shabd-logo

સ્વાભિમાન ની શોધ !!!

29 May 2023

20 જોયું 20

સ્વાભિમાનની શોધ! 

article-image


સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે ‘આપણું આપણાપણું હોવાનું ગર્વ’. ને આજનું કદાચ નગ્ન સત્ય એ છે કે આપણને ભારતીય હોવાનું ગર્વ નથી! અથવા કદાચ આપણને આપણા પર જ વિશ્વાસ નથી, આપણી કાબેલિયત પર ખુદ આપણને શંકા છે. આ વાતનું સૌથી પ્રસ્તુત ઉદાહરણ છે વિશ્વનું “યોગા”ને સ્વીકારવું. આપણી પાસે “યોગા”નું કોઈ જ જ્ઞાન ન હતું, હા પરંતુ આપણે “યોગ”ને વર્ષોથી જાણતા હતા.(અહીં આખી વાતમાં યોગ ને યોગા શબ્દ વચ્ચેનો સ્થૂળ ફરક ન જોતા તે પાછળના સુક્ષ્મ અર્થને પામજો.) “યોગશાસ્ત્ર” આપણી વિરાસતરૂપ છે ને આપણને તેના મહત્વનું પણ જ્ઞાન હતું પણ આપણને ખુદ પર વિશ્વાસ ન હતો, આપણાપણાનું સ્વાભિમાન ન હતું, ને આપણને એ વિશ્વાસ ત્યારે આવ્યો જયારે વિશ્વએ તેની પર “OK TESTED” નો સિક્કો લગાવી આપ્યો! 

માર્કેટિંગ મેનેજમેન્ટમાં આ થીઅરી એકદમ સરળ રીતે સમજાવી દેવાય છે. જયારે તમે તમારી product કે skill વિશ્વ સમક્ષ મુકો ત્યારે વિશ્વ એને તો જ સ્વીકારશે જયારે તમને તમારી product કે skill મા વિશ્વાસ હશે. આ જ થીઅરી ઉપરની વાત માટે પુરેપુરી પ્રસ્તુત છે. (શું આ થીઅરીનું ઉદાહરણ જરૂરી હતું??!!!!!)

ગુજરાતની રણકી વાવને world heritage માં સ્થાન મળ્યા બાદ ત્યાના પ્રવાસન ઉદ્યોગમાં ઉછાળો જોવા મળે છે! (ચાંપાનેરનો 2004 નો કિસ્સો પણ આવો જ છે. Reference : Click Here ) કૈલાશ સત્યાર્થીથી ‘નોબે લ’ શબ્દ અલગ કરી નાખતા કોઈ એમને ઓળખતું નથી! (google પર સત્યાર્થીને નોબેલ મળ્યું તે પહેલા ના  search – જેને filtered search કહે છે – અજમાવી જોજો , આ વાત નો તમને ખ્યાલ આવી જશે.) 

       આપણા પુરાણા સાહિત્યને અને પધ્ધતિઓ આધુનિક મેનેજમેન્ટ કે આધુનિક તત્વજ્ઞાન કે આધુનિક વિજ્ઞાન રજુ કરે ત્યારે આપણને સમજાય છે.( ગીતાના સિધ્ધાંતોને morden management સ્વીકારે છે.) તાજમહલ જેવા ભવ્ય કલાના પ્રતીકનું મહત્વ સમજવા આપણને તેના પર “સાત અજાયબીઓ માંથી એક” એવો સિક્કો જોઈએ છે. (કેમકે કોઈકના OK TESTED વગર આપણી ચીજો આપણી માટે ક્યાં મહાન હોય છે!) 

આવી ખૂબીઓ વિશ્વએ આપણને શોધી આપવી પડી છે!! ને આવુતો આપણી પાસે શોધીએ તો અખૂટ માત્રા માં વારસારૂપે પડ્યું છે, જરૂર છે તે વિશ્વ સમક્ષ મુકવાના વિશ્વાસની-આત્મવિશ્વાસની. (“દરેક સંસ્કૃતિને જાણો , શીખો, પણ પોતાની સંસ્કૃતિનું સ્વાભિમાન કરો” – આ ભાવ આહીં પ્રગટ કરવા ઈચ્છું છું, કોઈ પણ દેશની સંસ્કૃતિને હીન સમજવાનો ભાવાર્થ ન કરવો.)

       સ્વાભિમાનની આ વાતનો જ એક આયામ કહી શકાય તેવું કઈક, જે ઘણી વાર મારા દિમાગમાં આવતું પણ, આ મકરસંક્રાંતિએ મને ખાસ ધ્યાનમાં આવ્યું – અને પ્રેરક હતું ચાઇનીઝ બલૂન! તહેવાર આપણો, તહેવારને શરુ કરનાર આપણે, જ્યાં તે તહેવાર મનાવીએ તે દેશ આપણો, તહેવારમાં ઉજવણી કરનાર લોકો આપણા ને એ તહેવારમાં ધંધો કરી જાય કોઈ બીજા જ લોકો! સ્વદેશી ચીજોનો ઉપયોગ ને એને પ્રોત્સાહન એને ઘણે અંશ સુધી હું માનતો ને તે માટે વિદેશી ચીજો પર કાયદાથી પ્રતિબંધ સ્વીકારતો પણ, અહીં સીધી વાત છે કે નથી આ બલૂનમાં કોઈ મોટી ટેકનોલોજી કે નથી કોઈ મોટું રોકાણ, છતાં પણ આપણે જોતા જ રહી જઈએ ને બહારનું કોઈ આવીને આપણા લોકોની પસંદ, આપણા તહેવારોની રીતભાત વગેરેની માહિતી મેળવીને કરોડો રૂપિયાનો ધંધો કરી જાય! શું આપણને આવી હરીફાય પણ હંફાવી જાય છે? 

         આવી ઘટનાઓથી ચઈનીઝોના સ્વાભિમાનને સલામ કરવાનું મન થાય છે. અહીં સામે હરીફાયમાં ઉતરીને સામેવાળાને માત આપવાની ઇચ્છાશક્તિની જરૂર છે, ન કે તેમને સીધો ધંધો કરતા જ રોકીને.(વૈશ્વિકીકરણ ને વસુધૈવ કુટુંબકમના યુગમાં આવા પ્રતિબંધો અશક્ય ને અવાસ્તવિક છે.) ને કદાચ બે-ચાર વર્ષ પછી આપણા જ કોઈ લોકો બલૂનનો વધતો ધંધો જોઇને તે અહીંયા જ બનાવવા લાગશે પણ કઈક નવું – કઈક ખુદનું વિચારશે નહી ને તે સમયે ચીન આપણા હાથમાં કોઈક નવું રમકડું પકડાવીને પાછો કરોડોનો ધંધો કરી જશે! (આવા તો ઘણા પ્રસંગો ને ઉદાહરણો છે. આપણા બધા તહેવારોને જ એક વાર ચકાસી જોજો.)


આ બધા પરથી સવાલ થાય કે, શું આપણામાં તાકાત નથી?, શું આપણામાં કાબેલિયત નથી? શું આપણી પાસે તકો નથી? શું આપણી પાસે જરૂરી સંસાધનો નથી? જવાબ શોધતા જણાશે કે બધું જ છે માત્ર ખોટ છે સ્વાભિમાનની। આપણે આપણી શક્તિને જ ઓછી આંકીએ છે. અપાણા  વરસનું આપણને જ ગર્વ નથી. આપણી સંપત્તિઓનું આપણને જ મૂલ્ય નથી. તેથી જરૂર છે આપણી અંદર નજર કરવાની.

      આજે ભારત દુનિયામાં સૌથી યુવાન દેશ છે ને દુનિયા આખી ભારતના માનવધન પર મીટ માંડીને બેઠી છે, આ વખત છે આપણે આ ધનની કિંમત સમજીયે (જોવા જઈએ તો આપણે ખુદની કિંમત સમજીયે!!) ને તેના પર OK TESTED ના સિક્કાની રાહ ન જોઇને  આત્મવિશ્વાસથી દુનિયાને સ્વાભિમાની ભારતનો પરચો કરાવીએ. ભારતીય હોવાનું ગર્વ કરીએ. આપણા વરસનું ગૌરવ કરીએ. આપણાપણાનું ગૌરવ કરીએ. (source)  

11
લેખ
ના પૂછો ઇતિહાસ
0.0
This Book is belongs to the History of India and rich culture of it
1

તેમના કહેવા પ્રમાણે

23 May 2023
3
1
0

કેટલાક ઇતિહાસકારોની દલીલ એવી છે કે સિંધુ નદીના કાંઠે વસાહતીઓને હિન્દુ કહેવામાં આવે છે કારણ કે પર્સિયન લોકો સ ને હ બોલે છે, તેથી સિંધુ સંસ્કૃતિ હિન્દુ બની હતી. પરંતુ પારસી લોકોનો ધર્મ ગ્રંથ જંદાવ

2

મારા પ્રમાણે

23 May 2023
2
0
0

हिमालयं समारम्भे यावदिन्दु सरोवरम्।तत्देव निर्मितं देशं हिन्दुस्थानं प्रचक्षते।। હિમાલયથી શરૂ કરીને, સમુદ્ર સુધી બનેલી જમીનને

3

આપણો ધર્મ

23 May 2023
2
0
0

આ નવો હિંદુ ધર્મ જગતના બીજા ધર્મોની જેમ જ એક સંપ્રદાય હતો. મોહમ્મદ પયગંબર. ઇસુ અને બુધ્ધથી હટીને તેના પોતાના ભગવાનો હતા. જેમ કે રામ, ક્રિષ્ન, શિવ, વિષ્ણુ અને બીજા ૩૩ કરોડ દેવતાઓ. આ ઉપરાંત અંબા, દુર્ગા

4

હ્યુ .એન .સંગ અને નાલંદા વિશ્વવિદ્યાલય

29 May 2023
0
0
0

નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે.         ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિત

5

સ્વાભિમાન ની શોધ !!!

29 May 2023
1
0
0

સ્વાભિમાનની શોધ!  સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે ‘આપણું આપણાપણું હોવાનું ગર્વ’. ને આજનું કદાચ નગ્ન સત્ય એ છે કે આપણને ભારતીય હોવાનું ગર્વ નથી! અથવા કદાચ આપણને આપણા પર જ વિશ્વાસ નથી, આપણી કાબેલિય

6

બિરસામુંડ: કેવિતે બન્યા આદિવાસી ઓ ના ભગવાન

9 June 2023
0
0
0

બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી.  બિરસા મુંડાનો જન

7

કેટલી વ્યક્તિઓમાંસત્ય કહેવાની હિંમત છે ?

9 June 2023
1
0
0

કેટલી વ્યક્તિઓમાંસત્ય કહેવાની હિંમત છે ? માત્ર ‘સત્યમેવ જયતે’ના બણગા ફુંકવા કે ઘરમાંશોભા વધારવા ભીંતભીં ઉપર ફ્રેમ લટકાવી રાખવી એમાંશી ધાડ મારી ? સાચુંકહેજો આવો અનુભવ તમનેઅનેમનેઅવારનવાર થાયછે. સમાજ શું

8

`વોક (Woke)' નામેવકરતો વામપંથ :હિંદૂ વિરોધિ કાયદા?

14 June 2023
0
0
0

અમેરિકી ટેક કંપનીઓથી ઉભરાતા સીએટલ શહેરની સીએટલ સીટી કાઉન્સિલ દ્વારા જાતિ (કાસ્ટ) સંબંધિત અધ્યાદેશ જારી કરવાની ઘટનાએઅમેરિકામાંમોટા પાયેચર્ચાછેડી છે.અમેરિકી મી ડિયા ભારતના હિન્દુ સમાજ વિરુદ્ધ ઝેર ઓકી રહ

9

3000 साल पहले भी

16 June 2023
0
0
0

5000 साल पहले ब्राह्मणों ने हमारा बहुत शोषण किया ब्राह्मणों ने हमें पढ़ने से रोका। यह बात बताने वाले महान इतिहासकार यह नहीं बताते कि,100 साल पहले अंग्रेजो ने हमारे साथ क्या किया। 500 साल पहले मुगल बाद

10

અફસોસ ! ડૉ. આંબેડકરના અવસાનના દિવસેકલકતામાંરો શની કરવામાંઆવી હત

20 June 2023
0
0
0

૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તેવિશેષ | અનામતની જોગવાઈ બાબતેનહેરુજીએ વિરોધ કરતાંકહ્યું,દુનિયાના કોઈ દેશમાંઅનામતની વ્યવસ્થા નથી. ભારતમાંપણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થ

11

અંગ્રેજોએ નષ્ટ કરી ભારતની ઉન્નત ચિકિત્સાવ્યવસ્થા ભાગ ૩

27 June 2023
0
0
0

ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓનો ઇતિહાસ હજારો વર્ષજૂનો છે. વિશ્ર્વનુંપ્રથમ વિશ્ર્વવિદ્યાલય તક્ષશિલા ભારતમાં હતું. ઇસા કરતાંલગભગ એક હજાર વર્ષપહેલાં તેની સ્થાપના થઈ અનેઈસા પછી પાંચમા શતકમાં ણોના આક્રમણનેકારણેત

---

એક પુસ્તક વાંચો