shabd-logo

ઝૂમણાની ચોરી

17 October 2023

2 જોયું 2

ઝૂમણાની ચોરી

ચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું, એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસૂંબાની કેફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા.

પણ એારડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દેવી, એવી એવી મૂંઝવણો દિવસરાત આઈને ઘેરી લેતી. એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાઈ ઘેાડાં ખૂંદી રહ્યા હતા. વહુ મોટાં થયાં હતાં. પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિઘ્ન હતું.

“કાઠી !” આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા. “કાઠી, આમ કાંઈ આબરૂ રે'શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?”

“ત્યારે હું શું કરું ?”

“બીજું શું ? ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યાં છે, તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું વેણ ​નાખો ! આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે ધોઈને પાછા દેશું."

આપા કાળાને ગળે ઘૂંટડો ઊતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે, “વંડે પહોચું. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘરે માયા ઠાલવી છે. લાવ્ય, ત્યાં જ જાવા દે.”

વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને આપા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. આપા કાળાને આવે વખતે એ ટેકો આપેય ખરો. પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામતરે ગયેલા.

ઘરમાં આયરાણી હતાં. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળુ કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી : “બાપ! બેન ! લાખાને વિવા કરવાની ઉતાવળ છે. રૂપિયા હજાર સારુ થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આંહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે.”

રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું : “આયર તો લાંબે ગામતરે ગયા છે.”

“હશે, બાપ, જેવાં મારાં તકદીર. સવારે તો હું વહેલા ઊઠીને ચડી નીકળીશ.”

રાતે બાઈએ વાળંદને કહ્યું : “આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે, અને મારો એાછાડ કાઢી લઈને નવો આછાડ પાથરજે.”

વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે, ત્યાં ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીએાનો નિયમ છે કે ઊંઘતી વખત ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે. બાઈ એ ​આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરતચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી, ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો, જઈને બાયડીને કહ્યું : “આ લે, આ સંતાડી દે.”

“આ ક્યાંથી લાવ્યા ? આ તો માનું ઝૂમણું !” બાઈ ચેાંકી ઊઠી.

“ચૂપ રે, રાંડ ! તારે એની શી પંચાત ! ઝટ સંતાડી દે.”

“અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો ઝરે."

હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું, અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો.

ભળકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈ આઠ સાંતીમાંથી ચાર સાંતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાનાં લગ્ન કર્યાં.૨.

આંહીં, વંડાના દરબારમાં શું બન્યું ? કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું ન મળે. વાળંદને બોલાવ્યો; પૂછ્યું : “એલા, ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ?”

હજામ કહે : “માડી, મને ખબર નથી.”

બાઈ સંભારવા લાગ્યાં : “તઈં કોણે લીધું હશે ?” ​વાળંદ બોલ્યો : “હેં મા, આપો કાળો ખુમાણ તો નહિ લઈ ગયા હોય ને ?”

“ઈ શું કામ લ્યે ?”

“રાતે વાત કરતા'તા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી.”

”હા, વાત ખરી, પણ કાંઈ છાનામાના લઈ જાય ?”

”એમાં શું, માડી ? મારા બાપુ ને એને ભાઈબંધી ખરી ને ! પૂછીને લેતાં શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરી ને ! એટલે બહુ વિચાર નયે કર્યો હોય !”

“હા, વાત તો ખરી લાગે છે.” બાઈને ગળે ઘૂંટડે. ઊતરી ગયો !

થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમણાની વાત એને પણ ગળે ઊતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા એક હજારનું ઝૂમણું ! કળવળથી કઢાવી લેવું જેઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો.

ધામધૂમથી દીકરાનાં લગ્ન પતાવીને, જાણે નવ ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા. દીકરાનાં વહુ કોઈ સારા કુળમાંથી આવેલાં એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠુંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતાં અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. ચાર સાંતીની જમીન ચાલી ગઈ તેનો કાંઈયે અફસોસ નથી રહ્યો – દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે, તેની જાણે જીવતી મૂર્તિ ! ​ ખેપિયે ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું : “ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો, તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો. અને જો ખરચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો.”

ભરનીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે, તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચકર ચકર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો, ઘૂંટડો ગળતાં આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો – લખ્યું : “હા, ઝૂમણું લાવ્યો છું, ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું.”

બાકીની જે ચાર સાંતીની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા. નવું સોળવલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતાં એને વિચાર આવે છે કે, “આ ઝૂમણું અમારું નહિ, એમ કહેશે તો ! ઝૂમણા ઉપરવટ કાંઈ રકમ માગશે તો ? તો આ ઘોડી આપીશ. અને એટલેથી પણ નહિ માને તો ? એથીય એના ઝૂમણાની વધારે કિંમત માગશે તો ? મરીશ !” પડખામાં તલવાર તૈયાર હતી.

ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઊઠીને હાથ લંબાવ્યા : “એાહોહો ! આવો, આવો, કાળા ખુમાણ ! પધારો.” એમ આવકાર દીધો, બેસાડ્યા.

ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી; બોલ્યા : “ભાઈ ! આ તમારું ઝૂમણું, ​સંભાળી લ્યો.”

"ઊભા રહો. ઊભા રહો. ડાયરાને કસૂંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે, આપા કાળા?”

કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે.

દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો.

ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો, તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડયા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની એક પછીતે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમકયા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી :

“કાં રાડ ? કે'તી'તી ને કે નહિ જરે ?”

"શું છે ?"

“ઝૂમણું ઘડાવીને લાવ્યો.”

"કોણ ?"

“તારો બાપ – કાળેા ખુમાણ.”

“અરરર ! પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું !”

પેશાબ કરતો કરતો ભૂવો આયર ઠરી ગયો. “હાય હાય! હાય હાય !” – એવા ઊના હાહાકાર, ધમણે ધમાતી આગના ભડકાની માફક, એના હૈયામાં ભડભડી ઊઠ્યા. માથાની ઝાળ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. એ પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો, ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઊઠી આવી. વાળંદે ચીસ પાડી : "એ અન્નદાતા ! તમારી ગૌ !” ​“કાઢ્ય, ઝૂમણું કાઢ્ય, નીકર કટકા કરી નાખું છું.”

આગોણમાંની ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો; અંદરથી ઝૂમણું કાઢ્યું. એ જ ઝૂમણું ! ખૂબ કાળું પડી ગયેલું હતું. ફાળિયામાં વીંટી બગલમાં દાબી, ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસૂંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું : “ જા ઓરડે, ઓલ્યું જોડ્યવાળું ઝૂમણું લઈ આવ્ય.”

કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ઝૂમણું ગઢમાંથી આવ્યું, સામે મુકાણું. પછી મોં મલકાવીને ભૂવો આયર બોલ્યો : “આપા કાળા, લ્યો કાઢો એાલ્યું, તમે લઈ ગ્યા'તા ઈ ઝૂમણું.”

કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના એકબે ભાઈઓ બોલી ઊઠ્યા : “ કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રૂજો છો ?”

ભૂવો આયર બોલ્યો : “હા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે ! હમણાં કસૂંબો પાઈએ.”

કાળા ખુમાણની આંખે અંધારાં આવ્યાં. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો : “ ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવાં બે ઝૂમણાં હતા. તેમાંથી એક આપો કાળા ઉપાડી ગયેલા.”

ચમકીને ડાયરાએ પૂછયું : “હે ! ક્યાંથી ?”

“ગાદલાના બેવડમાંથી. કેમ ખરું ને, આપા ?”

“અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે, હો !”

“અરર !” ડાયરામાં ચીસ ઊઠી.

“આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા, ને ઓલ્યું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા.” ​ "ભૂવા ભાઈ, આ મારી ઘોડી.” કાળા ખુમાણનો સ્વર તૂટી ગયેા.

ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું લીધું. ઉખેળીને અંદરથી ઝૂમણું કાઢયું. ત્રણે ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યાં; બેાલ્યો : “ લ્યો બા, હવે જોડ્ય મેળવો તો ?”

ડાયરો સજ્જડ થઈ ગયો : અખંડ જોડનાં બે ઝૂમણાં ને ત્રીજું નવીન ! શું થયું ?

આયરની આંખમાંથી આંસુની ધાર હાલી. હિમાલય રુએ ત્યારે એનાં નેત્રમાંથી ગંગા ને જમના વછૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો : “કાઠી, ધન્ય હોજો તારી માને ! અને મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો ! ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો'તો. મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત, તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને !”

પછી પોતે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : “ભાઈ ! નવું ઝૂમણું તો તમારું જ છે. અને આ બેમાંથી એક રૂમણું મારી બે'નને કાપડામાં : આ રૂપિયા એક હજાર ભાઈને વધાવાના : ના પાડે એને જોગમાયાના સાગંદ છે.”

આજ એ બેય જણાની ત્રીજી પેઢી ચાલે છે.

24
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ૩
0.0
"આ આવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે. સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે. ઝવેરચંદ મેઘાણી.રાણપુર : ૮-૭-૪૧
1

દિલાવર સંસ્કાર

15 October 2023
0
0
0

દિલાવર સંસ્કાર [પ્રવેશક] ભાતીગળ ફાલબગીચામાં રંગબેરંગી ફૂલો ખીલતાં હોય છે પણ કોઈ કોઈ ફૂલોની પાંખડીએ પાંખડીએ એકસામટા સાત સાત રંગોની ભાત પડેલી દીસે છે તેનું કારણ શું હશે ? પુષ્પોનાં વિધવિધ પુંકેસરો ઊડી

2

ઘોડી ને ઘોડેસવાર

15 October 2023
0
0
0

ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર

3

કલોજી લૂણસરિયો

15 October 2023
0
0
0

કલોજી લૂણસરિયો ગોંડળના કોઠા ઉપર 'ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !' એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને 'ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ઘૂમવા

4

વેર

15 October 2023
0
0
0

વેર કુંડલાના થડમાં અરઠીલા[૧] ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને કાંકચ ગામમાં વેસૂર ગેલવેા નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતેા. સાળા-બનેવીને હેતપ્રીત પણ રૂડી હતી. એક વાર સ

5

પાદપૂર્તિ

15 October 2023
1
0
0

પાદપૂર્તિ કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને

6

હજાર વર્ષ પૂર્વે

15 October 2023
0
0
0

હજાર વર્ષ પૂર્વે એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લો

7

ઘોડાંની પરીક્ષા

15 October 2023
0
0
0

ઘોડાંની પરીક્ષા ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની ત

8

કાઠિયાણીની કટારી

15 October 2023
0
0
0

કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ન

9

આલેક કરપડો

15 October 2023
1
0
0

આલેક કરપડો ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. “જસા ગીડા !” વીકા ગીડાએ કહ્ય

10

દુશ્મન

16 October 2023
0
0
0

દુશ્મન મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની

11

રાઠોડ ધાધલ

16 October 2023
0
0
0

રાઠોડ ધાધલ સોરઠમાં મેાટી મેાટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા'કુંભો એવા કં

12

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

13

આઈ !

16 October 2023
0
0
0

આઈ ! ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખે

14

મહેમાની

16 October 2023
0
0
0

મહેમાની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધા

15

ધણીની નિંદા !

16 October 2023
0
0
0

ધણીની નિંદા ! ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડના

16

હનુભાઈ

16 October 2023
0
0
0

હનુભાઈ લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. એવા ઘાટા એ શેરડીના થર સંધા

17

ભાઈ!

16 October 2023
0
0
0

ભાઈ! ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી.

18

કાનિયો ઝાંપડો

16 October 2023
0
0
0

કાનિયો ઝાંપડો મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો સાથે સુદા

19

ચમારને બોલે

16 October 2023
0
0
0

ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. એારડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને

20

ઝૂમણાની ચોરી

17 October 2023
1
0
0

ઝૂમણાની ચોરી પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને

21

અભો સોરઠિયો

17 October 2023
0
0
0

અભો સોરઠિયો સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકો

22

મેર જેતમાલ

17 October 2023
0
0
0

મેર જેતમાલ લખનાર : સ્વ. જગજીવનદાસ કા. પાઠકઆજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવ

23

ભાઈબહેન

17 October 2023
0
0
0

ભાઈબહેન ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ ક

24

પિંજરાનાં પંખી

17 October 2023
0
0
0

પિંજરાનાં પંખી સં.૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી

---

એક પુસ્તક વાંચો