શંકાશીલ ચીરો પડ્યો હૃદયની મુજ આરસીમાં, જેમાં સખીવદનનું પ્રતિબિમ્બ ઠેર્યું; રે ! એ છબી ય વિરહે કટકા બની બે બે ભાગમાં ત્રુટિત ચમ્પકની કલી શી ! શું સત્ય એ પ્રણયદર્શન સ્વપ્નનું, કે આ આરસી તૂટી ગ
જેને વીતી ગઈ 'જેને વીતી તે તો જાણે,' જખમી એવું માની મ્હાણે; ખોળામાં શિર ધરવા આણે, ત્યાં આ ખંજર શું ? જેને વીતી તે બોલે છે : 'હાં ! કૈં વીતે તો તુંને છે ! 'વીતે તો છોને વીતે છ
હોરીરામે બંને બળદોને પાણી આપ્યું અને તેની પત્ની ધનિયાને ગાયનું છાણ શેરડીમાં મોકલવા કહ્યું. મને ખબર નથી કે હું ક્યારે પાછો ફરીશ બસ મને લાકડી આપો. ધનિયાના બંને હાથ ગાયના છાણથી ભરેલા હતા ઉપલે પાઠકર આવ્ય
ખોવાતું ચિત્ત નયને જલ એ વહતાં રડતો ! સુખમાં પછી હું ન મ્હને ગમતો ! મુજથી પણ આ મુજ ચિત્ત બને ગુમ એ સહવું ક્યમ ? ના સમજ્યો ! ઉર બ્હાર વહી જ ઉરત્વ જતું ! જલથી જ્યમ દૂર જલત્વ બને, અહ ! મીન ગરીબ
વ્હાલાં વ્હાલાંને વ્હાલાંની પીડા ! લૂછાતા અશ્રુ એ ક્રીડા ! મ્હારાં ત્હારાં : ત્હારાં મ્હારાં : એ દુખડાં સુખડાં સુખડાં ! મ્હારાં તો દુ:ખ સૌ મ્હારાં છે ! વ્હાલાંને સુખ સૌ વ્હાલાં છે
મ્હારો ખજાનો જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી; જેનું જિગર જ્યાં જ્યાં ઠર્યું તેની ઠરી ત્યાં ઝિન્દગી ! હાવાં મોતની એ મહફિલે, ચાવી ખજાનાની રહે ! મહેતલ નકાં પૂરી બને ? શું એ જ
જીવનહાનિ ચોવીશ વર્ષ ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં, મારા ફર્યાં વરસ : જીવનબાગ સૂક્યો ! એકેય બિન્દુ નવ ચોવીસ ચક્રમાંથી: વા કોઈ એ ન ઘટમાળ સમારનારું ! સેવા બજી ન પ્રભૂની કશી કોઈ દી એ, બાકી રહી સહુય
પ્રથમ નિરાશા આશાની પીડા વીતી છે ! અશ્રુધારા ના વીતી છે ! કાળમુખે જાવા પ્રીતિ છે ! વીતી છે તે વીતી છે ! આશાના વ્રણ હાવાં ભાવે ! ક્ણ ફરી ક્યાંથી એ લાવે ! આશા કોણે કાં લૂંટી'તી
ઉંઘલે તું નિરાંતે સૂ નિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની ! એની ભાષા સમજી ન શક્યો કોઈ એ છે ખલાસી; તોફાનો આ પ્રણય રચતા વ્હાણની સાથ છો ને ! સૂ નિરાંતે ! રમત કરતાં કોઈ જીતે: પડે છે ! સૂ નિરાંત
દિલને દિલાસો વનેથી એ સીતા તુજ તરફ પાછી જ ફરશે અરે ! જેનો ચ્હેરો ઘડીક છુપી ચાલ્યો ! રડીશ ના ! હવે ના રોજે-હો ! સહુ દુઃખ તણા વાસ મહીં એ- સૂકેલી ભૂમિથી હજુ પણ ફુલો એ નિકળશે. અને છૂપા દર્દે હૃદય
પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે ! પ્રિયે ! મૃત્યુવેળા લવન કરતાં દગ્ધ સઘળાં ! પછી મૃત્યુમાં તો નથી નથી કશું કાંઈ વદવું ! નથી છેટું તેને, હુકમ કર : હું ત
હમારી સ્થિતિ - હમારું કિસ્મત હમારે તો ચમનમાંથી ગુલોના ખાર છે આવ્યા ! હમારે તો જહાંમાંથી બધે જલ્લાદ છે આવ્યા ! નથી પીનારને કોને હમારૂં ખૂન આ ભાવ્યું ! ઝુકેલી ડોક પર ખંજર ન દેવું કોણને ફાવ્યું ?
પ્યાલાને છેલ્લી સલામ ખુદાનું નૂર પાનારા ! સલામો છે ત્હને, પ્યાલા ! ન રો છોડી મ્હને જાતાં મજા જ્યાં હોય ત્યાં જા, જા ! સદા સાકી તણે હાથે ભરેલો - તર ભર્યો રહેજે ! પડેલા આશકો ફિક્કા: જરા લાલી તહી
ખાનગી કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે : કહીશ સઘળું, છુપું તુંથી કશું ન રહે, સખે ! કહીશ સઘળું, ક્યાં એ વિશ્વે હશે સુણનાર જો, નવ કહી શકે એથી બીજો અભાગી અહીં કયો ? મુજ જિગરમાં તુંને જ્યાં જ્
દિલની વાત દિલે કૈં વાત છુપેલી, સખી ! તુંથી કહેવી ! હૃદય અર્પ્યું, જુદાઈ ત્યાં, સખી ! રાખે કેવી ! વ્યથા સ્હેતાં હજુ ખોયું નથી કૈં સ્નેહી તાન, છૂટે ના એ, પ્રિયે ! હૈયા તણી ખુશબો એવી ! જહીં ચૂસ
સ્વર્ગનો સાદ મરેલાંઓ ! સગાંઓને ભૂલી જાજો: હમે જાશું; મરેલાં વ્હાલવાળાંને દુવા ગાજો: હમે ગાશું. સગા દેનાર દુનિયાને સગાઈ વ્હાલ સાથે ના, મરેલાં વ્હાલ વિણ તે તો મરેલાં વ્હાલ વિણ થાશું. અમોને એ
શિકારીને રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું; ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ; ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું. તીરથી
રજાની માગણી ત્રોફ્યું જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે ! બાકી રહ્યા ઘા હોય તો બે ચાર દઇ દેવા ઘટે ! ત્હેં શું કર્યું, તે આ બદન ખોલી બતાવાતું નથી ! ઝંજીરથી છોડી મગર કૈં શ્વાસ તો દેવો ઘટે
યજ્ઞમાં આમંત્રણ અશ્રુની સૈયારી ધારાઃ સૈયારી નિઃશ્વાસે જ્વાળા ! પ્રેમ સૈયારી પીડાઃ આ છે ખાકે સૈયારી - વ્લાલાં સૈયારી ! સાથી ના મૂકીને જાશેઃ સાથી સાથે રોશે, ગાશેઃ દિલની ખાક દિલે ચોળશેઃ
પ્રેમમાં ક્રૂર દોરો જગતમાં બદલો સમજ્યા વિના પ્રણય ના ચિરકાલ ટકી શકે ! પ્રણયમાં બદલો સમજ્યા વિના હૃદય ક્રૂર જ ક્રૂર બની શકે ! અને આ પ્રીતિને તુજ નયન જોઇ નવ શક્યા, જરા સ્પર્શી હૈયે નયન મુજ આ દ