નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે.
ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિતીઓની ખરાઈ કરવા ભારતનો પ્રવાસ કરવાનું મન બનાવી લીધું. ભારતનો પ્રવાસકરવા ચીનથી મધ્ય એશિયા થઈને ઉત્તરના ખેબર ઘાટથી પસાર થવું પડતું. ઉત્તરમાં કાશ્મીર, પશ્ચીમમા સૌરાષ્ટ્ર, અને વલભીપુર, પૂર્વમાં કામરૂપ, દક્ષિણમાં મલકોટા વગેરે સ્થળોએ બુદ્ધના મઠો હતા. હ્યુંએનસંગને સમ્રાટ હર્ષવર્ધન અને ભાસ્કરવર્ધન સાથેના સબંધોએ બહુ ખ્યાતી અપાવી.
હ્યુંએનસંગ કન્ફ્યુંશીયસ સંપ્રદાયનો હતો. નાનપણથી બૌદ્ધ સાધુ પ્રત્યે આકર્ષણ હતું. ઈ.સ.૬૨૨ માં સુઈ વંશના રાજાના પતન પછી તેના ભાઈ સાથે પલાયન થઈ ટાંગ વંશની રાજધાની ચાંગાનમાં વસ્યા, ત્યાંથી ચાંગડું ગયા. ઈ.સ. ૬૨૨ માં પૂર્ણપણે બૌદ્ધ સાધુ બની ગયો.
સંસ્કૃતનો અભ્યાસ કરવા ભારત જવાનું મન બનાવી લીધું.ચાંગડુંમાં બૌદ્ધ ધર્મની યોગકાર શાખાનો અભ્યાસ કર્યો. ઈ.સ. ૬૨૯ માં ટાંગ સમ્રાટ ટાઇઝિંગ અને ગોકતુર્ક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ભારત જવાની પરમીશન માંગી પણ ન મળી. હ્યુંએનસંગ પલાયન થઈ ગોબીનું રણ ઓળંગી ઈ.સ.૬૩૦મા ટુપાર્ણના રાજા ને મળ્યો
રાજાએ પ્રવાસ માટે મદદ કરી. પશ્ચિમ તરફ જતાં લુંટારુઓને થાપ આપી કારાશહર પહોંચ્યો. બેદલ પાસને વટાવી કિર્ગીસ્તાન પહોંચ્યો. ગોક્તુર્કના ખાનને મળ્યો. ત્યાંથી નૈઋત્યમાં તાશ્કંદ, ઉઝબેકિસ્તાન થઈ રણ ઓ ળંગી સમરકંદ પહોંચ્યો. દક્ષિણ તરફ અમુદારીયા અને તમ્રેજ પહોંચી બૌદ્ધ સાધુઓને મળ્યો. ત્યાંથી પૂર્વમાં કુંડુજ ગયો. ત્યાં સાધુ ધર્મસિંહને મળ્યો. પશ્ચિમે બાલ્ખ હાલનું અફગાનીસ્તાનમાં બૌદ્ધ ધર્મ સ્થળો જોયા. ત્યા ના નવવિહારને પશ્ચિમના છેવાડાનું સ્થાન ગણાવ્યું. ત્યાં પ્રાજ્ઞાનકારા નામના સાધુ પાસે ભણ્યો. ત્યાં અગત્ય નો ગ્રંથ ‘મહાવિભાસ’ નો અનુવાદ ચીની ભાષામાં કર્યો.
અહી તે ભારત પહોંચ્યો હોવાનું અનુભવે છે. ત્યાંથી હુન્ઝા અને ખેબર ઘાટ ઓળંગી ગાંધારની જૂની રાજધા ની પુરુશપુર હાલનું પેશાવર પહોંચે છે. ત્યાં ઘણા સ્તુપો જોવે છે. હ્યુંએનસંગે કાળજી પૂર્વકના અદભૂત વર્ણનો કરેલાં છે. સ્વાત ખીણ, બુનેર ખીણ વગેરે સિંધુ નદી પાર કરે છે. તે તક્ષશિલા, કાશ્મીર જાય છે, આગળ ચાલ તાં જલંધર, કુલુવેલી, મથુરા, યમુનાનદી, માતીપુરાથી ગંગા નદી પાર કરે છે. ત્યાં મિત્રસેન પાસે ભણે છે. અહી હ્યુએનસંગ સિદ્ધિ નામનો ગ્રંથ લખે છે.
ભારતથી પાછા ફરતા ૬૫૭ થી વધારે ગ્રંથો અને અગણિત બીજું સાહિત્ય લઈ જાય છે. બખાત્યાર ખીલજીએ નાલંદાની લાયબ્રેરીનો નાશ કર્યો તે વખતે અમુક સાધુઓ કેટલાક ગ્રંથો લઈને તિબેટ ભાગી ગયા હતા. તેમના આ ગ્રંથો છે. દિલ્હીનો લોહ્સ્તંભને હજુ કાટ લાગતો નથી તે નાલંદાના શાસ્ત્રોની થીયરીથી બને લો છે.