, કાબરી, ગોરી, ધોળી — એ બધી ગાયોનીજાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને 'નીરડી' કહેવાય.​પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઊઠ્યો !

"એ બહેન, ખમૈયા કરી જાઃ હું જ તારો ભાઈ - હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું. હવે દયા કરી જા."

ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ-રોમમાં જાગી ઊઠેલું સત હવે શમે નહિ. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી :


ભેડા ભેળાતે, વીણેલ વણુંને વાળીએ,
( પણ ) સાંઠી સુકાતે, રસ ન રિયો રેશમિયા !

હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધુ હોય, તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે. પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય. ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે, હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું, કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય.


ભેડાને ભોંય લેતે, દૃશ્યું ચારે ડૂલિયું,
સો ગાઉએ સગા, પંથ બધો માથે પડ્યો.

રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો – જમીન પર સુવાડ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.


આંખે અમરત હોય, ( તો ) જાતાંને જિવાડીએ,
( હવે ) ઝ૨વા માંડ્યું ઝેર, રસ ગ્યો રેશમિયા !

હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો તો મરતાને એક વાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારાં નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું, હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો. ​ભરદરિયે કોઈ વાણ, ભેડાનું ભાંગી ગયુ,પંડ થાતે પાખાણ, રસ ગ્યો રેશમિયા !હે રેશમિયા ભાઈ, તુજ સમું વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડયું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું, હવે મારા અંતરમાં રસ ન રહ્યા.ટોળામાંથી તારવ્યે ( જેમ ) ઢાઢું દિયે ઢોર,(તેમ ) કાપી કાળજ-કોર, ભેડા ભાંભરતાં રિયાં.હે ભાઈ ભેડા, જેમ કેાઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતાં એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંયે તું વિહોણી થતાં પોકારું છું. તેં મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી.

આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરાં સાથે પથ્થરની પૂતળી બની ગઈ ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી.

24
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ૩
0.0
"આ આવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે. સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે. ઝવેરચંદ મેઘાણી.રાણપુર : ૮-૭-૪૧
1

દિલાવર સંસ્કાર

15 October 2023
0
0
0

દિલાવર સંસ્કાર [પ્રવેશક] ભાતીગળ ફાલબગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડી

2

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023
0
0
0

ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર

3

કલોજી લૂણસરિયો

15 October 2023
0
0
0

કલોજી લૂણસરિયો ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા

4

વેર

15 October 2023
0
0
0

વેર કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સ

5

પાદપૂર્તિ

15 October 2023
1
0
0

પાદપૂર્તિ કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને

6

હજાર વર્ષ પૂર્વે

15 October 2023
0
0
0

હજાર વર્ષ પૂર્વે એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લો

7

ઘોડાંની પરીક્ષા

15 October 2023
0
0
0

ઘોડાંની પરીક્ષા ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની ત

8

કાઠિયાણીની કટારી

15 October 2023
0
0
0

કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ન

9

આલેક કરપડો

15 October 2023
1
0
0

આલેક કરપડો ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. “જસા ગીડા !” વીકા ગીડાએ કહ્ય

10

દુશ્મન

16 October 2023
0
0
0

દુશ્મન મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની

11

રાઠોડ ધાધલ

16 October 2023
0
0
0

રાઠોડ ધાધલ સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કં

12

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

13

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

14

મહેમાની

16 October 2023
0
0
0

મહેમાની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધા

15

ધણીની નિંદા !

16 October 2023
0
0
0

ધણીની નિંદા ! ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડના

16

હનુભાઈ

16 October 2023
0
0
0

હનુભાઈ લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધા

17

ભાઈ!

16 October 2023
0
0
0

ભાઈ! ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી.

18

કાનિયો ઝાંપડો

16 October 2023
0
0
0

કાનિયો ઝાંપડો મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદા

19

ચમારને બોલે

16 October 2023
0
0
0

ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. એારડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને

20

ઝૂમણાની ચોરી

17 October 2023
1
0
0

ઝૂમણાની ચોરી પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને

21

અભો સોરઠિયો

17 October 2023
0
0
0

અભો સોરઠિયો સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકો

22

મેર જેતમાલ

17 October 2023
0
0
0

મેર જેતમાલ લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠકઆજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવ

23

ભાઈબહેન

17 October 2023
0
0
0

ભાઈબહેન ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ ક

24

પિંજરાનાં પંખી

17 October 2023
0
0
0

પિંજરાનાં પંખી સં.૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી

---

એક પુસ્તક વાંચો