shabd-logo

૮ : વીણાના તાર

22 June 2023

3 જોયું 3

૮ : વીણાના તાર

⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️



⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે;

⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન

⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી, મૃત્યુજલ જેવાં, એ છાયા કરતાં યે કાળાં હતાં.

⁠એ છાયા એક શામળા વૃક્ષની હતી. એ વૃક્ષ ફરતું ઘેરી લીલાશનું ઘુમ્મટ‌આચ્છાદન હતું. એમાંનાં પુષ્પ ને પાંદડાંઓમાં કંઈ વિરલ સન્ધિકા રમતી.

⁠વૃક્ષ નીચે એક વીણા હતી. વીણા ઉપર વિશાળ ડાળીઓના ફણગા ઢળેલા હતા, અને આકાશના નીલા ઘેર જેવો ઘુમ્મટ રચતા. એ વીણા કઈ ડાળીએથી લટકતી તે કોઈ કહી શકતું નહિ. પણ ઉંચા સોનેરી ઘાસનાં શ્વેત ન્હાનકડાં ફૂલોમાં તે હિંડોળા ખાતી. આભના થંભ જે શોધી કહાડતાં ત્હેમને તે વીના ખીંટી જડતી.

⁠કેટલીક વેળા વીણા નદી પર થઈ સરસરતા વાયુબાલના ગીતના પ્રતિરવ ગુંજતી, અને આખું વન એ ધ્રુવસંગીતથી ગાજી ઉઠતું. પણ ઘણી યે વાર નદી જ્યારે સુષુપ્ત હોય, પંખીઓ ઉડી ગયાં હોય, વાયુબાલ વિરામતો હોય ત્ય્હારે તે વીણા પોતાનું એકલ ને અકલ સંગીત ગાતી અને વન એ વિશે કંઈ જાણતું નહિ. છતાં એવી વેળાએ સોનેરી ઘાસમાં ન્હાનકડાં ફૂલ કંઈક તેજથી કાન્ત થતાં ને છાનાં છાનાં પરિમલ વેરતાં.

⁠વીણા ગાતી ત્હેનું કારણ કારણવાદીઓથી કળાતું નહિ પણ પંખીડાં ને વાયુબાલ કરતાં વીણા વધારે ગાતી.

⁠આ બધું એક ઉંડા ઉંડા વનમાં બનતું-ધણને પાણી પાતા ને દ્‌હોતા એવા એક નદીકાંઠે થતું. ગોપવૃન્દ એ સંગીત સાનન્દ સાંભળતું, કારણ કે તે કૃષ્ણસખા હતા. બાલતેજ ભર્યા સ્હવારે ને છાયાછવરાયા સ્હાંજસમયે ત્હેમના આત્માઓ ત્ય્હાં નિત્યે ને નિત્યે સંગીતપૂર્ણ થતા. પણ વાઘ મૃત્યુચ્છ્‌વાસ કહાડતા કે ચન્દ્રતેજમાં નદી કાન્તિમતી થતી એ મધ્યાહ્‌ને કે મધ્યરાત્રીએ ગોપકુલ ત્યહાં આવતું નહિ.

⁠એક વેળા સ્હાંજનો સમય હતો ને વન ઉપર સૂર્યરાજ વિરામતો.

⁠નદી ઉપર છાયાઓના પટ પડ્યા હતા ને એ છાયાપટોને નદીની લહરીઓ હિન્ડોળા નાંખતી.

⁠સુવર્ણતેજમાં પક્ષીઓ પાછાં માળે આવતાં અને ઉંચાં ઉંચાં પત્રગુચ્છોમાંના ઝીણકા માળાઓમાં માદાઓ પોતાનાં પ્રિય આત્મજોનાં સેવન કરતી. તે વેળા વીણા આછાં-અતિ આછેરાં શોકગીત ગાતી હતી.


⁠એક વેળા વેલીમાંના પુષ્પદ્વારમાં થઈને ત્ય્હાં એક સુન્દરી આવી. એની આંખો, રાતાં કમળ સમી, ભીની ને રાતી હતી. એના હાથમાં એક બાળક હતું તે ચન્દ્રફૂલના જેવું નીરવ હતું.

⁠વીણાએ વધારે કોમલ ને વધારે શોકગ્રસ્ત સૂર છેડ્યા. તારાભર્યું વ્યોમ વીંધીને કો સ્વર્ગસ્થ પ્રીતમનો આત્મા પૃથ્વીવાસિની પ્રિયતમાના ઉરમાં કંઈક પ્રેમગીત ગુંજારે એથી યે એ ગીત કોમળ ને કરૂણ હતું.

⁠ફૂલોમાં થઈને તે સુન્દરી નદીતીરે ગઈ. ઉંચે પાંદડાંઓ પણ ત્ય્હારે માળાઓને વીંટી સ્થિર ઉભાં.

⁠તે બોલી : ' મ્હારા આત્માની આંખ ! આભની વિશાળી શાખાઓ નીચે મ્હારે બીજું કોઈ નહોતું.'

⁠અને તે માતાએ નિજના ન્હાનકડા બાળુડાના વદનફૂલડાને ચુંબન કીધું, પણ બાળકડાએ ગુલાબી સ્મિત ફરકીને ઉત્તર આપ્યો નહિ. આઘે આઘેના પ્રદેશોમાંથી ઉતરતા કો એક તેજકિરણે એના ગૌર બાળલલાટને તેજસ્વી કીધું.

⁠માતાએ તે તેજકિરણ ચુમ્બી લીધું ને આત્માને તેજપૂર્ણ કીધો.

⁠'મ્હારા હૈયાની કલા ! મ્હારા પ્રેમના છેલ્લા અંશ ! જા, ત્હારા પિતા પાસે પાંછું જા. '

⁠તે માતા નદી ઉપર નમી. ત્હેના ટપકતા અશ્રુબિન્દુઓએ ઉંડા પ્રશાન્ત નદીજલની લહરીઓને જાગૃત કીધી.


⁠એની આંગળીઓ પાણીને અડકી. તત્ક્ષણ બાળકને પાછું ખેંચી લીધું ને નદીથી દૂર જઇને ઉભી. નદીનાં જળ ત્હેને મૃત્યુજળ જેવાં વિક્રાળ ભાસ્યાં. વાઘનાં મૃત્યુચ્છ્‌વાસની છાયા જલ ઉપર ડોલતી દીઠી.

⁠'મ્હારે મૃત્યુમૂર્તિ ન્હોતી જોવી; માટે ચિતા તજી જળસમાધિ આપવા અંહી આવી. શું ? જ્ય્હાં ત્ય્હાં મૃત્યુ સન્મુખ ખડું છે ?'

⁠મીંચાયેલી નયનકળીઓને માતાએ વળી વળીને ચુંબન કીધાં, ઉપર અશ્રુજલ છાંટ્યાં, ત્હો ય તે ઉઘડ્યાં નહિ. માતાની ઉછળતી છાતી ઉપર બાળકની સુવર્ણલટોમાંથી સરિતજલનાં બિન્દુ ટપકતાં હતાં. તે ત્ય્હાં જ સમાતાં ને માતાનું હૈયું ભીંજવતાં ને ભરતાં

⁠વીણા વધારે ને વધારે સુકોમળ વાગતી.

⁠'જા, મ્હારા વ્હાલા ! સ્વર્ગને બરણે ત્હારા પિતા ત્હારી વાટ જૂવે છે. '

⁠ઘાસ ઉપરથી ઉઠીને ને નદીની કિનાર ઉપર આવી. મૃત્યુશામળી નદી વહતી હતી.

⁠નદી ઉપર તે નમી. ક્ષિતિજપાળે કો વાદળી ઉપર ચન્દ્રકિરણો શુક્રતારાને ઝીલી રહ્યાં હોય એવા બાળકઝીલ્યા આરસહાથ માતાએ લંબાવ્યા. તે નમી ને વીણાનું રુદનગીત વન વીંધી વહી રહ્યું. નદી ઉપરની શામળી છાયાઓ યે ધ્રુજી ઉઠી ને આકાશોમાંથી સૂર્યે તેજ સમેટી લીધું.

⁠વીણા ગીત ગાતી, પણ તારોનો સૂરસંવાદ ન હતો.


⁠તે પાછી વળી-બાળક વિનાની માતા જળઓઘ ઉપરથી પાછી વળી. નીલઘેરા વૃક્ષના પોલા ઘુમ્મટથી ત્હેની દૃષ્ટિ ભરાઇ ગઇ. ત્હેની દૃષ્ટિશૂન્ય આંખો સૂરની સ્વરમૂર્તિઓ નિરખતી : એટલી સ્થિર અને એકાગ્ર એણે દૃષ્ટિ માંડી હતી. વીણાનો સ્વરભંગ અન્તરમાં અથડાતો, ન ગમતો; પણ તે જાણતી ન્હોતી કે શાથી.

⁠આવતા કે જતા અગમ્યના ઓળા જેવાં વીણા ગીત ગાતી.

⁠તે દૃષ્ટિ માંડી રહી : સોનવર્ણાં ઘાસ ને ત્હેમનાં ફૂલતારકો ઉપર થઈને દૂર-દૂરનાં વનમાં એ અનિમિષ દૃષ્ટિ માંડી રહી. પણ સ્વરભંગથી ભરેલા, વૃક્ષ નીચે લટકતા, ઘુમ્મટ વિના કાંઈ ત્હેણે દીઠું નહિ.

⁠'એ તો ભ્રમણા ' કહી એણે મન વાળ્યું.

⁠તે વિચારશૂન્ય હતી: એના અન્તર્‌જલમાંથી વિચારલહરીઓ આથમી ગઈ હતી. એનો આત્મા સૃષ્ટિનો ન્હોતો રહ્યો. ગીતની ગુફાઓમાં, વીણાના સ્વરખંડિત ગુંજારમાં તે વિચરતો. હૃદયભાવમાં તે જીવતી, પણ તે મહેલોમાં યે ચીરા પડ્યા હતા.

⁠'પ્રિયે !' કહીને કોઈ બોલાવે છે એવું એણે સાંભળ્યું. આઘે-આઘેના અદ્રશ્ય સાગરના મર્મર જેવો એ ધ્વનિ આવતો, ને વીણાના સ્વરભંગમાં ભળી જતો.

⁠એવે વેલીપડદાનાં પાંદડાંઓએ માર્ગ કીધો ને ઘાસનાં ફૂલડાં નમવા લાગ્યાં. દુનિયામાંથી નદી ભણી એક ગોપ આવતો હતો.


⁠એને અને વીણાગીતના ભાગ્યાતૂટ્યા માધુર્યને માતાએ દીઠાં. ત્હેનું હૃદય વધારે ભાગ્યું. પળે પળે તે વિવર્ણી થતી ગઈ.

⁠વીણામાંથી વધારે સ્વરભંગ ઝરતો.

⁠'અને અંહિયાં ય તે ?'

⁠તે બોલી શકી નહિ. આભનાં ઉંડાણમાં નજર નાંખી ઉભી. પ્રિયની અદ્રશ્ય પ્રેમકાન્તિ જેવું સાન્ધ્યતેજ અન્તરિક્ષેથી ઉતરતું હતું.

⁠પછી એને ક્રોધજ્વાળા પ્રગટી. બોલતાં વીજળી સમી તે ધ્રૂજતી.

⁠'અને સ્વર્ગસ્થની પ્રિયતમા ઉપરનો, પારકી કુલવધૂનો ત્હમારો પ્રેમ લઈને ત્હમે અંહિયાં પણ આવ્યા ? અરે અંહિયાં -આપણ સહુનું બલિદાન લે છે એ નદીકાંઠે ? મ્હારી છેલ્લી ઉઘડતી આશા હમણાં એને મ્હેં આધીન કીધી ત્ય્હાં ? જગતની સ્મશાનભૂમિમાં ? આત્માની ચીતાને આરે ?'

⁠માતાની આંખમાંથી કોપાશ્રુઓ ટપક્યાં. ઘાસની કુમળી રેખાઓને તે બાળી મૂકતાં, ધરતીને યે દઝાડતાં.

⁠'નહિં-નહિ : અંહી હું પ્રેમથાળ લેઇને આવ્યો નથી-જો પ્રેમને ઉરમાંથી દૂર કરાતો હોય તો. એક અનાથ સુન્દરીને-એક અબાલ માતાને હું એટલું જ કહેવા આવ્યો છું કે પડતી રાત્રીમાં ત્હેનાં કો પ્રિયજન હજી છે. '

⁠'મ્હારાં પ્રેમ ને આશાની મૃત્યુક્રિયા યે ત્હમે મ્હને એકાન્તમાં કરવા દીધી નહિ : આકાશોની પાર ત્હેના પિતા પાસે જતું ફૂલ ત્હમે મ્હને ભરી આંખે જોવા દીધું નહિ !'


⁠આંસુની ધારાઓ વહી રહી. માનવકુલની માતા ધરતી તે ઝીલતી.

⁠'પિતા પાસે પુત્ર ગયો, તો આ આંસુ શાને ? આશા ઉરમાં સંકેલાઈ, પ્રેમ પ્રાણમાં સમાયો : તો તો સ્વર્ગપન્થ આંસુડે ભીંજવવા શાને ? રજા છે ?-ફૂલપાંખડીએ આંસુઓ લ્હોઉં ?'

⁠गतांसुं नगतांसुंश्च नानुशोचन्ति पंडिता : એ ગીતાવાક્ય સમું ક્રૂર પાંડિત્ય તે ઉચ્ચરતો હતો.

⁠ઉગ્ર દૃષ્ટિપાત ફેંકતી એ માતા, કુલવધૂ ઉદ્‌ગ્રીવ ઉભી : પગલું પાછું ભરી નદી ઉઅપર તે નમી. વીણા અતિવ મંજુલ વિષાદગીત ગુંજારતી હતી, પણ એથી યે એના ઉરગુંજાર વધુ મંજુલ ને સૂક્ષ્મવિષાદી હતા. કટારની ધારે તે કાળજુ કાપતા.

⁠વિશ્વમાં એણે એકલતા ઉભેલી દીઠી.

⁠જગત ભણી, વૃક્ષની બખોલમાં એણે જોયું. વીણા ભણી એણે એક કટાક્ષ નાખ્યું ને ગણગણી : ' મ્હારૂં હ્રદય. ' પછી તે કૂદી-પછી પાછળની સન્ધિકાનાં જળમાં તે કૂદી પડી.

⁠ઝીણી વિદ્યુતરેખા જેવો આકાશમાં ઝાંખો એક ઝબકારો થયો; ને સમસ્ત સાન્ધ્યતેજ, તે સુન્દરીના પાલવ જેવું, ત્હેની પાછળ ઉડી ગયું. દીવા જેવી તે હોઇવાઇ ને પ્રેઅકાશ જેવા ત્હેના પરિમળ આથમ્યા.

⁠ગોપના હૃદયધામે જઈ એ ઝબક અથડાઈ અને તૃણલીલાના શીતળ ઉછંગે કુસુમોમાં એ ગોપ આત્મમૂર્છામાં પડ્યો.


⁠વૃક્ષોનાં પાંદડાંઓમાં અન્ધકાર હતો, પણ ક્ષિતિજની પાછળ રજતધવળ તેજકિરણો રમતાં.

⁠ધીરે ધીરે રાત્રી ઉતરી ને ઘટ્ટ થઈ. ધીરે ધીરે ચન્દ્ર ઉગ્યો ને રાત્રીને આછી કીધી. પૃથ્વીના અન્ધકાર ને આભનાં રહસ્ય અજવાળતાં ચન્દ્રતેજ વચ્ચે મૃત્યુશામળી નદી તેજવર્ણી વિલસતી.

⁠એવે આઘેની કોકિલાના આછેરા ટહુકાર સમો ધીરો-અતિ ધીરો કલરવ થયો. પણ કોકિલકુલ તો ત્ય્હારે નિદ્રાલીન હતું. એ તો વીણાનું મંજુલતમ સંગીત હતું. આત્મા એ સાંભળતા, પણ જડનાં થડિયાંનું વન એ વિશે કાંઈ જાણતું નહિ.

⁠પુષ્પો ઉપર, પુષ્પોમાં મૂર્છિત ગોપ ઉપરમ્ ને મૂર્છિત ગોપના અખંડ જાગૃત આત્મામાં એ વીણાનો કલરવ ઝમતો હતો.

⁠જગત શૂન્યમુખ ઉભું હતું.

⁠કંઈક વારે ગોપની મૂર્છા વળી. મહાસાગરના તળિયેથી તેજમાં આવતા મનુષ્યની પેઠે ત્હેણે પોતાની ફરતું નવું તેજ રમતું દીઠું.

⁠ઝાડ નીચે અન્ધકારમાં ચન્દ્રનાં કિરણચાંદલિયા તરતા હતા. નદીમાંથી નીકળી ચન્દ્રમાને અડતો એક તેજફૂવારો ઉડતો હતો. એ તેજફૂવારામાંથી ઉડતાં છાંટણાં જેવા ગગનમંડળે તારલિયા વેરાતા. ઉપર કાળી ઝાલરો ઝઝૂમતી. એ સહુ એક ઉંડા ઉંડા વનમાં થતું, પણ એ કાંઇ જાણતું નહિ.

⁠આત્માની ફરફર સમું આસપસ ચમકતું વીણાગાનનું માધુર્ય, ઉપર ચન્દનીનાં ફોરાં, સન્મુખ નાચતો સહસ્ત્રધારાનો તેજફૂવારો, સહુ માથે તગતગતો કોટિચક્ષુવન્તો ગગનચન્દરવો : ત્હેમનો પ્રભાવ ગોપપ્રાણમાં વાયુ સમો સંચરતો. માનવી શ્વાસોચ્છ્‌વાસ લે છે પણ જાણતો નથી : એમ એ ગોપ પણ એ કાંઈ જાણતો નહિ.

⁠એના અન્તરમાં સ્મરણો ઉછળતાં, આંખમાં ભૂતકાળ રમતો, મુખડે આયુષ્ય ઉચ્ચરતાં.




મ્હેં પ્રેમ કીધો પ્રાણ શું, ને પ્રાણ પોષ્યો પ્રેમથી;
રમું છું હજી પ્રિયતમનાં તેજે, ભલે પ્રિય અંહિ નથી.
મ્હેં શ્રેય વાંછ્યું પ્રેમીનું; ને શ્રેય જે પ્રિય વાંછતી,
તે શ્રેય-મુજ અન્તર ચીરી પણ-પામી ગઈ સ્વર્ગે સતી.
નિજ આત્મને સુખ હો-ન હો, પ્રિય‌આત્મને સુખ વાંછવાં
એ પ્રેમનો સિદ્ધાન્ત : પ્રિયને અર્પ સુખ પ્રભુ ! નવનવાં.
પ્રિય જે સુહાગી આત્મનો સહવાસ મનમાં ઝંખતી,
એ આત્મ સંગે ભોગવો સુખ ચિરસ્થાયી શીલવતી.
રમું છું હજી પ્રિયપ્રેમમાં, ને પ્રાણ પોષું છું પ્રેમથી;
પ્રતિપ્રેમ પ્રિયનો વાંછવો કંઈ પ્રેમમાર્ગે એ નથી.

અને તે ગોપ તેજફૂવારા ભણી ચાલતો હતો ત્ય્હારે ત્હેની પોતાની છાયા ત્હેનાં પગલામાં અથડાતી.




પ્રિયનું પરમ શ્રેય સંતત એ મ્હારૂં ધ્યેય;
મ્હારે એ જ મોક્ષમન્ત્ર પ્રિયનો પ્રિયનો,
⁠એ નિત્યપ્રભાવતીનો.

હૃદય-હૃદયગાને, વીણા-વીણાના પ્રદાને
જીવવું જીવન મ્હારે પ્રિયનું પ્રિયનું,
⁠એ રમ્ય પ્રભાવતીનું.

પ્રભુ-પ્રભુની કલાઓ, પ્રેમભક્તિનાં વિધાનો,
મ્હારે સહુ એ મૂર્તિઓ પ્રિયની પ્રિયની,
⁠એ પુણ્યપ્રભાવતીની.

સમર્પુ વિશુદ્ધ કરી સદા રસથાળે ભરી
સકળ અન્તર્‌ભાવ પ્રિયને પ્રિયને,
⁠એ પૂજ્ય પ્રભાવતીને.

⁠વૃક્ષમાળા વટાવી એ ચાલ્યો. મૃત્યુશાળી સરિતાના તટ‌ઉઘાડમાં એ આવ્યો. ઉપરથી ચન્દ્રનાં કિરણો એને અભિષેક કરતાં.

⁠સ્વર્ગનાં અદ્‌ભૂત સંગીતથી વીણા ધીમી ધીમી વાગતી.

⁠જળ ઉપર ઝૂલતાં ફૂલડાં એ ગોપે ખસેડ્યાં, ને જલતીરે જઇ બેઠો. પાછું વાળી ત્હેણે વીણા ભણી જોયું. વીણા વધારે ધીમું ધીમું ગાતી ને ગોપના આત્મતન્તુઓમાં એના અનુકમ્પ જાગ્યા. ધીમેશથી એના કાને ય ન સાંભળ્યું એવું ધીમેશથી એ ગણગણ્યો : ' મ્હારૂં હૃદય. ' ⁠પહેલાં તો જળ શું એણે રમત માંડી. પછી જળમાં કંઈક શોધતો હોય એવી જળમાં એણે અંગુલીઓ પરોવી. અને પછી-અને પછી અન્તે એણે એ મૃત્યુશામળી સરિતાનાં જળનાં તેજ પીધાં. ક્ષણેક જળપટ ભાગ્યું ને ખળભળ્યું; ઉપર નમતા ઘાસનાં ફૂલડામાં જલલહરીઓ આવી ને શમી ગઈ.

⁠એ આખી રાત્રી નદી ઉપર ચન્દ્રનાં કિરણો રમતાં, તેજફૂવારો સહસ્ત્રધારાઓ ફેંકતો અજવાળાં ઉડાવતો. વીણા પણ દુનિયા પારના કલબોલ બોલતી.

⁠આ બધું ઊંડા ઉંડા વનમાં થતું. જ્ય્હાં ધણને પાણી પાય છે ને દ્‌દૂવે છે એ નદીકાંઠે આ સહુ બનતું. જૂનાં થડિયાંનું વન એ જાણતું નહિ. ઝાંખું ઝાંખું તારલા તે જોતા, સ્હમજતા, ને નયન મટમટાવતા.

⁠મધરાતે ઘોર વાયુ વાયો ને જગત ફરિયાદ કરતું હોય એવી ઘોર ગર્જના કરી ગયો. મંહી દુનિયાના બોલ હતા, આત્માને એ અથડાતા ને પૂછતા કે

⁠સતી પાછળ એ સતો થયો તો પરમેશ્વરે મૂંઝાશેને કે બે પ્રીતમની એક પ્રિયાને સ્વર્ગમાં યે શી રીતે વ્હેંચી આપવી ? 

ન્હાનાલાલદ્વારા વધુ પુસ્તકો

16
લેખ
પાંખડીઓ
0.0
આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. ⁠આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની યજ્ઞશિખાઓ ઉછળે છે ત્ય્હારે મંહીથી કોઇ કોઇ સ્ફુલિંગો ઉડે છે: એથી ઝીણેરા આ અણુકિરણો–Electrones છે. કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા. ⁠હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
1

૧: બોરસળીનો પંખો

22 June 2023
0
0
0

૧: બોરસળીનો પંખો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠મ્હોરની હું માળા ગૂંથતી હતી. ⁠ઉપર વિશાળું વૃક્ષ હતું. ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી

2

૨ : સમર્પણ

22 June 2023
0
0
0

૨ : સમર્પણ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠વરવહુના એકાન્તની વાતો જગતને કહેવાતી હશે ? દંપતીના એકાન્ત પવિત્ર છે; ત્ય્હાં ડોકિયું કરવા પરાયાં કોઈને અધિકાર નથી. ⁠ત્હો ય ઘેર-ઘેર નિજમન્દિર છે, ને સહુના યે સાળુ ભાતીગર છે.

3

૩ : ઇતિહાસના અક્ષરો

22 June 2023
0
0
0

૩ : ઇતિહાસના અક્ષરો ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ

4

૪ : વીજળીની વેલ

22 June 2023
0
0
0

૪ : વીજળીની વેલ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુ

5

૫ : એનું પ્હેલ્લું પુષ્પ

22 June 2023
0
0
0

૫ : એનું પ્હેલ્લું પુષ્પ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜ ⁠₩৳વનની તે મહારાણી હતી. ⁠વનમાં હરિણી વિચરે એવી એ વિચરતી. ડાળખીએ ડાળખીએ કો પંખિણી ઉડે એવી એ ઉડતી. ⁠ચન્દ્રમા ઉગેને આકાશની કુંજોમાં અજવાળાં પથરાતાં. પાંદડ

6

૬ : કુંવારો કે બ્રહ્મચારી ?

22 June 2023
0
0
0

૬ : કુંવારો કે બ્રહ્મચારી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો. ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate La

7

૭ : વટેમાર્ગુ

22 June 2023
0
0
0

૭ : વટેમાર્ગુ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠લોક કહે છે કે પન્થીની પ્રીત શી ? પણ એને તો પન્થીનાં કામણનાં બાણ હૈયાં સોંસરાં વાગ્યાં હતાં, ને એણે પન્થીની પૂજા આદરી હતી. ⁠ગામની તે ગોપિકા હતી. ⁠માર્ગે જતાં-આવતાં તે

8

૮ : વીણાના તાર

22 June 2023
0
0
0

૮ : વીણાના તાર ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠તારલા કંઈ તારલાને તેજમટકે મટમટે; ⁠તો આત્મ કાં નવ સૂક્ષ્મ તત્ત્વથી આત્મના અનુકમ્પ દે ? ટેનીસન ⁠ઉંડા વનમાં એક નદી હતી ને નદી ઉપર કાળી ભમ્મર છાયા ડોલતી. નદીનાં પાણી,

9

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ?

22 June 2023
0
0
0

૯ : અંજન શલાકા અથવા સતી કે સુન્દરી ? ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠‘સંસારનો આજનો આદર્શ કિયો ?-સતી કે સુન્દરી ?’ ⁠અમે બે મિત્રો એક કન્યામહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં જતા હતા. ⁠મ્હેં કહ્યું : ‘અઢારમી સદ્દીનો હજી

10

૧૦ : હું તો નિરાશથઈ

22 June 2023
0
0
0

૧૦ : હું તો નિરાશથઈ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠હું તો તે દિવસે નિરાશ થઈને આવી. ⁠કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને

11

૧૧ : બ્રહ્મચારી

22 June 2023
0
0
0

૧૧ : બ્રહ્મચારી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️  તે બ્રહ્મચારી હતા. ⁠વસ્તી વચ્ચે દેવમન્દિર હતું ને એ દેવમન્દિરમાં તે રહેતા. સ્હવારે ને સ્હાંજરે નગરમાર્ગો ઉપર થઈ નદીએ તે ન્હાવા જતા ત્ય્હારે ભરવસ્તીમાં એની આંખે ઉંચી થત

12

12 : સતીનાં ચિત ગગ્ન

22 June 2023
0
0
0

12   : સતીનાં ચિત ગગ્ન (વીસમી સદ્દીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ૧ગિરિછાયામાં ⁠ગુજરાતના ગિરિવરોમાં એ ઉછરતી હતી. નિત્યનિત્ય ગિરિરાજનાં દર્શન કરીકરીને એનો આત્મા ગિરિરાજ શો અચલ

13

૧૩ : ફૂલની ફોરમ

22 June 2023
0
0
0

૧૩ : ફૂલની ફોરમ ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠એ માર્ગે નગરલોક ઘણાં જતાં-આવતાં. ⁠ચન્દનીના વ્હેણ જેવો માર્ગ ઉજળો હતો; પણ વચ્ચે વચ્ચે વૃક્ષછાયાના અન્ધકારના ઢગલા પડેલા હતા. પડછાયા શા ડોલતા એ ઢગલાઓ ખૂંદીને લોક એ

14

૧૪ : વ્રતવિહારિણી

22 June 2023
0
0
0

૧૪ : વ્રતવિહારિણી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠આઠે પહોરના અમૃતરૂપ એ સમય હતો. જગતશોભન સૂર્યસુવર્ણ આભમાં યે ન્હોતાં પથરાયાં, અને અન્ધકારના ઓછાયા પણ અન્તરિક્ષમાં ન્હોતા ઉડતા. રાત્રી આથમી હતી. તેજેતેજશીતળ રજતવર્ણું પ્

15

૧૫ : સાગરની સારસી

22 June 2023
0
0
0

૧૫ : સાગરની સારસી ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં. ⁠આજ હિમના વાયુ વાતા હતા. ⁠કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી. ⁠

16

૧૬ : સર્વમેધ યજ્ઞ

22 June 2023
0
0
0

૧૬ : સર્વમેધ યજ્ઞ (૨૦મી સદ્દીના ગુજરાતની એક ઇતિહાસકથા.) ⚜️ ⁠ ⚜️ ⁠ ⚜️ ⁠કઠોપનિષદમાં કથા છે કે પૂર્વે વાજશ્રવ અરુણી ઋષિના પુત્ર ઉદ્દાલક ઋષિએ સર્વમેધ યજ્ઞ આરંભ્યો હતો. ભરી ભરી કથરોટ ઠાલવે એમ ઘર

---

એક પુસ્તક વાંચો