shabd-logo

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023

5 જોયું 5

૧૦ : હું તો નિરાશથઈ

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️

⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી.

⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને સાજો કોક ફરકે. મ્હારૂં દવાખાનું પણ અપવાદરૂપ ન હતું, એટલે મ્હારે ત્ય્હાં યે નિરન્તર કુદરતના ગુનેહગારો દેખાતા.

⁠તેથી કુદરતના કોડીલા નિરખવાના મ્હને કોડ હતા.

⁠ઉકરડા ઉખેળનાર કો દેવમન્દિરે દર્શન કરવા જાય એ ભાવથી હું ભાષણ સાંભળવા ગઈ હતી.

⁠ભાષણકારની ખ્યાતિ રસદેવની હતી. લોક એને રસનો ફૂવારો કહેતા. માસિકોમાં એની છબિલી છબિઓ છપાતી; વાર્ષિકોમાં એની લયલામજનૂનની વાર્તાઓ આવતી; મેનકા લાલારૂખ મસ્તાની લેડી હેમિલ્ટનને નાયકા સ્થાપી એણે કાદંબરીઓ લખી હતી.

⁠નરનારના કુદરત રચ્યા આકર્ષણશાસ્ત્રનો એ આચાર્ય મનાતો. Sex relationsના Scienceને એ આવતી સદ્દીનું Science કહેતો.

⁠એના ભક્‍તો કહેતા'કે વીસમી સદ્દીમાં જાણે બાવીસમી સદ્દીનો એ મહાપુરુષ અવતર્યો હતો.

⁠એ કહેતો કે સ્ત્રીઓ સૌન્દર્યમૂર્તિઓ છે; ને લોકોત્તર રમણીયતાને સુન્દરીઓ ઝીલે છે એટલું પૌરુષમુદ્રાળા પુરુષો ઝીલતા નથી. તેથી સ્ત્રીમંડળોમાં વ્યાખ્યાનો કરવાનો એને પક્ષપાત હતો.

⁠એ રસિકવરને જોવાને ને સાંભળવાને હું તો સ્ત્રીમંડળમાં ગઈ હતી.

⁠વિષય ખરેખર! રસિક હતો : એક દેહની બે પાંખો ને ભાષણકર્તા રસિકવર હતા : ઇતિહાસઘડતા પ્રેમનાં નાટકવાર્તાઓના કર્તા, એ રસિકતા મ્હને આકર્ષી ગઈ હતી.

⁠પણ હું નિરાશ થઈને પાછી આવી.

⁠લોક હોય તેથી ડાહ્યા દેખાવા કેમ મથતા હશે ?

⁠સભાગૃહ જવાહીરોથી ઝળહળતું હતું. કાનબુટ્ટીના હીરાઓની જાણે નયનબુટ્ટીના હીરાઓ સ્પર્ધા કરતા. સાડીઓના રંગો તો જાણે સન્ધાકાળનાં સોનેરી વાદળાં. ચોળીમાંનું ઈન્દ્રધનુષ ત્ય્હાં એક જ ન હતું. મોરની ખોલેલી કલામાં માંડેલાં હોય છે એટએટલાં ઈન્દ્રધ્નુષ્યો ચોળીઓમાં રમતાં લીલીની લાંબી પાંદડીઓ ઢળતી હોય એવી કરપાંદડીઓ ઢળેલી હતી.

⁠અને ફૂલડાં વચ્ચે માળી જેવો એ રસમાળી સ્ત્રીમંડળમાં શોભતો.

⁠દાયકાઓ પૂર્વે એક વેળા પ્રિન્સ રણજિતને ક્રિકેટ ખેલતા જોવા હું ગઈ હતી. બંગલેથી જાણે પ્રિન્સ રણજિત દૃઢ નિશ્ચય કરીને જ આવ્યા હોય કે વીસ હજારની માનવમેદનીને આજ નિરાશ કરવી છે એમ બન્ને ય દાવમાં એમણે બ્રહ્માંડ ચીતર્યું. તે દહાડે થઇ હતી એવી આજે હું નિરાશ થઈને પાછી આવી.


⁠આજ જાણે એમને નવી કિર્તી કમાવી હોય એમ લાગ્યું.

⁠પ્રૌઢતાને પગલે એ પધાર્યા, પણ ગાંભીર્ય એમને શોભતું ન્હોતું. થનગનતો ઘોડો હાથીની ચાલે આજ ચાલતો હતો.

⁠નિત્યના ઉજળા એ આજ કાળા ભાસતા. નિત્યના હાસ્યરેખાળા એમની આજ રૂદ્રમુદ્રા હતી.

⁠એ અકસ્માત ન હતો, નિર્ણયની દૃઢતા હતી.

⁠રસિકવર આજ ડાહ્યાડમરા દીસતા.

⁠એ ઉઠ્યા. પ્રમુખના ટેબલ ઉપર જાને અક્ષર કોરેલા હોય ને એ વાંચી વાંચીને વ્યાખ્યાન ઉચ્ચરતા હોય એમ આંખ ટેબલ ઉપર જ ચોંટેલી હતી : જાણે આસપાસ નયનઅળખામણાં જ એકઠાં મળ્યાં ન હોય.

⁠સ્ત્રીસ્વભાવ જ-કોણ જાણે શાથી ?-પણ એવો છે કે નફ્‍ફટને નભાવી લે, લાજાળને નભાવી લેતો નથી.

⁠હું ને મ્હારી સહિયરો તો નિરાશ થયાં.

⁠અમે તો ધાર્યું હતું કે વાદળિને વિમાને બેસાડીને કિયા કિયા આસ્માનમાં ઘુમાવશે. અમે માન્યું હતું કે કેવી કેવી દિશાઓની કુંજો ઉઘાડીને અન્દરનું બતાવશે. પણ એમણે તો આજ પાંખ ભીડી દીધી હતી, ને કૂંચીઓ ઘેર મૂકીને આવ્યા હતા.

⁠પૃથ્વીથી પર એ ઉડતા જ નહિ.

⁠એમણે તો આજ ડહાપણનાં દફતર ખોલ્યાં હતાં. ⁠ભાષણ આરંભ્યું. દેશદેશના દરવાજા એ ઠોકી આવ્યા, સાગર ઓળંગ્યા, યુગયુગ ઘૂમી વળ્યા. કાશ્મીરની કુંજો દાખવી, શીરાઝના ગુલઝાર વર્ણવ્યા, દીલ્હીનાં રંગભુવનો ખડાં કીધાં. રસ પડે એવું એવું ઘણું રસિકવરે કહ્યું. પણ-પણ છેલ્લેવેલ્લે ધબડકો વાળ્યો.

⁠અમે માન્યું'તું કે કેવાંકે નન્દનવન હવે ઉપસંહારમાં ચીતરશે : કેવાકે પરીઓના મહેલ ઉભા કરશે ને માંહીના દેવદેવાંગનાઓના અલકાના ખેલ દેખાડશે.

⁠એમણે તો શાસ્ત્ર ઉઘાડ્યાં.

⁠રોજ ને રોજ મેડિકલ કોલેજમાં અમે ભણતાં એ જ એમના ભાષણનો ઉપસંહાર હતો.

⁠All women are physiologically the same. What men desire of their women friends is the joy of psychological pleasures.

⁠મ્હને થયું આ તે રસિકવર બોલે છે કે એનાટોમીના પ્રોફેસર ?

⁠હું તો તે દિવસે નિરાશ થઈને પાછી આવી. ને મ્હારા જેવી કંઈ કંઈ નિરાશ થઈને ગઈ હશે.

⁠અમે કેતલીક સહિઓયરો તો અમારા, સ્ત્રીમંડળમાં દરખાસ્ત લાવવાનાં છીએ કે આયન્દે ભાષણકર્તાની આમન્ત્રણ પત્રિકામાં એક ફૂટનોટ છપાવવી કે ' જેવા છો એવા દેખાવું હોય તો જ ભાષણ કરવા આવજો.'

⁠પુરુષો કેવી ગંભીર ભૂલ ખાય છે ? અમ જેવીઓને તે ડહાપણના દરિયા જોઈએ છીએ ? કે રસિકવર ?
 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો