shabd-logo

બાબર દેવા

8 October 2023

1 જોયું 1

બાબર દેવા


એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે.”


“કાં, અલ્યા ભગત !” પેટલાદ જેલના જેલરે આ જુવાન કેદીને ખબર આપ્યા, “તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.”


મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા,


“ઓરતો તો ઘણી દીઠી; પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઇ રૂપ દીઠું નથી.”


“છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો; બાકી, કંઇવધુ વેત નથી બળી લાગતી !”


“ના રે ના ! પણ મા તો જુઓ ! દા'ડે ય દેખીને ફાટી પડીએ ને !”


આ દરમિયાન ‘લોક’પ’ના જાડા સળિયાની પાછળ ઊભો ઊભો આ ‘ભગત’ પોતાની માને છેલ્લા બોલ ફ્ક્ત આટલા જસંભળાવીને ચૂપ રહ્યો,


“તું તારે જા હવે. ને મારે માટે કાલે સાંજે શેવો કરી રાખજે; હું શેવો ખાવા આવી પહોંચુ છું.”


“તારે ઠીક પડે તેમ કરજે, પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા !”


એટલું કહી મા ગઇ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઇ ગઇ. અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ચોરી કરીપકડયેલો ‘ભગત’તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો કાયા મેલી ના જાયેં, મારા હંસલા ! કાયા મેલી નાજાયેં રે, હાં-જી-હાં.


વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઇ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામનાપાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સંભળાયો, “કાં, માં, શેવો તૈયાર છે ને? ઝટ લાવ, ખઇ લઉં - પોલીસ મારીપાછળ જ છે.”


મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. “આવ્યો, ભગત !” એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશખાઇને એ જુવાન ધારિયું લઇ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો. સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો. તે જરાત્રીએ ગોરેલની બજાર વચ્ચે એ ‘ભગતે’ ગામના મુખીને જાનથી


માર્યો. એ ક્યાં જઇ ભરાયો છે તેની કોઇએ ભાળ લીધી નહીં. સને 1919નું વર્ષ, ચરોતર જેવો ધારાળાઓની કોમે ખદબદતોમુલક; મહી-વાત્રકનાં ઊંડાં ખાતરાંઓમાં સાડા પાંચ ફૂટનું એક માનવપ્રાણી લપાઇ જાય તેની કોઇને નવાઇ નહોતી. સરકારેબાબરની માને અદાલતમાં ખડી કરી મૅજિસ્ટ્રેટની સામે, એ ભયંકર હેતા બોલી ઊઠી, “હજુ એક દીપડું છૂટું મેલ્યું એમાં આટલાઅકળાઓ છો, ત્યારે મારા પાંચ શી-લંકાને છૂટા મેલીશ તે દા’ડે શું કરશો ??” (‘શી-લંકા’ એટલે સિંહના જેવી કટિવાળા દીકરા!)


થોડા મહિના - અને એ જ ગોરેલ ગામમાં એ જ ‘ભગતે’ એક આદમીને


એને ઘેર જઇ, શરીરમાં તલવાર ઘોંચી દઇ, ઢસડતે ઢસડતે ભગોળે લઇ જઇ ઠાર માર્યો. લોકોને ખબર પડી કે સગા કાકાને જભત્રીજે ઠાર માર્યો. એક ચોરી, તુરંગનું તૂટવું અને બે ખૂન - એ ચાર ગુનાઓએ ચરોતરના મુલકને ચકડોળે ચડાવ્યો. જિલ્લાનીઅને વડોદરાની - બંને પોલીસની દોડધમ મચી ગઇ.


તેવામાં થોડા મહિના પછી એક દિવસે, ગામ જોગણમાં એક પાટણવાડિયો પોતાના ઘરને આંગણે બેઠો છે, ખોળામાં નાનું બળકખેલી રહ્યું છે, સામે ઊભી ઊભી એક બાઇ – એ બળકની મા અને એ આદમીની ઓરત - કંઇક કામ કરે છે, તે વખતે ‘વોય બાપ!’એવી બૂમ પાડતો એ બાળ રમાડતો આદમી હેબતાઇ ઊઠ્યો. અને ઓરત ખડકી તરફ જુએ તો એક જુવાન ઊભો છે, હાથમાંભરેલી બંદૂક છે.


“ખૈયાને લઇ લે, ફૂઇ !” બંદૂકધારી જુવને શાંત શબ્દોમાં બાઇને સૂચના આપી.


પણ ફુઇ ન સમજી“અરે, ભગત !” એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઇ રહી.


“ભૈયાને લઇ લે મારા ફુવાના ખોરામાંથી ! “બંદૂકિયાએ ફરી આંખો ફાડીને કહ્યું. ફુઇ હેબતાઇ ગઇ, ધણીન ખોળામાંથી બાળકનેન ઉઠાવી શકી.


......મ ! બંદૂક છૂટી. ખોળામાં બાળક છતે એ પુરુષને વાગી. પુરુષ ઢળી પડ્યો. બાળક જીવતું રહ્યું. બંદૂકિયો નાસી ગયો. સગાફુવાને ઠાર કરનાર એ ‘ભગત’ બાબર દેવા હતો.


ત્રીજું ખૂન - અને બાબર દેવા બહારવટિયો જાહેર થયો. ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણવાડિયો જુવાનબહારવટિયો બાબર દેવો’ એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો. બાબર દેવાની ટોળી બંધાઇ ગઇ. લૂંટફાટને ખૂનોથી આખોમુલક સૂપડે સોવાઇ રહ્યો, ચરોતરની ધરતીમાં ધૂંફૂંકાર ચડ્યા. પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ બાબરિયો પોતાનાસગા કાકાને અને ફુવાને ઠાર મારી ગયો. એ વાતથી માણસોના ગાઢ વછૂટી ગયા.


બાબરનાં માબાપને અને ત્રણ જુવાન ભાઇઓને પોલીસે પકડી વિજાપુર ‘ક્રિમિનલ સેટલમેન્ટ’ માં મૂકી દીધા. એમની જમીનખાલસા કરી. એમનાં તમામ મકાનો તોડી નાંખ્યાં - તેમાંથી સાચાં મોતી નીકળ્યાં કહેવાય છેબાકી રહ્યા બાબરના બે બાળકભાઇઓ. એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી. એને કોઇકે છુપાવ્યા હતા. પકડો બાબરિયાનાં સર્વ સગાંને!


એને બહેન છે; ક્યાં છે? ઝારોળા ગામે પરણાવેલી છે. પકડો એને! પણ એ ઝારોળે હતી નહીં. ક્યાં ગઇ! રહેતે રહેતે જાણ થઇ, બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે, એ એની ઝારોળાવાળી બહેન જ છે.


બાબરના બહારવટાને વરસેક વીત્યું હશે. બહેનને વિશે છણભણ છણભણ વાતો ચાલતી હશે. એ વાતો એક દિવસ ભાઇને કાનેઆવી પહોંચી. "અલ્યા ભગત!” બાબરના સાથી જગા ઊમઠે એક વાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખીને કહ્યું, “તુંમોટો આવો ફરછ, પણ..”


“પણ શું?” બાબર જગાને થોથરાતો જોઇ બોલી ઊઠ્યો.


“કશું નહીં.”


“ના, કહે જે પેટમાં હોય તે.”


”લેને ત્યારે કહી દઉં, પેટમાં રાજ્યે શો સાર! તું અવો મોટો ફરછ, પણ તારી બે'ન તો તરકડાને જવા બેઠી છે.” વાતની ચોખવટથઇ, બહેન એક મુસલમાન સિપાઇ સાથે હળી ગઇ છે ! હવસ આંધળો છે: કોઇક દા'ડો સગા ભાઇનેય સોંપી દેતાં વાર નહીંલગાડે .


વાત સાચી હો કે ખોટી, બાબરને વહેમ પડી ગયો કે બહેન કોઇક દા'ડો દગો દેશે - બહેન ખૂટશે!


એક દિવસ ઝારોળાથી એક માઇલે અવેલા ચૂવા ગામના ખેતરમાં બાબર


પડ્યો હતો. બહેન આવી ભાઇની પાસે બેઠી, આડીઅવળી વાતો કરવા લગી. વાતો કરતે કરતે એ બાબરની બાજુમાં પડેલીએની બંદૂક હાથમાં લઇને તપાસવા લાગી. ભાઇના મનમાં ઘોળાતો વહેમ સજ્જડ થયો


”એમ ન જોવાય બંદૂક... એંહ, આમ જો - આમ... જોવાય.” એમ કહેતે કહેતે બહેનના હાથમાંથી બંદૂક સેરવી લઇને એણેબહેનના કપાળમાં નોંધી, છોડી: બહેનની ખોપરીનાં કાચલાં થઇ ગયાં.


”હૈં, ભૈ ?”


”બોલો, ભૈ !”


"ભગત તો હવડાં કાંઠામાંથે આ પાર આપણા તાલુકામાં ઊતર્યા છે ને ? તો મારે ઘેર ઇમનાં પગલાં ના કરાવો?”


ભાઇ કહે, “શા સારુ ના કરાવું ?જરૂર કરાવું.”


“તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.”


’ભગત’ ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને ઘેર પગલાંકરાવવા’ ના ઇંતેજાર માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું. અને ‘ભગત’ ની પોતાને ઘેર પધરામણીકરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે અને એનો ભાઇ - બેઉ ‘ભગત’ ના ભાઇબંધો હતા. ‘ભગત’ની સાથે ફરતા, ‘ભગત’ને સંતાડતા, ખવરાવતા-પિવરાવતા.


એ રાત્રિએ ભાઇબંધે બાબરને જલાલપરના પેલા આગેવાન પાટીદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર ઓટલે બેસારીને આગેવાને ‘ભગત’ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને


પોતે જ અરજ કરી, “મારું એક કામ કરી આલો, ભગત ?”


“હોવે, કરી આલું.” બંદૂકધારીએ કૃપા બતાવી.


“એ બદલ હું તમને, ભગત, રૂપિયા પાંચશે આલું.”


“હા, કહો ત્યારે.”


“અમારા ગામના, ભાઇ મારા હરીફ આગેવાન છે, તેનો કાંટો કાઢી નાખો.” બાબરને લાવનાર મિત્ર આભો બન્યો.પણ બાબરે માથુંહલાવ્યું, “વારુ, એ કાઢી નાખું - પણ સામે મારુંયે કામ કરી આપવાની શરતે.”


“કહો.”


“ભટ ફોજદારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે, એને મારે ઠાર કરવો છે.


તમારે ત્યાં એને તેડાવી દો.”


આગેવાન પાટીદારે સોદો વિચારીને જણાવ્યું: “હોવે, બોલાવી દઉં.” સામસામાં બે કરપીણ ખૂનનો સોદો થયો. બાબરે રજા લીધી. રસ્તે ભાઇબંધે બાબરને ઊંચકાવ્યો :


“હાળા, તું પણ મૂરખ છે ના ! પેલો સામાવાળો પણ આપણને તો ખપનો છે. એને મારવાની તેં શું જોઇને કબૂલાત આપી, હાળા?”


“પણ મારે ભટ ફોજદારને મારવો છે, તેનું શું થાય ? “


“તે ભટને મારવો હોય તો હીંડને, આપણે જઇને મારીએ.”


“દબકે જઇને ?”


“લે, હીંડ ત્યારે.”


“હીંડો.”


ડબકા ગામને પોલીસ-થાણે બેઉ ભાઇબંધ રાતોરાત પહોંચ્યા. કચેરીમાં ફાનસ બળતું હતું. એક અમલદાર બેઠો બેઠો લખતોહતો. બાબરે બંદૂક ફટકારી, લખતો અમલદાર ઢળી પડ્યો. ખૂનીઓ નાઠા. પોલીસ પાછળ પડી. બંદૂકોની ધાણી ફૂટી. એકપોલીસની ગોળી બાબરના પગમાં વાગી. એને ઊંચકીને એના સાથીદારો જલાલપુરના છોટા નામના લવાણાને ઘેર લાવ્યા. પાદરેથી ડૉકટર બોલાવ્યો. તેણે બાબરના પગમાંથી ગોળી કાઢી.


ત્રણ મહિના સુધી બાબર ભાઇબંધ છોટા લવાણાના ઘરમાં પરદે રહ્યો. પડ્યા પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ-થાણે જેનેપોતે ઠાર કર્યો તે ભટ ફોજદાર નહોતો, પણ બાપડો નવાણિયો જમાદાર ટિપાઇ ગયો હતો: ભટ ફોજદાર તો તે જ રાત્રીએ ગામમાંફેરણી પર ગયો હતો.


એ ખૂનમાં પાટણવાડિયો મિત્ર પકડાઇને બત્રીસ વર્ષની ટીપમાં ગયો. બાબર સલામતી માણતો ભાઇબંધ છોટા લવાણાને આશરેરહ્યો. છોટાની સ્ત્રી મણિને બાબરે બહેન કરી. ત્રણ મહિને સાજો થઇને બાબર તુંડાવ ગામ ગયો. ત્યાં તુંડાવમાં પણ એનુંઆશ્રયસ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું મુખી પોતે તો હતો ભગત જેવો. પણ એના બે દીકરા’ભગત’ની ભક્તિમાં ભેરુબંધોહતા.


બત્રીસ વર્ષની ટીપમાં ધકેલાઇ ગયેલા પાટણવાડિયા મિત્રના ભાઇએ એક રાતે તુંડાવ આવીને બાબરને કહ્યું, “ભગત, મારો ભાઇતો તારે પાપે ગયો. હવે કંઇ એ કેદમાંથી જીવતો પાછો આવે નહીં. પણ એની છોડીઓનું શું?”


“શું કહો છ....ભઇ?”


“કહુંછું ક એની છોકરીઓને વરાવવા-પરણાવવાનું શું?”


“જો, ભઇ !” બાબર પોરસમાં આવી ગયો.” ... ભાઇની દીકરી એ મારી જ દીકરી. હું એને પરણાવીશ. તું - તારે આપણી ન્યાતમાંસારામાં સારો વર શોધી કાઢ. એકથી લાખનો ખરચ થશે તે હું આલીશ.” આ વાત લઇને પાટણવાડિયો ક્યાં ગયો? વડોદરાનાપોલીસ કમિશનર કને. આ કાંઇ પોતાના ભાઇની છોડીને પરણાવવાની વાત નહોતી: બાબરને પકડાવી દેવાનું કાવતરું હતું. બાબરઅજિત બન્યો હતો. એનો કોઇ પત્તો નહોતો. એના ઠામઠેકાણાની બાતમી સીસવા ગામના એક પાટણવાડિયા પાસેથી માંડ માંડમળી હતી. આ પાટણવાડિયો જબરો નિશાનબાજ હતો. ચોરીઓ કરતો કરતો કેદ પકડાઇ, એક પોલીસને ઠાર મારી, જેલમાંથીનાસી જઇ બાબરની ટોળીમાં ભળેલો. પછી સીસવાના દરજીના ઘરમાંથી હાથ આવેલો. એની પાસેથી બાતમી મળી હતી કેબાબરના સાગરીત કોણ કોણ હતા. એ બાતમીને આધારે પેલા પાટણવાડિયાની ગરદન ઝાલી પોલીસ કમિશનરે ફાંસલોગોઠવ્યો હતો. એક કૂંડાળું કરી, વચ્ચે ઘીનો દીવો મૂકી, પછી પોલીસે એ પાટણવાડિયાને કહ્યું હતું કે, “ઉપાડ દીવો, ને વચનઆપ કે, બાબરને પકડાવીશ.” કૂંડાળું, દીવો - એ બધું પોલીસને મન તો ફારસ હતું, પણ પેલા પાટણવાડિયાને મન એ દીવો નેકૂંડાળું પવિત્ર હતાં. એણે દીવો ઉપાડ્યો હતો. પછી એ ભત્રીજીનાં લગ્નની પોલીસે રચેલી વાત લઇને બાબર પાસે ગયો હતો. પોલીસ સાથે સંતલસ કરીને ફરી પાછો એ પાટીદાર બાબર પાસે ગયો કહે કે, “છોડીને માટે અમુક ઠેકાણું શોધી કાઢ્યું છે, રૂપિયા બે હજાર


જોઇશે.”


“વારુ લે-હું છોટિયા પર બે હજારની ચિઠ્ઠી લખી આલું.’


ચિઠ્ઠી લઇને પોલીસ પાસે પહોંચેલો એ ભાઇબંધ ફરી બાબર પાસે આવ્યો, કહે કે, “છોટિયો કહેવડાવે છે કે, કોઇ બીજાનેરૂપિયા ન આલું: તને એકને જ હાથોહાથ આલું. અહીં આવીને લઇ જા. પણ નક્કી દને ને વખતે આવવાનું કરે તો તે મુજબ હુંરૂપિયા લાવી હાજર રાખું, કારણ કે હું ઘરમાં જોખમ નથી રાખતો.. પાદરેથી શરાફના લાવીને રાખવા પડે, ને તું ના આવે તો મારેરૂપિયા પાછા આપી આવવા પડે. ઘરમાં જોખમ ના


રખાય.”


“વારુ!” બાબરે ભાઇબંધ પાટણવાડિયાની સાથે ચોક્કસ દિવસ ને વેળા જણાવી મોકલ્યાં. એ ખબર લઇને આ ભાઇબંધછોટિયા લવાણાની પાસે શીદ જાય! વડોદરે જ ગયો.


તે પછી થી ચોક્કસ દિવસે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનેથી પાદરા સુધી દોડતી સાંજની ટ્રૉલી પાદરા થોભી જવાન્ને બદલે આગળવધી. ભોજ સ્ટેશન અને મોભા સ્ટેશનની વચ્ચે અંતરિયાળ એ ટ્રૉલીનો વેગ ધીરો પડ્યો, અને એના એક ડબ્બામાંથી સૂર્યાસ્તપછીના પ્રથમ અંધકારમાં સંખ્યાબંધ માણસો ઊતરી પડ્યા.


એ મંડળીને લઇને આગેવાન ખેતર સોંસર આગળ વધ્યા. થોડી વારે આખું મંડળ ગાયબ બન્યું. એ હતા વડોદરાનાપોલીસકમિશનર અને એમના પચીસ-પચીસ જોડીદાર : ચુનંદા, ચૂંટીને લીધેલા. જલાલપુર ગામમાં એ મંડળી કોઇ ન જાણે એમગોઠવાઇ ગઇ. ***


છોટિયા લુવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યો છે. બારણાં અંદરથી બંધ છે. બારણાંને સામોસામ અંદર જે હિંડોળો છે તેરોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે. હિંડોળે એક માનવી બેઠું છે. તે અંગ પર પહેરવેશ સ્ત્રીનો છે. છોટિયાની વહુ મણિનું એહંમેશનું આસન છે. “મણિબોન !” રાત સારી પેઠે અંધારી ગઇ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો


ટહુકો પડ્યો, “મણિબે’ન, ઉઘેડો !” બારણાં ઊઘડ્યાં, ઉઘાડનાર સ્ત્રી-વેશી માનવી પીઠ વાળીને ત્વરિત ગતિએ પાછું વળી ગયું. ઉઘડાવનાર આવેતુ બે જણ હતા. એમાં એક, કે જેણે ‘મણિબે’ન ! ઉઘાડ !” એમ કહ્યું હતું તે, બારણામાં પેઠો; પણ પેસતાં તરતજ ખચકાઇ જઇ પગ પાછો બહાર લેતોક, સાથીદારને કહી ઊઠ્યો “અલ્યા, દગો લાગે છે !”


“હવે દગો તે શાનો, હાળા ! ઝટ માંઇ પેસને !” ને એમ કહેતેકને સાથીદારે પેલા’દગો' કહેનારને અંદર ધક્કો દઇને એટલા જોરથીહડસેલ્યો કે આદમી બારણાની અંદર ભૂસ દઇને પટકાઇ પડ્યો. એ પાછો ઊઠે તે દરમિયાન તો બારણાની બેઉ બાજુથી બે જણાએના પર તૂટી પડ્યા, અને બાથ ભરી ગયા. પડનાર એટલો જોરાવર હતો કે બાથંબાથા મચી, ધમાચકડી બોલી. ત્યાં તો અંદરનાબીજા ઓરડામાંથી બીજા છુપાયેલા દોડ્યા.


બારણામાં બે જણની બાથથી પટકાઇ પડનારો બાબર દેવો હતો. ઓરડે ઓરડેથી ધસી આવનાર શસ્ત્રબંધ પોલીસો હતા. છેવટેસૌએ મળીને એક બાબરને દબાવી દીધો. બાબરને અંદર હડસેલી દઇને બહારથી જ નાઠેલા માણસની પાછળ તબડકી થઇ. જલાલપુરની સીમમાં તે વખતે વેલડું લઇને બે આદમીઓ બેઠા હતા. ગામમાં બંદૂકોની ફડાફડી બોલી તે એમણે સાંભળી, લોકોનોદેકારો સાંભળ્યો. તેઓ પામી ગયા, વેલડું જોડીને નાઠા. ***


‘મેં બે’ન કહેલી મણિ શું ખૂટી?” બાબરની એ શંકાનું તો તરત સમાધન થઇ ગયું: પોલીસે છોટાને અને મણિને તો બાજુના ઘરમાંપૂરી રાખ્યાં હતાં. હિંડોળે બેસીને મણિનો પાઠ ભજવનાર ને બારણાં ઉઘાડનાર એક પોલીસ હતો. જેના તાપથી ચમરબંધીઓનાપણ ગાઢ વછૂટતા હતા, તે બાબર દેવાને જ્યારે 1923માં ફાંસીને માંચડે ચડાવવા લઇ ગયા ત્યારે એ પોકે પોકે રડી પડ્યો.


“હેઠ, મારા હાળા નામર્દ !” ડભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો, “આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તીખબર કે એક દન આપણે ચડવાનું જ છે ! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે !”

પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઇને ધરતી પર બેસી ગયો. એને પકડી, ઊંચકી, ફાંસીનુંદોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો