shabd-logo

[૨૨]જીવનની કલાધરી

4 July 2023

4 જોયું 4

[૨૨]જીવનની કલાધરી

સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈને પહેલાં તો પિતૃહૃદયને સ્વાભાવિક આઘાત થયો. પણ તરત લશ્કરી શેઠ જોઈ શક્યા કે આ સાદાઈમાં પણ ઠેકઠેકાણે સુલેખાની સુરુચિ તરી આવે છે. ગૌછાણના લીંપણવાળી ભીંત ઉપર પણ સુલેખાએ અહીંતહીં પોતાની પીંછીના લસરકા લગાવ્યા છે. ગેરુનાં એ ચિતરામણો આગળ રંગબેરંગી તખ્તાઓ અને છબીઓ પણ ઝાંખાં લાગે એમ હતાં. સુલેખાએ જીવનની કલા દ્વારા વાતાવરણને એવી તો ભવ્ય સાદાઈ અર્પી હતી કે લશ્કરી શેઠની છાતી ગજગજ ફૂલી ઊઠી અને પુત્રીના વૈધવ્યનો હૃદયને કોરી ખાતો ઘા પણ ઘડીભરી વિસારે પડ્યો. બોલ્યા :

‘દીકરા, તેં તો તારુ વૈધવ્યજીવન ઉજાળ્યું….’

‘બાપુજી, એ તો મારો ધર્મ…’

‘હિન્દુ સંસારમાં ધર્મ તો ગણવો જ પડે છે, પણ તેં તો એને માત્ર ધર્મ ન રહેવા દેતાં જીવનની કલા કરી બતાવી છે. વિમલસૂરીને વર્ષો પહેલાં તું ગોચરી વહોરાવતી ત્યારે ઘણી વખત તેઓ કહેતા કે, સુલેખા તો કલાધરી છે. એ વખતે હું એ બધું હસી કાઢતો. આજે સૂરીજીનાં એ વચનો સાચાં લાગે છે.…’  લશ્કરી શેઠની નજર એક ખૂણા નજીક ઢાંકી રાખેલ ચિત્રફલક ઉપર ગઈ. છેક બાળપણમાં મેળવેલા ચિત્રકળાના સંસ્કાર સુલેખા હજીય જાળવી રહી છે એ જાણીને એમને ભારે આશ્ચર્ય અને સાથે કુતૂહલ પણ થયું. એ કુતૂહલથી પ્રેરાઈને એમણે ચિત્ર પરનું આવરણ ઊંચું કર્યું અને તેમને વિશેષ આશ્ચર્ય ઊપજ્યું. પૂછ્યું :

‘સુરેખા, આ ચિત્ર હજી પૂરું નથી કર્યું ?’

‘જી ના, બાપુજી ,અને હવે તે કદી પણ પૂરું નહિ થાય એમ લાગે છે.’

‘પણ બેટા, આ તો આપણે કેસરિયાજી ગયેલાં ત્યારનું માંડેલું ચિત્ર છે.’

એક ક્ષણ માટે સુલેખાની આંખો સમક્ષ કેસરિયાજી ઉપરનો રિખવ સાથેનો મિલન પ્રસંગ ખડો થઈ ગયો તરત એ આંખો મીંચી ગઈ તે પ્રસંગે રિખવ સાથે થયેલી રસની ચર્ચા અને મીમાંસા યાદ આવી ગયાં, એ આલિંગન અને ચુંબન યાદ આવી ગયાં, ચોગરદમ મત્ત બનીને ડોલતાં કેસૂડાંનાં ઝુંડ યાદ આવી ગયાં. પણ બીજી જ ક્ષણે એ ભૂત સ્મૃતિઓને ખંખેરી નાખી અને સ્વસ્થ થઈને બોલી :

‘બાપુજી, જે સંજોગોમાં આ ચિત્ર શરૂ કર્યું હતુ તે સંજોગો આજે મોજૂદ નથી.…’

લશ્કરી શેઠ ગળગળા થઈને બોલ્યા : ‘બેટા, તારાં નસીબ જ ફૂટેલાં નીકળ્યાં.… જાય છે, એની જગ્યા નથી પુરાતી.’

‘એની જગ્યા નહિ પુરાય ત્યાં સુધી આ ચિત્રના રંગો પણ નહિ પુરાય.’

‘દીકરા, એવી બધી આકરી ટેક ન લેવાય.’

‘ટેક નથી બાપુ ! આ તો હકીકત બોલી રહી છું. એ આજે તો નથી; તો એમના પ્રાણપ્રવાહ સમું એકાદ બાળક મૂકતા  ગયા હોત તો પણ હું એના મોંની રેખાઓ જોઈને આ ચિત્ર પૂરું કરી નાખત.’

‘એ બાળક નથી, એની જ તો આ બધી ઉપાધિ ઊભી થઈ છે ને !’ લશ્કરી શેઠે કહ્યું : ‘આભાશાએ એટલા માટે તો તને સમજાવવા મને અહીં મોકલ્યો છે.’

‘સસરાજી પણ માંદગીને બિછાનેથીય મારી ચિંતા કર્યા જ કરે છે ! મને હજી શું સમજાવવાનું બાકી છે ?’ સુલેખાએ પૂછ્યું.

‘બેટા, તું તો બધું જ જાણે જ છે. આભાશા બધી જ મિલકત તારા નામ પર કરી જવા માગે છે.’

‘પણ મારે એ મિલકતની જરૂર નથી; ઉપયોગ પણ નથી.’

‘એ તો તારા હૃદયની ઉદારતા છે, આત્માનો ગુણ છે. પણ તારે થોડી વ્યવહારદક્ષતા પણ કેળવવી જોઈએ.’

‘વ્યવહારદક્ષ બનીને મારે વ્યાજવટાવનો ધંધો નથી કરવો, બાપુજી !’ સુલેખાએ હસી પડતાં કહ્યું.

મજાક સાંભળીને લશ્કરી શેઠ પણ હસી પડ્યા. બોલ્યા : ‘વ્યાજવટાવ કરવા જવાનું તને કોણ કહે છે ? જોકે તું સ્ત્રી હોવા છતાં વેપાર કરે એમાં કાંઈ નવીનવાઈ જેવું મને ન લાગે. આભાશાની ચોથી પેઢીનાં દાદીમા હરકોર શેઠાણીએ તો તેમના ધણીના મૃત્યુ પછી આખી પેઢીનો કારભાર દસ વરસ સુધી ધમધોકાર ચલાવ્યો હતો. એના હાથની લખેલી હૂંડીઓ પણ હજી મોજુદ છે. દેશાવરભરમાં એ હૂંડીઓ ‘હરકોરની હૂંડી’ તરીકે ખ્યાત થઈ હતી. આ ખોરડે સ્ત્રીઓનો કારભાર કાંઈ નવીનવાઈનો નથી !’

છેલ્લું વાક્ય મર્મમાં કહીને લશ્કરી શેઠ હસી પડ્યા.

સુલેખા થોડી વાર મૂંગી રહી. પછી નિસાસાભર્યા સ્વરે બોલી :  ‘બાપુજી, એ જીવતા હોત તો હું ખરેખર એમના હાથમાંથી બધો કારભાર લઈને કુશળતાથી આખી પેઢી ચલાવત.…’

‘ગાંડી રે ગાંડી ! હું તો તારી મશ્કરી કરતો હતો.’

‘તમે ભલે મશ્કરીમાં કહો. હું તો ગંભીરભાવે કહું છું. એ જીવતા રહ્યા હોત તો પેઢીનો વહીવટ પરાણે એમના હાથમાંથી મારે જ લઈ લેવો પડત.’

‘એવું તે ક્યાંય બન્યું છે, દીકરી, કે પતિ જીવતાં જ પત્ની…’

‘શા માટે નથી બન્યું ? સલીમના હાથમાંથીય મ્હેર–ઊન–નિસાએ કારભાર લઈ જ લીધો હતો ને ? એ નૂરજહાંને કાં ભૂલી જાઓ ?’

‘એ તો જહાંગીર શહેનશાહની વાત થઈ !’ લશ્કરી શેઠ ફરી હસ્યા.

‘પણ તમારા જમાઈ તો એ શહેનશાહથીય વિશેષ હતા. એનાથીય અદકા રસિક. એને બનવું તો હતું રસયોગી, પણ યોગસાધના માટે જરૂરી નિગ્રહ જાળવી ન શકાય. અસિ–ધાર સરખી એ સાધનામાંથી ડગી જવાની, ચ્યુત થવાની કિંમત એમને પોતાની જિંદગી વડે ચૂકવવી પડી. જીવતા રહ્યા હોત તો મારે જરૂર નૂરજહાંની જવાબદારીને અદા કરવી પડત. કારણ કે, એ તો સલીમ જેવા જ હતા – સુરા અને સુંદરીમાં જ ચકચૂર રહેવાવાળા…’

‘બેટા, એ તો બધા કરમના ખેલ છે. કરમ નચાવે એ પ્રમાણે માણસે નાચવું પડે છે. હવે એ બધું યાદ કરીને એના આત્માને પણ શા માટે અશાંતિ કરે છે ? એ આજે હયાત નથી ત્યારે જ આભાશાને બધું તારા નામ ઉપર ચડાવવું પડે છે ને ? તું હવે સંમતિ આપે એટલે…’

‘મારી સંમતિ તમને નહિ મળે, બાપુજી ! મારી જીવનસાધના  આડે એવાં ક્ષુલ્લક પ્રલોભનોને કૃપા કરીને ન નાખશો. જીવનને જીતી જવાનું હવે લગભગ હાથવેંતમાં છે, ત્યારે મને કાંઠે આવી પહોંચેલીને ડુબાડશો મા.’

‘બેટા, પણ તારા આ હઠાગ્રહથી કુટુંબની લાખોની મિલકત ફનાફાતિયા થઈ જશે એનો તને કાંઈ ખ્યાલ છે ?’

‘ના બાપુજી ! મને કાંઈ ખ્યાલ નથી. શી વાત છે ?’ સુલેખાએ ભોળેભાવે જ પૂછ્યું.

‘કુટુંબના દુશ્મન વરુની જેમ ટાંપીને બેઠા છે. કુટુંબનાં જ માણસોની દાનત બગડી છે…’

‘ખરેખર ?’

‘હા, ચતરભજ અને અમરતે મળીને ત્રાગડો રચ્યો છે….’

‘શાનો ?’

‘બહુ ખરાબ ત્રાગડો ગોઠવ્યો છે. પણ જિન પ્રભુની ઇચ્છાથી એ કાવતરું નિષ્ફળ જ જશે.’

‘પણ શાનું કાવતરું છે એ તો કહો બાપુજી ?’

‘એ જાણવાની હવે જરૂર નથી રહી. તારી સંમિત મળ્યા પછી જે વીલ થશે એમાં એ કાવતરાખોરોના હાથ હેઠા પડશે.’

‘પણ કાવતરું શાનું છે એ તમે કહેતા નથી ! મને મારી નાખવાના છે એટલું જ ને ?’ સુલેખાએ હસતાં હસતાં પૂછ્યું.

‘તું તો સો વરસની થા દીકરા ! તેં ક્યાં કોઈનું કાંઈ બગાડ્યું છે તે, તારી સામે કાવતરું થાય ? તેં તો બધેય આંબા વાવ્યા છે, બાવળ એકેય નથી વાવ્યો.’

‘તો પછી કોને મારી નાખવાનું કાવતરું ગોઠવાયું છે…?’

‘આભાશાને.’ લશ્કરી શેઠે ઠંડે અવાજે કહ્યું.

સુલેખાને જાણે કે વજ્રઘાત લાગ્યો. બોલી : ‘શું વાત કરો છો  બાપુજી ! સસરાજી જેવા પ્રેમાળ માણમ સામે આવું ગોઠનાર કોણ…?’

‘ઘરનાં ને ઘરનાં જ માણસો છે. ને જીવણશાની શિખવણી.’

‘અરેરે ! ઘરનાં જ ઘાતકી…!’

‘હા.’

‘કોણ નામ તો કહો.’

‘અમરત અને ચતરભજ. મેં કહ્યું નહિ, કે બેય જણે ત્રાગડો રચ્યો છે ! તોલો એક અફીણ ઘોળીને તૈયાર રખાયું છે.…’

‘હું સાચું માનું જ નહિ !’ સુલેખાએ કહ્યું.

‘તું માને કે ન માને, પણ એ હકીકત છે.’

‘સસરાજીની જિંદગી એટલી સસ્તી ન હોય, બાપુજી !’

‘એ તો ખાડો ખોદે એ જ પડે. અમરતની બધી યોજના ઊંધી વળી જશે. આભાશાના ઓરડામાં દાખલ થવાની પણ હવે એને બંધી કરવામાં આવી છે.’

‘બાપુજી ! જરૂર પડશે તો હું ખડે પગે સસરાજીની સેવા કરીશ અને એમની જિંદગીની રક્ષા કરીશ. એક ચકલુંય બારણામાં ફરકી ન શકે એની તકેદારી રાખીશ.’

‘બેટા, એ તો બધું નંદન કરે જ છે. તારે તો હવે સસરાજીને રાજી રાખવા સારુ એક જ કામ કરવાનું છે. બધી મિલકતનો સ્વીકાર કરી લે.’ લશ્કરી શેઠ ફરી મૂળ મુદ્દા ઉપર આવ્યા.

અમરત અને ચતરભજના કાવતરાની વાત સાંભળીને સુલેખા ધ્રૂજી ઊઠી હતી. એણે વિચાર્યું : આ મિલકત ન–ધણિયાતી છે એ કારણે જ આ લોકોની દાનત બગડે છે અને જીવતા જીવોના જાન લેવાના ત્રાગડા રચાય છે. કોણે કહ્યું કે સસરાજીના મૃત્યુ પછી આભાશાનું ઘર નધણિયાતું બનવાનું છે ? આ ઘરના એક્કેએક પથ્થરમાં રિખવનો આત્મા વિલસી રહ્યો છે. હજી તો હું હયાત છું ત્યારથી જ આ લોકો મિલકતના ધણી થવા મથે છે તો હું ન  હોઉં તો તો કોણ જાણે શું કરે ! ના, ના, રિખવના વારસાને હું આમ ફનાફાતિયા નહિ થવા દઉ. કોઈ કાળે નહિ થવા દઉં. જરૂર પડશે તો માનવતાની રક્ષા કરવા માટે મારા અપરિગ્રહવ્રતનો ત્યાગ કરીને પણ દુષ્ટોના હાથ હેઠા પાડીશ.

‘બાપુજી !’ સુલેખા આવેશમાં આવીને બોલી : ‘મેં મારો નિર્ણય બદલ્યો છે. ભલે સસરાજી બધી મિલકત મારા નામ ઉપર ચડાવી દિયે. પણ એક શરત મૂકું છું હું એ મિલકત મન ફાવે તેમ વાપરીશ…’

‘બેટા જેવી તારી મરજી ! તને યોગ્ય લાગે એમ વાપરજે. પણ અત્યારે તો બેચાર માણસોની જિંદગીઓ બચાવવી એ તારા હાથમાં છે. તું તો શાણી અને સમજુ છે. અત્યારે તેં નિર્ણય કર્યો એ તારી ઊંડી સમજશક્તિનો સૂચક છે.’

‘પણ બાપુજી ! મારી લાંબા સમયની ઇચ્છા તો એમના સ્મારક તરીકે જસપરમાં અન્નક્ષેત્ર સ્થાપવાની છે. રોજ ઊઠીને આ સામે શેરીમાં ભીખ માગતાં ભિખારીઓ અને લૂલાં–લંગડાં અપંગોને જોઉં છું ને મને અન્નદેવની થઈ રહેલી અવહેલના સાલ્યા કરે છે. બાપુજી, આપણે અનેક ઉપાસના કરીએ છીએ પણ અન્નની ઉપાસના વિસરી ગયા છીએ. શાસ્ત્રી માધવાનંદજી હમણાં મારી પાસે ઉપનિષદો વાંચે છે એમાં અન્નને બ્રહ્મ તરીકે ગણાવ્યું છે : अन्न ब्रह्मति व्यजानात्…

‘બેટા, તારી યોજના ઘણી જ સુંદર છે. એવું એક આદર્શ અન્નક્ષેત્ર જ રિખવ શેઠનું સાચું સ્મારક બની શકે. એ વિચાર સૂઝવા બદલ તને ધન્યવાદ ઘટે છે. તારા હાથમાં વહીવટ આવે કે પહેલી જ તકે એ યોજના અમલમાં મૂકજે. બેટા, તેં તો ખરેખર બાળરંડાપો ઉજાળ્યો. વિમલસૂરીએ ખોટું નહોતું કહ્યું કે સુલેખા તો કલાધરી છે.’ લશ્કરી શેઠે ઊભા થતાં કહ્યું.  ‘કલાધરી હજી બની તો નથી, પણ બનવાનાં સપનાં સેવું છું. એ માટે તમારી આશિષ માગું છું. બાપુજી !’

‘તારા વૃદ્ધ સસરાની આજ્ઞાનું પાલન કર્યું છે એ બદ્દલ તેઓ જ તારાં સપનાં પાર પડે એવી આશિષ આપશે. ચાલો ત્યારે જાઉં ’…. લશ્કરી શેઠે ઓરડાની બહાર પગ મૂકતાં કહ્યું.

એ વખતે સુલેખા જોઈ શકી કે લશ્કરી શેઠની મોખરે કોઈ પડછાયો ઝડપથી હાફળોફાંફળો આગળ દોડી ગયો હતો.

શું એ કોઈ ચોર હતો ?

કે જાસૂસ ? 

38
લેખ
વ્યાજનો વારસ
0.0
કહેવાની આશ્યકતા નથી કે આ કથા સાદ્યન્ત કલ્પિત જ છે. અને છતાં પાંચમા પ્રકરણમાં ગુજરાતની ભૂતકાલીન શરાફી અને નાણાંવટ અંગેનું જે લખાણ છે, તે કથામાં ૨સ પૂરવા પૂરતું જ રજૂ કર્યું છે. એ કાળની જાણીતી વ્યક્તિઓના ઉલ્લેખો પાછળ પણ ૫શ્ચાદભૂની રંગપૂરણી વધારે ઘેરી બનાવવાની જ નેમ છે. એ પ્રકારની ઐતિહાસિક માહિતીઓ શ્રી ડી. આર. દેસાઈએ એમ. કોમ. ના ડિગ્રી કોર્સ માટે લખેલ, થીસિસ 'ઈન્ડીજીનસ બેકિંગ ઈન ગુજરાત'માંથી લીધી છે. એ અપ્રગટ પુસ્તકની હસ્તપ્રતનો મને લાભ આપવા બદલ પ્રિન્સિપાલ સુરેન્દ્ર વૈ. દેસાઈનો આભાર માનું છું. એ ઉપરાંત, હિન્દની શરાફીના ઇતિહાસ તેમ જ કાર્યરીતિની વિગતો માટે 'ઈન્ડીજીનસ બેકિંગ ઇન ઇન્ડિયા'ના કર્તા ડૉ. એલ. સી. જૈનનો હું ઋણી છું. પણ એ પ્રકારની વિગતના ઉલ્લેખો તો કથાવસ્તુને પોષક બને એ દૃષ્ટિએ જ રજૂ કર્યા છે. કથાનો પ્રધાન રસ તો 'માનવ' જ છે; અને એ 'માનવ-દોર' ઉપર જ કથાવસ્તુને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
1

[૧] સાકર વહેંચો !

3 July 2023
0
0
0

[૧]સાકર વહેંચો ! ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને મ

2

[૨] ઉકરડેથી

3 July 2023
0
0
0

[૨]ઉકરડેથી  રતન જડ્યુંઆભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી. અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક

3

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું.

3 July 2023
0
0
0

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું. આભાશા ઓશરીમાં હિંડોળે હીંચકતા હતા. બન્ને બાજુના મખુદાઓ ઉપરની અસલ કીનખાબી કોર ઉપર આભલાં ચમકી રહ્યાં હતાં. ઓશરીની બન્ને બાજુના ઓરડાઓની વચ્ચેના ભાગમાં ઊંચી ગાદી–તકિયાની

4

[૪] વહુ–વહુની રમત

3 July 2023
0
0
0

[૪] વહુ–વહુની રમત લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે. છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘ

5

[૫] હૈયાહોળી

3 July 2023
0
0
0

[૫] હૈયાહોળી સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત

6

[૬]સુલેખા

3 July 2023
0
0
0

[૬]સુલેખા દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના

7

[૭] વિમલસૂરીની સલાહ

3 July 2023
0
0
0

[૭] વિમલસૂરીની સલાહ વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા ત

8

[૮]ચારુદત્તને ચીલે ચીલે

3 July 2023
0
0
0

[૮]ચારુદત્તને ચીલે ચીલે દરમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વા

9

[૯]સ–કલંક

3 July 2023
0
0
0

[૯]સ–કલંક  મયંકકેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂ

10

[૧૦]લગ્નોત્સ

3 July 2023
0
0
0

[૧૦]લગ્નોત્સ વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો

11

[૧૧]‘પ્રિયા

3 July 2023
0
0
0

[૧૧]‘પ્રિયા  મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમા

12

[૧૨] અમરતની આકાંક્ષાઓ

3 July 2023
0
0
0

[૧૨] અમરતની આકાંક્ષાઓ સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબ

13

[૧૩]એ જામ,

3 July 2023
0
0
0

[૧૩]એ જામ,  એ લબ, એ બોસા !દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હ

14

[૧૪] ગુલુ

3 July 2023
0
0
0

[૧૪] ગુલુ મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિં

15

[૧૫] છોટે મહંત

3 July 2023
0
0
0

[૧૫] છોટે મહંત મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન

16

[૧૬] લાખિયારની ક–દુઆ

3 July 2023
0
0
0

[૧૬] લાખિયારની ક–દુઆ જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા

17

[૧૭] ગરનાળાને ત્રિભેટે

3 July 2023
0
0
0

[૧૭] ગરનાળાને ત્રિભેટે મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અ

18

[૧૮]મોભી

3 July 2023
0
0
0

[૧૮]મોભી  જતાંરિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. મોભીના મરણાએ આભાશા

19

[૧૯]બે ગોરીનો

3 July 2023
0
0
0

[૧૯]બે ગોરીનો  નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્

20

[૨૦] તોલા અફીણનું ખર્ચ

3 July 2023
0
0
0

[૨૦] તોલા અફીણનું ખર્ચ આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું. રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ

21

[૨૧] આજાર આભાશા

4 July 2023
0
0
0

[૨૧] આજાર આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ

22

[૨૨]જીવનની કલાધરી

4 July 2023
0
0
0

[૨૨]જીવનની કલાધરી સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈ

23

[૨૩] લોઢાનાં કાળજાં

4 July 2023
0
0
0

[૨૩] લોઢાનાં કાળજાં ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછી

24

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી

4 July 2023
0
0
0

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા. જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ ન

25

[૨૫] સૂનું સુવર્ણપાત્ર

4 July 2023
0
0
0

[૨૫] સૂનું સુવર્ણપાત્ર અમરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વા

26

[૨૬] ઓશિયાળી અમરત

4 July 2023
0
0
0

[૨૬] ઓશિયાળી અમરત આભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી. લશ્કરી શેઠે

27

[૨૭] જિંદગીઓના કબાલા

4 July 2023
0
0
0

[૨૭] જિંદગીઓના કબાલા બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મ

28

[૨૮]રસ–ભોગી

4 July 2023
0
0
0

[૨૮]રસ–ભોગી  અને અર્થ–ભોગીનંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા. નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ન

29

[૨૯] ત્રણ તાંસળી

4 July 2023
0
0
0

[૨૯] ત્રણ તાંસળી નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી. આભાશાને ત્યાં

30

[૩૦] કૂતરાં ભસ્યાં

4 July 2023
0
0
0

[૩૦] કૂતરાં ભસ્યાં દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં. અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણ

31

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા

4 July 2023
0
0
0

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે

32

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

4 July 2023
0
0
0

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો ‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’ અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું. ‘જબરા ને મરદ તો થ

33

[૩૩] આડા વહેરની હડફેટે

4 July 2023
0
0
0

[૩૩] આડા વહેરની હડફેટે અમરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે. લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડત

34

[૩૪] બાળા, બોલ દે !

4 July 2023
0
0
0

[૩૪] બાળા, બોલ દે ! સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં તોરણિયાં...  તા... થૈ... થ... તા... થૈ… તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ; ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...  ભોં... ભ

35

[૩૫] એનું પેટ પહોંચ્યું

4 July 2023
0
0
0

[૩૫] એનું પેટ પહોંચ્યું માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો. પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો

36

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના

4 July 2023
0
0
0

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું. ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્

37

[૩૭]વછોયાં

4 July 2023
0
0
0

[૩૭]વછોયાં અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ

38

[૩૯] અજર–અમર

4 July 2023
0
0
0

[૩૯] અજર–અમર મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા. ‘સરુપકુમાર’નુ ચિત્ર

---

એક પુસ્તક વાંચો