shabd-logo

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023

0 જોયું 0

૯ : અંજન શલાકા
અથવા
સતી કે સુન્દરી ?

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️
⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’

⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા.

⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી રહ્યો, સતીઓ થતી બંધ કર્યે સૈકો થવા આવ્યો. વીસમી સદ્દીમાં ત્હાંરે નરમેઘ પૂજવા છે ?’

⁠‘ખ્રીસ્તીઓનાં દેવળો પૃથ્વી ઉપર કેટલાં હશે ?’ એણે પૂછ્યું.

⁠‘ત્હાસરી તો બુદ્ધિનું બજાર એટલે અપ્રસ્તુતના પ્રશ્નો. વાત કરતાં વગડે દોડે ! ત્હાીરા પ્રશ્નને ને ચાલતી વાતને લેવાદેવા શી છે ?’

⁠‘પણ કહે તો ખરો કે ખ્રીસ્તી દેવળો કેટલાંક છે દુનિયામાં ?’ એ હઠે ચ્હેડ્યો.

⁠‘હશે-લાખ હશે, બે લાખ હશે.’

⁠‘યૂરોપઅમેરિકામાં ગામડાં ને નગરો એટલાં દેવળો તો ખરાં ને ?’


⁠‘ હા સ્તો. એથી બમણાં, પણ ઓછાં નહિ.’

⁠‘મ્હારા વીસમી સદ્દીના આરાધક ! ઉતાવળા મા થાવ. પૃથ્વી ઉપરના પાંચ લાખ ખ્રીસ્તી દેવળોમાં આજે યે નરમેધની આરાધના થાય છે. મેકાલે તો નાસ્તિક હતો ને બેન્ટિકને એના પાશ ચ્હ ડ્યા’તા. બેન્ટિક ઈશનો દિલોજાન આરાધક હોત તો અમારી એ ઈશૂડીઓને ન અવરોધત. બેન્ટિકનો કાયદો એટલે સતીત્વનો અવરોધ. સાચા ખ્રિસ્ત ભક્તો સતીને નરમેધ ન ભાખે.’

⁠‘પણ એકસો વર્ષ થયાં બારણાં દેવાયે. આજ શું છે એનું ?’

⁠‘આજ એ છે કે સતીની ભાવનાને બદલે સુન્દરીની ભાવના આપણા સંસારે ચક્રવર્તી થઈ એનું એ પરવ.’

⁠‘પણ જગત એથી આગળ વધ્યું કે પાછળ પડ્યું ?’

⁠‘તું એક ઉત્તર આપે તો હું એનો ઉત્તર આપું.’

⁠‘પૂછે ત્ય્હારે ઉત્તર આપું કે પૂછ્યા પહેલાં ?’

⁠‘કહે ત્ય્હારે. Moral-નૈતિક ભાવનાઓના વિકાસથી જગત આગળ વધે કે સૌન્દર્યની ભાવનાઓના વિકાસથી ?’

⁠‘બન્નેયથી.’

⁠‘એ નિશ્ચિત ઉત્તર નથી. માનવીની ચક્રવર્તી ભાવના કઈ ? પુણ્યની કે સૌન્દર્યની ?’

⁠‘મ્હેં ઉત્તર આપ્યો : હવે ત્હાીરો વારો.’

⁠‘ફિલસુફીને નહિ ભાખું, ઉત્તરમાં ઇતિહાસ કહું. ’

⁠એટલામાં સુન્દરતાના શણગાર સજેલી સુન્દરી સમું શણગારેલું કન્યાવિદ્યામન્દિર આવી પહોંચ્યું.

⁠બારણામાં જ અધિષ્ઠાત્રીએ અમને સત્કાર્યા. એમનો શક્કો આજ ઓર હતો. પાણીથી ન્હાય ને નીતરે એમ સૌન્દર્યથી એ જાણે ન્હાતાં ને નીતરતાં હતાં.

⁠મ્હેં પૂછ્યું : ‘ એ સતી છે કે સુન્દરી ? હજી કુંવારાં તો છે.’

⁠‘હવે છાલ છોડ ને ઉત્સવ માણ.’

⁠‘જો : આજ તો યૂરોપમાં એવું છે કે રાજાની વહુ તે રાણી ખરી, પણ રાણીનો વર તે રાજા નહિ.’

⁠‘એટલે ?’

⁠‘એટલે એ કે મહેતાજીની પત્ની શાળાના ઉત્સવમાં મહાલે; પણ મહેતીજીને વર હોય તો કોઈક ખૂણાને શોભાવી મહેતીજીને માણતી નિહાળી રહે.’

⁠અમે શાળામન્દિરમાં ગયા. સભાગૃહમાં પણ સુન્દરતા ચક્રવર્તી હતી.

⁠‘પણ આજ આટલો યુવકવર્ગ કય્હાંથી ? બાળાઓનું પ્રદર્શન તો, મુખ્યત્વે, ત્હેમની માતાઓ કને હોયને ? ‘

⁠‘યુવતિઓ પરણવાની છે યુવકોને ને ? એટલે યુવકસંઘને ન્હોતર્યો છે આજ. રહી જતા’તા એમણે માગી માગીને ન્હોતરાં લીધાં.’


⁠નાટકગ્રહના જેવું કંઈક સભાગૃહ રચ્યું હતું. વચ્ચે રંગભૂમિ સમું તખત હતું, ફરતાં સભાજન હતાં.

⁠બે ન્હાની બાળાઓએ નાન્દી ગાઈ. સભાઓમાં નાન્દી ગાવાનું ન્હાનકડી બાળાઓને કેમ સોંપાય છે ?

⁠લોક કુતૂહલદૃષ્ટિએ જોઈ રહ્યું હતું.

⁠પછી આવ્યો સંવાદ, સરસ્વતી ને લક્ષ્મીનો. પેલો સંસ્કૃત શ્લોક લક્ષ્મીજીએ છટાથી ગાયો કે ત્હારો ભક્ત મ્હારા પિતાને પી ગયો. ત્હારા આરાધકે મ્હારા પતિને છાતીમાં લાત મારી. વિ. સરસ્વતીએ પોતાની દલીલો સાત્ત્વિક્તાથી ઉચ્ચારી. નિર્ણય ન થયો; એટલે વિધાત્રી દેવી અદ્ધરથી ઉતર્યાં. રંગરંગનાં અજવાળાં એમનાં ઉપર વરસાવવામાં આવ્યાં : જાણે મેઘધ્નુષ્યની ડાળખીએ લટકી ઉતરતાં નહોય ! એમણે નિર્ધાર ઉચ્ચાર્યો કે શ્રમ છતાં સિદ્ધિ વિધિદેવને હાથ છે.

⁠ને પછી આવ્યો ગરબો. એ સાંભળવાને ને જોવાને યુવકમંડળ આવ્યું હતું. હવે તો ગરબો સાંભળવાનો એટલો જ જોવાનો હોય છે.

⁠સહુને જાણે જગાડવાને હોય એમ નરઘાં ઉપર થાપ પડી ને પછી રહી ગઈ. આજનો ગરબો જલતરંગ સાથે ઝીલવાનો હતો.

⁠સભાગૃહ ચિત્રવત્‌ બની રહ્યું.

⁠ઘૂઘરિયાળા રૂપાના રાસદાંડિયા લઈને ઝીલનારીઓ આવી. એમને પગ ઠમકે ધરતી ધ્રૂજતી.


⁠દીવાળીમાં દીવા કરે એમ સભાજનોની આંખડીઓમાં દીવા પ્રગટ્યા.

⁠શ્રી નટવર વસન્ત થેઇ થેઇ નાચી રહ્યો.

⁠મોરલીને શબ્દે ગરબો ઉપડ્યો. જલતરંગની ઘંટડીઓ ગુંજારવ કરતી.

⁠નાચી રહ્યો, જગ નચાવી રહ્યો;

⁠શ્રી નટવર વસન્ત થેઈ થેઈ નાચી રહ્યો.

⁠ગરબો કહેતો કે જગત આખું નાચતું. ત્ય્હારે સભાજનો કાંઈ જગત બહાર નહોતા બેઠા. હવાઇ ઓ છૂટે એમ કામણવર્ણાં નયનકિરણો દિશદિશમાંથી ઊડતાં હતાં.

⁠મ્હેં કહ્યું : એક અંજનશલાકા આમની આંખોમાં આંજવી જોઈએ. આંખોમાં આંખનિર્મળી છાંટો.

⁠એણે કહ્યું : હા; દુનિયાના Scientistsની પરિષદ ભર એટલે શોધી કહાડે.

⁠કોયલ મધુર મોરલી બની, નાચે નટવર કહાન.

⁠અમારી સન્મુખની ધરતી જાણે રત્નોની ખાણ હોય ને અમે ખણીખણીને મંહીથી રત્નો કહાડતા હોઈંએ એમ અમે દૃષ્ટિબાણે ધરતી ખોતરતા.

⁠એણે કહ્યું : ‘ધર્મમન્દિરની છાયામાં ઉત્સવો ઉજવાતા ત્ય્હારે કંઈકે મર્યાદા ધર્મધ્વજની રહેતી હશે ખરી ને ?’

⁠મ્હેં કહ્યું : ‘એ ધજાની છાયા જેટલી. સુન્દરતા ચક્રવર્તી થાય એટલ્લે જગત જાણે હિન્ડોળે ચ્હડે : નાવડું જાણે મોજામાં ડોલે. સંસારશાસ્ત્રની દૃષ્ટિએ મ્હને તો એક જ ભૂલ લાગે છે; પુણ્યભાવનાની પદભ્રષ્ટતા ને સૌન્દર્યભાવનાની સર્વોપરિતા. ‘ ‘સુન્દરતા નહિ, ત્ય્હારે સર્વોપરી શું ?’

⁠‘સૃષ્ટિમાં સર્વોપરી પુણ્ય ને પ્રભુ. એ લોપાય એવાં શિક્ષણ કે સંસાર ન હોય. કન્યાશાળાઓમાં આજ સતીનું નહિ, સુન્દરીનું આદર્શ આરાધાય છે.’


⁠‘આસપાસ જૂવો. આપણી પુરુષોની આંખ સુન્દરીને વાંછે છે કે સતીને ? પુરુષની અંખ વાંછે છે તે કન્યાશાળા આપે છે.’

⁠‘એટલે જ કહ્યુંને કે પુરુષની આંખડીને અંજશલાકા આંજવી જોઈએ-આંખનિર્મળી છાંટવી જોઈએ. ‘ ‘ભરજે જગતના Scientistsની પરિષદ, શોધજે એ આંખનિર્મળી. મ્હારૂં ચાલે તો બેન્ટિકનો કાયદો રદ્દ કરાવું કે સતીઓ પાછી અવતરે.’

⁠મ્હારૂં ચાલે તો હું એવો કાયદો કરાવું કે સ્વેચ્છાથી સતીઓ યે ભલે થાય ને સ્વેચ્છાથી સતા યે ભલે થાય. પછી જોઇ લ્યો પરીક્ષા નર ને નારની ! ‘

⁠અમે બન્ને હસી પડ્યા; કારણ કે અમારામાંથી એક્કેયનું ચાલવાનું હતું જ નહિ-એ વિદ્યામન્દિરમાં, સંસારમાં કે સામ્રાજ્યમાં 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો