shabd-logo

હાજરી

7 October 2023

3 જોયું 3

હાજરી


રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા.


સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો- કલમ લઇને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામકરતાં હતાં. એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચોરાની પરસાળમાં એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામેવારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સત્તા અને સાહેબીની કેવી છાપ પડે છે તે ઉકેલવામાં એની નજર રોકાઇ ગઇ હતી.


પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો અને સામા ‘હાજર’,


‘હાજર’, ‘હાજર’ એવા જવાબો મળવા લાગ્યા:


“કરશન પૂંજા.”


“હાજર.”


“મોતી દેવા.”


“હાજર.”“ગુલાબ કાળા.”


“હાજર.”


’હાજર’ કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્ત્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો‘હાજર’ શબ્દ વિવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો :


“જીવી શનિયો.”


“હાજર.”


“મણિ ગલાબ.”“હાજર.”


એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથુંઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઇને કહ્યું:


“એ કોણ ‘હાજર’ બોલી ?”


“હું મણિ.” સ્ત્રીનો જવાબ આવ્યો.


“જૂઠી કે? મણિ જ છે કે? મને છેતરવો છે? આમ આવ, તારું રઢિયાળું મોં બતાવ જોઉં. મણકી!”


“આ લો, જોવો મોં!” બાઇએ ઊભી થઇને પોતાનો પડી ગયેલો ચહેરો


ફાનસના પ્રકાશમાં આગળ કર્યો.


“વારુ ! જા” એમ કહીને એ અમલદારે મહેમાન તરફ વળીને સ્પષ્ટતા કરી. “એકને બદલે બીજીઓ રાંડો હાજરી પુરાવતી જાય છે. મનમાંમાને કે, મુખીને મૂરખાને શી ખબર પડવાની હતી ! પણ જાણતી નથી કે એકોએકનો સાદ હું ઓળખું છું: હું કાંઇ નાનું છૈયું નથી !”


એટલી ટીકા સાથે પાછો એ મુખી પત્રકમાંથી પોકારવા લાગ્યો, અને અહીં ખુરશીએ બેઠેલ પરોણાના સ્વચ્છ, સ્વસ્થ મોં ઉપર ગરમલોહીએ દોડધામ મચાવી દીધી. રોષ, શરમ, હતાશા અને કાળા ભાવિનો ભય એ ચહેરાને ચીતરવા લાગ્યાં. હાજરી પૂરીકરીને મુખીએપત્રક બંધ કરી ફરી પાછું પોતે મહેમાન તરફ જોઇને ઉદગાર કાઢ્યો“અત્યાર પૂરતી તો નિરાંત થઇ, રાતોરાત કોઇ કંઇ ન કરે તો પાડ! બાકી, આ હાળાં કોળાંનું કંઇ કહેવાય છે! અહીં હાજરી પુરાવીને પછી પચીસ ગાઉ જતાં ઘર ફાડે!” “લગાર આ બધાંને રોકશો? મારેથોડી વાતો કરવી છે.”મહેમાને એવે ને એવે ઝીણે, સમતા—ભરપૂર સ્વરે મુખીને પૂછ્યું.


“કેમ નહીં રોકું! ....અલ્યા અઇ! નાસો છો ક્યાં? બેસો બેસો; આ તમારો બાપ (મહેમાન તરફ હાથ બતાવીને) અહીં આવેલ છે એજાણતા નથી? બેસો, ને


એની શિખામણનાં બે વેણ સાંભળતાં જાવ!”


બૈરાં તો ચાલ્યાં ગયાં હતાં. પુરુષો ઊઠેલા તે ફરી વાર, સરકસનાં કેળવેલાં પશુઓની પેઠે, ભોંય પર બેસી ગયા.


ખુરશી પર બેઠેલા પણ કંઇક ઊંચક બનેલા મહેમાને એમની સામે અત્યંત વિવેકી અને મિષ્ટ સ્વરે કહ્યું, “અલ્યા ભૈઓ! આ તમારીહાજરીઓ રોજ


થાય છે ?”


“રોજ બે વાર.” મુખી જવાબ વાળ્યો. એ તરફ કશું લક્ષ જ આપ્યા વગર મહેમાને લોકોને પૂછ્યું, “અલ્યા, આ હાજરી તમને ગમે છે ?”


“ગમે કે ના ગમે; શું કરીએ બાપજી !” થોડી વારની સૌની ચૂપકીદી પછી ત્યાં બેઠેલાઓમાંથી એકે ઉત્તર આપ્યો


મહેમાન કહે, “બૈરાંની હાજરી પુરાય તે પણ તમને પસંદ છે, અલ્યા !”“હોવે! બહુજ ગમે છે.” એવો એક અવાજ નીકળ્યો અને મહેમાનચમકી ઊઠ્યા. એણે એ જવાબ વાળનાર એક જુવાન તરફ નજર ઠેરવીને સ્વસ્થતાથી પૂછ્યું“શાથી?”


“શાથી શું ! હાજરી ન’તી તાણે અમે આવી રાંડોને ડોંગાતા, તો રાંડો રીસૈને દોડી જતી એને માવતર! એને હવે તો પીટી પીટીને કણક જેવીકૂણી કરી નાખીએ, તે છતાં થોડી ઘર છોડી શકે છે રાંડો ! હાજરીમાં મીંડાં મુકાય તો મરી જ રહે ના ! હવે ડોંગાટીને વેંઢાં ભાંગી નાખીએતો પણ ચૂં—ચાં કરી નથી શકતી હાળીઓઠીક જ થયું છે હાજરીનું”મહેમાનનો જીવ ઊંડો ઊતરી ગયો. એમણે થોડી વારે લોકોને પૂછ્યું: “અલ્યા, તમારામાંથી કોઇ મને તમારે ઘેર સૂવા ન લઇ જાવ !”


“અરે વાહ !”મુખી ચમકીને બોલી ઊઠ્યા, “આ કોળાંને તાં શા માટે જવું? અહીં ઢોલિયો ઢળાવ્યો છે, નિરાંતવા સૂઇ રોને !”


“ના, ના; અહીં મને ઊંઘ નહીં આવે.” બસ, ફક્ત એટલું જ બોલીને મહેમાન પોતાનાં બે કપડાંની ઝોળી હતી તે ઊંચકીને એકદમ ઊભાથયા, અને એ લોકો પૈકીના એક જણની સાથે પાટણવાડિયાઓના બિહામણા વાસમાં ચાલતા થયા. અધરાત થવા આવી હતી, મહેમાનજે ખોરડે રાતવાસો રહેવા ગયા ત્યાં આખા ગામના પાટણવાડિયા એકઠા થઇ ગયા. તેમની સામે ખાટલે બેઠેલ મહેમાનનો હ્રદિયો તોઉપર-તળે થઇ રહ્યો હતો, “અરે! આનું નામ હાજરી! માણસને અધોગતિને છેલ્લે તળિયે પહોંચાડનારી આ હાજરી! આ કોમનો એકએકમાણસ માના પેટમાંથી બહાર નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો! મરદ તો ઠીક, પણ ઓરત સુદ્ધાં!


ઓરતોની હાજરી પોકારાય અને ‘હાજર’ કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલા ટોળા વચ્ચે આ ત્રણ બદામનો સરકારીમુખી એનો ઘૂમટો ઊંચો કરાવી મોં જોઇ સાચજૂઠ નક્કી કરે! અને, એ બધાંની ટોચે, ખુદ પોતાની ઓરતોની હાજરી લેવાય એથી આમરદોને મલકાવાનું


કારણ મળે !


એકઠાં થયેલાં સ્ત્રી–પુરુષો વચ્ચે એને પોતાનાં આત્મજનો મળ્યાં હોય તેવું લાગ્યું. લાંબી વાતો તો એણે કશી કરી નહીં; પણ એણે એટલુંજ પૂછ્યું, “આ હાજરી તમને ગમે છે?”


“ગમતી નથી, બાપજી! પણ શું કરીએ? છેક ખેતરાંમાં ઘર હોય છે ત્યાંથી બે વાર ગામમાં હાજરીએ આવવું પડે છે, છૈયાં નાનાં હોય એનેરડતાં મૂકીને ઘરડા - બુઢ્ઢાને અને માંદાને પણ આવવું પડે છે.” “ને તમારી બાઇઓનાં આવાં અપમાન ! …”


લોકો કશો જવાબ વાળી ન શક્યાં. શરમથી સૌ ભોંયદિશે જોઇ રહ્યાં. મહેમાનને હૈયે આશા ઊગી : આ માણસોમાં હજુ માણસાઇ રહી છેખરી ! સવારે ઊઠીને એણે ચાલવા માંડ્યું. ગામ પછી ગામ વટાવતા ચાલ્યા. એને થાક, તાપ, ટાઢ, ભૂખ, તરસ—કશાનું ભાન નહોતું; વાહનમાં બેસવાનું તો એને નીમ હતું. પગપાળા એ પહોંચ્યા—સીધા વડોદરે.


વડોદરા પોલીસ-વડા સાથે એમને નહીં જેવી ઓળખાણ હતી. અમલદાર એક સમજદાર આદમી હતા. જઇને સમજાવ્યા કે “આ લોકોનીહાજરી કાઢી નાખો.”અમલદારે કહ્યું, “હું તો એક જ હુકમે સૌની હાજરી કાઢી નાખું તેમ છું;પણ તેથી તમને કશો લાભ નહીં થાય.”


“ત્યારે?”


“એવો માર્ગ ગ્રહણ કરો કે જેથી એ લોકો પર તમારો ઉપકાર રહે. ફરી તમારું કહ્યું કરે, અને તમે એમની કનેથી વિશેષ સારાં કામ કરાવીશકો.”


“શું કરું તો એમ થાય?”


“એ લોકોને એમ લાગવું જોઇએ કે તમે જેની હાજરી કઢાવો તેની જ નીકળી શકે છે. તમે એ લોકોમાંથી જેમની ભલામણ કરો તેમનીઅરજી અમે ધ્યાનમાં લઇએ, એટલે બીજા આપોઆપ તમારી કને આવશે.”


એ સલાહ અને એ વચન લઇને એ બ્રાહ્મણ પાછા વળ્યા: પગપાળા એક પછી એક ગામ વટાવતા; ટાઢ, તડકા અને થાકનું ભાન ભૂલીને.


પ્રથમ તો તેણે સારાં પાંચ ગામ પસંદ કર્યા: પહેલું ગામ વટાદરા. એણે પાટણવાડિયાને ઢંઢોળ્યા, “ચાલો પેટલાદ, હું તમારી હાજરીઓકઢાવી આલું.” હાજરીના ત્રાસમાં ડૂબંડૂબા માણસોએ પણ આ માણસની વાતને એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખી; તમાકુપીતાપીતા બેઠા રહ્યા. આ હાજરી એટલી તો સ્વાભાવિક જીવનક્રમ જેવી બની ગઇ હતી કે એના ફેરફારની કોઇને પડી નહોતી. માંડ માંડકરીને વટાદરામાંથી પાંચ-સાત પાટણવાડિયાઓને પૂંછડાં ઉમેળી ઊભા કરી, સાથે લઇ પેટલાદ—થાણે પહોંચ્યા, અને ફોજદારને એમનીહાજરી કાઢવાનું ટિપ્પણ આપ્યું.


પોલીસ—ફોજદાર ત્રાડો પાડી ઊઠ્યો, “શાનું ટિપ્પણ? હાજરી કાઢવાનું? આ હરામી કોળાંઓની...”


જુઓ, ફોજદાર સાહેબ!” મહારાજે જણાવ્યું“આ ટિપ્પણ તમેતારે સરસૂબા સાહેબને મોકલી આપો. પછી એને ઠીક પડશે તેમ એ કરશે.”


થોડા જ વખતમાં તો ફોજદાર ચમકી ઊઠ્યાવટાદરા તથા બીજાં ગામની સ્ત્રીઓની તો તમામની હાજરી એકીસાથે રદ થયાનો, હુકમવડોદરેથી એના હાથમાં આવી પડ્યો !


ફોજદાર તો ચમકે, પણ ગ્રામપંચાયતોયે ચમકી, પાટણવાડિયાની હાજરી નીકળી જાય, એટલે તો ચોરી—લૂંટોનો સદર પરવાનો મળે ! ગ્રામપંચાયતોએ સરકારમાં લખાણ કર્યું. ફરી હાજરી શરૂ થઇ છે, એવા ખબર ગામડામાં ફરતા મહારાજને મળ્યા; ને એના પગરખાંવિનાના પગોએ વળતી જ સવારે વડોદરાની વાટ લીધી. પોલીસ-ઉપરીને બંગલે જઇ એ ઊભા રહ્યા.


“છોટા સાહેબ, આમને સૂબા પાસે લઇ જાવ.” ઉપરીએ પોતાના મદદનીશ


સાહેબને કહ્યું. બ્રાહ્મણ સૂબા સાહેબના બંગલે પહોંચ્યા...


સૂબાએ કહી દીધું : “જાવ, બાર વાગ્યે કોરટમાં આવજો.”


બપોરે જ્યારે મહારાજ કચેરીમાં હાજર થયા ત્યારે સાહેબે કાગળિયાં પરથી


માથું ઊંચકીને એને કહ્યું,


“જાવ; હુકમ મોકલાઇ ગયો છે”


હુકમ મોકલાઇ ગયો છે’ એ શબ્દોમાં પાટણવાડિયાઓની હાજરી રદ થવાના હુકમની વાત સમજીને બ્રાહ્મણે ઉમંગના ઉમળકા સાથેવળતી પગપાળી મુસાફરી ચાલુ કરી; અને રાતે ચોવીસ ગાઉનો એકધારો પંથ કાપીને વટાદરા પહોંચ્યા. તપાસ કરી :


“કેમ? હાજરી રદ કર્યાનો હુકમ આવી ગયો છે ના?”


“ના રે, બાપજી !” અગાઉ જેમનાં નામો રદ થયેલાં તેઓએ કહ્યું, “અમારાં નામ તો હાજરીમાં ફરીથી પાછાં ઘાલવાનો હુકમ આવ્યો.”


બ્રાહ્મણ પાસે ત્યાં બેઠા બેઠા બળતરા કરવા કે પત્રવ્યવહારથી કામ લેવા વેળા નહોતી. વળતા જ પ્રભાતે ફરી પાછા એના લોખંડી પગવડોદરાની ચોવીસ ગાઉ ની મુસાફરીએ ચાલ્યા અને ત્યાં પહોંચી પોતે પોલીસ- અધિકારીને મળ્યા. ત્યાંથી સ્નાનના સમાચાર મળ્યા, “સૂબા સાહેબને કાપીને વટાદરા પહોંચ્યાતપાસ કરી :


“કેમ? હાજરી રદ કર્યાનો હુકમ આવી ગયો છે ના?”


“ના રે, બાપજી !” અગાઉ જેમનાં નામો રદ થયેલાં તેઓએ કહ્યું, “અમારાં નામ તો હાજરીમાં ફરીથી પાછાં ઘાલવાનો હુકમ આવ્યો.”


બ્રાહ્મણ પાસે ત્યાં બેઠા બેઠા બળતરા કરવા કે પત્રવ્યવહારથી કામ લેવા વેળા નહોતી. વળતા જ પ્રભાતે ફરી પાછા એના લોખંડી પગવડોદરાની ચોવીસ ગાઉ ની મુસાફરીએ ચાલ્યા અને ત્યાં પહોંચી પોતે પોલીસ- અધિકારીને મળ્યા. ત્યાંથી સ્નાનના સમાચાર મળ્યા, “સૂબા સાહેબને તમારી વાતમાં કશો સાર ન લાગવાથી ફેર હાજરીઓ શરૂ કરવાનો એમણે હુકમ આપ્યો છે.”


સૂબા સાહેબની મુલાકાત માટે કચેરીનાં પગથિયાં ઘસતો આ બ્રાહ્મણ રોજ સવારે આવી, ધોયેલ મૂળા જેવો ઊભો રહી, બાર વાગ્યેકચેરી ઊઠે ત્યાં સુધી કેવળ ખંભ-શો ખોડાઇ રહી, પાછો મૂંગો મૂંગો ઘેર ચાલ્યો જાય, એક દિવસ નહીં, બે દિવસ નહીં, પણ દિવસોનાદિવસો સુધી. રોજ બ્રાહ્મણ ઊભો હોય, અને રોજ સૂબા કચેરીમાં આવતા હોય. સાહેબ બાર વાગ્યે પાછા જાય ત્યારે એનો એ જબ્રાહ્મણ પરસાળમાં થાંભલા-શો ઊભો હોય! જતા—આવતા સૂબા વિચારતા હશે કે નથી એ પાસે દોડતો આવતો, નથી એ અવાજકરતો અને નથી એ મારી સામે સુદ્ધાં જોતો!


એક દિવસ સૂબા આવ્યા. રોજની માફક બ્રાહ્મણને ઊભેલ દીઠો. મેડી પર ચડી તો ગયા, પણ થોડીક વારે બ્રાહ્મણની પાસેપટાવાળોઆવી કહે છે કે, “ચાલો, સાહેબ બોલાવે છે.”


“શું ભણ્યા છો? પૂછ્યો. સૂબાએ પોતાની સામે ઊભેલા મૂંગા બ્રાહ્મણને પ્રશ્ન


“કશું નહીં ” જવાબ આવ્યો “ત્યારે આ લોકોમાં તમે શું કરશો?”


“મને ખબર નથી.”


“વારુ, જાવ; હું હાજરી કાઢવાનો હુકમ મોકલું છું.”


બ્રાહ્મણ ત્યાંથી નીકળીને સાહેબના ચિટનીસ પાસે રાહ જોતા બેઠા.


થોડી વારે સૂબા સાહેબનો હુકમ ચિટનીસ પાસે આવ્યો, એટલે ચિટનીસે કહ્યું: “હવે તમતારે જાવ. હુકમ ગામડે આવશે.”


કેમ કરીને આવશે ?”


“કેમ કરીને વળી ? નીચલી ઑફિસમાં નોંધણી થતો થતો શિરસ્તા મુજબ


આવશે તમારે ગામડે.”“ના, એમ નહીં.” બ્રાહ્મણે ઠંડે કલેજે ઉત્તર વાળ્યો. “હું એ નીચલી કચેરીએ લઇ જઇશ અને ત્યાં નોંધાવી લઇશ.”


ચિટનીસે લપને વળાવવા હુકમનું પરબીડિયું આપ્યુંએ લઇને બ્રાહ્મણ નીચલી કચેરીએ ગયો.


ત્યાંના અમલદારે પણ કહ્યું કે, “વારુ, તમે હવે જઇ શકો છો.” “ના, તમ-તારે હુકમ નોંધીને મને આપો.”


“તમે શું કરશો ?”“હું તમે કહો તે કચેરીએ લઇ જઇને નોંધાવીશ.”


એમ એક પછી એક નીચલી કચેરી કને એ હુકમનો કાગળ લઇ જઇ, એક જ દિવસમાં નોંધણી કરાવી, જેને વટાદરે પહોંચતાં મહિનો માસલાગત તે હુકમ પોતાની સાથે લઇને બ્રાહ્મણે ફરી ચોવીસ ગાઉની વળતી મજલ આદરી. રાતમાં ભાદરણ પહોંચી ફોજદારને સૂતાજગાડ્યા અને રાતમાં નોંધણી કરાવી કાગળ લઇ પોતે વટાદરા પહોંચ્યા, ત્યારે પ્રભાતનો સૂર્ય હજુ તપ્યો નહોતો.

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો