બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.
બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મવર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણાં ઠેકાણે તેમની જન્મતારીખ 15 નવેમ્બર, 1875 હોવાનો ઉલ્લેખ છે.
બિરસા મુંડાના મોટા કાકા કાનુ પોલૂસ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાનાભાઈએ પણ એવું કર્યું હતું.
ખ્રિસ્તી ધર્મ સાથેનો સંબંધ તોડ્યો
બિરસા મુંડાનાં માસી જોની તેમને બહુ પ્રેમ કરતાં હતાં.જોની તેમનાં લગ્ન પછી બિરસાને તેમની સાથે તેમના સાસરી ખટંગા ગામે લઈ ગયા હતાં. ત્યાં તેમનો સંપર્ક એક ખ્રિસ્તી ધર્મપ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક તેમના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની વ્યવસ્થાની ટીકા કરતા હતા. એ બિરસા મુંડાને જરાય ગમતું ન હતું.એ જ કારણસર બિરસા મુંડાએ મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પોતાના આદિવાસી રીતરિવાજ ભણી પાછા ફર્યા હતા
1901માં બિરસા મુંડાનું અવસાન થયું હતું અને તેમણે શરૂ કરેલા આંદોલનનો પ્રભાવ આજે દેશભરના તમામ આદિવાસીઓ પર જોવા મળે છે, પરંતુ તેમણે શરૂ કરેલા ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. વળી એ ધર્મમાં પણ અનેક પંથ છે.
32,45,856 આદિવાસીઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા આદિવાસીઓની સંખ્યા 13,38,175 છે.