shabd-logo

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023

2 જોયું 2

૧૩ : ફૂલની ફોરમ

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️




⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં.

⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ ઉજળે માર્ગે ઘણાં યે જતાં-આવતાં.

⁠આગળ મન્દિર હતું; અને એથી યે આગળ મૃત્યુધામ સમું સ્મશાન હતું. ત્ય્હાં આકાશપાતાળની પાયરીઓ ચ્‍હડતી-ઉતરતી.૨

⁠એ એક ચૈત્રની સન્ધ્યા હતી. ખરૂં પૂછો તો વસન્ત ઉતરતી હતી ને ગ્રીષ્મ બેસતી હતી. દિવસ ને રાત્રીની હોય છે એવી ઋતુઓની એ સન્ધ્યા હતી.

⁠જીંદગીની ઋતુઓનો યે ત્ય્હારે સંગમ હતો.

⁠વૃક્ષો પ્રફુલ્લેલાં હતાં. કોયલ બોલતી હતી. પ્રકૃતિએ સૌન્દર્યના વાઘા સજ્યા હતા.

⁠મ્હારી તો નવજન્મની જન્મતિથિ હતી. મૃત્યુનાં ઝેર પી, એ ઝેરનાં વમન કરી, જીવનને આરે પાછો સજીવન હું આવી ઉભો.

⁠સંસારનાં મૃત્યુ નિરખો છો એમ, ઓ સંસારીઓ! સંસારના સંજીવને નિરખજો.૩

⁠ખાલી હૈયાનો, ખાલી મસ્તકનો, લક્ષ્યસૂનો હું એ લોકમાર્ગે જતો હતો. માર્ગે વૃક્ષોના પડછાયા મ્હારા ઉપર પડતા ને સરી પડતા. એના ભાર મ્હને લેશે લાગતા નહિ.

⁠હૈયાસૂનાને તેજ કે છાયાના ભાર લાગતા નથી.

⁠હું મનમસ્ત હતોઃ બ્રહ્મવાદીના જેવો તો નહિ, ત્‍હો યે હું નિજમસ્ત હતો. કાંટાઝાંખરાં ઉખેડી ફૂલબાગ રચવાની, સંસારમાં સ્વર્ગ સ્થાપવાની, બ્રહ્માંડને ઉથલાવવાની તરંગાવલિ, દરિયાવમાં મોજાં ઉછળે છે એમ, મ્હારા અન્તરમાં ઉછળતી. સાગર શો હું દિશાશૂન્ય ને નિજમસ્ત હતો.

⁠સૂર્યનારાયણ અસ્તાચળે વિરાજતા. આથમતા સૂર્યદેવની ઉડતી જ્વાળાઓની ઝાલરપાંખોનાં તેજપીંછાઓમાં સુવર્ણવર્ણાં કંઇ કંઇ સ્વપ્નાં હું જોતો.

⁠નગરશણગારનારાંઓએ વડલાની અવનીઅડતી વડવાઇઓ રોપી રોપી કુંજઘટાઓ કીધી હતી ને મહીં સુખાસનો મૂક્યાં હતાં. નગરવિહારીઓની એ વિહારકુંજો હતી. આજે યે એ વિહારકુંજોમાં કાંઇ સૂનકાર જ ન્હોતો વસતો.

⁠આજે મ્હારી આંખ દૃષ્ટિસૂની હતીઃ આંખ દેખતી, પણ ન્હોતી દેખતી.


⁠મકના હાથી જેવો નિજમસ્ત બે હાથની બે સૂંધો ડોલાવતો હું વહ્યે જતો હતો.

⁠સૃષ્ટિ સારી હસતી લાગતી. મનુષ્યોનાં મુખડાં ખીલેલાં કમળ જેવાં ભાસતાં. નવચન્દ્રની ચન્દ્રિકા વહી ત્રિલોકને રંગે છે એમ મ્હારા અન્તરમાંથી કંઇક આજ વહતું, ને વિસ્તરતું, ને જગતને રંગતું.

⁠એ આનન્દનો રંગ હતો. મ્હારા આત્મામાંથી આનન્દની ફરફર આજ ઉડતી ને જગત ઉપર વરસતી.

⁠ચિત્રફલક સમું આનન્દવર્ણું હૈયું સૌન્દર્યની છબિ ઝીલવાને સજ્જ હતું.૪

⁠અણદીઠી કોયલ બોલે એવી એવે કુંજમાંથી મન્દિરઘંટા વાગી ને હું જાગી ગયો. આંખડી આભમાંથી ઉતરી, આત્મા ગગનમંડળમાંથી દેહદેશે આવ્યો, ને જગતસૌન્દર્ય નયન ભરી સન્મુખ ઉભું નિરખ્યું.

⁠વૃક્ષો ઉપરની તેજવલ્લીઓ જોઈ, ઘટામાંના તેજસ્થંભ જોયા, પણ મન્દિરને પગથિયે દૃષ્ટિ ઠરી જ ગઈઃ જાણે તેજની કો અણદીઠીં સુવર્ણખીલીએ એને જડી દીધી ન હોય?

⁠મન્દિરનાં પગથિયાં એટલે દેવની સ્‍હીડીઃ કોઇ ચ્‍હડે છે ને કોઈ ઉતરે છે.


⁠દેવનાં દર્શન કરીને તે વળતી હતી, મન્દિરપગથિયાં ઉતરતી હતી. પગથિયે પગથિયે કમળપાંખડી વેરતી હોયે તેમ તે પાય ધરતી. એટલામાં ને આસપાસ એના અંગમાંથી કામદેવના ધૂપ ઉઠતા ને પ્રસરતા.

⁠જાણે દેવાંગનાની પુત્રી અવનીમાં ઉતરી! જાણે ચન્દનીની પૂતળી પૃથ્વીપાટલે પધારી! જાણે સુન્દરતાએ રૂપ ધર્યું ને દુનિયામાં મહાલવા નીકળી! જાણે ચન્દ્રમામાંથી કોઇક ચન્દ્રફૂલ ખર્યું ને જગતમાં પમરવા માંડ્યું!

⁠મન્દિરમાંથી જાણે કામદેવની સહસ્ત્રશિખ આરતી આવતી ન હોય એમ એ સુન્દરી આવતી હતી.

⁠એનાં વિદ્યુતકિરણે મ્હને વીંધ્યો. મ્હને મોહનાં ધેન ચ્‍હડ્યાં ને મૂર્છા આવી. ક્ષણેક તો હું ચિત્રવત થંભી ગયો. પૃથ્વી પરના મનુષ્યે પહેલ્લી વાર ચન્દ્રમા દીઠો હશે ત્ય્હારે જેવી સાનન્દાશ્ચર્યની ભરતીમાં તે ડુબ્યો હશે એવા સાનન્દાશ્ચર્યમાં હું ડૂબી ગયો.૫

⁠મન્દિરશિખરેથી મોર બોલ્યે હું જાગ્યો.

⁠જાગ્યા પછી ઘડીએકે હું સચેત થયો. હૈયું ધડકતું હતું, આંખો તરવરતી હતી, ભમ્મરો ભ્રમહિન્ડોળે ચ્‍હડી હતી. મ્હારા અન્તરનો આરસચોક પડછાયો પડ્યે મ્હને મેલો ભાસતો. અવનીમાંથી સ્વર્ગે સંચરતાં જગજ્જનો સુરગંગામાં ન્હાય છે ને મેલ ઉતારે છે ત્ય્હારે સુરગંગા મેલી થાય છેઃ એવી મ્હારા આત્માની સુરગંગા જગત્‌મેલથી મેલી થઈ લાગતી. ⁠હજી તો એ સૌન્દર્યપદ્મ જગત્‌સ્‍હીડીને પગથિયે સૌન્દર્યપાંદડીઓ વેરતું ઉતરતું હતું.

⁠લોચનમાંથી પ્રભાઝરણાં નિર્ઝરતાં પેખ્યાં, ને મંહી કંઇ કંઇ અદૃશ્ય દૃશ્ય થતાં દીઠાં. ત્‍હેના હૈયાપાલવની કરચલીઓમાં કંઈ કંઈ ચરકલડીઓ ઉડતી નિરખી. ત્‍હેના પલવટની પાટલીઓમાં કંઈ કંઈ પંખિડાંને પાંખો ફડફડાવતાં જોયાં. ત્‍હેના દેહદેશેથી કોક ફૂવારા ઉછળતા ભાસતા.

⁠છતાં એ સૌન્દર્યદર્શનમાં, ચન્દ્ર આડી વાદળી સમી, કાંઇક છાયા પડેલી હતી.

⁠એ સૌન્દર્યમાં એકલું દેવતત્ત્વ નહોતું.

⁠સૌમ્ય સૂર્યોદયમાંથી સહસા જ્વાળાના ભડકા પ્રગટે છે એમ એ સૌન્દર્યદર્શનમાંથી સહજ જ કામલોલુપતાનાં ઝાળ ને ધૂમાડા ભભૂકી ઉઠ્યાં. હૈયાની ચિતાની ચારીઓ ભરીને એ ભડકા નયનોમાંથી બહાર ઉછળ્યા. નિર્મળા કાચ જેવા આત્માનાં સરોવરનાં પાણી એ ધૂમાડાના ગોટાઓના ઓળાઓથી મેલાં થયાં.

⁠સોનેરી વાદળી જેવી કેટલીક સ્ત્રીઓ એવી હોય છે; જાણે કામદેવનું ઓઢણું ઓઢ્યું ન હોય!

⁠યજ્ઞકુંડની જ્વાલાઓ શિખાએ ચ્‍હડીને હવિષ્યાન્ન દેવલોકે સંચરે છે એમ કામવાસનાની ઝાળોનાં વિમાને ચ્‍હડીને મન સુન્દરીના દેહદેશમાં ઘૂમી આવ્યું.

⁠પુષ્પમાં, પલ્લવમાં, વિટપોની કરચલીઓમાં ભમરો ઉડે એમ મન ઉડતું.૬

⁠વિશ્વમાં એકલી પાપવાસના નથી, પુણ્યવાસના પણ છેઃ અને પાપવાસના કરતાં પુણ્યવાસના બલવન્તી છે.

⁠જગતની પાર્થિવતાના પડછાયા પડે છે એમ જગતની જ્યોતિમૂર્તિઓમાંથી યે વિદ્યુત્‌ફોરાં વરસે છે. તેજનાં વિદ્યુત્‌ફોરાં પડછાયાની પડી ભાતને ધૂવે છે.

⁠જગતનો અન્ધકાર સાચો છે તેમ જગતનાં તેજે સાચાં છે.

⁠આજે અકસ્માતોનાં અન્ધારાંઅજવાળાં મ્હારે ઝીલવાનાં હતાં.

⁠ભરી-ભરી ફૂલછાબ લેઇને એવે કને થઇને દેવની એક પૂજારણ નીકળી. ચન્દનીના વ્હેણ સમો સારો નગરમાર્ગ મઘમઘાવતી પૂજારણ મન્દિરપગથિયે ચ્‍હડી; જાણે પુરવાસીઓની પ્રેમભક્તિ પગથિયાં ચ્‍હડતી ન હોય!

⁠પાછળ એના ઉડતા પાલવમાંથી પરિમળની પુણ્યસેર નિર્ઝરતી ને પૃથ્વીને પરિમળાવતી. એ પુણ્યનો પરિમળ મ્હારા યે અન્તરને પરિમળાવી રહ્યો.


⁠ઉરના અન્ધારમાં મ્હારે અજવાળાં ઉગ્યાં, પડછાયાના ઢગલા ધોવાયા. ધૂમાડાના ધૂપ ઓસરી પરિમળના મેઘ ઉભરાયા. એ પરિમળનાં ગુલાબજળમાં આત્મા જાણે નહાવા લાગ્યો.

⁠પછી જાગીને જોયું તો વસન્તરંગે રંગેલું જગત નિર્મળું હસતું હતું. ઉપર બીજનો નવચન્દ્રમા ચન્દ્રિકા વરસતો.

⁠જગત હરિનો જય ઉચરતું હતું.

⁠નીચે જોયું તો વિલાસની પ્રતિમા સમી હજી તો તે રમતિયાળ વિહારવિલોલ ગતિએ દેવમન્દિરનાં પગથિયાં ઉતરતી હતી.

⁠પુણ્યઆંજી આંખડીએ પછી ઉંચે જોયું તો તે પરિમળની મૂર્તિ તેજની શિલાઓ સમી સંસારસ્‍હીડીએ ચ્‍હડતી હતી. એ રૂપમૂર્તિમાં યે કામપૂતળીને બદલે દેવકન્યા દીઠી. એને યે અંગે પૂજારણના પરિમળના વાઘા ભાસતા.૭

⁠એવે બે વિજ્ઞાનશાસ્ત્રીઓ વિદ્વદ્‍ચર્ચા ચર્ચતા નગરમાર્ગે વિચરતા હતા, ને ત્‍હેમનું એક વિદ્વદ્‍વેણ મ્હારે કાને આવીને અથડાયું.

⁠'સૂર્યને ચંદ્ર છે એવાં ફૂલ ને સન્તો પ્રકૃતિબાલકો છે. એમનાં યે વીજળીનાં ફોરાં ને સુવાસનાનાં કિરણો આત્મદેશમાં અજવાળાં વરસે છે.'


⁠બીજા એ ઉત્તર વાળ્યોઃ-'ફૂલડાં એટલે પૃથ્વીમાંનાં સન્તો.'

⁠ફિલસુફમુખડેથી સાંભળવાનું મ્હારે બાકી હતું તે સાંભળ્યું ને અનુભવ્યું.

⁠પણ એ ફૂલની ફોરમ હતી? કે પૂજારણની ફોરમ?

⁠મ્હારી પાપભાવનાને પુણ્યભાવાના કીધી એ ફોરમે. 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો