shabd-logo

[૫] હૈયાહોળી

3 July 2023

9 જોયું 9

[૫]
હૈયાહોળી

સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત–કાઠિયાવાડમાં શાહ–શરાફ તરીકે નામ કાઢ્યું હતું. મુગલ સલ્તનત અને એ પછીના સમયમાં આ પેઢીએ શરાફીના ક્ષેત્રમાં ડંકો વગાડ્યો હતો. સુરતના વીરજી વોરા અને આત્મારામ ભૂખણવાળાની પેઢીઓ સાથે એને ગાઢ વેપારી સંબંધો હતા. હોરમઝ ને બસોરા, મોચા અને બાંટમ અને ફિલિપાઈન સુધી સાત સમંદરોને ડહોળતાં વેપારી જહાજોનું ‘અર્થ’ સંચાલન આ પેઢીઓ દ્વારા થતું. વડોદરાના શામળ બેચર અને હરિભક્તિવાળાની લખેલી હૂંડીઓ હજીય આભાશાના જૂના પટારામાં સચવાઈ રહી હતી.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આવીને દેશભરમાં ચલણનું એકીકરણ કરવા માંડ્યું ત્યારથી શાહ કુટુંબની શરાફીને ધક્કો પહોંચ્યો. એ પહેલાં સોમનાથ પાટણમાં તેમની પેઢી ધમધોકાર ચાલતી. જગતના નાથના દર્શનાર્થે આસેતુ–હિમાચલથી આવતા યાત્રીઓનાં તળપદા ચલણાના સિક્કાઓ બદલી આપવાનું કામ આ પેઢી ધમધોકાર ચલાવતી. અકબરની શહેનશાહત દરમિયાનના છેંતાળીશ જાતના સુવર્ણ સિક્કાઓ, સવાસો જાતના ચાંદીના સિક્કાઓ અને બસો ઓગણત્રીસ પ્રકારના તાંબાના સિક્કાઓ લઈને સોમનાથ પાટણ આવનાર પ્રવાસીઓને શાહ–પેઢીની સેવાઓ લીધા વિના છૂટકો જ નહોતો. અમદાવાદ અને આગ્રા, લખનૌની અને કાબોલની જુદી જુદી ટંકશાળોના જુદા જુદા સિક્કાઓ અહીં વટાવાતા. પછી શાહજહાની રૂપિયા આવ્યા ત્યારે પણ ઉત્તર હિંદના યાત્રીઓને પાટણની બવરી બજારે હટાણે જતાં પહેલાં શાહની પેઢીએથી પૈસા કોરીઓ છુટ્ટી કરાવી જવી પડતી. સિક્કાના નિષ્ણાતો હાથમાં ‘કસોટી’ઓ લઈને બેઠા જ હોય અને સિક્કો હાથમાં આવ્યો કે તરત એ કેટલા ‘વલો’ છે એ કહી આપે. આજે ચલણ બદલનો ધંધો વર્ષો થયાં બંધ થયો હોવા છતાં આભાશા તેમ જ જીવણશાના ઘરમાં સંખ્યાબંધ કસોટી–ઓજાર તેમ જ શાહજહાની અને બીજા રૂપિયાઓ મળી આવે છે અને ભૂતકાળની જાહોજલાલીની યાદ તાજી કરાવે છે. આ શાહજહાની રૂપિયા અને સોનામહોરોના શગભર્યા ઢગલામાંથી જ બાળ રિખવે એની કૂણી કૂણી આંગળીઓ વડે મુઠ્ઠી ભરી હતી.

કોંકણ અને મલબાર કાંઠા, પૂર્વ આફ્રિકા અને અરબસ્તાન, ઈરાની અખાત અને લંકા બેટ, પેગન, મલાક્કા અને સચીન સુધી વેપાર ખેડનાર સોદાગરોને શાહ–પેઢી તરફથી સુરતની શરાફી પેઢીઓ ઉપર શાખપત્રો આપતા. અને શાહ–પેઢીની શાખ ઉપર હજારોને લાખોની લેવડદેવડ કરનારાઓના પેટમાં પાણી પણ ન હલતું.

આ એ જમાનો હતો, જ્યારે શરાફી પેઢીઓ રાજ્યકર્તાઓને પણ નાણાંભીડ ટાણે મદદ કરતી. એક તરફથી લક્ષ્મીદાસ શેઠ મુરાદબક્ષને પાંચ લાખ રૂપિયા જેવી નાદ૨ રકમ આપે છે. કલકત્તાના નવાબો પાસે જગતશેઠ નાણાં પાથરે છે, સુરતના વીરજી વોરા ઈસ્ટ ઇન્ડિયા જેવી સધ્ધર કંપનીને પણ મોટી રકમની ધીરધાર કરે છે, અમદાવાદના અંબાઈદાસ લશ્કરી તો પેશવા અને ગાયકવાડની પલટનના સિપાઈઓ સુધ્ધાંની નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે; તો બીજી બાજુ એ જ અમદાવાદના શેઠ શાંતિદાસ જેવા શાહ સોદાગર તો શરાફી કરવા ઉપરાંત સુરત, બરહાનપુર, બિજાપુર, દિલ્હી, આગ્રા અને સિંધલ જેટલે દૂર દૂર શાખાઓ ખોલીને હીરા–માણેક પણ મૂલવી જાણે છે.

પણ મુગલ સલ્તનતના છેલ્લા દસકાઓ દરમિયાન આ જાહોજલાલી ઓસરવા માંડી. મરાઠાઓના ધાડાં સમસ્ત ગુજરાતની સમૃદ્ધિને ભયરૂપ બનવા માંડ્યાં. અને પછી તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જ ‘એજન્સી હાઉસ’ શરૂ કરીને આ દેશી નાણાવટો ઉપર છેલ્લો ફટકો માર્યો.

બેંક ઑફ બૉમ્બેએ અમદાવાદમાં અને પછીથી ધોલેરામાં શાખાઓ ખોલી, ચલણનું એકીકરણ થયું અને શાહ–પેઢી જેવી અનેક પેઢીઓની કામગીરીઓ બંધ થઈ.

છતાં આભાશાનું ઘર હજી ભાંગ્યું તોય ભરૂચ જેવું હતું. નાણાવટનો ધંધો પડી ભાંગ્યા પછી આ પેઢી ધીરધાર અને વ્યાજવટાવ તરફ વળી હતી, સૈકાઓ થયા સોમનાથ છોડ્યું હોવા છતાં કાઠિયાવાડના આંતરપ્રદેશ—વેપારનું નાણાંકીય પાસું આ પેઢી સંભાળી રહી હતી. કાઠિયાવાડના ગૌરવભર્યા ભૂતકાળની આ પેઢી સાક્ષી બની રહી હતી. અમરજી દીવાન, જેસા વજીર અને ગગા ઓઝા જેવા રાજ્યનીતિજ્ઞો પેદા કરનાર ધરતીએ જ શાહ–પેઢીના એકેકથી ચડિયાતા શરાફી નિષ્ણાતો આપ્યા હતા.

આભાશાને ઘેર રિખવનો જન્મ એટલે ઝાઝી વાત. એણે આવીને તો આ પુત્રવિહોણું ઝાંખું લાગતું ઘર અજવાળ્યું હતું. પરિણામે આ સાત ખોટના પુત્રના લાડચાડ અને મલાવામાં મણા ન રહી. એકના એક સંતાનને માટે સ્વાભાવિક એવાં સઘળાં જ અનિષ્ટોનો રિખવ ભોગ બન્યો. મનસ્વીપણું, બેજવાબદારી, તુમાખી, મોજશોખી આદતો, ઉડાઉ અને અછકલાપણાની પૂરેપૂરી તાલીમ દલુ અને ઓધિયાએ સંયુક્ત પ્રયત્નો દ્વારા રિખવને આપી.

આભાશાની ડેલીએ જુનવાણી શિરસ્તો જાળવવા હજીય આરબોની બેરખ બેસતી. બ્રિટિશ સલ્તનતના આગમન પહેલાં જ્યારે કહેવાતાં કાયદો અને વ્યવસ્થા નહોતાં આવ્યાં ત્યારે તો ડેલીના વિશાળ ઓટા ઉપર આરબોની ખડી ચોકી રહેતી અને પહોરેપહોરના ચોઘડિયાં વાગતાં. એ હકીકતની સાક્ષી તરીકે, ઓટા ઉપર પહેરેગીરોના કાવા–કસુંબા ગાળવા માટે કંડારેલ કૂંડીઓ હજી પણ હયાત હતી. માત્ર, પહેલાંની હથિયારબંધ ચોકીને બદલે હવે બે વૃદ્ધ આરબ અને એક મકરાણી અફીણના ઘેનમાં એ ઓટે પડ્યા રહેતા. એ માત્ર પેટવડિયે જ સેવા બજાવતા હોવાથી આવા વિશ્વાસુ આદમીઓને રજા આપવાનું આભાશાએ મુનાસિબ માન્યું નહોતું. રિખવને જ્યારે નિશાળે બેસાડવા ટાણે નછૂટકે ડેલીની બહાર કાઢવો પડ્યો ત્યારે આ આરબની સેવાઓ અમૂલ્ય થઈ પડી.

રિખવને નિશાળે મૂકવાની વાત આવી અને તરત માનવંતીને ચેલૈયો, નિશાળ, મહેતાજી, પેલો માનવમાંસભક્ષી સાધુ, ખાંડણિયો અને ‘ખમ્મા ! ખમ્મા !’ કરીને વિલાપ કરતી પુત્રવત્સલ માતાના ભણકારા વાગી ગયા. એને મન કુટુંબનો વેરી જીવણશા પેલો માંસાહારી સાધુ હતો, જે હર ક્ષણે રિખવનો બોરકુટો કરવા તલસી રહ્યો હતો. દુશ્મનોની કૂડી ને મેલી નજરથી રિખવને રક્ષવા માટે આ વિશ્વાસુ આરબને રિખવનો અંગરક્ષક બનાવવામાં આવ્યો હતો. શરૂમાં તો આ આરબ રિખવને કાખમાં તેડીને અને પછીનાં વર્ષોમાં આંગળી ઝાલીને શાળાએ લઈ જતો અને લઈ આવતો.

થોડા જ દિવસમાં રિખવને આ જૈફ આરબના અંગરક્ષણમાં ગૂંગળામણ લાગવા માંડી અને દલુ અને ઓધિયા સાથે એણે હરવાફરવાનું શરૂ કર્યું. આભાશા કે માનવંતીને આ વાત રુચિ તો નહિ, છતાં પુત્રને જે લાડચાડમાં ઉછેર્યો હતો એ જોતાં એની હરેક માગણી સંતોષવી જ જોઈએ એ આ ઘરમાં શિરસ્તો થઈ પડ્યો હતો.  દલુ અને ઓધિયાની સોબતમાં રિખવનો યૌવનકાળ વીતવા લાગ્યો.

એ કાળના સ્વૈરવિહારો અને સ્વૈરઆચરણોમાં એમને પેઢીનો અને ઘરનો બન્ને ઠેકાણાંનો સામાન્ય વાણોતર ધમલો બહુ ઉપયોગી થઈ પડ્યો. ધમલો નાનપણથી જ આવો ખાટસવાદિયો હતો. પણ એને કમનસીબે આભાશાને કોઈ જાતની મોજશોખની ટેવો ન હોવાથી ધમલાની વિશિષ્ટ શક્તિઓ અને સેવાઓનો આજ દિવસ સુધી આ ઘરમાં કોઈ લાભ લઈ શકતું નહોતું. પણ હવે બાળશેઠ રિખવને દલુ અને ઓધિયાએ પલોટવા માંડ્યા હતા ત્યારથી ધમલાને ઠીક કામગીરી મળવા લાગી.

રિખવ હજી તો રીખતાંય નહોતો શીખ્યો ત્યારથી જ એના વેવિશાળ માટે આભાશાને ત્યાં નાળિયેર ઉપર નાળિયેર પછડાતાં હતાં. પણ આભાશા પોતાના ઘરને છાજે એટલી નમ્રતા, આદર અને આભાર સાથે એ નાળિયેરોને પાછા ઠેલતા હતા. જો કે માનવંતીને તો રિખવની નાનકડી વહુ જોવાના ઘણા કોડ હતા અને અમરતને પણ ફઈજી તરીકે માનપાન પામવાનો અને ફઈઆરું લેવાનો લોભ હતો, પણ આભાશાએ એ પ્રસંગને આઘો ને આઘો ઠેલ્યા કર્યો હતો. બહાના તરીકે તો તેઓ કહેતા :

‘રિખવ હજી તો નાનો છે. હજી એની દાઢમાંથી ધાવણ તો સુકાવા દિયો !’

પણ આવાં આવાં બહાનાં આગળ કરતી વેળા એમના મનમાં તો બીજા જ ઘોડા દોડતા : ‘શા પેઢીના ખોરડાની વડ્યેવડ્ય જડ્યા વિના રિખવ જેવું મોતી વીંધી નાખું એવો હું મૂરખ નથી !’

આ ‘વડ્યેવડ્ય’ શોધવી કાંઈ વહુ અઘરી નહોતી. ખુદ શરાફી અને વ્યાજવટાવના જ ધંધામાં રોકાયેલા ઘણા ચોક્સી અને ઝવેરી કુટુંબો તરફથી રિખવને માટે કહેણ આવી ગયાં હતાં. પણ એ બધાંમાં આજ દિવસ સુધી આભાશાને અથવા માનવંતી એક યા બીજી દૃષ્ટિએ કાંઈક ને કાંઈક ઓછપ દેખાતી હતી. કોઈ કહેણમાં કન્યા નાની–મોટી હોય, તો બીજા કહેણમાં એ જરા ‘ભીને વાન’ લાગતી હોય. આમ, માબાપ એક તરફથી રિખવના લગ્ન માટે આવી ઉદાસીનતા સેવતાં જતાં હતાં તે દરમિયાન રિખવ પોતે ઓધિયાની ફિલસૂફી પઢતાં પઢતાં લગ્નપ્રસંગને વિલંબમાં નખાવતો જતો હતો.

શરૂશરૂમાં તો આભાશાએ રિખવના આ ઉદાસીન વલણને સંસ્કારી પુત્રના સ્વભાવજન્ય શરમાળપણા અને વિનમ્રતામાં ખપાવ્યું; ૫ણું મોડે મોડે જ્યારે પેઢીના માણસો તરફથી, રિખવ–દલુ–ઓધિયાની ત્રિપક્ષી ધરીનાં પરાક્રમો અને એ ધરીમાં ધમલાએ પોતાની સેવાઓ અર્પીને ઊભી કરેલી ચાંડાળ ચોકડીની વાતોનો આભાશાના કાનમાં ગણગણાટ થવા લાગ્યો ત્યારે જ પુત્રની સંસ્કારિતા અંગે પિતાનું ભ્રમનિરસન થવા પામ્યું.

આભાશાને દીવા જેવું સૂઝી આવ્યું કે હવે વધારે સમય રાહ જોવામાં લાભ નથી. પોતે જેને આજ દિવસ સુધી અણમૂલું ગણતા હતા એ મોતીને સમયસર વીંધી નાખવામાં જ માલ છે. મોડું થશે તો એ મોતીની કિંમત કાચના કકડા જેટલીયે નહિ રહે.

છતાં આભાશાના માર્ગ આડે મુશ્કેલી હતી. વિમલસૂરીએ આભાશાને કહી રાખ્યું હતું કે તમારું મોતી વીંધતા પહેલાં મને પૂછજો. આભાશાએ જેટલી જેટલી વાર રિખવના વેવિશાળની વાત કરી તેટલી તેટલી વાર વિમલસૂરીએ ઘસીને ના જ કહી હતી : ‘હજી વાર છે. ખમી ખાવ. ઉતાવળ કરીને પસ્તાશો. હજી એક ગ્રહ સામે જઈને પડ્યો છે.’

પુત્રને પરણાવવાનો આભાશાનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. પણ વિમલસૂરીનું વાક્ય એટલે આભાશાને મન બ્રહ્મવાક્ય; એનો લોપ ન થઈ શકે. જિંદગીભરમાં આભાશાએ આ ગરવા મુનિનું વેણ ઉથાપ્યું નહોતું. તો પછી આવો પ્રશ્ન, જેમાં આખા કુટુંબનું, આટલી અસ્કામતના વારસનું હિત સંડોવાયું હતું એમાં તો મુનિની આજ્ઞાનો અનાદર થઈ જ કેમ શકે ?

અપત્યપ્રેમ અને આજ્ઞાપાલનની દ્વિધા વચ્ચે આભાશા વિમાસણ અનુભવી રહ્યા. પણ એક પ્રસંગ એવો આવ્યો કે એણે અનિશ્ચિતપણાને તાંતણે ટિંગાતા આભાશાને મુક્તિ બક્ષી.

બન્યું એવું કે લાખિયારની એમી, લગન થઈ ગયા પછી થોડા દિવસને માટે માવતર આવી હતી. આભાશાના ઘરમાંથી બહુ માણસો એક ખેડૂત કળની વાડીએ પોંક ખાવા ગયાં હતાં. પાછળથી લાગ સાધીને ઓધિયો અને રિખવ આવી પહોંચ્યા. દલુ આવ્યો, ધમલો આવ્યો, અને એ ચોકડીએ મળીને આખો વ્યૂહ રચી કાઢ્યો. બધી યોજના લઈને ધમલો ડેલીની વંડી ઠેકીને પછવાડે લાખિયારની ઓશરી પાસે પડ્યો અને લાગ જોઈને એમીને બિલ્લીપગલે મેડી ઉપર રિખવના ઓરડામાં ઘુસાડી દીધી.

આભાશાની તિજોરી મેડી પર રિખવના એારડાની બાજુના ઓરડામાં રહેતી. પેઢીની બધી રોકડ, દસ્તાવેજો, અગત્યની જોખમદારી – બુકો, ખાનગી ખાતાવહીઓ, જૂનાં વર્ષોની હૂંડીનોંધો, સમાદસ્કતો અને વ્યાજવહીઓ પણ પટારા જેવડી આ તિજોરીમાં સાચવી રાખવામાં આવતી. એની ચાવી ચતરભજ પાસે રહેતી; છતાં ગીરો, સાન–ગીરો અને વેચાણ–સાનગીરો ઉપર આપેલાં મોંઘી કિંમતનાં કેટલાંક ઘરેણાં આભાશા એક જુદા ‘સંચર’ – ભંડકમાં રાખતા. ભંડકના એ સંચરમાં ઘરાકોની માત્ર માલમત્તા જ નહિ પણ એમની આબરૂ સોત સચવાઈ રહેતી. ઉજળે લૂગડે ઘરનો માનમોભો નિભાવ્યે જતાં કુટુંબને ઘણી વાર નાણાભીડ ટાણે આભાશાનો આશરો લેવો પડતો. આભાશા એ આશરો હસતે મોંએ આપતા એટલું જ નહિ પણ એમના તરફથી ગીરો પેટે મળેલી મત્તાની મુનીમને પણ જાણ ન થાય એ માટે આભાશા એ બધી ચીજવસ્તુઓની મેલ-મૂક પોતાને હસ્તક રાખતા. અત્યારે પેઢી ઉપર એવા જ એક ઉજળિયાત કુળની આબરૂ સાચવવા આભાશાએ ઓચિંતું આ ભંડકિયું ઉઘાડવા આવવું પડ્યું હતું.

ધમલાને શેરીના ચોકિયાત તરીકે બહાર ઓટા પાસે ઊભો રાખવામાં આવ્યો હતો. દલુ દ્વારપાળ તરીકે ડેલીને દરવાજે બેઠો હતો. ઓધિયો જાણે કે રિખવનો અંગરક્ષક હોય એમ મેડીની પરસાળમાં આમથી તેમ પહેરો ભરતો હતો.

આભાશાને અત્યારે કટાણે ઘર તરફ આવતા જોઈને ધમલાને નવાઈ લાગી. દલુ પણ મામાને દેખીને ચોંક્યો. એણે ઓધિયાને ઇશારાથી કહ્યું અને ઓધિયાના પેટમાં ફાળ પડી. ઓધિયાની ‘ઊખડેલ’ તરીકેની શાખથી આભાશા સારી પેઠે પરિચિત હતા અને આ ઘરમાંથી એનો ટાંટિયો કાઢવાનું એમને ઘણી વાર, મન થઈ આવતું; પણ આ છોકરા ઉપર અમરતના ચાર હાથ હોવાથી પોતે કશું કરી શકતા નહિ. રખેને વિધવા બહેનને ઓછું આવી જાય !

આભાશા આવી રહ્યા છે એવી જાણ થતાં જ ઓધિયો મેડી ઉપરથી સડેડાટ નીચે ઊતરીને ખડ ભરવાની ગમાણમાં સંતાઈ ગયો. દલુ અને ધમાલને છોભીલા પડેલા જોઈને આભાશાને જરા નવાઈ તો લાગી; પણ અત્યારે પૂછગાછ કરવા રોકાશે તો પેઢીમાં વાટ જોઈને બેઠેલું ઘરાક ખોટી થાશે, એમ વિચારીને તેઓ ઉપર જ ચડી ગયા.

ભંડકિયાના છૂપા ચોરખાનામાંથી ડોકમાં પહેરવાનો ગંઠો અને બાવડા–સાંકળી કાઢી, ફરી બધું ઠીકઠાક કરી, પેઢીમાં બેઠેલું ઘરાક ખોટી ન થાય એ માટે તેઓ ઝટઝટ બહાર નીકળી, ભંડકિયું વાસીને નીચે ઉતરી ગયા.

પેઢી ઉપર ઘરાક ખોટી થાય છે એ યાદ એટલી તો સતેજ હતી કે ધમલાને અત્યારે કામ વગર અહીં ઓટે બેસવાનું પૂછવાનુંય આભાશાને વાજબી ન લાગ્યું. એમણે તો ઘરાકને પતાવવાની જ ધૂનમાં ડેલીમાંથી બહાર નીકળવા એક પગ બહાર મૂક્યો… અને… બીજો પગ પણ બહાર મૂકતા જ હતા, પણ ત્યાં તો ઉપરની પરસાળના ઓરડાની સાંકળ ખખડવાનો અવાજ આવ્યો અને તેઓ ચોંક્યા. અનાયાસે જ અવાજની દિશા તરફ એમની આંખ વળી ગઈ અને એ આંખે જે દૃશ્ય જોયું એથી તો આભાશાને થયું કે એ સાંકળ ખખડવાનો અવાજ કાને ન પડ્યો હોત તો સારું હતું. ઓરડામાંથી એમી કપડાં સંકોરતી બહાર આવી હતી અને એની પાછળ રિખવ આવતો હતો. બેમાંથી એકેયને, ડેલોને ઉંબરે ખચકાઈને ઊભા રહી ગયેલા આભાશાની હાજરીની જાણ ન થઈ શકી. પહેલાં તો આભાશાની આંખ આ દૃશ્ય સાચું માનવા તૈયાર જ ન લાગી. તેમને પોતાની જ આંખ ઉપર અવિશ્વાસ આવ્યો. પણ પછી તરત તેમની દક્ષ વણિકબુદ્ધિએ વાતને ગળી જવાનું સૂચવ્યું. અને આ દૃશ્ય જાણે કે જોયું જ નથી એમ કરી, કોઈને પણ વહેમ સરખો આવે એ પહેલાં તેમણે ડેલીના ઉંબરામાંથી બીજો પગ પણ બહાર કાઢી લઈને પેઢી તરફ ચાલવા માંડ્યું.

આખે રસ્તે આભાશા બે-ધ્યાન બની ગયા હતા. પોતે જે દૃશ્ય જોયું હતું એ કલ્પનાતીત હતું. અને છતાં ભયંકર રીતે સાચું હતું, એ કલ્પના અને અત્યારની વાસ્તવિકતાનો મેળ બેસાડતાં તો તેમણે પારાવાર કષ્ટ અનુભવ્યું. સાન-ગીરોના ઘરાકને ઝટઝટ પતાવીને તેમણે આજના બનાવ ઉપર વિચાર કરવા માંડ્યો.

ફરી એક વખત પેઢીના વાણોતરોને નવાઈ લાગી. સામાન્ય રીતે પેઢીમાં બેઠા હોય ત્યારે આભાશા ભાગ્યે જ શોગિયું મોં કરીને બેસતા. તેમના હમેશના હસમુખા મોં ઉપર ઊંડી ચિંતા પણ ક્વચિત જ જોવામાં આવતી. ચતરભજ તેમ જ જૂના વાણોતરોને વીસેક વર્ષ પહેલાંનો એક પ્રસંગ યાદ આવી ગયો, જ્યારે આભાશા પેઢીના ઉંબરાને પગે લાગીને અંદર આવ્યા કે  તરત અણિયાળી હડપચી પર આંગળી ટેકવીને અધીરપથી કશાક સમાચારની રાહ જોતાં, આવી રીતે જ ચિંતામાં ડૂબકી મારી ગયા હતા અને થોડી વારે ધમલાએ આવીને રિખવના જન્મની વધાઈ આપી ત્યારે એ ચિંતામાંથી મુક્ત બન્યા હતા. સામાન્ય પ્રસંગોમાં તો લાંબા સહવાસને પરિણામે આભાશાનું મનોગત પામી જનાર ચતરભજ પણ અત્યારે એમના વિષાદનું કારણ સમજી શકતો નહોતો. વાણોતરોને બિચારાઓને ક્યાંથી ખબર પડે કે વીસ વર્ષ પહેલાંની તે એક શુભ સવારે ચિંતાનું નિમિત્ત બનેલી – બનનાર વ્યક્તિ જ આજે પણ ચિંતાનું કારણ બની રહી છે !

પણ તે દિવસે એ ચિંતાનુભવ પછીની શુભ વધાઈએ આભાશાનું હૃદય હર્ષોલ્લાસે પલ્લવિત કરી મૂક્યું હતું ત્યારે આજે તો એમના હૈયામાં હોળી સળગી હતી. 

38
લેખ
વ્યાજનો વારસ
0.0
કહેવાની આશ્યકતા નથી કે આ કથા સાદ્યન્ત કલ્પિત જ છે. અને છતાં પાંચમા પ્રકરણમાં ગુજરાતની ભૂતકાલીન શરાફી અને નાણાંવટ અંગેનું જે લખાણ છે, તે કથામાં ૨સ પૂરવા પૂરતું જ રજૂ કર્યું છે. એ કાળની જાણીતી વ્યક્તિઓના ઉલ્લેખો પાછળ પણ ૫શ્ચાદભૂની રંગપૂરણી વધારે ઘેરી બનાવવાની જ નેમ છે. એ પ્રકારની ઐતિહાસિક માહિતીઓ શ્રી ડી. આર. દેસાઈએ એમ. કોમ. ના ડિગ્રી કોર્સ માટે લખેલ, થીસિસ 'ઈન્ડીજીનસ બેકિંગ ઈન ગુજરાત'માંથી લીધી છે. એ અપ્રગટ પુસ્તકની હસ્તપ્રતનો મને લાભ આપવા બદલ પ્રિન્સિપાલ સુરેન્દ્ર વૈ. દેસાઈનો આભાર માનું છું. એ ઉપરાંત, હિન્દની શરાફીના ઇતિહાસ તેમ જ કાર્યરીતિની વિગતો માટે 'ઈન્ડીજીનસ બેકિંગ ઇન ઇન્ડિયા'ના કર્તા ડૉ. એલ. સી. જૈનનો હું ઋણી છું. પણ એ પ્રકારની વિગતના ઉલ્લેખો તો કથાવસ્તુને પોષક બને એ દૃષ્ટિએ જ રજૂ કર્યા છે. કથાનો પ્રધાન રસ તો 'માનવ' જ છે; અને એ 'માનવ-દોર' ઉપર જ કથાવસ્તુને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
1

[૧] સાકર વહેંચો !

3 July 2023
0
0
0

[૧]સાકર વહેંચો ! ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને મ

2

[૨] ઉકરડેથી

3 July 2023
0
0
0

[૨]ઉકરડેથી  રતન જડ્યુંઆભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી. અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક

3

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું.

3 July 2023
0
0
0

[૩]લાખિયારની દુઆબપોર ટાણું હતું. આભાશા ઓશરીમાં હિંડોળે હીંચકતા હતા. બન્ને બાજુના મખુદાઓ ઉપરની અસલ કીનખાબી કોર ઉપર આભલાં ચમકી રહ્યાં હતાં. ઓશરીની બન્ને બાજુના ઓરડાઓની વચ્ચેના ભાગમાં ઊંચી ગાદી–તકિયાની

4

[૪] વહુ–વહુની રમત

3 July 2023
0
0
0

[૪] વહુ–વહુની રમત લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે. છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘ

5

[૫] હૈયાહોળી

3 July 2023
0
0
0

[૫] હૈયાહોળી સમયના વહેણ સાથે ગુજરાત–કાઠિયાવાડની શરાફી ઘસાતી ચાલી અને બ્રિટિશ હકૂમતના આગમન પછી એનાં વળતાં પાણી થયાં એટલે આભાશાની જાહોજલાલી હવે જરા મોળી પડી હતી. પણ એક સમયે આભાશાના વડવાઓએ સમસ્ત ગુજરાત

6

[૬]સુલેખા

3 July 2023
0
0
0

[૬]સુલેખા દિવસો જતા ગયા તેમ આ હૈયાહોળી શમવાને બદલે વધતી જ ગઈ. આઠેય પહોર આભાશાના મગજમાં તે બપોર પછીનું દૃશ્ય આવી આવીને સણકા બોલાવી જતું હતું. ‘લાખિયારને આ બનાવની જાણ હશે ?… તો માથાં વઢાઈ જાય. કુટુંબના

7

[૭] વિમલસૂરીની સલાહ

3 July 2023
0
0
0

[૭] વિમલસૂરીની સલાહ વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા ત

8

[૮]ચારુદત્તને ચીલે ચીલે

3 July 2023
0
0
0

[૮]ચારુદત્તને ચીલે ચીલે દરમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વા

9

[૯]સ–કલંક

3 July 2023
0
0
0

[૯]સ–કલંક  મયંકકેસરિયાજીની જાત્રામાં આભાશા તેમ જ લશ્કરી શેઠનાં કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. સવારનો પહોર હતો. ઈડરે પંચરત્નાનિ ભ્રુગુ બ્રહ્મા ગદાધર, ચતુર્થ કલનાથશ્વ પંચમો ભુવનેશ્વર : એવી પંચરત્નથી વિભૂ

10

[૧૦]લગ્નોત્સ

3 July 2023
0
0
0

[૧૦]લગ્નોત્સ વવખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો

11

[૧૧]‘પ્રિયા

3 July 2023
0
0
0

[૧૧]‘પ્રિયા  મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’આભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમા

12

[૧૨] અમરતની આકાંક્ષાઓ

3 July 2023
0
0
0

[૧૨] અમરતની આકાંક્ષાઓ સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબ

13

[૧૩]એ જામ,

3 July 2023
0
0
0

[૧૩]એ જામ,  એ લબ, એ બોસા !દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હ

14

[૧૪] ગુલુ

3 July 2023
0
0
0

[૧૪] ગુલુ મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિં

15

[૧૫] છોટે મહંત

3 July 2023
0
0
0

[૧૫] છોટે મહંત મીંગોળાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઊતરી છે. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયનાં પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે. ગોમતીજીમાં સ્નાન

16

[૧૬] લાખિયારની ક–દુઆ

3 July 2023
0
0
0

[૧૬] લાખિયારની ક–દુઆ જસપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા

17

[૧૭] ગરનાળાને ત્રિભેટે

3 July 2023
0
0
0

[૧૭] ગરનાળાને ત્રિભેટે મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છે. નદીને કાંઠે કબ્રસ્તાન નજીક આવેલી દરગાહના મોલુશા પીરનો ઉરસ છે. નદીને બેય કાંઠે જાણે કે ઘટાટોપ તંબૂ—રાવટીઓ ઊગી નીકળી છે. દેશદેશાવરના વેપારીઓએ અ

18

[૧૮]મોભી

3 July 2023
0
0
0

[૧૮]મોભી  જતાંરિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું. મોભીના મરણાએ આભાશા

19

[૧૯]બે ગોરીનો

3 July 2023
0
0
0

[૧૯]બે ગોરીનો  નાવલિયોજરા વિચિત્ર તો લાગ્યું, ટીકા કરનારાઓએ થોડી ટીકા કરી, મશ્કરી કરનારાઓએ પેટ ભરીને મશ્કરી પણ કરી લીધી, છતાં એમાંનું કશું ગણકાર્યા વિના માનવંતીએ આભાશાને ઘોડે ચડાવીને નંદન વેરે પરણાવ્

20

[૨૦] તોલા અફીણનું ખર્ચ

3 July 2023
0
0
0

[૨૦] તોલા અફીણનું ખર્ચ આભાશાને આમેય વાર્ધક્યનાં ચિહ્નો તો દેખાવા માંડ્યાં જ હતાં; પણ માનવંતી અને નંદન વચ્ચે જે હૈયાહોળી સળગી એણે એ વાર્ધક્યને બહુ વહેલું લાવી મૂક્યું. રિખવના મૃત્યુએ આભાશાના સ્વાસ્થ

21

[૨૧] આજાર આભાશા

4 July 2023
0
0
0

[૨૧] આજાર આભાશા ખાટલે પડ્યા પડ્યા પણ આભાશાના જીવને જરાય શાંતિ નથી. નવી અને જૂની વચ્ચેના હરહંમેશના લોહીઉકાળા તો ચાલુ જ હતા, એમાં વળી પોતાની ઘસાતી જતી કાયાએ ચિંતાનો ઉમેરો કર્યો. પોતાની હયાતી દરમિયાન જ

22

[૨૨]જીવનની કલાધરી

4 July 2023
0
0
0

[૨૨]જીવનની કલાધરી સુઘડતા અને સદાઈથી શોભતો સુલેખાનો ઓરડો જોઈને લશ્કરી શેઠ પહેલાં તો ચોંકી ઊઠ્યા. વીસપુરના સ્ફટિક આરસ સમા આવાસોમાં ઊછરેલી પોતાની લાડકવાયી પુત્રીને અહીં ગાર–ગોરમાટીવાળા મકાનમાં રહેતી જોઈ

23

[૨૩] લોઢાનાં કાળજાં

4 July 2023
0
0
0

[૨૩] લોઢાનાં કાળજાં ચતરભજ અધ્ધર શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો. વીસપુરથી લશ્કરી શેઠનું ઓચિતું આગમન થયું ત્યારે જ એને કશીક ગંધ આવી ગઈ હતી. તરત એણે ઓધિયાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછી

24

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી

4 July 2023
0
0
0

[૨૪] મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા. જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ ન

25

[૨૫] સૂનું સુવર્ણપાત્ર

4 July 2023
0
0
0

[૨૫] સૂનું સુવર્ણપાત્ર અમરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વા

26

[૨૬] ઓશિયાળી અમરત

4 July 2023
0
0
0

[૨૬] ઓશિયાળી અમરત આભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી. લશ્કરી શેઠે

27

[૨૭] જિંદગીઓના કબાલા

4 July 2023
0
0
0

[૨૭] જિંદગીઓના કબાલા બીજે દિવસથી જ અમરતે નંદનનું પડખું સેવવા માંડ્યું. આજ દિવસ સુધી જે અમરત આ ભોજાઈને માટે ‘નૂગરી નંદુડી’ સિવાય બીજું સંબોધન વાપરતી નહિ એ જ અમરત ચોવીસે કલાક ‘ભાભી !’ ‘ભાભી !’ કરીને મ

28

[૨૮]રસ–ભોગી

4 July 2023
0
0
0

[૨૮]રસ–ભોગી  અને અર્થ–ભોગીનંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા. નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ન

29

[૨૯] ત્રણ તાંસળી

4 July 2023
0
0
0

[૨૯] ત્રણ તાંસળી નંદન અને અમરત આ ઘરનો સઘળો વારસો પચાવી પાડવા મથી રહ્યાં હતાં. દુનિયાની આંખમાં ધૂળ નાખવાના કીમિયાઓ યોજાઈ રહ્યા હતા. ચલાવેલો ગપગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી. આભાશાને ત્યાં

30

[૩૦] કૂતરાં ભસ્યાં

4 July 2023
0
0
0

[૩૦] કૂતરાં ભસ્યાં દલુ અને ચંપાનાં લગન રંગેચંગે ઊકલી ગયાં. અમરતે આત્માસંતોષ અનુભવ્યો. પોતાના દલુને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી. દલુ પણ હવે માણસની હારમાં આવી ગયો. ભાણેજ માટે મામા જે ભવિષ્યવાણ

31

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા

4 July 2023
0
0
0

[૩૧] ભોરિંગેભોરિંગના લબકારા નંદને અમરતની સૂચના પ્રમાણે જ ભૂમિકા ભજવી છે. એના હુકમ મુજબ જ ત્રણેય તાંસળીઓ વેશભૂષામાં વાપરી છે. અને નાટ્યવિધાનની બાકીની સઘળી જવાબદારીઓ અમરતે સૂત્રધારની જેમ ઉપાડી લીધી છે

32

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો

4 July 2023
0
0
0

[૩૨] ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો ‘ચતરભજ, તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હોં ! ખરેખર, તું મરદ માણસ છે !’ અમરતનું સ્ત્રીત્વ ચતરભજની જવાંમર્દી અને ખેલદિલીને ચૂમી રહ્યું હતું. ‘જબરા ને મરદ તો થ

33

[૩૩] આડા વહેરની હડફેટે

4 July 2023
0
0
0

[૩૩] આડા વહેરની હડફેટે અમરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે. લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડત

34

[૩૪] બાળા, બોલ દે !

4 July 2023
0
0
0

[૩૪] બાળા, બોલ દે ! સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં તોરણિયાં...  તા... થૈ... થ... તા... થૈ… તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ; ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...  ભોં... ભ

35

[૩૫] એનું પેટ પહોંચ્યું

4 July 2023
0
0
0

[૩૫] એનું પેટ પહોંચ્યું માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો. પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો

36

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના

4 July 2023
0
0
0

[ ૩૬ ] અન્નદેવની ઉપાસના હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું. ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્

37

[૩૭]વછોયાં

4 July 2023
0
0
0

[૩૭]વછોયાં અન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ

38

[૩૯] અજર–અમર

4 July 2023
0
0
0

[૩૯] અજર–અમર મેઘલી રાત ગટાટોપ જામી હતી. સારી પેઠે રેડો પાણી પડી ગયા પછી દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજો સાથે તમરાંના તમતમ સ્વર ખાળ–પરનાળોમાંથી પડતા પાણીના ધોરિયાઓ સાથે મળી જતા હતા. ‘સરુપકુમાર’નુ ચિત્ર

---

એક પુસ્તક વાંચો