shabd-logo

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023

2 જોયું 2

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️


⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો.

⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate Ladies' Tennis Tournament ની છેલ્લી રમત હતી; એટલે કોલેજીયનોનો જાણે મેળો ભરાયો હતો.

⁠‘હશે’ : મ્હારા મિત્રે કહ્યું. ‘અમારી કોલેજમાં તો ઉઘાડા માથાની બ્રહ્મચારિણીઓ સંગાથે ઉઘાડા માથાના બ્રહ્મચારીઓ હોડીઓ તરાવવા જાય છે. એમનામાંના કોકને પૂછી જોજે એમની વાતો.’

⁠‘ખરૂં કહું છું : પ્રમોદે તો ન પરણવાનું વ્રત લીધું છે.’

⁠‘ભણે એટલા બ્રહ્મચારી’ એ વ્યાખ્યા તે સાચી પાડતો હશે. આ જોને એના અંગનો અલસગમના સમો મરોડ, ને પંખીની પાંખ સમો નેણાંનો નાચ; ને—’

⁠‘તું નથી માનતો. હરતાં ને ફરતાં એ તો કહે છે કે કલાકાર કલાને જ પરણેલો છે.’


⁠અમારી કોલેજમાં પ્રમોદ કલાકાર ગણાતો. એ કહેતો કે કલાને શૉક હોય નહિ.

⁠પ્રમોદને કાંડે સોનાઓપનું ઘડિયાળ હતું, ને હાથમાં અલકાની સુંન્દરીને કર કમળ લટકતું એમ, એક વિદ્યાર્થિણીનું રેકેટ લટકતું. ફૂલછોડની ડાળખી ડોલે એવી છટાથી એ રેકેટ ડોલતું. એનો રૂમાલ કોટના કોલરને આચ્છાદાઇને ગળા ફરતો કેસરીની ધોળી કેસર જેવો ઉડતો.

⁠એની આંખમાં ચમક હતી, એના અંગમાં લાલિત્ય હતું. કોલેજમાં સહુ જાણતું કે જીવનભર ન પરણવાનું એણે વ્રત લીધું છે.

⁠અમારી કોલેજનો પ્રમોદ કલાકાર હતો. એનો કંઠ ઘેરો, પણ હલક મીઠી હતી. તાલબદ્ધ તે ગાતો ને સંગીતનો ઉસ્તાદ ગણાતો; એટલે કોલેજના ઉત્સવપ્રસંગોએ યુવતિઓને અભિનય શીખવવાનું એને સોંપાતું. કેટલાક છાની છાની વાતો કરતા કે ધુરન્ધરે એને Model તરીકે ન્હોતર્યો હતો: ‘સુન્દરી’ કે બાલગાન્ધર્વની-એકની એણે અભિનયની ભૂલ સુધારી હતી.

⁠પ્રમોદ જતો-આવતો ત્ય્હારે સહુ માગ આપતા ને જોઈ રહેતા. એના કેશકલાપની કલા નિત્ય નિત્ય અવનવી છાજતી. તાઝે બ તાઝે, નૌ બનૌ-એ હાફીઝની ગઝલ બેન્જોમાં રણકતાં શ્રોતાઓનાં પાય ને અંગ ડોલી ઉઠે છે એવી અખંડ ડોલનગતિએ એ ચાલતો.

⁠ટેનિસની રમતનો એ પારંગત નહોતો; પણ સર્વિસ વેળાનો એનો રૂઆબ આંજી નાંખે એવો હતો. ‘રિટર્ન ભૂલાય તો ભલે, પણ છટા ન ભૂલવી’ એ એનું ખેલનું સૂત્ર હતું.

⁠આજે ઇન્ટરકોલેજીયેટ ટૂર્નામેન્ટ હતું એટલે વિદ્યાર્થિણીઓને લઈને પ્રમોદ ટેનિસ કોર્ટ ઉપર જતો હતો. એના વિરોધીઓ કહેતા કે વિદ્યાર્થિણીઓ સંગાથે જવાથી સન્માન ને સારૂં સ્થાન પમાય; માટે એ યુવતિઓનો સંગાથ શોધતો.

⁠કોલેજનો નિયમ પાળીને નહિ, નિયમ ભંગ કરીને એ છાપ પાડતો. કોઈપણ નિયમભંગને એ કલાકારની સ્વતન્ત્રતા કહેતો, કોઈપણ નિયમપાલનને એ કલાકારની પરતન્ત્રતા કહી ઉપહાસતો.

⁠જ્ય્હાં જવાનો અધિકાર ન હોય ત્ય્હાં તે જાય ત્યહારે ત્‍હેને કળ વળતી. ખાનગીમાં પ્રોફેસરોની ખુશામત કરતો એટલે જાહેરમાંની એની કેટલીક ઉદ્ધતાઈ તેઓ નિભાવી લેતા.

⁠સોશિયલ ગેધરિંગમાં ગાંડાનો કે વિદૂષકનો ભાગ એ ભજવતો. ચિત્રકલા ઉપરના એના ભાષણે તો કમાલ કરી હતી; કારણ કે નાનાવિધનાં પચાસેક પાંદડાંઓ વીણી લાવી ત્‍હેમનું પ્રદર્શન કરીને એણે સિદ્ધ કીધું હતું કે કોલેજમાંની એક ચિત્રકારિણી સરજનહાર કરતાં યે મ્હોટી કલાધીશ્વરી હતી.

⁠કોલેજમાંના ઉગતા કવિઓનો પ્રમોદ Patron હતો. એમનાં વીણેલાં કાવ્યોનો સંગ્રહ ઉપોદ્‍ઘાત ને વિદ્વદ્‍ટીકા સાથે, છપાવવાની પ્રમોદ પ્રવૃત્તિમાં હતો.


⁠પ્રમોદ કહેતો કે સહુ વખાણે એને વખાણવામાં આપણી વ્યક્તિવિશેષતા શી ? પછી પ્રમોદની ગુણગાથાની ગઝલો ચકલાંનાં પીછાં જેવી કોલેજમાં ઉડતી થઈ.

⁠ક્રીકેટ રમતાં આવડે નહિ, છતાં ક્રીકેટના આચાર્ય હોય એવા ઘમંડીઓ તો દીઠા છે ને ? એમ વગર લખ્યે સાક્ષરત્વની છાપ એણે કોલેજમાં પાડી હતી.

⁠સિનેમાઓની બધી નટીઓની પડદા પાછળની વાતો એ જાણતો, ને કહેતો, ને સહુને કુતૂહલ જગાડતો.

⁠બેડબીંગ્ટન રમવામાં એ ઉસ્તાદ હતો. ત્રણ ત્રણ કલાક પીછાં ઉછાળતો; ને કહેતો કે ઉડતા પંખી ઉછાળવામાં પ્રભુને આનન્દ પડે છે એવો આનન્દ એને પડતો.

⁠પોતાને એ Rationalist કહેતો; ને હાલતાં ચાલતાં, ગમે તો પ્રભુને ઉપહાસવાને કે નિજ મહિમા વધારવાને, પ્રભુનાં દૃષ્ટાંતો આપતો.

⁠યુવકસંઘોમાં જાય ત્ય્હારે એ ખાદી પહેરતો, ને ટેનિસ કોર્ટ ઉપર હેટ પહેરતો. એનું સૂત્ર એમ સ્‍હમજાવતો કે Do in Rome as the Romans do.

⁠યુવકસંઘનો એને એક ઉપપ્રમુખ ચૂંટ્યો હતો, પણ એણે સાભાર એ પદવી નકારી હતી. વર્ણાન્તર લગ્નોની ચર્ચાપ્રસંગે પ્રમોદ ખૂબ ખીલ્યો હતો. ‘અમારી નાતના શેઠ સનાતનતાના સ્થંભ છે. એમને હું પૂછું છું કે વેશ્યાવાડે જાઓ છો ત્ય્હાં વર્ણાન્તર લગ્ન ત્‍હમે કરો છો ? કે સવર્ણ ?’ એ દલીલને પ્રમોદ હાસ્યરસનો ભંડાર માનતો, ને એને મિત્રમંડળમાં ફરી ફરી કહેવામાં પ્રમોદ પુનરૂક્તિદોષ નહોતો સ્‍હમજતો.

⁠પખવાડિયે એકાદ વાર પ્રમોદ વ્હાઈટવેમાં જતો; સસ્તી શોભાળી નવીન વસ્તુઓ ખરીદી લાવતો; કોઈક પ્રોફેસરોને આપતો ને કોઈક સ્ત્રીમિત્રોને આપતો.

⁠એ લગ્નને ધિક્કારતો ને મૈત્રીને માનતો.

⁠ટેનિસ કોર્ટ ઉપર આજ સ્ત્રીવિદ્યાર્થિણીઓની ટુર્નામેન્ટ હતી એટલે ભીડ ઝાઝી હતી. અમે બે મિત્રો ભીડમાં ગયા નહોતા, પણ આઘેથી ભીડને જોતા હતા ને કોલેજના કલાકારની વાતોમાં લીન હતા; કારણે કે કલા અને સૌન્દર્ય આજ કોલેજના વાતાવરણમાં ઉછળતાં ગટાપર્ચાના બોલ ને મોરપીંછ જેવાં સર્વવ્યાપી છે ને ?

⁠એવે ટેનિસ કોર્ટ ઉપરથી ગર્જના સંભળાઈ: હુર્‍રે; હિપ હિપ હુર્‍રે.

⁠વિદ્યાર્થીઓનું ટોળું વિખરાયું: જાણે યુદ્ધમાં કો કિલ્લો પડ્યો ને પથરા વિખેરાયા. ને દુર્ગમાંથી દુર્ગપાલ આવે એવો પ્રમોદ આવતો હતો.

⁠અમને દીઠા ને તે ઉભો.

⁠‘ફાઈવ-લવ કરીને થાકી જવાયું, એટલે પહેલા સેટમાં આપણી કોલેજ હારી. પરસેવાનાં ટીપાં તો જાણે મોતીનાં ઝૂમખાં ! પણ બીજા સેટમાં-બીજા સેટમાં એવો સંગ્રામ જામ્યો’તો ! Greek Girls at Game of Balls નામનું આલ્મા ટેડીમાનું ચિત્ર તો જોયું છે ને ? ફટાફટ, ફટાફટ-એમ ફાઈવ ઓલ થયા. પછી એઈટ ઓલ અને ડ્યૂસ. છૂટી ઉડતી અલકલટો તો જાણે ઉડતી પાંખિણીઓની કલગીઓ ! પછી બે પોઈન્ટે ત્‍હમારી કોલેજ જીતી ગઈ. મ્હારે તો પરણવું નથી. પણ એક ડઝન જણાઓએ ‘પરણવું તો આને જ પરણવું’ એવા માનસનિર્ધાર આજ કરી લીધા છે.’

⁠‘ત્‍હમારા બ્રહ્મચર્યનાં વ્રતને માટે ત્‍હમને ધન્યવાદ ઘટે છે. એ વિરલ વ્રત વિરલા જ પાર ઉતારે. ભીષ્મ તો કુરૂક્ષેત્રમાં એક જ હતા.’

⁠અનિમિષ આંખે પ્રમોદ મ્હારા સ્‍હામું જોઈ રહ્યો હતો; જાણે દૃષ્ટિની કટારે મ્હારૂં દિલ ઉઘાડીને એ જોવા માગતો હોય ને કે મ્હારી તે વ્યાજસ્તુતિ હતી કે સાચો ધન્યવાદ ? બન્ધૂકમાં ગોળી ભરે એમ અન્તરમાં ઉત્તરને પણ એ ભરતો હતો.

⁠‘જૂવો, મિસ્તર ! લગ્નમાં હું માનતો નથી, મૈત્રીમાં હું માનું છું. કલાકારે પરણવું ન જોઈએ એ મ્હારૂં કલાસૂત્ર છે. કલાકાર કોને પરણે ? પરણીને શું આંખ મીંચી દે ? એ તો આજ જૂવે એને કાલ ભૂલે, ને કાલ જૂવે એને પરમે ભૂલે. જીંદગીભર પરણવું નહિ એવા મ્હેં સોગન્દ ખાધા છે.’

⁠‘જો, હું કહેતો ન્હોતો : આજીવન બ્રહ્મચર્ય.’ મ્હારા મિત્રને કહ્યું.


⁠`એ શું ભરડો છો ? ભાઈ ! સંસારમાં યે કુંવારો સુખિયો છે કે ઘેરઘેરથી ઈજન મળે જમવાનાં ને ગમ્મતનાં.’ પ્રમોદ બોલ્યો.

⁠‘ખરૂં; ત્‍હમારા કોલેજના અનુભવોનો એ સાર લાગે છે.’ મિત્રે કહ્યું.

⁠‘કોલેજમો મ્હોટામાં મ્હોટો મ્હારો અનુભવ તો એ છે કે આજ છે સૌન્દર્યનાં રાજ્ય : એટલે આપણે પરણવું નહિ. પત્નીના પુરૂષમિત્રને સહી લેવાની શહનશીલતા જેનામાં હોય ત્‍હેમણે જ અમારી કેટલીક સહાધ્યાયિનીઓમાંથી કોઈકને પરણવી.’

⁠‘ત્‍હમારૂં બ્રહ્મચર્ય અખંડ તપો.’

⁠‘મિસ્તર ! આશીર્વાદ દ્યો છો કે ગાળ ? એ શી લવરી-પેલા ન્હાનાલાલે ચીતરી માર્યુ છે એવી ? હું જો સિન્ડીકેટમાં હોઉં તો જયા-જયન્ત બી.એ. માં ભણાવાય શેનું ? પ્રીવિયસની કાયમની ટેક્ષ્ટ બૂક હોય પૃથ્વીવલ્લભ. પૃથ્વીવલ્લભ ક્ય્હાં પરણતો’તો ? આપણે તો વ્રત લીધું છે કે જીંદગીભર પરણવું નહિ. બાકી પુરૂષ વિના સ્ત્રીને કે સ્ત્રી વિના પુરૂષને કિયાં જમાનામાં ચાલ્યું છે કે વીસમી સદીમાં ચાલે ? એ ખરૂં કે કલાધીશની કલાને શૉક ન હોય.’

⁠મ્હારા મિત્રની કોલેજ આજની ટુર્નામેન્ટ જીતી હતી એટલે એ તો આનન્દહિન્ડોળે ચ્‍હડ્યો હતો. એની દૃષ્ટિ ભમરડીચક્કરડી ખાતી હતી.

⁠પ્રમોદ ગયો, પણ મ્હને મૂંઝવણમાં મૂકતો ગયો. એનું છેલ્લું ભાષણ છટાદાર હતું, રાજમન્ત્રણાના કો કાગળ સમુ અગમ્ય હતું, પૂરૂં સ્‍હમજાયું ન્હોતું, મિત્રને મ્હેં પૂછ્યું :

⁠‘હેં ! ત્યહારે શું ન પરણેલો-કુંવારો એટલે બ્રહ્મચારી નહિ ?’

⁠મિત્રે સ્‍હામો પ્રશ્ન પૂછ્યો : ત્‍હને ખબર છે કે દીકરા એ બધા પુત્રો નથી ?

⁠નવું જ્ઞાન ઉગતું હોય, નવો ઉગતો ધૂમકેતુ નિરખતો હોય એમ હું મિત્રની સ્‍હામું જોઈ રહ્યો હતો. મ્હારી આખી યે મુદ્રા પ્રશ્ન પૂછતી હતી.

⁠મિત્રે કહ્યું : ‘જો સાંભળ. મ્હને તો મુંબઈના એક શેઠિયાએ ભણાવ્યું છે કે ‘દીકરા એટલા પુત્ર નહિ’ એ તો શાસ્ત્રીય સૂત્ર છે. પુ નામના નરકમાંથી શ્રાદ્ધ કરીને પિતાને તારે એ પુત્ર. અને શ્રાદ્ધનો અધિકાર છે જેષ્ટને કે કનિષ્ટને. એટલે કોઈને ચાર દીકરા હોય તો પહેલો ને ચોથો એ પુત્રો, ને બીજો ને ત્રીજો એ દીકરા. ખોટું હોય તો કોક શાસ્ત્રીને પૂછી જોજે.’

⁠‘આ તો વ્યાખ્યાઓના વમળમાં પડ્યા. ડૂબશું કે તરશું ?’

⁠મિત્રે કહ્યું : ‘દુનિયા તરવાનો મ્હોટો સાગર છે. તારાઓ તરે છે ને વણતારાઓ ડૂબે છે. પણ એટલું આજ ભણતો જા કે દીકરા એટલા પુત્રો નહિ, ને કુંવારા એટલા બ્રહ્મચારીઓ નહિ.’ 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો