shabd-logo

[૧૦]લગ્નોત્સ

3 July 2023

3 જોયું 3

[૧૦]લગ્નોત્સ

વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો સોનામાં સુગંધ મળે. જીવણશા તરફથી નેમીદાસ માટે અવારનવાર થતું દબાણ લશ્કરી શેઠે ગણકાર્યું નહિ.

શુભ શુકન જોઈને રિખવ–સુલેખાનું વેવિશાળ નક્કી થયું અને શુભ તિથિનાં લગન લેવાયાં.

જીવણશાના પેટમાં જાણે કે તેલ રેડાયું.

આભાશાએ જગન આદર્યો. સાત પેઢીનું નામ ઉજાળનાર એકના એક પુત્રના લગનની ધામધૂમનું તો પૂછવું જ શું ? ગામમાં ચાર જગ્યાએ તો મોટા મોટા કોઠાર ઉઘાડ્યા છે અને તેમાં ગામોગામથી ગાડાંમોઢે ખાદ્યસામગ્રીઓ આવી આવીને ઠલવાય છે. મહિના મહિના દિવસથી સુખડિયાઓએ તવા માંડ્યા છે અને જાતજાતની ને ભાતેભાતની મીઠાઈ તૈયાર થાય છે. આભાશાએ તિજોરીનાં બારણાં અને કોથળીઓનાં મોં ખુલ્લાં મૂકી દીધાં છે. લગનનિમિત્તે મુનીમ તેમ જ વાણોતરોને મોકળે મને પૈસા વાપરવાની છૂટ મળી છે. ચતરભજને મનચંગા છે. દલુ તેમ જ ઓધિયો આનંદમાં છે અને ચોવીસે કલાક રિખવ શેઠની ખડે પગે ચાકરી કરે છે. રસિક રિખવ શેઠ પોતાના ભાવિ લગ્નજીવનનાં સ્વપ્નાં અનુભવી રહ્યા છે.  આભાશાએ લીલી લેખણે દેશાવરમાં કંકોત્રીઓ લખી છે. શરાફી ધંધા અંગે ઊભા થયેલા અનેક ગાઢ સંબંધીઓને નિમંત્રણો પાઠવ્યાં છે. નજીકનાં સગાંસ્નેહીઓને તેડવા માટે ખાસ વણોતરો ગયા છે. બહોળા મહીમહેમાનોના ઉતારા માટે અર્ધા ગામની આલીશાન મહેલાતો વાળીઝૂડીને સાફ કરાવી રાખી છે.

ગામેગામના શરાફ મહાજન અને નગરનગરના નગરશ્રેષ્ઠીઓ મહેમાન બનીને આવ્યા છે. સોનાંરૂપાં ને હીરામાણેકના અલંકારોથી વિભૂષિત એ પ્રતિભાવંત પુરુષો અને પદમણી જેવી રમણીઓ ગામના માર્ગો ઉપર થઈને પસાર થાય છે ત્યારે એ માર્ગો જાણે કે એમને સાંકડા પડે છે. અઢળક લક્ષ્મીના આગમનથી ગામની રોનક હસી ઊઠી છે.

ધોળી બાસ્તા જેવી ખડીથી ધોળાયેલ આભાશાની ડેલી પર લાલ ગેરુના ટોડલા ચિતરાયા છે. બારસાખે અણિયાળા આસોપાલવનાં તોરણ ટિંગાય છે. વીસપુરથી નિહાલ શેઠે લગન લખીને કૂળગોરને મોકલ્યો છે. લગન વધાવીને આભાશાએ ગામલોકોને જણપટ ગોળ અને ખારેકની લહાણ વહેંચી છે. લગ્નોતરી વાંચીને રિખવના મંડપનું આરોપણ થયું છે. ગામના કસબી કમાનગરાએ ત્રણ મજલાવાળો માંડવો ઊભો કર્યો છે. એની બાંધણી અને કારીગીરીમાં સામાન્ય માણસોની અક્કલ કામ કરી શકે તેમ નથી. થાંભલાની ચાર ચાર દિશાએ ગોઠવેલી નમણી પૂતળીઓ જોતાં તો એમ જ લાગે કે જાણે હમણાં એ હસીને ચાલવા માંડશે ! માંડવાને ભોંયતળિયે સોહાગણો મંગળ ગીતો ગાય છે, પહેલે મજલે ઢોલ–શરણાઈ આદિ વાદ્યો વાગે છે અને બીજે મજલે નર્તકીઓ નાટારંભ કરે છે. માત્ર ગામનાં જ નહિ પણ આસપાસની દસવીસ ગાઉની સીમનાં માણસો રિખવ શેઠનો માંડવો જોવા ઊમટી પડ્યાં છે.

પરેવાશે જૂતેલી જાનનાં એંશી ગાડાંની કતાર ગામના પાદરમાં સામતી નથી. સહુની મોખરે વરરાજાનું ગાડું છે. એના બળદ પણ  લોંકટા જોઈને પસંદ કરવામાં આવ્યા છે. એમની ભરાઉ ડોકમાં ઘૂઘરમાળ ઘમકે છે. માથે ઝૂલ ઝૂલી રહી છે. પચરંગી હીરભરત અને આભલાંએ ઓપતી શીંગડીઓની અણીઓ ઉપર પોપટપંખી શોભી રહ્યાં છે. ગાડાને ચાર છેડે ખોડેલ વાંસ ઉપર આભાશાને ત્યાં વડવાઓ તરફથી વારસાગત મળતો આવેલો અસલ કિનખાબી જરિયન માફો ઓઢાડવામાં આવ્યો છે. સિગરામનો આ શણગાર આટઆટલા પંથકમાં આભાશાની આગવી મિલકત ગણાય છે અને નાના નાના દરબારો પણ કોઈ કોઈ પ્રસંગે આ રજવાડી શણગારસામગ્રી આભાશા પાસેથી ઉછીની માગી જવામાં ગર્વ સમજે છે.

એક માફા પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો એમ કતાર લાગી છે, એ કોઈ દિગ્વિજય કરવાને નીકળેલી સવારીની યાદ આપે છે. એનો ઠાઠ પણ લશ્કરી જ છે. ચાર ચાર ગાડાં છોડીને દર પાંચમે ગાડે એકેક બંદૂક અને કીરચધારી વોળાવિયો ખોંખારા ખાતો આવે છે. એમાંના મકરાણી ને આરબ તો આભાશાને ત્યાં જ જન્મ્યા છે ને મોટા થયા છે. વર્ષો પૂર્વે જ્યારે પેઢીની એક દુકાનેથી બીજી દુકાને સોનૈયા, મહોર, રૂપિયા તેમ જ અન્ય સિક્કાઓની પોઠો ભરીભરીને હેરવણીફેરવાણી થતી ત્યારે આ મકરાણી ને આરબ બચ્ચાઓના વડવાઓએ પોતાનાં લીલાં માથાં વઢાવ્યાં હતાં. એ નેકી અને નિમકહલાલીનું યત્કિંચિત્ ઋણ ચૂકવવા માટે એ ભડવીરોના વારસદારોને આભાશા હજીય પોષ્યે જતા હતા. અત્યારે આખે રસ્તે એ સિંહબચ્ચાઓ તેમના રગડકસૂંબા વાટ્યે જતા હતા. અને વચ્ચે વચ્ચે ગેલમાં આવે ત્યારે માદરઝબાંમાં એકાદ–બે શેર ગગડાવી કાઢતા અથવા મોજ ખાતર હવામાં બંદૂકનો અવાજ કરીને જાનના પડને જાગતું રાખતા હતા.

મધ્યયુગમાં જ્યારે ધિંગાણાં અને દંગા સામાન્ય હતાં ત્યારના વખતની દારૂગોળા ભરવા માટે વપરાતી જંગી કોઠીઓમાં ઠાંસોઠાંસ લાડવા તેમ જ અન્ય મીઠાઈઓ ભરી લીધી હતી. ત્રણ ત્રણ કલાકે  છાંયડો તેમ જ પિયાવો જોઈને જાન આખી ટીમણ કરવા બેસે છે. ખાતાં ખાતાં વાતો અને મશ્કરીના ઝીંકોટા બોલે છે. પાનસોપારીનાં બીડાં ચવાય છે; અને ફરી આખો કાફલો વીસપુરને માર્ગે રવાના થાય છે.

વીસપુરની સીમમાં જઈને વોળાવિયાએ બંદૂકમાં ભરેલો દારૂ ફોડી નાખ્યો. એના અવાજોએ ગામને જાણ કરી કે ‘રિખવ શેઠ વનરાજે સીમડી ઘેરી…… માણારાજ……’ સામટાં ગાડાં પાદરમાં પહોંચ્યાં ત્યારે તો ખરેખર સીમાડાને કોઈએ ઘેરો ઘાલ્યો હોય એવું લાગ્યું.

નિહાલ શેઠ તરફથી થતી જાનની આગતાસ્વાગતામાં જરીયે કમીના નથી. લશ્કરી કુટુંબની જુનવટ અને અમીરાતને છાજે એવી એમની સરભરાની રીતરસમ છે. ગામથી બે ગાઉ આગળને એક વિસામે લશ્કરી શેઠના માણસો દૂધિયાં અને શરબતની ઠંડાઈના દેગડા લઈ લઈને સામા ગયા છે. પાદરમાં પાણીની તાંદમાં કોથળા મોડે ખાંડ ઠાલવીને જાનૈયાઓને ગળ્યાં પાણી પાયાં છે. રોંઢો નમ્યે વાજતેગાજતે જાનનાં સામૈયાં થયાં છે. રૂપાના શણગારે લચી પડતી ઘૂઘરવેલમાં રિખવ શેઠ બેઠા ત્યારનો દેખાવ તો ભલભલા રાજામહારાજાઓની સાયબીનેય શરમાવે એવો હતો : મોખરે સાજનમાજન, વચ્ચે વરરાજા અને છેડે રંગબેરંગી પટકૂળોમાં વિભૂષિત થયેલું સ્ત્રીવૃંદ. સામૈયું ગામમાં પ્રવેશ્યું ત્યારે જાણે કોઈ પ્રતાપી મહાનરના આવવાથી આખા ગામમાં જીવ આવ્યો.

સાંજે રિખવ પોંખાયા પછી અંતરપટની આડશે આવીને સુલેખા જે તાંબૂલ છાંટી ગઈ એ પ્રવાહીમાં પોતાને પ્રિય એવી ચિત્રકલાના જ નહિં સમસ્ત જીવનકલાના જુદા જુદા રંગોને જાણે કે એકરંગી બનાવ્યા હોય એમ લાગતું હતું.

નિહાલ શેઠે પોતાના ખોરડાની વટ પ્રમાણે પાંચ પાંચ દિવસ સુધી જાનને રોકી છે. પાંચેય દિવસ જાનૈયાઓ ફરતી ફરતી મીઠાઈઓ  ખાય છે. લશ્કરી શેઠે દૂર દૂરથી મીઠાઈઓના કરંડિયા મંગાવ્યા છે. રોજ બપોરે ને રાતે બારોટ લોકો આવે છે અને બન્ને કુટુંબોની જ્વલંત ભૂતકાલીન જાહોજલાલીની બિરદાવલિઓ સંભળાવે છે. કાનમાં આંગળી ખોસીને દુહા ગાનાર ગઢવીઓ આવી ગયા, પક્ષીઓની બોલીની આબેહૂબ નકલ કરી જાણનાર ભરવાડ આવી ગયો, અવનવી વેશભૂષાઓ સજનાર બહુરૂપી આવી ગયો. સા આગંતુકો વરરાજા તરફથી મોં–માગી બક્ષિસો મેળવી ગયા.

વસિષ્ઠ–અરુંધતીના સૌભાગ્યના આશીર્વાદ પામીને રિખવ અને સુલેખા જસપર તરફ વળ્યાં. 

38
લેખ
વ્યાજનો વારસ
0.0
કહેવાની આશ્યકતા નથી કે આ કથા સાદ્યન્ત કલ્પિત જ છે. અને છતાં પાંચમા પ્રકરણમાં ગુજરાતની ભૂતકાલીન શરાફી અને નાણાંવટ અંગેનું જે લખાણ છે, તે કથામાં ૨સ પૂરવા પૂરતું જ રજૂ કર્યું છે. એ કાળની જાણીતી વ્યક્તિઓના ઉલ્લેખો પાછળ પણ ૫શ્ચાદભૂની રંગપૂરણી વધારે ઘેરી બનાવવાની જ નેમ છે. એ પ્રકારની ઐતિહાસિક માહિતીઓ શ્રી ડી. આર. દેસાઈએ એમ. કોમ. ના ડિગ્રી કોર્સ માટે લખેલ, થીસિસ 'ઈન્ડીજીનસ બેકિંગ ઈન ગુજરાત'માંથી લીધી છે. એ અપ્રગટ પુસ્તકની હસ્તપ્રતનો મને લાભ આપવા બદલ પ્રિન્સિપાલ સુરેન્દ્ર વૈ. દેસાઈનો આભાર માનું છું. એ ઉપરાંત, હિન્દની શરાફીના ઇતિહાસ તેમ જ કાર્યરીતિની વિગતો માટે 'ઈન્ડીજીનસ બેકિંગ ઇન ઇન્ડિયા'ના કર્તા ડૉ. એલ. સી. જૈનનો હું ઋણી છું. પણ એ પ્રકારની વિગતના ઉલ્લેખો તો કથાવસ્તુને પોષક બને એ દૃષ્ટિએ જ રજૂ કર્યા છે. કથાનો પ્રધાન રસ તો 'માનવ' જ છે; અને એ 'માનવ-દોર' ઉપર જ કથાવસ્તુને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
1

[૧] સાકર વહેંચો !

3 July 2023
0
0
0

[૧]સાકર વહેંચો ! ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને મ

2

[૨] ઉકરડેથી

3 July 2023
0
0
0

[૨]ઉકરડેથી  રતન જડ્યુંઆભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી. અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક

3

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું.

3 July 2023
0
0
0

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું. આભાશા ઓશરીમાં હિંડોળે હીંચકતા હતા. બન્ને બાજુના મખુદાઓ ઉપરની અસલ કીનખાબી કોર ઉપર આભલાં ચમકી રહ્યાં હતાં. ઓશરીની બન્ને બાજુના ઓરડાઓની વચ્ચેના ભાગમાં ઊંચી ગાદી–તકિયાની

4

[૪] વહુ–વહુની રમત

3 July 2023
0
0
0

[૪] વહુ–વહુની રમત લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે. છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘ

5

[૫] હૈયાહોળી

3 July 2023
0
0
0

[૫] હૈયાહોળી સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત

6

[૬]સુલેખા

3 July 2023
0
0
0

[૬]સુલેખા દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના

7

[૭] વિમલસૂરીની સલાહ

3 July 2023
0
0
0

[૭] વિમલસૂરીની સલાહ વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા ત

8

[૮]ચારુદત્તને ચીલે ચીલે

3 July 2023
0
0
0

[૮]ચારુદત્તને ચીલે ચીલે દરમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વા

9

[૯]સ–કલંક

3 July 2023
0
0
0

[૯]સ–કલંક  મયંકકેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂ

10

[૧૦]લગ્નોત્સ

3 July 2023
0
0
0

[૧૦]લગ્નોત્સ વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો

11

[૧૧]‘પ્રિયા

3 July 2023
0
0
0

[૧૧]‘પ્રિયા  મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમા

12

[૧૨] અમરતની આકાંક્ષાઓ

3 July 2023
0
0
0

[૧૨] અમરતની આકાંક્ષાઓ સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબ

13

[૧૩]એ જામ,

3 July 2023
0
0
0

[૧૩]એ જામ,  એ લબ, એ બોસા !દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હ

14

[૧૪] ગુલુ

3 July 2023
0
0
0

[૧૪] ગુલુ મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિં

15

[૧૫] છોટે મહંત

3 July 2023
0
0
0

[૧૫] છોટે મહંત મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન

16

[૧૬] લાખિયારની ક–દુઆ

3 July 2023
0
0
0

[૧૬] લાખિયારની ક–દુઆ જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા

17

[૧૭] ગરનાળાને ત્રિભેટે

3 July 2023
0
0
0

[૧૭] ગરનાળાને ત્રિભેટે મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અ

18

[૧૮]મોભી

3 July 2023
0
0
0

[૧૮]મોભી  જતાંરિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. મોભીના મરણાએ આભાશા

19

[૧૯]બે ગોરીનો

3 July 2023
0
0
0

[૧૯]બે ગોરીનો  નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્

20

[૨૦] તોલા અફીણનું ખર્ચ

3 July 2023
0
0
0

[૨૦] તોલા અફીણનું ખર્ચ આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું. રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ

21

[૨૧] આજાર આભાશા

4 July 2023
0
0
0

[૨૧] આજાર આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ

22

[૨૨]જીવનની કલાધરી

4 July 2023
0
0
0

[૨૨]જીવનની કલાધરી સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈ

23

[૨૩] લોઢાનાં કાળજાં

4 July 2023
0
0
0

[૨૩] લોઢાનાં કાળજાં ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછી

24

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી

4 July 2023
0
0
0

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા. જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ ન

25

[૨૫] સૂનું સુવર્ણપાત્ર

4 July 2023
0
0
0

[૨૫] સૂનું સુવર્ણપાત્ર અમરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વા

26

[૨૬] ઓશિયાળી અમરત

4 July 2023
0
0
0

[૨૬] ઓશિયાળી અમરત આભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી. લશ્કરી શેઠે

27

[૨૭] જિંદગીઓના કબાલા

4 July 2023
0
0
0

[૨૭] જિંદગીઓના કબાલા બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મ

28

[૨૮]રસ–ભોગી

4 July 2023
0
0
0

[૨૮]રસ–ભોગી  અને અર્થ–ભોગીનંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા. નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ન

29

[૨૯] ત્રણ તાંસળી

4 July 2023
0
0
0

[૨૯] ત્રણ તાંસળી નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી. આભાશાને ત્યાં

30

[૩૦] કૂતરાં ભસ્યાં

4 July 2023
0
0
0

[૩૦] કૂતરાં ભસ્યાં દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં. અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણ

31

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા

4 July 2023
0
0
0

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે

32

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

4 July 2023
0
0
0

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો ‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’ અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું. ‘જબરા ને મરદ તો થ

33

[૩૩] આડા વહેરની હડફેટે

4 July 2023
0
0
0

[૩૩] આડા વહેરની હડફેટે અમરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે. લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડત

34

[૩૪] બાળા, બોલ દે !

4 July 2023
0
0
0

[૩૪] બાળા, બોલ દે ! સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં તોરણિયાં...  તા... થૈ... થ... તા... થૈ… તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ; ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...  ભોં... ભ

35

[૩૫] એનું પેટ પહોંચ્યું

4 July 2023
0
0
0

[૩૫] એનું પેટ પહોંચ્યું માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો. પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો

36

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના

4 July 2023
0
0
0

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું. ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્

37

[૩૭]વછોયાં

4 July 2023
0
0
0

[૩૭]વછોયાં અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ

38

[૩૯] અજર–અમર

4 July 2023
0
0
0

[૩૯] અજર–અમર મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા. ‘સરુપકુમાર’નુ ચિત્ર

---

એક પુસ્તક વાંચો