રગ મહી તું વહીને, બતાવી દે
રામનું નામ બોલી, ગજાવી દે
આ પ્રસંગ આખરી તું સજાવી દે
કોની સારી સજાવટ, બતાવી દે
તું મને જો વિકલ્પો, અપાવી દે
તો મરણને પછી તું, સજાવી દે
બારણાં મેં ભલે બંધ રાખ્યાં છે
લે ટકોરા તું પાડી, હરાવી દે
વાદળો પણ જરા સમજે તો સારું
કેટલા દિરયાદિલ છે, બતાવી દે
ઘર અમે બાંધવા ગોઠવી ઈંટો
ઈંટ પર તું જ નામો સજાવી દે