shabd-logo

[૨૮]રસ–ભોગી

4 July 2023

3 જોયું 3

[૨૮]રસ–ભોગી 

અને અર્થ–ભોગીનંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા.

નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ને પરાજિતો હમણાં હમણાં એક થઈ ગયાં હતાં અને હજી પણ પેઢીમાંથી સુલેખાનો વહીવટ ઉથલાવી પાડીને પોતાનો પગદંડો જમાવવાનાં સપનાં સેવતાં હતાં. પણ નંદન સગર્ભા છે એવી જાહેરાતે એમના સપનાં પાર પડવાની શક્યતા નહિવત્ બનાવી દીધી તેથી તેઓ નિરાશ થયાં.

સ્વાભાવિક નિરાશા તો સુલેખાને થવી જોઈતી હતી, પણ એ તો આ સમાચાર સાંભળીને નાચી ઊઠી. આ અણગમતા વારસાનું પોતાને ન–છૂટકે વારસ બનવું પડ્યું હતું એમાંથી આપમેળે જ મુક્તિ મળતી હોવાથી એના આનંદનો પાર ન રહ્યો.

સુલેખાના હાથમાં વહીવટ આવ્યા પછી પેઢીની નીતિરીતિમાં એણે ફેરફાર કરાવ્યો હતો. હવે પછી નવી ધીરધારો વધારવાને બદલે જૂની ધીરધારોની પતાવટ તરફ વધારે ધ્યાન અપાતું હતું. વ્યાજના દરોમાં તો સુલેખાએ બેહદ ઘટાડો કરાવી નાખ્યો હતો અને ઘરાકોને માત્ર નામનું જ વ્યાજ ચૂકવવું પડતું. પરિણામે જીવણશા જેવા હરીક શરાફોની ઘરાકી ઉપર અસર થવા પામી તેથી જીવણશાએ આભાશાની પેઢી સાથેનું જૂનું વેર તાજું કર્યું.  અને લશ્કરી શેઠના વાણોતરોના હાથમાંથી વહીવટ ઝૂંટવી લેવાના ત્રાગડા રચવા માંડ્યા.

કોઈ કોઈ જાણભેદુઓ વાત કરતા કે નંદન સગર્ભા હોવાની જાહેરાત કરાવવા પાછળ અમરત ઉપરાંત જીવણશાનું ભેજું પણ કામ કરી રહ્યું છે.

વહીવટ હાથમાં લેવો પડ્યો ત્યારે તો સુલેખાનો વિચાર એવો હતો કે બહુ બહુ તો દસ વર્ષની અંદર પેઢીનાં લેણદેણ પતાવી નાખવાં અને વહીવટ સંકેલીને રિખવનું એક સુંદર સ્મારક કરવું. જે પેઢીને નામે ચતરભજ જેવા શોષકે ગરીબોનાં ગળાં લોહ્યાં હતાં એ પેઢી તરફથી વિશાળ અન્નક્ષેત્ર ખોલીને એ ‘કર્મો’નું યત્કિંચિત્ પ્રાયશ્ચિત્ત કરવું.

છેલ્લાં વર્ષો દરમિયાનની મોટામાં મોટી ધીરધારો મીંગોળાની હતી. મીંગોળા યાદ આવતાં સુલેખાને રિખવની એ ગામ તરફની અવરજવર યાદ આવી જતી. રિખવ જેને ‘સ-કલંક મયંક’ ગણતો એ એમીનું મોં યાદ આવી જતું, એમીનો ઓચિંતો ગુમ થયેલો છોકરો ગુલુ તરત યાદ આવી જતો. અને એ બધાને અંતે મીંગોળાના એ મેળામાંથી પાછાં ફરતાં થયેલું રિખવનું મૃત્યુ યાદ આવતાં સુલેખા ચોધાર આંસુએ રડી પડતી.

રિખવના મૃત્યુ પછી એમી અંગેની સઘળી વાતો આ ઘરમાં ઇરાદાપૂર્વક દાટી દેવામાં આવી હતી. કેવળ માનવતાથી પ્રેરાઈને સુલેખાએ એમીની તપાસ કરાવી હતી, પણ માત્ર એટલું જ જાણવા મળી શક્યું હતું કે એમીને તો એના સાસરિયાંએ મરણતોલ માર મારીને કાઢી મૂકી છે. પણ હાલ એ ક્યાં છે એની ચોક્કસ માહિતી સુલેખાને મળી શકી નહોતી. કોઈ કહેતું કે એણે તો ક્યારનોય વાવકૂવો પૂર્યો છે; કોઈ બાતમી લાવતું કે એને તો મવાલી લોકોએ ઉપાડી જઈને મુંબઈના વેશ્યાબજારમાં વેચી મારી છે. તો કોઈ વળી એમ પણ વાત કરી જતું કે એમીને તો એના સાસરિયાંવાળાઓ  કટકા કરી નાખવા માટે ગોતાગોત કરી રહ્યાં છે, પણ લાખિયારે એને કણબણનો વેશ પહેરાવીને જસપરમાં જ ક્યાંક છાને ખૂણે છુપાવી દીધી છે. એક બાતમી એવી પણ હતી કે એમી તો ઢેઢડાઓની નાતમાં ભળી ગઈ છે અને દૂરદૂરના ગામમાં શેરીઓ વાળે છે.

લાખિયાર તો અવસ્થાને આરે પહોંચી જ ગયો હતો અને એના રહેણાક ઘરમાંથી ચતરભજે એને કાઢ્યા પછી વધારે ઝડપથી શરીર ખખડી ગયું. છતાં આભાશાના ઘર સાથે પેઢી જૂનો નાતો એ છેક છોડી શક્યો ન હતો અને ક્યારેક ક્યારેક લથડિયાં ખાતો એ ડેલીએ આવી ચડતો ત્યારે સુલેખા સિફતપૂર્વક એમી અને ગુલુના સમાચાર એને પૂછતી – પ્રશ્નો ફેરવી ફેરવીને, જુદી જુદી યુક્તિઓથી પૂછતી, પણ સાગરપેટો લાખિયાર પ્રશ્નોને રોળીટાળી નાખતો અને કોઈને જરા સરખું પણ પેટ આપતો નહિ. એમ કરીને સુલેખાની ઇંતેજારી અને કુતૂહલને અનેકગણાં વધારી મૂકવાનું જ એ કામ કરતો.

વહીવટ હાથમાં આવ્યા પછી સુલેખાને લાગ્યું કે મીંગોળા ગામ પ્રત્યે આ કુટુંબનું મહાન ઋણ છે અને એ ઋણ અદા કર્યા સિવાય છૂટકો જ નથી. પેઢીએથી એકએક ચોપડા સુલેખાએ ઘેરે મંગાવવા માંડ્યા અને દરેક કળના ખાતા તપાસી તપાસીને ઉદારતાથી એની પતાવટો કરવા માંડી. પીલાયેલા દેણદારો આ ‘નાની શેઠાણી’ના વહીવટની બે મોઢે તારીફ કરવા લાગ્યા. અદેખા જીવણશાથી આ જોયું ન જતાં એણે સુલેખાના વહીવટને ‘રાણીનું રાજ’ કહીને વગોવવા માંડ્યો, છતાં સુલેખા તો વગોવણીની અવગણના કરીને આ આપદ્‌ધર્મના ઉપાધિયોગને સમાધિયોગ બનાવી રહી હતી.

તેથી જ તો, નંદનને ‘આશા છે’ એમ સાંભળીને સુલેખા આ ઉપાધિયોગમાંથી મુક્તિ મળ્યાનો આનંદ અનુભવી રહી.

અમરતે પાસો તો આબાદ નાખ્યો હતો. નંદનને મહિના હોવાની જાહેરાતે સહુની જીભ સીવી લીધી હતી. હવે કોઈને કશું  કહેવાપણું રહેતું નહોતું. આભાશાના મૃત્યુ વેળા નંદન સગર્ભા હોવાની સચ્ચાઈ અંગે અલબત્ત કોઈ માણસ બીતાં બીતાં શંકા ઉઠાવતાં, પણ એ મનની શંકા મનમાં જ રહી જતી અને એ વ્યક્ત કરવાની કોઈની હિંમત ન ચાલતી. અમરતનો રુઆબ અને અનાડી૫ણાં એવાં તો ભયપ્રેરક હતાં કે આવી જાતની આશંકા કરતાં પણ લોક ધ્રૂજતા.

લોકો હજી તો આ એક આશ્ચર્યમાંથી પૂરેપૂરા મુક્ત થાય એ પહેલાં તો અમરતે બીજું આશ્ચર્ય તૈયાર જ રાખ્યું હતું. વર્ષો વીતી ગયાં પછી આ ઘરમાં બીજી વખત સાકર વહેંચાણી. નંદનથી નાની બહેન ચંપા વેરે અમરતના દલુનું વેવિશાળ થયું એની જાહેરાત સાકરલહાણીથી થઈ. અને લગન પણ દિવાળી પછી તરત જ લેવાનું નક્કી થયું.

આ સમાચાર સાંભળીને પણ સુલેખા હૃદયપૂર્વક રાજી થઈ. એના દરિયાવ દિલમાં કશી શકા–કુશંકા થવાની શક્યતા જ નહોતી. એ તો હમણાં હમણાં શિલ્પ અને ચિત્રકળાના અધ્યયનમાં મસ્ત રહેવા લાગી હતી. ઉગ્ર ઇન્દ્રિયદમન દ્વારા મનોવિકારોના કરેલા ઉર્ધ્વીકરણનો મસ્ત નિજાનંદ એ અનુભવી રહી હતી.

અનેક વખત રિખવનાં સ્મરણો સુલેખાને સતાવ્યા કરતાં. એમાંય લગ્ન પૂર્વેનો કેસરીયાજી પરનો એ મિલન–પ્રસંગ તો સુલેખાની સ્મૃતિમાંથી કેમે કર્યો ખસતો નહોતો. ઓછામાં પૂરું હમણાં લાખિયાર વાળા મકાનની પછવાડેના ઉજ્જડ ખરાબામાં કેસૂડાનું એક ઝુંડ ઊગી નીકળ્યું હતું તે બારીમાંથી સુલેખા જોતી કે તરત એને કેસરીયાજી પરથી ખેરગામની દિશામાં જોયેલાં કેસુડાનાં વન યાદ આવી જતાં અને રિખવની મૂર્તિ નજર સામે આવીને ખડી થતી. તરત સુલેખાને એ ખરાબામાં ઉગેલાં કેસુડાનાં ઝુંડ ઉપર ચીડ ચડતી અને અનાયાસે જ, બાળપણમાં પિતૃગૃહે પઢેલ પ્રાચીન ગૂર્જર કાવ્યની પંક્તિઓ ઓઠે આવી જતી :  



કેસુ કલિ અતિ વાંકુડી,
આંકુડી મયણચી જાણી :
વિરહિણીનાં ઈણ કાલિજ,
કાલિજ કાઢ ઈ તાણિ.

સુલેખા કાવ્યાનંદની પરાકોટિ અનુભવતાં ડોલી ઊઠતી. રિખવની મનોમૂર્તિ વધારે તાદૃશ બનતી. વિચારતી : આ એ જ પ્રાચીન ગૂર્જર કાવ્ય, જેમાંથી રિખવે ‘સકલંક મયંક’ની ઉપમા ઉપાડી હતી. શી એની મર્મગ્રાહક રસિકતા ! શાસ્ત્રી માધવાનંદજી પાસે બેસીને, કરેલો કાવ્યસસૃષ્ટિનો ૨સાનુભવ ! એમાં માત્ર વિલાસિતાએ મળીને એની રસિકતાને વિકૃત ન કરી હતી તો કેવું સારું થાત ! સૌન્દર્યનો એ આજીવન ઉપાસક એક સ્થૂળ સૌન્દર્ય પાછળ ઘેલો બન્યો અને એ ઘેલછાની કિંમત પોતાની જિંદગી વડે ચૂકવી ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ની સાધના આડે આવા પાર્થિવ પ્રલોભને વિઘ્ન ઊભાં ન કર્યા હોત તો ! રસનો ભોક્તા રસાનુભવ કરતો કરતો જ ખતમ થયો. રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થનાં ભોગી રહ્યાં – અર્થ વહેંચણી માટે અંદરોઅંદર ઝઘડતા અને એકબીજાનાં કાસળ કાઢતાં. વિફળ જીવનનાં એ કલેવરોથી બીજું થઈ પણ શું શકે ?

આવી આવી સ્મૃતિઓ વચ્ચે રિખવ માટે પોતે યોજેલી પંક્તિ ‘કાંતિ લાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્‌’નું સુલેખાના માનસમાં રટણ ચાલ્યા કરતું; અને એ સામગ્રીને મૂર્ત કરતાં પેલાં ભોગાસનોનાં શિલ્પ પણ અનાયાસે જ યાદ આવી જતાં. બાળપણમાં પિતાશ્રી સાથે પરિભ્રમણમાં નીરખેલાં એલોરાનાં સુરમંદિરો, મારવાડમાં રાણકપુરનાં મંદિરો, આબુ ઉપર અચલેશ્વર નજીકની મૂર્તિઓ, તારંગા પરનાં અજીતનાથના મંદિરમાંનાં ભોગાસનના શિલ્પ વગેરે શું સૂચવે છે ? ગભારાની બહારના ‘નરથર’ ઉપર રજૂ થતાં ધર્મ અર્થ, કામ અને મોક્ષના એ સંકેતશિલ્પો :  સહસ્ત્ર ફણાએ પૃથ્વીનો ભાર વહોરી રહેલ આદિશેષ; એની ઉપર પ્રાચીન યુગના સંગ્રામો અને યુદ્ધખેલનો, એની ઉપરનાં કામશાસ્ત્રોક્ત આસનો, નાટારંભો અને વિલાસચેષ્ટાઓ, અને એ સહુની ટોચે મહર્ષિઓ, સાધકો, અર્હંતો અને સિદ્ધોની પ્રતિમાઓ – આ બધી શિલ્પસમૃદ્ધિ શું સૂચવે છે ? જીવનના ચારેય પ્રમુખ પુરુષાર્થોની અભિવંદના. સમસ્ત લોકવૃત્તની ઘટનાઓનું બહુમાન. માનવજીવનનો એક પણ પુરુષાર્થ બીજા પુરુષાર્થ કરતાં ઊતરતો કે હલકો નથી. કામ પણ કબૂલ કરે છે કે હું ધર્મથી ‘અવિરુદ્ધ’ છું .धर्माऽविरुद्ध: कामोॶहम् કહીને ગીતાના ગાનારાએ એનું બહુમાન કર્યું. તો પછી રિખવનો પગ ક્યાં લપસ્યો ? કામુકતામાં ? કે વિલાસમાં ?

એથી આગળ વિચાર કરતાં સુલેખા કંપી ઊઠતી. અને ફરી પોતાના વિચારપ્રવાહને કલા અને રસાસ્વાદ ઉપર વાળવા મથતી, પણ એમાં એ એકાગ્ર નહોતી થઈ શકતી. રિખવની મનોમૂર્તિ એની નજર સામેથી ખસતી જ નહોતી. એ કયા રિખવની યાદ સતાવ્યા કરે છે ? વિલાસી અને દારૂડિયા રિખવની ? ના, ના, એ યાદ તો ઘૃણાજનક છે. આ તો એ સુંદર સવારે ચોરની જેમ ઓચિંતા આવી ચડીને મારી આંખો દાબી, પરુરવાની એ અપ્રતિમ ઉક્તિઓ ઉચ્ચારનારા અને પછી રસ અને યોગની ચર્ચાઓ કરનાર રિખવની યાદ છે. બિચારાને રસયોગી બનવું હતું. પણ એક હાડચામના દેહે વચ્ચે આવીને એની સાધનામાં અંતરાયો ઊભા કર્યા કુસંગત–પ્રેરિત સ્વચ્છંદે એ યોગીને તપોભ્રષ્ટ બનાવ્યો. મારા માનસમાં તો એ રસમૂર્તિ ‘પુરુરવા’ની ચિરંજીવી છાપ રહી છે, નહિ કે પ્રથમ મિલને જ ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિત મધુ’ કહીને મદ્યપાનની પ્યાલીઓ ખણખણાવતા વિલાસમૂર્તિ રિખવની. પહેલો રિખવ એ ખરેખરા અર્થમાં રસભોગી હતો. બીજો, સામાન્ય માટીની મૂર્તિ હતો. પહેલો ઊર્ધ્વગમન કરી રહ્યો હતો, ત્યારે બીજો અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો હતો.  સુલેખાએ આગળ વિચાર્યું : રિખવના આ બે ભિન્ન ભિન્ન સ્વરૂપો વચ્ચે ફરક ક્યાં પડે છે ? એણે બહુ બહુ વિચાર કર્યો પણ કશો ઉત્તર ન મળ્યો. છેવટે એની કુશાગ્ર બુદ્ધિએ અત્યંત સહેલો અને સુભગ ઉત્તર રચી કાઢ્યો : કૌમારવયમાં પોતે જેને હૃદયદાન દઈ ચૂકી હતી એ વ્યક્તિ તે રિખવ; અને જેની સાથે પોતે ચાર ફેરા ફરી, એ રિખવ શેઠ. આ રિખવ શેઠ તે બાપદાદાઓએ રહેલી અઢળક લક્ષ્મી સંપત્તિનો હકદાર, ભોગવટો કરનાર. માબાપ તરફથી જે કાંઈ પણ મળી શકે તેનો વારસદાર – વ્યાજનો તેમ જ વિકૃતિઓનો – રિખવ તો સુલેખાના પૂજન અર્ચન અને ન્યોચ્છાવરીનું પાત્ર હતું. રિખવ શેઠ એ તિરસ્કાર ઘૃણા અને સૂગનું પાત્ર બની રહ્યું.

અને છતાં સુલેખાને લાગ્યું કે કૌમારવયમાં પોતે પૂજેલા રિખવની મૂર્તિ હજીય મનોપ્રદેશમાં ઊંંડી જડ ઘાલીને પડી રહી છે. કેમે કરી એ ત્યાંથી ખસતી જ નથી. મૃત પતિની વ્યક્તિમત્તામાં શું અલ્પાંશ પણ ચિરંજીવી છે ? હા, હોય પણ ખરો કદાચ. આખા રિખવ શેઠમાંથી રસના ઉપાસક રિખવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરો.

એ રસાત્મા રિખવના યશદેહને જરા કે મરણ પણ કશી અસર નહિ કરી શકે. સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી. આ રસોપાસના દ્વારા જ વૈધવ્ય જીવનની વિષમતાને સહ્ય બનાવી શકાશે એમ એને લાગ્યું. છતાં ચિત્રને પરિપૂર્ણ કરવામાં હજી મુશ્કેલી પડતી હતી. રિખવના મોંની હૂબહૂ રેખાઓના આલેખન માટે અવલંબન તરીકે – ઓઠા તરીકે – એને હજી કોઈ મુખાકૃતિ નહોતી મળી શકતી. આજ દિવસ સુધીમાં અનેક મુખાકૃતિઓ સુલેખા જોઈ વળી હતી: શેરીમાં રમતાં જુદી જુદી કોમનાં અને જુદી જુદી ઉંમરનાં બાળકો, ફૂટડાં અને ફૂલ જેવાં  કોમળા કિશોરો, માર્ગેથી પસાર થતા રાજવંશી કુમારો; ડેલીમાં ભિક્ષાર્થે આવતા કૌપીનધારી સોહામણા સાધુઓ, ઊભી શેરીએ રોટીની ટહેલ નાખતાં નમણાં ફકીરફકરાઓ, પર્વણી મેળાઓમાં નાટારંભો કરતા દેદીપ્યમાન નટડાઓ... પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિનાં દર્શન નહોતાં થયાં. કાન્તિલાવણ્ય, લેખામાધુર્ય સુન્દરમ્ એ સર્વ લક્ષણો એકીસાથે ક્યાંય જોવા નથી મળતાં. એકમાં કાન્તિ છે તો લાવણ્ય નથી. બીજામાં તો લાવણ્ય છે તો રેખામાધુર્યનો અભાવ છે. સઘળા જ સૌન્દર્ય–ગુણનો સમન્વય તો એક સપનું જ રહ્યું છે. અને એ સમન્વયનું સ્વપ્ન–હોવાપણું જ તો સુલેખાના આ રસયોગનું દ્યોતક બળ હતું.

આભાશાને ઘરને એક ખૂણે આવી રીતે જ્યારે રસયોગની સાધના થઈ રહી હતી ત્યારે બીજે ખૂણે નંદન અને અમરતે એમના અર્થયોગની સાધના આરંભી દીધી હતી. 

38
લેખ
વ્યાજનો વારસ
0.0
કહેવાની આશ્યકતા નથી કે આ કથા સાદ્યન્ત કલ્પિત જ છે. અને છતાં પાંચમા પ્રકરણમાં ગુજરાતની ભૂતકાલીન શરાફી અને નાણાંવટ અંગેનું જે લખાણ છે, તે કથામાં ૨સ પૂરવા પૂરતું જ રજૂ કર્યું છે. એ કાળની જાણીતી વ્યક્તિઓના ઉલ્લેખો પાછળ પણ ૫શ્ચાદભૂની રંગપૂરણી વધારે ઘેરી બનાવવાની જ નેમ છે. એ પ્રકારની ઐતિહાસિક માહિતીઓ શ્રી ડી. આર. દેસાઈએ એમ. કોમ. ના ડિગ્રી કોર્સ માટે લખેલ, થીસિસ 'ઈન્ડીજીનસ બેકિંગ ઈન ગુજરાત'માંથી લીધી છે. એ અપ્રગટ પુસ્તકની હસ્તપ્રતનો મને લાભ આપવા બદલ પ્રિન્સિપાલ સુરેન્દ્ર વૈ. દેસાઈનો આભાર માનું છું. એ ઉપરાંત, હિન્દની શરાફીના ઇતિહાસ તેમ જ કાર્યરીતિની વિગતો માટે 'ઈન્ડીજીનસ બેકિંગ ઇન ઇન્ડિયા'ના કર્તા ડૉ. એલ. સી. જૈનનો હું ઋણી છું. પણ એ પ્રકારની વિગતના ઉલ્લેખો તો કથાવસ્તુને પોષક બને એ દૃષ્ટિએ જ રજૂ કર્યા છે. કથાનો પ્રધાન રસ તો 'માનવ' જ છે; અને એ 'માનવ-દોર' ઉપર જ કથાવસ્તુને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
1

[૧] સાકર વહેંચો !

3 July 2023
0
0
0

[૧]સાકર વહેંચો ! ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને મ

2

[૨] ઉકરડેથી

3 July 2023
0
0
0

[૨]ઉકરડેથી  રતન જડ્યુંઆભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી. અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક

3

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું.

3 July 2023
0
0
0

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું. આભાશા ઓશરીમાં હિંડોળે હીંચકતા હતા. બન્ને બાજુના મખુદાઓ ઉપરની અસલ કીનખાબી કોર ઉપર આભલાં ચમકી રહ્યાં હતાં. ઓશરીની બન્ને બાજુના ઓરડાઓની વચ્ચેના ભાગમાં ઊંચી ગાદી–તકિયાની

4

[૪] વહુ–વહુની રમત

3 July 2023
0
0
0

[૪] વહુ–વહુની રમત લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે. છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘ

5

[૫] હૈયાહોળી

3 July 2023
0
0
0

[૫] હૈયાહોળી સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત

6

[૬]સુલેખા

3 July 2023
0
0
0

[૬]સુલેખા દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના

7

[૭] વિમલસૂરીની સલાહ

3 July 2023
0
0
0

[૭] વિમલસૂરીની સલાહ વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા ત

8

[૮]ચારુદત્તને ચીલે ચીલે

3 July 2023
0
0
0

[૮]ચારુદત્તને ચીલે ચીલે દરમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વા

9

[૯]સ–કલંક

3 July 2023
0
0
0

[૯]સ–કલંક  મયંકકેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂ

10

[૧૦]લગ્નોત્સ

3 July 2023
0
0
0

[૧૦]લગ્નોત્સ વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો

11

[૧૧]‘પ્રિયા

3 July 2023
0
0
0

[૧૧]‘પ્રિયા  મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમા

12

[૧૨] અમરતની આકાંક્ષાઓ

3 July 2023
0
0
0

[૧૨] અમરતની આકાંક્ષાઓ સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબ

13

[૧૩]એ જામ,

3 July 2023
0
0
0

[૧૩]એ જામ,  એ લબ, એ બોસા !દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હ

14

[૧૪] ગુલુ

3 July 2023
0
0
0

[૧૪] ગુલુ મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિં

15

[૧૫] છોટે મહંત

3 July 2023
0
0
0

[૧૫] છોટે મહંત મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન

16

[૧૬] લાખિયારની ક–દુઆ

3 July 2023
0
0
0

[૧૬] લાખિયારની ક–દુઆ જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા

17

[૧૭] ગરનાળાને ત્રિભેટે

3 July 2023
0
0
0

[૧૭] ગરનાળાને ત્રિભેટે મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અ

18

[૧૮]મોભી

3 July 2023
0
0
0

[૧૮]મોભી  જતાંરિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. મોભીના મરણાએ આભાશા

19

[૧૯]બે ગોરીનો

3 July 2023
0
0
0

[૧૯]બે ગોરીનો  નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્

20

[૨૦] તોલા અફીણનું ખર્ચ

3 July 2023
0
0
0

[૨૦] તોલા અફીણનું ખર્ચ આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું. રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ

21

[૨૧] આજાર આભાશા

4 July 2023
0
0
0

[૨૧] આજાર આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ

22

[૨૨]જીવનની કલાધરી

4 July 2023
0
0
0

[૨૨]જીવનની કલાધરી સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈ

23

[૨૩] લોઢાનાં કાળજાં

4 July 2023
0
0
0

[૨૩] લોઢાનાં કાળજાં ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછી

24

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી

4 July 2023
0
0
0

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા. જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ ન

25

[૨૫] સૂનું સુવર્ણપાત્ર

4 July 2023
0
0
0

[૨૫] સૂનું સુવર્ણપાત્ર અમરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વા

26

[૨૬] ઓશિયાળી અમરત

4 July 2023
0
0
0

[૨૬] ઓશિયાળી અમરત આભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી. લશ્કરી શેઠે

27

[૨૭] જિંદગીઓના કબાલા

4 July 2023
0
0
0

[૨૭] જિંદગીઓના કબાલા બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મ

28

[૨૮]રસ–ભોગી

4 July 2023
0
0
0

[૨૮]રસ–ભોગી  અને અર્થ–ભોગીનંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા. નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ન

29

[૨૯] ત્રણ તાંસળી

4 July 2023
0
0
0

[૨૯] ત્રણ તાંસળી નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી. આભાશાને ત્યાં

30

[૩૦] કૂતરાં ભસ્યાં

4 July 2023
0
0
0

[૩૦] કૂતરાં ભસ્યાં દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં. અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણ

31

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા

4 July 2023
0
0
0

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે

32

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

4 July 2023
0
0
0

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો ‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’ અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું. ‘જબરા ને મરદ તો થ

33

[૩૩] આડા વહેરની હડફેટે

4 July 2023
0
0
0

[૩૩] આડા વહેરની હડફેટે અમરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે. લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડત

34

[૩૪] બાળા, બોલ દે !

4 July 2023
0
0
0

[૩૪] બાળા, બોલ દે ! સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં તોરણિયાં...  તા... થૈ... થ... તા... થૈ… તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ; ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...  ભોં... ભ

35

[૩૫] એનું પેટ પહોંચ્યું

4 July 2023
0
0
0

[૩૫] એનું પેટ પહોંચ્યું માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો. પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો

36

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના

4 July 2023
0
0
0

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું. ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્

37

[૩૭]વછોયાં

4 July 2023
0
0
0

[૩૭]વછોયાં અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ

38

[૩૯] અજર–અમર

4 July 2023
0
0
0

[૩૯] અજર–અમર મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા. ‘સરુપકુમાર’નુ ચિત્ર

---

એક પુસ્તક વાંચો