shabd-logo

અખો ભક્ત

19 June 2023

4 જોયું 4

પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના વંશનાં કોઈ નથી એવું અમદાવાદના લોકો કહે છે. "આ વખતમાં કેટલાએક એવો વિચાર જણાવે છે કે, કવિતા બનાવનાર પોતાનું નામ કવિતામાં જોડે છે તે ઠીક નથી. પણ આ ઈતિહાસ લખતાં અમને જુના કવિયોની હકિકત જાણતાં ઘણી અડચણ પડે છે, અને એવો વિચાર આવે છે કે, જે કવિયો પોતાનું ગામ, નામ કે જાતિ વર્ષ વગેરે પોતાની કવિતામાં જોડતા ગયા છે તેઓએ ઘણું સારું કર્યું છે. અને ગદ્યમાં લખવું કે, પદ્યમાં લખવું તે કવિને તો બરાબર છે, અને કેટલીક સારી કવિતા હોય છે, પણ તેમાં નામ નથી તો માલૂમ પડતી નથી કે, આ કેની બનાવેલી હશે?"

અખે કવિયે અખેગીતા તથા સાહિત્યના છપા ૭૦૦ રચેલા પ્રસિદ્ધ છે. તે સિવાય તેનો રચેલો એક ગ્રંથ ભાવનગરના ગાંડાત્રવાડી પાસે મેં દીઠો હતો, પણ તે ગ્રંથનું નામ યાદ નથી, એ કવિ વેદાંત મતવાળો હતો, અને મૂર્તિને માનતો નહોતો; તથા દેવના અવતારને પણ માનતો નહોતો. માટે તેણે મૂર્ત્તિની નિંદા કરી છે. જુદા જુદા પંથ લોકો માને છે, તેઓની પણ મશ્કરી કરેલી છે. એ કવિયે આત્માના અને શરીરના વિચાર ઊપર તથા વાતચિતમાં દૃષ્ટાંત દેવા લાયક કવિતા રચી છે. પણ શ્રૃંગારરસનું કે, લડાઈનું વર્ણન તેણે કર્યું જ નથી. પરમેશ્વર વિના બીજા દેવને માનતો નહોતો, માટે ગ્રંથના આરંભમાં બીજા કવિયો, સૌથી પહેલો ગણપતિને પૂજવા યોગ્ય જાણીને નમસ્કાર કરે છે, તેને બદલે અખે એવું લખ્યું છે કે, "ઊં નમો શ્રીત્રિગુણપતિ રાયજી; સર્વ પહેલો તે જે પૂજાયજી." (ત્રિગુણપતિ એટલે પરમેશ્વર.) તેની કવિતા જોતાં તે વિદ્વાન હતો, એવું જણાય છે. પણ પ્રેમાનંદભટની પઠે ગાવાના સેહેલા સેહેલા રાગમાં તેણે કવિતા કરી છે. તે ઊપરથી જણાય છે, કે જેમ દક્ષણી લોકોને ગુજરાતી રાગની ગરબિયો રચવી કે ગાવી પસંદ પડતી નથી, તેમજ તે વખતના ગુજરાતી લોકોને પિંગળના છંદ રચવા કે બોલવા પસંદ પડતા નહિ હોય. અખાના છપા પિંગળમાં કહેલા છપા પ્રમાણે નથી. પણ ચોપાઈનાં છ ચરણ કરીને તેનું નામ છપો તેણે રાખ્યું છે. એણે પોતાના ઉંડા વિચાર દૃષ્ટાંત સાથે જણાવેલા છે. અને તેની વાણીમાં મીઠાશ છે તેથી સાંભળનારના મનમાં અસર થાય છે. અખેગીતા તથા ૭૦૦ છપાની ચોપડિયો છપાઈ છે. પણ અશુદ્ધ છપાઈ છે તેથી વાંચનારાઓને અકળામણ આવે છે. સંસ્કૃત ભણનારા કે કેટલાક શાસ્ત્રિયો પણ અખાની કવિતા પસંદ કરે છે. અને વાત કરતાં દૃષ્ટાંતમાં તે કવિતા બોલે છે. ગુજરાતી ભાષાના ઉત્તમ વર્ગમાં ગણવા જેવા ૧૧ કવિયો થયા તેઓનાં નામ.

૧. નરસિંહ મેહેતો.
૨. પ્રેમાનંદભટ.
૩. અખો.
૪. શામળભટ.

૫. વલ્લભભટ.
૬. કાળીદાસ.
૭. પ્રીતમદાસ.
૮. રેવાશંકર.

૯. મુક્તાનંદ.
૧૦. બ્રહ્માનંદ.
૧૧. દયારામ.

તે સિવાય મધ્યમ વર્ગમાં ગણવા જેવા ૨૫, અને કનિષ્ટવર્ગમાં ૭૦ થઈ ગયેલા. અમારા જાણવામાં આવ્યા છે.

આ ઈતિહાસ થોડે થોડે બુદ્ધિપ્રકાશમાં લખવાનું કારણ એ છે કે, બાકી રહેલી હકિકત કોઈ મિત્ર લખી જણાવશે તો વળી પ્રગટ કરશું. અને પછીથી એ ઈતિહાસની એક જુદી ચોપડી થશે તો ઘણી સારી થશે. માટે કોઈ મિત્ર એ બાબત અમને લખી જણાવશે તેનો અમે ઉપકાર માનશું. અને એમાં જે જે અમારા અભિપ્રાય હોય. તેમાં પણ ફેરફાર કરવાની ખાતરી કરી આપશો તો કરશું.


દોહરો
હઠ પકડે જે હોય શઠ, તે સમજે પણ તોય;
હોઠે કદી ન હા ભણે, હઈયામાં હા હોય. ૧ 

21
લેખ
ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
0.0
એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્ધા, મધ્યા વગેરે સ્ત્રિયોના ભાવ તથા સ્વપ્નદર્શન, ચિત્રદર્શન અને ગુરૂલઘુમાન, સંયોગશ્રૃંગાર, વિયોગશ્રૃંગાર, તથા નવરસ વગેરે ઘણી સારી રીતે તેણે વરણવી દેખાડવા છે. ઓખાહરણની રસીકવાત જાણીને, તેના પછી બીજા કેટલાકએક કવિયોને એ જ વિષે કવિતા કરી. પણ પ્રેમાનંદની કવિતા જેવી કોઈથી બની શકી નથી. પ્રેમાનંદની વખત સુધી ગુજરાતીભાષામાં પિંગળના કાયદા પ્રમાણે છંદ રચવાનો ચાલ નહોતો, એવું જણાય છે. તેથી તેણે ગાવાની સેહેલી દેશિયોમાં ગ્રંથો રચેલા છે. પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે. એવી કવિતા જોડવાની શક્તિ, પરમેશ્વરની બખશીશ આપેલી ગણાય છે; એમ આખી દુનિયાના કવિયો લખી ગયા છે. ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે; અને કવિતાનો અભ્યાસ આખી ઉમ્મર સુધી કરનાર કેટલાએક થઈ ગયા; પણ પ્રેમાનંદને વિસારિયે, એવી કોઈની વાણી સાંભળવામાં આવી નથી. જો મેહેનત કરવાથી એવી કવિતા આવડતી હોત, તો હું પણ પ્રેમાનંદના જેવો કવિ થાત. પણ તેનો જેવો થયાની કોઈ દિવસે મારી આશા નથી; એ હું ખરાદિલથી કહું છું.
1

અખો ભક્ત

19 June 2023
0
0
0

પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના વંશનાં કોઈ નથી

2

શામળ ભટ

19 June 2023
0
0
0

એ કવિ નાતે શ્રી ગોડમાળવી બ્રાહ્મણ હતો. અમદાવાદ પાસે હાલ ગોમતીપુર કહેવાય છે. ત્યાં તે વખતે વેંગણપુર કહેવાતું, ત્યાં તે કવિ રહેતો હતો. તેણે વ્રજભાષાના પિંગળ વગેરે ગ્રંથનો અભ્યાસ કરીને, તે નિયમ પ્રમાણે જ

3

દલપત

19 June 2023
0
0
0

શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે રચ્યો છે,

4

વલ્લભ ભટ

19 June 2023
0
0
0

એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ હતો. તે પ્રથમ વિષ્ણુભક્ત હતો પણ કહે છે કે, તે શ્રીનાથજીની જાત્રા કરવા ગયો. ત્યાં મંદિરમાં સેહે જ થુંક્યો, તેથી મંદિરના લોકોએ તેનો ઘણો જ ધિક્કાર કર્યો. ત્યારે વલ્લભભટે

5

રઘુનાથ દાસ

19 June 2023
0
0
0

એ કવિ અમદાવાદ પાસે ગોમતીપુરમાં થઈ ગયો. નાતે લેઊઆ કણબી હતો અને સંવત ૧૮૩૬માં હયાત હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેણે શ્રીમદ્ભાગવત ગુજરાતીમાં રચેલું છે; તથા રામાયણ, ધ્રુવાખ્યાન અને છુટક છપા સવૈયા, પદ, ગરબિયો

6

પ્રિતમ દાસ

19 June 2023
0
0
0

એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય એવું જણાય છે.

7

લજ્જા રામ

19 June 2023
0
0
0

અમદાવાદનો ઔદિચ્ચ બ્રાહ્મણ સંવત ૧૮૪૩માં હતો. તેણે ભારતમાંથી કોઠાયુદ્ધ ગુજરાતીમાં કરેલું છે, તથા સગાળશાની વાર્તાની કવિતા કરેલી છે. એની કવિતામાં ઝાઝી મીઠાશ નથી, તેથી તે ઘણી પ્રસિદ્ધ પણ નથી. માટે તે ત્રીજ

8

હેમો

19 June 2023
0
0
0

તોરણાં ગામનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૬૪માં હયાત હતો. તેણે કર્મકથા એટલે કેવાં કર્મ કરે તે કેવો અવતાર પામે તે વિષે કવિતા કરેલી છે. તથા પદ, ગરબિયો કરેલી છે. પોતાની મરણતિથિનું પદ તેના નામનું છે. એ ઊપરથી જણાય

9

રેવાશકર

19 June 2023
0
0
0

એ કવિ જુનાગઢનો વડનગરો નાગર હતો. અને સંવત ૧૮૭૫માં હયાત હતો. તેણે ચંદ્રાવળાછંદમાં ઘણી કવિતા રચેલી છે; અને તે વખાણવા લાયક છે. સગળા કવિયો કરતાં એની કવિતામાં ઝડ ઝમકની રચના ઘણી જ સારી છે; અને વળી મીઠાશ ભરેલ

10

નિશ્કુળા નંદ

19 June 2023
0
0
0

એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. તેણે ભક્તચિંતામણી નામનો ગ્રંથ સંવત ૧૮૭૭માં કાઠીયાવાડ પ્રાંતના ગઢડામાં રહીને તેણે પુરો કરેલો છે. એ ગ્રંથ તુલસીદાસની રામકથા જેવડો છે. તેમાં ઘણું કરીને ત્રણતાળની ચોપાઈએ અને

11

રણછોડજી દિવાન

19 June 2023
0
0
0

એ કવિ જુનાગઢના નવાબનો દિવાન. જાતે વડનગરો નાગર સંવત ૧૮૭૮માં હયાત હતો. તેણે ચંડીપાઠના ઊપર સારા છંદ બાંધેલા છે. તથા ઉરદુભાષામાં પણ તેણે ગ્રંથ રચેલા છે. અને રેખતા, ઠુમરી વગેરે ગાવાની કવિતા પણ તેણે રચેલી છ

12

મુક્તાનંદ

19 June 2023
0
0
0

એ કવિ કાઠીઆવાડના ગઢડાનો સાધુ સંવત ૧૮૮૦માં હયાત હતો. અસલથી તે રામાનંદી સંપ્રદાયનો ઘરબારી વૈરાગી હતો. અને સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેનો શિષ્ય હતો. પછી તેણે સ્ત્રીનો ત્યાગ કર્યો. તેના ગુરૂએ

13

ધિરો ભક્ત

19 June 2023
0
0
0

એ કવિ વડોદરા જીલ્લામાં સાવલી ગામ છે, કે જે આજે સાવલી ગોઠડા એવાં બે પાસે આવેલાં ગામોથી ઓળખાય છે. ત્યાંનો રહેનાર નાતે ભાટ હતો. તેણે પોતાની કવિતામાં વર્ષ લખ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યું નથી. તથા પો

14

બ્રમ્હ નાદ

19 June 2023
0
0
0

એ કવિ નાતે ચારણ હતો. અને ડુંગરપર પરગણાના ખાણ નામના ગામમાં રહેતો હતો. અશલ તેનું નામ લાડુબારોટ હતું. તેનું સગપણ કરેલું હતું પણ પરણ્યો નહોતો તેની ઊમર વર્ષ ૨૦ ને આશરે થતાં, તેણે સાંભળ્યું કે કાઠીઆવાડમાં સ

15

કૃષ્ણારામ

19 June 2023
0
0
0

એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મંદિર બાંધીને પં

16

અલખબુખાલિ

19 June 2023
0
0
0

એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિતાની ચોપડી એક

17

ડુંગરબારોટ

19 June 2023
0
0
0

એ કવિ વિજાપુરનો ભાટ હતો. સંવત ૧૮૯૫માં હયાત હતો. તેના ભાઈઓ હાલ વિજાપુરમાં છે. તેણે ગુજરાતી ભાષામાં જુદા જુદા રાગનાં પદ સારાં કરેલાં છે. તોપણ તે બીજા વર્ગમાં ગણવા લાયક છે. તે કવિ રામનો ઉપાસક હતો. એવું ત

18

દયારામ

19 June 2023
0
0
0

એ કવિ સાઠોદરો નાગર ઘણું કરીને ડભોઈમાં રહેતો હતો. તે સંવત ૧૯૦૧માં હયાત હતો. ગોંસાઈજીનો શિષ્ય હતો. તેણે વ્રજભાષામાં, હિંદુસ્તાનીમાં, ઉરદુમાં અને મરાઠીભાષામાં પણ પદ રચેલાં છે. લોકો કહે છે કે તેણે વ્રજભાષ

19

નરભેરામ

19 June 2023
0
0
0

એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં છોટાલાલજી

20

પ્રેમાનંદ સ્વામી

19 June 2023
0
0
0

એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. લોકો કહે છે કે, તે પૂર્વાશ્રમે ગાંધર્વ હતો. તે ગાન કળામાં ઘણો હુંશિયાર, તે મતના સગળા સાધુઓમાં ગણાતો હતો. તેથી ઘણી જાતનાં વાજાં બાજાવી જાણતો હતો. પ્રેમ સખી એવું તેનું બીજ

21

ઉદેરત્ન

19 June 2023
0
0
0

એ કવિ ખેડાનો જૈનમત્તનો હતો, તેણે જૈનમત્તની તથા સાધારાણ બાબતોની પણ કવિતા કરેલી તે ગુજરાતીમાં તથા હિંદુસ્તાની ભાષામાં પણ છે. તેના વિષે એક એવી વાત ચાલે છે કે, એક વાણિયાને મંદવાડ હતો તેની સ્ત્રિયે જઈને ઉ

---

એક પુસ્તક વાંચો