shabd-logo
Shabd Book - Shabd.in

પંકજ

રમણલાલ દેસાઇ

17 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
23 June 2023 ના રોજ પૂર્ણ
મફત

ત્રણેક વર્ષથી મધુકર સટ્ટાબજારમાં આવતો. આખી જિંદગી સટ્ટો જ છે. વ્યાપારમાં પણ સટ્ટો કેમ ન હોય? એ પણ જિંદગીનો એક વિભાગ છે, એક ક્ષણમાં લાખો રૂપિયાના માલિક થવું અને એક ક્ષણે મિલક્ત વગરના બની બેસવું એમાં પણ અજબ રોમાંચ થાય છે. 'પણ આપણે વ્યાપારના જ સટ્ટામાં પડી રહીશું? કાંઈ બીજો સટ્ટો કરીએ તો ?' મધુકરે પૂછ્યું. 'હા. લગાવ બીટ. એબિસીનિયા જીતશે કે ઈટલી? હજારથી દસ હજાર રૂપિયા સુધીની મારી તૈયારી છે. ચાલ.' મેં કહ્યું. મધુકર જરા હસ્યો. તેનું હાસ્ય કેટલીક વખત અમને અપમાન ભર્યું લાગતું. અમારા બધાથી જાણે તે ઘણો મોટો માણસ હોય એવો એ હાસ્યમાં ભાવ હતો. 'શાને હસે છે? તારું જિગર ક્યાં ચાલે છે?' 'જિગર તો ચાલે છે, પણ તમારી ઢબે નહિ.' મધુકરે કહ્યું. 'હજી બીજા પાંચ હજારની મારી તૈયારી છે. બોલ, શું કહે છે?' 

0.0


"પંકજ" માનવીય સ્થિતિસ્થાપકતા અને સામાજિક પડકારોના ઊંડાણમાં ઝીણવટભરી વાર્તા તરીકે પ્રગટ થાય છે. લેખક પ્રતિકૂળતા, ભેદભાવ અને વ્યક્તિગત વિજયો દ્વારા ચિહ્નિત થયેલ વિશ્વમાં નેવિગેટ કરતા આગેવાનની કરુણ વાર્તા રચે છે. આબેહૂબ વાર્તા કહેવાના અને સંબંધિત પાત્રો દ્વારા, પુસ્તક ઓળખની જટિલતાઓને પ્રકાશિત કરે છે, સ્વીકૃતિ માટેના સંઘર્ષ અને પૂર્વગ્રહો સામે ઊભા રહેવાની હિંમતને પ્રકાશિત કરે છે. ગદ્ય છટાદાર છે, મજબૂત લાગણીઓને ઉત્તેજીત કરે છે અને પાત્રો સાથે જોડાણને પ્રોત્સાહન આપે છે. "પંકજ" એક વિચારપ્રેરક કૃતિ છે જે પ્રતિધ્વનિ કરે છે, જે વાચકોને માનવ ભાવના અને દ્રઢતાની શક્તિની ઊંડી સમજણ આપે છે.