પ્રમાણિક દુકાનદાર પણ નાખે લોટમાં માટી
બેન આવીને ભૂખી જાય સાડી લઈ જાય સાળી
બૈરી બોલાવી રહી છે મને આંખ કરીને રાતી
સમજે છે જાણે હોવ તેના બાપનો ઘાટી
છે સસરો ધનવાન ઘણોને પોરી પણ તેની ઘણી ગોરી
દહેજમાં લાવી ઘણું સાથે ઉપલો માળ ખાલી
કલ્પી હતી અમે હેમા માલા કે સાયરાની બાનું
મળી જીવનમાં તુંન તુંન કરી દિવાળીની હોળી
મળી વળી એક કુંવારકા ચડી ગઈ દિલને ખાલી
મેકઅપ ઉતાર્યો તો બોલ્યો હું કેમ છો મારા માજી
મળી વળી એક મેડમ હાલે કાખમાં કુતરો ઘાલી
બાળક બિચારું દૂધ માંગે પતિ લાવે ક્યાંથી ??
બની ઠની નીકળ્યા ખરીદવા ગાલની લાલી
એક સપાટે વિંગ ઉડી નકલી બાલની કાળી
ભાઈ બિચારો ધોતી બ્રાન્ડને પત્ની મીની સ્કર્ટ વાળી
છોરા બિચારા સમજે શું ? જુએ આંખો તાણી તાણી
-ramniklal