shabd-logo

ઠાકર લેખા લેશે !!!

30 May 2023

3 જોયું 3


ઠાકર લેખાં લેશે!


"તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!"

પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક ઊંચી મેડીના બંધ થતાં બારણાં સામે ઠેરાયેલી હતી. બોલતાં બોલતાં એણે ઠાલવેલો એક નિશ્વાસ જાણે કે ઠાકર પરની આસ્થાના આકાશે અડકતો એક થાંભલો રચતો હતો.

શહેરની એ એક દેવમંદિરવાળી પોળ હતી; અને તે કારણે શહેરનાં લોકો જેટલે દરજ્જે શ્રધ્ધાથી ભીંજાયેલાં રહેતાં હતાં, તેટલે દરજ્જે એ પોળ પણ સદૈવ કાદવકીચડથી ભીંજાયેલી રહેતી. એ કચકાણ પર પદમાની ટોપલીનો દસ શેર લોટ ઠલવાયો કે તત્કાળ કૂતરાંનાં ટોળાંએ ત્યાં મહેફિલ જમાવી દીધી.

ખાલી ટોપલીને હાથમાં ઝુલાવતો પદમો ચાલતો થયો; પણ બબ્બે ડગલાં માંડીને એ પાછો અટકતો હતો. અને એ ઊંચી મેડીનાં કમાડ સામે ઘાતકી નજરે તાકતો હતો. મનુષ્યની આંખોના ડોળા એ જો વછૂટી શકે તેવા તોપગોળા હોત તો જીવનભરનો અંધાપો સ્વીકારીને પણ પદમા કણબીએ એ મેડીને ફૂંકી દીધી હોત.

લોકોનું ટોળું તો તરત એકઠું થઇ ગયું. રોજગાર વિનાના દુકાનદારોને આ એક રમૂજનો અવસર સાંપડ્યો. પદમાને તરેહતરેહના દિલાસા આપવા લાગ્યાઃ

"અલ્યા પદમા, મૂરખા, એ તો સતગુરુની પરસાદી લેખાય!"

"અલ્યા, આજે મોટે દા'ડે તારે કૂતરાં ધરાવવાનું પુણ્ય સરજ્યું હશે!" ​"અનીતિના દાણા તારા ઘરમાં આવી પડ્યા હશે, પદમા! પથ્થરખાણવાળા અભરામ શેઠ કનેથી ખોટી રોજી પડાવી હશે તેં. મારો બેટો પદમો કાંઇ કમ નથી."

એક મોટા કેસરિયા ચાંદલા વડે શોભતા કાપડિયાભાઇએ યાદ આપ્યું:

"ખેડ કરતો ત્યારે ગાડાના પૈડામાં તે દા'ડે ગલૂડિયાંની પૂંછડી ચગદી નાખેલી - યાદ છે ને? એ અપરાધની તને ઇશ્વર સજા આપી રહ્યો છે, સમજ્યો ને? હજુ તો તારું સત્યાનાશ નીકળી જવાનું, જોજે! તે દી તો અધમણ જુવાર પારેવાંની ચણ્યમાં નાખતાં ઝાટકા વાગતા'તા, મા'જન જેવા મા'જનનું મોં નો'તું રાખ્યું - ને આજે કેમ સાંખી રિયો, ગગા!"

"એ..એ સાચું, બાપા! - તમારા સૌનું સાચું!"

પદમો ખેરના અંગાર જેવું સળગતું અટ્ટહાસ્ય કરીને આગળ વધ્યો. માથામાં ચક્કર આવતાં પાછો એ થંભ્યો. મિયાણાની જોટાળી બંદૂક-શી બે આંખો એણે પેલી મેડી તરફ તાકી. પણ આ વેળાની મીટ મેડીના દ્વારથી ઊંચી ચાલી. આકાશના અદીઠ તારાનાં ચાંદુડિયાં પાડતો એક સુવર્ણ-કળશ કોઇ ધનપતિ ધર્માચાર્યના પેટની ફાંદનો આકાર ધરીને સૂતેલા મંદિર-ઘુમ્મટની નાભિ સમો શોભતો હતો; અને તેથીયે ચડિયાતા ગગનમાં ફરકતી નવી ધજા એ મેડીના છાપરાપર કાળી નાગણી જેવી છાયાને રમાડતી હતી.

પદમા કણબીને આટલા બધા છેડાઇ જવાની જરૂર નહોતી. વાત માત્ર એમ બની હતી કે બપોરે પથ્થરખાણેથી પથ્થર તોડીને એ ઘેર આવ્યો, ને કંકુવહુ સીમમાંથી છાણાં વીણીને પાછી આવી, ત્યારે ઘરમાં લોટ નહોતો. બરાબર આસો માસ ઉતરીને કાર્તિક સુદનો બીજો દિવસ બેઠો હતો, એટલે જૂની જુવાર થઇ રહી હતી - ને નવા ધાન્યનો દાણો હજૂ નહોતો મળતો. દશ શેર બાજરો ઉધાર લાવીને પદમો ઝટઝટ સંચે દળાવવા ગયો. લોટની સુંડલી માથા પર મુકીને એ ચાલ્યો આવતો હતો. નાની-શી પોળમાં ત્રણ-ચાર ધર્માલયો હોવાથી એનાં એઠવાડ-પાણીનાં ખાબોચિયાં રસ્તામાં ​ભરાતાં, અને એ પ્રવાહી કીચડની સપાટી ઉપરની પવનની લહેરીએ મચ્છરોના થર ઝૂલી રહેતા. પદમો એક બાજુ તરીને ચાલવા ગયો ત્યાં તો ઉપરથી એક મોરીની ધાર લોટની સુંડલીમાં પડી.

એ મેડી હતી ધર્મગુરુઓના વસવાટની. શહેરમાં દેવજાત્રાના વરઘોડા વારંવાર નીકળતા; ઉત્સવો ઉજવાતા. ચાતુર્માસમાં પ્રત્યેક સંપ્રદાય શક્ય તેટલાં ઈનામો અને લહાણાં આપી આપીને વાસોને ઉત્તેજતો, તેમ જ ધર્મોપદેશનાં વ્યાખ્યાનો, ભજન-કીર્તનો, ભોજનો, ધર્માચાર્યોનાં વિદાય-સ્વાગતો એકબીજા સંપ્રદાયો વચ્ચે હરીફાઇના અવસરો બની રહેતા. સ્થાનિક અમલદારોને પોતપોતાના સમારંભોમાં હાજર રખાવવા પ્રત્યેક પંથને ચીવટ હતી. આ બધાં સારુ જેમ ધજાપતાકાઓ અને ડંકા-નિશાનોની જરૂર પડતી, તેમ બહોળા સાધુમંડળની હાજરી પણ જરૂરી હતી. સંખ્યાનાં પ્રમાણમાં સ્નાનાદિકનાં પાણી પણ મોરીમાંથી વિશેષ પ્રમાણમાં વહ્યા કરતાં. પરંતુ એક તો, મ્યુનિસિપાલિટીની સાથે માથાકૂટ કરવી પડે અને, બીજું, પ્રભાતને પહોર હંમેશાં ઊઠીને ભંગીની જોડે તકરાર કરવી પડે એ કારણે ધર્મપાલોએ મોરીનું ભૂંગળું છેક ભોંય સુધી ઉતારીને કૂંડી બાંધવાનું મુનાસિબ નહોતું માન્યું. મોરીનું બે તસુ લાબું નાળચું મોકળું વહેતું હતું. અધ્ધરથી પડતી ધારે તે દિવસે બપોરે પદમાની સૂંડીનો દસ રતલ આટો બગાડ્યો, ને પોતાની કંગાલિયતને હિસાબે જરા વધુ પડતા સુગાળવા સ્વભાવથી દોરવાઇ જઇને પદમા કણબીએ પોતાનો તમામ લોટ રસ્તા ઉપર ઉંધો વાળ્યો!

હસમુખા ધર્મપાલોએ ઉપલી બારીમાંથી ઊભા રહીને આ ટીખળ જોતાં જોતાં, લોકવૃંદને જમા થતું દેખી દ્વાર બંધ કર્યાં, તે જ વેળાએ પદમાએ આ હાયકારો કર્યો કે -

"તું જાણ્ય - ને ઠાકર જાણે, ભાઇ!"[૨]

"વાતવાતમાં જ, બસ 'ઠાકર'! શી ટેવ છે અનુયાયીઓની હવે તો!" ચીમળાયેલા ગાજરના જેવા વર્ણના એક ધર્મપાલે ટકોર કરી.


​"જર્મન તત્વવેતા ગંટિંજન અને રશિયન ગ્રંથકર્તા વોચાસ્કીનું પણ એવું જ મંતવ્ય છે કે..." એમ એક લાંબું અંગ્રેજી અવતરણ કહીને એક ભવ્ય મુખવાળા સાધુએ સર્વને ચમકાવ્યા. એના ચશ્માંની આરપાર ફિક્કી આંખો ફરતાં ગોળ, કાળાં ચકદાં દેખાતાં હતાં.

"ઓહોહોહો!" પોતાની પેટીમાંથી સાધુઓને માટે ઊંચી ઔષધિઓનાં પડીકાં વાળતાં, ખાસ તેડાવેલ વૈદરાજે વિસ્મય બતાવ્યું: "ગુરુશ્રી, આપ તો એ બધા પાશ્ચાત્ય તત્વજ્ઞોને પણ ઘોળી ઘોળી પી ગયા દીસો છો!"

આઠ-દસ અનુયાયીઓ ત્યાં બેઠેલા હતા, તેઓએ ખાતરી આપી કે ગુરુશ્રીનું કોઇ પણ પ્રવચન એવાં પંદર અવતરણો વગરનું જતું નથી; વેદ, કુરાન તેમ જ બાઇબલનાં પણ અનેક સમાન સૂત્રો પોતે ટાંકી બતાવે છે.

વૈદને વીંટળાઇ વળી કેટલાક શિષ્યો ભાતભાતની બીમારીઓની ફરિયાદ કરતા હતા, તે વેળા બાજુના ખંડમાં બે સુંદર કૂકડાની પેઠે કલહ કરતા હતાઃ

"શા માટે તમે મારી પાછળને પાછળ ચોકી કરો છો, નંદન!" એ બોલનારના કંઠમાં મધુર વેદનાનો ઝંકાર હતો.

"શા માટે, કેમ?" એની પાછળ જનાર ચાલીસ વર્ષના સુક્કા, સળગી ગયેલા વૃક્ષ-સા ત્યાગીએ ત્રાડ મારીઃ "આચાર્યની આજ્ઞા છે તે માટે, સમજ્યા, સુમેરુ! તમને લપટાતાં ક્યાં વાર છે જે?"

"નંદન, ભલા થઇને મને એક વાર છોડો. મને એકલવાયો બહાર ભિક્ષા માટે જવા દો. મને મુક્ત નેત્રે નિહાળવા દો.."

"કોને નિહાળવા? હું જાણું છું! નહિ જવાય. તો પછી ભેખ શા સારૂ પહેર્યો'તો - મલીદા ઉડાવવા માટે?"

"ન બોલો... હું ગાંડો થઇ જઇશ. મારું હૃદય ધસે છે, મારું માથું ચક્કર ફરે છે."

"તો આચાર્યદેવ ડંડો લઇને તમારાં ચક્કર ઠેકાણે આણશે."

ધર્માલયની અંદર આવી જાતની ભિન્ન ભિન્ન જીવનચર્યા ચાલી રહી ​હતી. તે વેળા ધર્માલયની ખડકી ઉપર પોતાનાં ત્રણ છોકરાંને તેડી પદમા કણબીની વહુ બેઠી હતી. બેઠી બેઠી તે લવતી હતીઃ

"આવું તે કંઇ હોય! અમારો દસેદસ શેર લોટ કુતરાંને મોંએ નિરાવ્યો અને આ છોકરાનો બાપ ભૂખ્યો અને દાઝભર્યો પાછો પાણા ખાણે પાણા તોડવા હાલ્યો ગયો. હવે અમે બીજા દાણા બજારેથી ક્યારે લાવીયે, ક્યારે સોઇયે ઝાટકીયે, ક્યારે દળાવીયે ને ક્યારે રોટલા ભેળા થાયેં! આમ તે હોય! મોટા મા'રાજ ક્યાં ગયા? અમને ખાવાનું અલાવે ઝટ!"

"ક્યાં ગ્યા મોટા મા'રાજ!" કંકુનો અવાજ ફરી દેવાલયના ઘુમટ્ટ પર અફળાયો.

કંકુના બોલવામાં બીજાઓને સાધારણ હિંમત ભાસે; વસ્તુતઃ એની વાચામાં કોઇ જૂની પિછાણના પડઘા હતા. પચીસ કરતાં વધુ વર્ષો એ નહોતી વળોટી; છતાં એની લાલી અને તેજી ઓસરી ગઇ હતી. ભસ્મ બનેલી ફૂલવાડી પણ પોતે પૂર્વે એકાદ વાર કેવી પલ્લવિત હશે તેનું અનુમાન કરાવી શકે છે.પદમાની વહુ કંકુ પણ એક વાર યૌવનમાં નીતરી રહી હશે એવું, એના દેહ પર્ની કાળી દાઝો પરથી, કળાઇ આવે. ફરીને એણે બૂમ પાડીઃ"મોટા મા'રાજશરીને મારે મળવું છેઃ ક્યાં ગયા ઇ!"

ખડકીના અર્ધખુલ્લા દ્વારમાંથી એક ભરાવદાર મોં દેખાયું. એ મોં બોલી ઊઠ્યું: "શા માટે બૂમો પાડે છે?'

પોતાને ચીતરી ચડતી હોય એ ભાવે એ મોં આડું ફરીને ઊભું હતું.

કંકુએ ચોમેર જોઇ લીધું: કોઇ ત્યાં નહોતું. તૂટક તૂટક વાક્યો લવવા લાગીઃ "હાંઉ! બૂમો હવે વસમી.. તમારી તેલફૂલેલ કાયા ને મને ભળાવ્યો આ રૂંવેરૂંવે રોગ..તમારાં પાપે આ છોડી આંખ્યો વિનાની..હું ક્યાં જાઉં?"

"મને ફજેત કરવો છે?" પેલું મોં બોલ્યું.

"ફજેત કરવા હોત તો હું પાંચ વરસથી અલોપ ન થઇ ગઇ હોત! તમારે શું છે ફજેત થવાનું?"


​"શા માટે આવી છો?"

"એકવાર તમને નીરખી લેવા અને આ આંધળું બાળ તમારી નજરે કરવા. જુઓ તો ખરા! પાંચ વરસની થઈ ગઈ. વિના ભાળ્યે શેરીઉંમાં ભમે છે. એક વાર તો આની સામે મીટ માંડો!"

કંકુની ઉપલી માગણીના જવાબમાં ધર્મપાલના બે હાથોએ જ્યારે ખડકીનાં કમાડ વાસ્યાં, ત્યારે એના બેવડમાં બે વસ્તુઓ ભીંસાઇને ચગદાઈ ગઈ એક તો, પોતાનું પાંચ વર્ષ પૂર્વેનું ગુપ્ત પિતૃત્વ ;ને બીજું, કંકુની આંગળીનું એક ટેરવું.

કમાડના હૈયામાંથી એક તીણી ચીસ સંભળાઇ. મોટા મહારાજને ખુદને જ ખડકી પર એક ઓરત સાથે જિકર કરતા જાણીને શિષ્યો ધસી આવ્યા હતા. એમની હાજરીથી ભાન ગુમાવીને દ્વાર ભીંસવામાં એમણે જરા વધુ પડતું જોર નિચોવ્યું. બહારથી શબ્દો સંભળાયાઃ "ઠાકર તારાં લેખાં લેશે, બાપ?"

સહુ મહારાજને પૂછવા લાગ્યાઃ"શું થયું? આટલું બધું એ કોણ બકી ગઇ આપની સામે?

"કશું જ નહિ... કહે કે, તમારા મંદિરના 'હિંડોળ' માટે ફાળો થયો'તો તેમાં મેં મારા ચૂડલાની ચીપો ઉતારી આપી'તી માટે મને ખાવાનું અપાવો, ને મને રોગ છે તેનાં ઓસડિયાં તમારા વૈદ કને કરાવી દ્યો - નીકર હું તમને ફજેત કરીશ... એવું અજ્ઞાનભર્યું બકતી'તી." ફિક્કો ચહેરો હસ્યો.

"અરેરે!" શિષ્યો બોલ્યાઃ"ક્યાંક કાળી ટીલી લગાડત ને એ રાંડ!"

"હશે! એવું ના બોલો. લોકો તો બાપડાં અજ્ઞાની છે."[૩]

હિંદુ લોકો જ્યારે લોહીમાંસ ભાળે છે ત્યારે તેમનાં હૈયાં ફફડી ઊઠે છે. એટલે જ બાવા-ફકીર સૂયા-ચાકુ વડે શરીર પર કાપા કરી દુકાને દુકાનેથી પૈસા મેળવે છે, ધોરાજી તરફના મેમણો રેલગાડીના ડબામાં માંસની વાનીઓ ખુલ્લી કરીને આખાં ખાનાં મેળવે છે; અને દરેક લોહિયાળા ત્રાગાની અસર શ્રાવક દુકાનદારો ઉપર સચોટ થાય છે. આમાં દયા નથી ​હોતી - ચીતરી ચડતી હોય છે.

પદમાની વહુની આંગળીએથી લોહી વહેવા લાગ્યું એટલે માણસો પાછાં ટોળે વળ્યાં મદારી માકડાં રમાડે, મકાનને આગ લાગે અથવા તો રાષ્ટ્રીય સરઘસ નીકળે એવા હરકોઇ પ્રસંગે લોકોને તમાશો જોવાનું મળે છે. સહુને આ તો જુલમની વાત લાગી. લોકોનું એક મોટું ટોળું, જે હમેશાં તમાશા ઊભા કરવામાં તત્પર ખડું હોય છે, તેણે પહેલું કેટલુંક કિકિયારણ મચાવ્યું; ને પછી પદમાની વહુને સરઘસના રૂપમાં ઇસ્પિતાલે ઉપાડી. મોખરે પદમાની વહુની લોહી નીતરતી આંગળી, આંગળીની પાછળ કંકુ પોતે, તેની પાછળ રોતી આંધળી છોકરી, તેની પાછળ માણસોનું ટોળું: સરઘસ બજાર સોંસરૂં નીકળ્યું.

દુકાને દુકાને વાત ચાલી. જુવાનિયાઓએ આ 'ખૂંટડા જેવા'સાધુઓના ઉપાડા સામે બળાપા કાઢ્યા. મોટેરાઓએ જુવાનોને ધરમની બાબતમાં ક્યાંય ભેખડે ન ભરાવાનો ડાહ્યો બોધ દીધો.

કંકુની આંગળી સારી પેઠે ચેપાઇને છૂંદો થઇ હતી. જોરાવર મનુષ્યોનું જોર તરેહતરેહનું હોય છેઃ કોઇ સાવઝ મારે છે, કોઇ એક હજાર દંડ પીલે છે,તો કોઇ ગાડાંની ઊંધ ઝાલીને ગાડું ઉથલાવી નાખે છે. મહારાજશ્રીનું જોર મંદિરની ખડકીનાં કમાડ ભીડવામાં પ્રગટ થયું હતું. એક વાર જે કૌવતે પદમાની વહુના ભારવદાર સુડોળ યૌવનને ભીંસવામાં પ્રેમાંધતા બતાવેલી, તે જ કૌવતે અત્યારે એટલા જ અંધ ધિક્કારથી એક વારની ચૂમેલી આંગળીઓ ચગદી.

દાક્તરે આંગળી પર 'ડ્રેસિંગ' કરતાં કરતાં ચકોર દ્રષ્ટિએ કંકુના દેહ પર છવાયેલ વિષ રોગને નિહાળ્યોઃ સાથે આંધળું બાળક દીઠું: મુખી મહારાજશ્રીનો દેહ પણ એણે એકવાર તપાસેલો. ત્રણેય જણાંના રોગમાં કશુંક સામ્ય પારખ્યું. ડ્રેસિંગ થઇ રહ્યા પછી એમણે કંકુને પૂછ્યું: "તારે બીજું કશું કહેવું છે, બાઇ? શરીરની બીજી કોઇ માંદગીની દવા..."

"ના, દાદા! એ માંદગીનાં લેખાં તો ઠાકર લેશે - તમે નહિ."

દાક્તર કનેથી વાત ફોજદારને કાને ગઇ. એમને ધર્માલય ઉપર ​કેટલાંક કારણોસર દાઝ હતી. એમણેય પદમાની વહુને તેડાવી કહ્યું:"કંકુ, તું જરા મક્કમ થા તો તને મોટી રકમ અપાવી દઇશ ઈ સાલા પાસેથી."

"ના, દાદા; એનાં લેખાં તો ઠાકર લેશે." 

20
લેખ
મેઘાણી ની નવલિકાઓ ખંડ - ૧
4.0
પ્રખ્યાત કવી અને લેખક ઝવેરચંદ મેઘાણી રચિત સુંદર વાર્તા નો સમાવેશ
1

ચંદ્રભાલના ભાભી

29 May 2023
14
0
0

      વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમા

2

બેમાંથી કોણ સાચું?

29 May 2023
7
0
0

     તે દિવસથી હું વિચારમાં ગરક રહું છું,વાંચેલી ચોપડીઓનાં તારતમ્ય ગોતું છું: કોણ સાચું? હું રામલાલ એમ.એ.? કે એ રસૂલ ચપરાસી?લાહોરથી હું પાછો ફર્યો ત્યારે મારા અંતઃકરણમાં કેટકેટલી છૂરીઓ ચાલતી હશે તે તો

3

બબલીએ રંગ બગાડ્યો...

29 May 2023
5
0
0

"કેમ, માસ્તર, આપણે આવતા શનિવારે ઊપડવાનું છે. - તૈયાર છો ને ?" "હા જી; તો હું કુટુંબને જલદી દેશમાં મૂકી આવું." "વારુ, આંહીં પાછા ન આવવું હોય તો તમે બારોબાર અમને ટ્રેઇન પર ... જંકશને જ મળજો. તમારે રહે

4

શિકાર

30 May 2023
4
0
0

શિકાર વીજળીની કોશ બનાવીને કાળ એક દિવસ ત્યાં હળ હાંકતો હશે. બે-ચાર ઊથલ મારીને એણે ખેડવું છોડી દીધું હશે. એટલે જ સોરઠની એ ચોયફરતી સપાટ જમીનમાં ફક્ત આઠ-દસ ગાઉની અંદર પડખોપડખ ચારેક ઊંડી નજર પડી ગઈ છે

5

મરતા જુવાનને મોએથી

30 May 2023
1
0
0

મરતા જુવાનને મોંએથી [બનેલી ઘટના પરથી] ઉમેદસીંગ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુરવા ઊપડ્યો એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. "હું હવે અંદર આવું?" ઉમેદસીંગે પુત્રના મંદવાડના ઓ

6

રોહિણી

30 May 2023
1
0
0

રોહિણી આગગાડી ઘણે દૂર નીકળી ગઈ હતી. બારીમાંથી ફરફરતો પીળો રૂમાલ ક્યારનો અદૃશ્ય થયો હતો. ગાર્ડનો છેલ્લો ડબ્બો કોઈ સ્વજનની મીંચાતી જતી આંખના તારા જેવો ઝીણો ને ઝીણો થતો જતો હતો.તે છતાં રણ જિતે હજુ પ

7

પાપી !!!

30 May 2023
1
0
0

પાપી !    રાતના બે વાગ્યાથી કાળુ એના આંગણાની આંબલી નીચેના જૂના, ભાંગલા બાંકડા ઉપર બેઠેલો હતો. બેઉ ગોઠણ વચ્ચે માથું દબાવીને એ અંધારામાં તાકી તાકી જોતો હતો કે પોતાના ઘરનું કમાડ ક્યારે ઊઘડે! આટલા સ

8

ઠાકર લેખા લેશે !!!

30 May 2023
1
0
0

ઠાકર લેખાં લેશે! "તું જાણ્યને ઠાકર જાણે,ભાઇ!" પદમા કણબીએ જ્યારે એના લહેકાદાર લાંબા અવાજે આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એના હાથમાંની લોટની ટોપલી એક સરિયામ રસ્તા ઉપર ઊંધી વળી રહી હતી, અને એની આંખો એક

9

ડાબો હાથ !!!

30 May 2023
0
0
0

ડાબો હાથ જુનવાણી કાળનું જંક્શન સ્ટેશન હતું. રેલ્વે-ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બૂર્યા નહોતા. સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેશનું, બારેય કલાક કઢાયા કરતી લાલચોળ ચાનું,

10

કલાધારી !!!

30 May 2023
0
0
0

કલાધરી "આજે ન જા તો?" પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રે

11

પાનકોર ડોશી !

30 May 2023
0
0
0

પાનકોર ડોશી   એ જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદ

12

કારભારી !

30 May 2023
0
0
0

કારભારી આવતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે

13

શારદા પરણી ગઈ !!!

30 May 2023
0
0
0

શારદા પરણી ગઈ! મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યા: "આવી, બા...પા! કો'ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બ

14

રમાને શું સુઝ્યું !!!

30 May 2023
0
0
0

રમાને શું સૂઝ્યું! ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો. રાવબહાદુ

15

જયમનનું રસજીવન !

30 May 2023
0
0
0

જયમનનું રસજીવન “કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે 

16

છતી જીભે મૂંગા !

30 May 2023
0
0
0

છતી જીભે મૂંગા આજે શાક કેવું થયું છે, રમેશ ?" "સરસ, મોટાભાઈ." આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો. "અને દાળ કેવી, મંજરી ?" પાંચ વર્ષની મંજરીએ જવાબ આપતાં પહેલાં રમેશભાઈ તરફ આંખો માંડી. રમેશે ના

17

હું ?

30 May 2023
0
0
0

હું ટપાલની થોકડી લઇને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઇ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન

18

બદમાશ !!!

30 May 2023
0
0
0

બદમાશ આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અં

19

વહુ અને ઘોડો !

30 May 2023
0
0
0

વહુ અને ઘોડો સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્

20

અમારા ગામનાં કૂતરાં

30 May 2023
0
0
0

અમારા ગામનાં કૂતરાં અમારા ગામનું નવું નામ 'શ્વાનનગર' પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો

---

એક પુસ્તક વાંચો