shabd-logo

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023

4 જોયું 4

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ


કરડા સેવક નથી


જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :ગુજરાતના ચોક્કસ પ્રદેશો પૈકીના એકાદનું પર્યટન તો તેણે કર્યું હોવું જોઇએ. 29 વર્ષની જૂની મારી ‘બી.એ.’ ઉપાધિને મેં આ પ્રવાસથી પાકી થયેલી માની છે. ગુજરાતના પગપાળા પરિવ્રાજક અને નિરંતરચલનશીલ લોકસેવક મહારાજ રવિશંકર દાદાએ મને ફક્ત ચાર દિવસ અને પાંચ રાતનો એક ટૂંકો પ્રવાસ કરાવ્યો; ચરોતરનામહીકાંઠાનું ફક્ત પંદરેક ગામોનું કુંડાળું દેખાડ્યુંપણ એક નાના ચાટલા (અરીસા)માં મહાકાય આકાશનું દર્શન સમાઇ રહે છે. એક છીપલી જેવડી આંખ અસંખ્ય જીવાજીવની બહોળી દુનિયાને આવરી લે છે. અમારી એવી આંખ મહારાજ હતા. એમણે એનાનકડા કૂંડાળે મને સચરાચર સુઝાડ્યું. માનવીઓ જ માત્ર નહીં, પણ માટીના થરપોપડા, માર્ગે ઊભેલ વનસ્પતિનાં વૃક્ષે વૃક્પશુપંખી અને આકાશનાં નક્ષત્રોય ઓળખાવ્યાં. એનાથી મોટો તો પોતાનો અનુભવપુંજ આટલાં વર્ષોથી સંગ્રહાયો છે તેનાંબહોળા સીમાડામાં મને કુમાશભરી માવજત કરીને ફેરવ્યો.


જાણ હતી કે મહારાજ તો માત્ર પહેર્યે લૂગડે, વધારાનું એક પંચિયું રાખીને ફરનારા પગપાળા પરિવ્રાજક છે. માનેલું કે એમની રીતનેઅનુસરવું રહેશે, એટલે દોઢ જ જોડી કપડે હું જોડાયો હતો, ને પગને જરા થાબડી જૂના દિવસની યાદ આપી ઉત્સાહ ચડાવીરાખ્યો હતો. પણ મહારાજે અમારે માટે તો બોચસણ આશ્રમની દૂધ જેવા બે સફેદ બળદોવાળી ડમણી જોડાવી.


અને સરકાર 'નિર્મૂલી


ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટે જંગમ અધ્યાપન-વર્ગ ચાલુ રાખ્યોહતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ હતાં. નવા પ્રદેશની સાચી પિછાન એની વનૌષધિના પરિચયવગર અધૂરી રહે. પૂછતો ગયો, “દાદા, આ શું?” એ ઓળખાવતા ગયા, “આ કાંકર કહેવાય. ખેતરો ને વાડીઓ ફરતાં એ ઝાડતો ગઢ - કોટ જેવાં ઊગી પડે. એની વાડમાં કોઇ સોંસરું જઇ ન શકે.”


“આ ?”


“આ ધોળી આકડી. એનાં મૂળિયાંમાથી ગણેશાકૃતિની ગાંઠ નીકળે છે. 


“આ ઝડ પાર પથરાઇ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ, તેને લોકો કહે છે ‘અંતર-વેલ.’ સંસ્કૃતમાંશબ્દ છે ‘નિર્મૂલી’ મૂળિયાં એને હોય નહીં, પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહીં. એકાદ કકડો લઇ અમુક ઝાડ પર નાખી દો, એટલેબારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઇને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે હું અંગ્રેજ સરકારને લોકો કને ‘નિર્મૂલી’ અથવા‘અંતર-વેલ’ કહી ઓળખાવું છું!” 

***


પગને આંખો હોય છે


ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, “આ ઝરોળા બહારવટિયા બાબરદેવાની બહેનનું ગામ, જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શક પરથી ગોળીએ ઠાર મારેલી. ચાલો અંદર.”


ગામને પરવાડે જ આવેલ પાટણવાડિયાના ફળિયામાં લઇ ગયા. ભેંસો છાણમાં રગદોળાતી પડી છે. (કાંઠાના પ્રદેશમાં જાહેરચરિયાણ નથી. ભેંસો લગભગ ઘર-ખીલે જ બાંધી રહે છે.) વાસીદાં પડ્યાં છે. વચ્ચે એક ખાટલો છે. “મહારાજ આયા ! મહારાજ ચ્યાંથી ! આહાહા, ચેટલાં વર્ષે આયા ! જેલમાં હતા? મહારાજ (એટલે ગાંધીજી) ક્યાં સે? જેલમેં? અલ્યા, ગોદડું


લાય તો !”


“ના, અમે બેસણું નહીં”


“ચ્યમ વારુ ?”


“આમ કાંઠામાં જવું છે.”


“ઓ તારીની ! રોકાશો નહીં? દૂધ પણ નહીં? અરેરેરે ! આમ તે અવાય! લો તારે, પધારજો ફરી વહેલા વહેલા ! એ પધારજો, મહારાજ ! એ જે જે


મહારાજ !”


બહાર નીકળીને મહારાજ કહે, “આ મારાં યજમાનો, આમને ત્યાં જ હું ઊતરું, ને તમે જે પેલી જોઇ તેવી ગોદડીમાં સૂઇ રહું. એમનીપરસાળ દીઠી ને, તેમાં એક ઠેકાણે મંગાળો પેટાવી તપેલીમાં ખીચડી પકાવી ખાઇ લઉં. આજે તો હું ઘણાં વર્ષે અહીં આવું છું. પણ આંહીં હું કામ કરતો ત્યારે રાત ને દિન હીંડ્યા જ કરતો. વચ્ચે દરેક ગામે આ લોકોના દરેક ફળીમાં જઇ, બાળબચ્યાં નેસ્ત્રીઓના ખબર અંતર પૂછી હું બીજે ગામ ચાલી નીકળતો.”


મહારાજના આ શબ્દો કાન સાંભળતા હતા ત્યારે કલ્પના પાછળ જતી હતી –પેલી ગંદામાં ગંદી ગોદડી ભણી, એ મચ્છરો નેજીવાતોથી ભરેલાં ફળિયાં ભણી. મહારાજનું એ બિછાનું, રસોડું ને બેઠકગૃહ. એક ટંક બે મૂઠી ખીચડી અહીં રાંધી લઇને વગરઘીએ - કોઇ વાર તો વગર નિમકે -ચોવીસ કલાકમાં એક ટંકનો આહાર. એક જ ટંકનું જળપાન. બસ, પછી ચલો – ચલો - ચલો! તાપમાં, ટાઢમાં, વૃષ્ટિમાં, પ્રકાશમાં, અંધકારમાં - નિરંતર ચાલ્યા જ કરવાનું ગમતું. કહે કે “ખરો આનંદ મને વધુમાં વધુ અંધારીરાત્રીએ ચાલવામાં પડે. કોઇ દેખે નહીં, સંપૂર્ણ એકલતા. ચાલતે ચાલતે આંખો ઊંઘતી હોય છતાં પગ તો ચાલ્યા જ કરતા હોય. હું કદી ભૂલો પડું નહીં ! ગમે તેવાં વિકટ મહી - કોતરોમાં પણ મારા પગ સાચે રસ્તે ચાલ્યા કરે. એટલે જ લોકોને કહું છું કે, માણસના પગને આંખો હોય છે.


અંદર પડેલું તત્વ


રાસ છોડ્યું. અમિયાદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણબા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફઆંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, “આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલાઘીના ડબા કાઢી આપેલા.” પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અનેચોર મહારાજે જ પકડી આપવાં: એવો કરાર


લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા: મહારાજે અહીં બેસી મૂંગુ તપ માંડ્યું: ખાવું ન ભાવ્યું: ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી: ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોનેકહે કે, કોઇએ ખાવા જવું નહીં.’ રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાનીપાછળ પાછળ ખેતરોમાં લઇ ગયો: એક ઠેકાણે જઇ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા બે ડબા જાતે ઊંચકી રાતે લવાણાનીપાસે લઇ ગયા, એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો !


વળતે દિવસે પણ લાંઘણ ચાલુ: સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી: ફોજદારને રુશવતના રૂ.40 આપવા માટેએક ડબો વેચ્યાનું કબૂલ્યું: પોતાની ભેંસના ઘીમાંથી નુકશાની ચૂકવવા સ્વીકાર્યું: અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટેઅધશેર ખજૂર જોઇતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઇ કરી !


એ પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેને નિહાળવા હતા. ’થતાં સું


થઇ ગયું, પણ તમે આટલે સુધી જશો એવું ન’તું જાણ્યું, મહારાજ !’ એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને, 50-60 રૂપિયાનોપોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડી સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને અને એને ફિટકાર દેનારમુસલમાન ખેડુ દાજીને.


પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત. જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરેહરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઇ જતો જોયો.


***


ગામ જુએ. માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આલોકોની અંદરનાં પ્રકૃતિ પડોમાં કયું મંગળ તત્ત્વ પડ્યું છે અને ક્યા તત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા. દાખલાતરીકે, “અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનોઆંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહીં. માલિકી જ પોતાની ઠોકી બેસારેલી ! પછી વાત મારી કને આવી. મેંઆવીને પૂછ્યું “તેં જીવા, હેં દાજી, સાચું શું છે?” થોડી વારે જીવો દાજીને કહે “અલ્યા દાજી ! આપણે તો સત્યાગ્રહમાં ભળેલાકહેવાઇએ: આપણાથી કંઇ જૂઠું બોલાય, હેં? “ દાજી કહે કે, નહીં જ તો ! ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહીં બોલાય, એઆંબો અમારો નહીં એ તો એવા એ બામણનો છે !' પાછો સોંપી દીધો. નહીં કોઇ પાપ પુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાંદંભી પ્રદર્શન, અંતરમાં ઊગ્યું તે સાચું.”


***


ઇચ્છાબા


“ઓ ભૈ !”


“શું કહો છો, ઇચ્છાબા !”


“આવું તે કંઇ હોય, ભૈ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ ! આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ!”


“ભૈ ! ઓ ભૈ !” એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ કઠાણા ગામમાં દધીચ બ્રાહ્મણ ડોસી ઇચ્છાબાનોકંઠ ‘ઓ..ભ...ઇ !’ એવા લાંબા લહેકે પલેપલ સુકાતો હતો. ઇચ્છાબાનું ઘર અંધારિયું હતું. એંશી વર્ષની ડોશીના અંતરનો દીવોએ ઓરડાને અજવાળતો હતો. મહારાજે એમની વાતો કરી હતી એ પરથી કલ્પનામૂર્તિ ઘડી તેના કરતાં વસ્તવમૂર્તિ તો, સામાન્યઅનુભવમાં બને છે તેથી ઊલટી જ રીતે, વધુ સુંદર નીકળી પડી. એંશી વર્ષે પણ અડીખમ ગુલાબી દેહ, પંદર પરોણાનું રાંધીનાખે: પાણી પણ ભાગોળેથી ભરી આવે. બેઠાં હોય ત્યારે રાજમાતા- શાં પ્રતાપી લાગે.

મહારાજ કહે કે, “બાબર દેવા વગેરે બહરવટિયાનાં રમખાણો બદલ સરકારે આખા ખેડા જિલ્લા પર પ્યુનિટિવ ટૅક્સ’ (હૈડિયાવેરો) નાખ્યો, ત્યારે તેની સામે ઉપાડવામાં આવેલ લડતમાં આ ‘કાંઠો’ મને સોંપાયો હતો. મેં આ ઇચ્છાબા પાસેથી પેલીપડી ગયેલી જ્ગ્યાએ એક ખોરડું હતું તે ભાડે રાખ્યું. આઘેડ વય વટાવી ગયેલાં એ બે દીકરાનાં માતા મારી જોડે બોલે કે ચાલેનહીં, પણ મારા રંગઢંગ જોયા કરે. હું હાથે રાંધતો. હું એકાદ તપેલી વગેરે નજીવું સાધન હતું. કોદરા અને મગની બે માટલીઓહતી. એકવાર મેં ખીચડી ઓરી. પણ કોદરા ખાંડ્યા વગરના, મને કશી ગમ નહીં. ખીચડી તદ્દન કાચી રહી, ખાવા બેઠો, પણખવાયું નહીં, ઊઠીને બધી ખીચડી કૂતરાંને નાખી તે ઇચ્છાબાએ જોઇ લીધું. પછી બેચાર દા'ડા બહારગામ ગયો. પાછો આવીનેજોઉં તો ખોરડું ધોવાઇ-લીંપાઇ ગયેલું ! બધી સૂરત ફરી ગઇ હતી. બીક લાગી કે, કોઇકને ભાડે આપી દીધું જણાય છે ! અંદરજઇને જોઉં તો મારી તપેલી ને હાંડલી પણ ના મળે. મેં પૂછ્યું. પહેલી જ વાર ઇચ્છાબાની જીભ ઊઘડી, ‘ભ...ઇ, તમારે હવે ત્યાંરાંધવાનું નથી.’


કેમ વારુ ?”


‘અહીં જમવાનું છે.’


‘શા માટે?”


ત્યારે શું રાંધતાં તો આવડતું નથી.’


‘કોણે કહ્યું?”


‘કહેવું’તું શું! કોદરા કૂતરાંને નાખ્યા હતા તે મેં નજરે જોયું છે, ભઇ !’


તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દેને કહે કે, ‘તમે તમારેકાંતો, ભઇ!’ પછી જમવા ટાણે જ બોલાવે, ‘ઊઠો; ખઇ લ્યો, ભઇ!’ ખવરાવવામાં ખીચડી હોય. ઉપર તો કંઇ ન હોય, પણ હું તોખાતો જાઉ તેમ તળિયેથી ઘીનું દડબું નીકળી પડે ! જમી લઉં એટલે વળી કહે કે, કાંતવા બેસી જાવ, ભઇ!’ પાણી પણ પોતે જપાઇ જાય. મને રેંટિયા પરથી ઊઠવા ન આપે. ગાંધીજી કાંઠામાં આવેલા ત્યારે મેં એમને અહીં ઇચ્છાબાને ઘેર ઉતારેલા. મને એમકે મહાત્માજી બોરસદમાં જ સ્નાનાદિક પતાવીને આવશે, પણ આવ્યા નાહ્યા વિના. સ્નાન એ મહાત્માજીની કેટલી નાજુકમાવજતનો વિષય છે તે હું જાણતો હોઇને મૂંઝવણમાં પડી ગયો. છેવટે ઇચ્છાબાના અંધારિયા ઓરડામાં એક જૂની એવી નામનીચોકડીનું શરણ લીધું. એ બતાવતાં ગાંધીજી કહે, વાહ ! આ તો સરસ છે.’ સાંકડેમાંકડે ગોઠવાઇ જઇને પોતે નાહ્યા. હું એમનુંભીનું પંચિયું નિચોવવા માટે લેવા ગયો. પણ પોતે એ પગ નીચે દબાવી રાખીને કહે કે, ‘ના,તું નહીં; તને નિચોવવા નહીં દઉં.’ એમકહી, દેવદાસભાઇને બોલાવી નિચોવી નાખવા કહ્યું.”


“કારણ?”


“કારણ એ કે હું બ્રાહ્મણ રહ્યો. મહાત્માજીની એ સભ્યતા: બ્રાહ્મણની પાસેથી


એવું કામ લેવાય નહીં”


ઇચ્છાબાને ઘેર પહેલીજ વાર મેં કાંઠાના ગરાસિયાનો પરિચય કર્યો. તેઓ ‘ઠાકોર ઠાકરડા’ કહેવાય છે. પોતે પોતાને ‘ગરાસિયા’ કહેવરાવે છે. બારૈયા કે ધારાળા નામ તેમને અણગમતું થયું છે. સરકારી દફતરમાં ‘પગી’ એવી ઓળખાણ છે તે તો અણસમજુપૂર્વજોએ પેસી જવા દીધી હશે એમ તેઓ માને છે. મહારાજના તેઓ મિત્ર જેવા છે. રીતભાત તદ્દન સુંવાળી. બોલાવે- ચાલવે ધીરાને સભ્ય. શરીરે લઠ્ઠ. મહીની ત્રણ ગાઉનો પાણીપટ વટાવી પાર જવું. મહીની વાંસજાળ ભરતીમાં ખાબકી પડવું. મહીનાં ભયાનકકોતરો ભમવાં—એ તો એમને મન રમત. નવાઇ એ લાગી કે, આ ગરાસિય ઠાકોરો દેહ-શણગારનો શોખ કાં ધરાવતા નથી ! ક્યાંકાઠિયાવાડી આંટીવાળી પાઘડીઓ, માથે ઓળેલાં ઓડિયાં, કમ્મરે પછેડીઓના ભેટ-લપેટ, ચકચકિત કડિયાળી ડાંગો, ને ક્યાંઆ માથે જેમતેમ વીંટી લીધેલાં લાંબાં લંબાં ફાળિયાં ! વરણાગી ઢંગ છો ન હોય, પણ પહેરવેશની રસિકતાયે નહીં?


ઘી! ગોળનાં હાડ-


“દરિયા ! ઓ દરિયા !”


“શું છે, મહીં?”


“મારી જોડે પરણ.”


“નહીં પરણું ”


“કેમ નહીં ?”


“તું કાળી છે તેથી.”


“જોઇ લેજે ત્યારે !”


એમ કહીને મહી પાછી વળી, ને પછી મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો; રખે આકાળવી મને આખોય પૂરી વાળશે ! કહે કે, ચાલ, બાપુ, તને પરણું !' પરણ્યાં. મહી- સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણાપાસે એક ઓટો બતાવાય છે. આવી ડરકામણી મહીને મેં દીઠી - ચાંપોલ અને બદલપુર નામનાં બે ગામોની પાસે દીઠી. - તે સાથેજ ખાતરી થઇ કે, દરિયાને ગળે પડીને જ પરણી છે આ ચંડી ! ને આ મહી-સાગરનું લગ્ન તો કાળા કોપનું નીવડ્યું લાગે છે. હુંજ્યારે મહીની વત્સલ જનેતા તરીકેની કલ્પનામાં મગ્ન હતો, ત્યારે મારગમાં જ મહારાજ વારંવાર બોલતા આવતા હતા કે, “આમહી નથી પીવાના ખપની, નથી ખેતીના ખપની, નથી નાહવાના ખપની; છે ફક્ત સોગંદ ખાવા પૂરતી જ કામની”, ત્યારે મને સાચોખ્યાલ આવતો નહોતો. પણ બદલપુરના ઊંચાં ટીંબાથી પોણો એક ગાઉની છિન્નભિન્ન પૃથ્વી વટાવ્યા પછી સાંજરે જ્યારે અમેમહીના પટમાં ઊતર્યા ત્યારે મહી વિકરાળ, કાવતરાખોર, કદરૂપી અને કુભારજા લાગી. પુરુષ ભાઇ તરીકે દરિયાની મને દયાઆવી!


મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઇ ભરતીને ‘ઘોડો’ કહે છે. ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે ! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજૂ કરે છે: કેશવાળી-શી શ્વેત ફીણવાળી તરંગ-ટોચ, વિલાસ-મસ્તીનાઉછાળા મારતાં નીર-કદમો અને હ-ટૂ-ટૂ-ડૂ એવા હણહણાટ. ઘોડો આવવાનો થાય ત્યારે આરેથી માછીઓ પોતપોતાનીનાવડીઓને ઘોડાની સામે બે’ક માઇલ લઇ જાય, ને નાવનો અને ઘોડાનો જ્યાં સંપર્ક થાય ત્યાં ઘડીભર તો નાવડીને પોતાનાપાછલા પડખામાં લપાવી દઇને પછી ‘ઘોડો’ એને પોતાની માણેક-લટને સ્થાને અગર તો કાનસૂરી વચ્ચેના કોઇક ફૂમતાબંધશણગારની અદાથી રમાડતો-ઝુલાવતો હીંહોટા દેતો દેતો ધસ્યો આવે છે નદીની શયન- સોડમાં.


એ દેખાવ કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી—ઊતરાણનો કિસ્સો કહ્યો હતો, તેણે મનનીઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને દીકરી થયાં. બાઇના હાથમાં બાળક હતું. સાથેવાંસનો ભારો હતો. મહીના આરા પર આવ્યાં કે તરત એક માણસે બૂમ મારી : “જલદી ઊતરો.... નહીંતર ઘોડો આવે છે.”


મહારાજ તો રહ્યા બાજંદા તરૈયા, શરીરે પાવરધા, તે પાણીમાં ચાલ્યા. પછવાડે પેલો ભંગી ઊતર્યો, ને વાંસનો ભારો પાણીમાંખેંચતો ચાલ્યો. એના મનમાં એમ કે બાઇ બાળકને લઇને પાછળ ચાલી આવે છે. પેલે કાંઠે બેઉ પહોંચી ગયા.પછી પાછળ જુએતો દૂર દૂર બાઇ પાણીની અંદર સજ્જડ બનીને ઊભી થઇ રહેલી! કાંખમાં છે બાળક. બૂમ પાડી, “અરે બાઇ ઝટ ચાલી આવ!” પણ બાઇના મોંમાં બોલ નથી, શરીરમાં સંચરાટ નથી. બૂમો પડે છે “ઘોડો આવે છે ! વધુ આવે છે!” જે માણસ બૂમો પાડતોઆવ્યો તેને પેલા ભંગીએ કહ્યું “ભાઇ, મારી દીકરીને તું ઉતારી લાવ.” માછી કહે, “શું દઇશ?” ભંગી કહે “મારી કને બે આના છેતે આ લે.”


“એટલે તો શાનો ઉતારું!” એમ કહેતો એ ઢબઢબતો ચાલ્યો ગયો. ને મહારાજ એ ભંગીને અને પછી એની પાણીમાં દૂર થંભીરહેલી બાળકવંતી પુત્રીને જોઇ રહ્યા. બેમાંથે જાણે કોઇમાં ચેતન નથી. શિર ઉપર સદાની વિદાય તોળાઇને ઊભી છે. મહારાજપાછા ગયા. બાઇની પાસે પહોંચ્યા. બાઇને કહે છે કે, “આંહીં આવ !” બાઇ બોલતી જ નથી. એ તો જાણે જીવન-મૃત્યુ વચ્ચેનોભેદ ત્યજીને ઊભી છે. મહારાજે જઇ બાળકને હાથમાં લીધું. બાઇનો હાથ પકડી ઘોડાનાં ચડતાં પાણીમાં દોરી. બાઇ રસ્તે ફક્તએટલું જ બોલી શકી, “બાપજી, મારું તો જે થવું હોય તે થાય, પણ મારી છોકરીને કંઇ થવા ના દેશો હોં કે !” મુસીબતે બાઇનેસામે કાંઠે પહોંચાડી ત્યારે બાઇનો બાપ બોલ્યો, “બાપજી ! તમારાં તો ઘી - ગોળનાં હાડ ખરાંને ! તેથી જ તમે આને લઇ આવ્યા. અમે તો શું કરી શકીએ !”


તે દિવસે એ ભંગીના બોલ પર જેવા પોતે મરક્યા હશે તેવા જ આજે પણ મંદ મંદ મરકીને મહારાજ કહે છે, “ઘી - ગોળનાં હાડ !” વસ્તુત: તો એણે વર્ષોથી નરી ખીચડી સિવાય, કંગાલ ઘરનાં દાળ-ચોખાના બે મૂઠી બાણાના એક ટંકના ભોજન સિવાય, ઝાઝુંકંઇ જોયું નથી


આરા રળિયામણા બન્યા


મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ રૂપાળી બની હતી. ખાવા ધાતી એની નિર્જનતા એક રાત્રીએ લજવાઇ ગઇ હતી. જનશૂન્ય એના બિહામણા આરા - બદલપુરનો આરો, દહેવાણનો આરો, દૂર અને નજીકના આરા—રળિયામણા બન્યા હતા. બરાબર પંદર વર્ષ પૂર્વેના એક દિવસે, 1930ના એપ્રિલની એક તારીખે, દિવસ આથમી ગયા પછી આ ભેખડો, કોતરો અનેકિનારાઓ ઉપર મનખ્યો ક્યાંય માતો નહોતો એવું મને મહારાજે કહ્યું. જે દિવસે દાંડી-કૂચમાં મહાત્માજીએ મહી પાર કરી તે એદિવસ હતો. મહારાજ એ દૃશ્યને રામાયણ’ માંના વનવાસે જતા રામચંદ્રના ગંગા પાર ગમનના પ્રસંગ જોડે સરખાવે છે.


મહી ઊતરવાને માટે હોડી જોઇતી હતી. હોડી કોણ આપે? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડીમાગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જઇ રહેલા બળવાખોરોને મહી પારકરવાનો પ્રશ્ન હતો. જોખમ જેવું તેવું નહોતું. હોડી જોખમાય તો શું થાય ? હોડીમાં કંઇ દગો થાય તો દુનિયાને મોં શું દેખાડવું?


એ વિટંબણાનો નિકાલ કાઢનાર એક મર્દ બદલપુરમાંથી નીકળ્યો. એ હતા ગરાસિયા રગનાથજી. એણે પોતાનું સર્વસ્વ હોડમાંમૂક્યું. રૂપિયા ચારસો ખરચીને એણે નવી હોડી આણી કનકાપરાને આરે નાંગરી. હંકારવા ખુદ પોતે સુકાને ચડ્યા. બોરસદથીબાપુને કનકાપરા આવી પહોંચતાં રાતના દસ વાગ્યા હતા. રાત અંધારી હતી. પણ બાપુ રોકાયા નહીં. તે જ રાતે, તે જ કલાકેસામે પાર ગયે છૂટકો હતો.


કનકપરામાં દંડેશ્વર મહાદેવની સામેનો એક ઊંચો ઓટો અમે જોયો. એના પર બેસીને એ અંધારી રાત્રીએ ગાંધીજીએ લોકોને જેપ્રવચન સંભળાવ્યું તેમાંથી એક વાક્ય મહારાજે યાદ કર્યું, “હું તો યાત્રાએ ચાલ્યો છું. યાત્રાએ જનાર તો વ્રત કરતો જાય, તપકરતો જાય, નમ્ર બનતો જાય.”


ને એવા બનીને પોતે જે ઠેકાણે રગનાથજી ગરાસિયાની નાવ પર ચડ્યા તે કનકાપરાનો આરો અમને દેખાડીને દાદાએ કહ્યું કે, નાવપર તો ઘણા માણસો વગર વિચાર્યે ચડી બેઠા - અરે, સમજદારો પણ સમજે નહીં - ને રગનાથજીએ રઘુવીરનું નામ સ્મરી નાવહંકારી. પણ ઓટ થઇ ગયો હતો, સમુદ્રજળ પાછાં વળી ગયાં હતાં. મુખ્ય વહેણને વટાવી ગયા પછી બે ગાઉના નદી પટમાંકાંડાપુર કાદવ ખૂંદવાનો હતો. ગાંધીજી એ ખૂંદતા ચાલ્યા. મહીની ભેખડો પર સળગતી મશાલોના સેંકડો દીવા ધરીને જનપદ જોઇરહ્યું. નાનકડો ગાંધી-દેહ દેખાતો નહોતો, પણ કાદવ ખૂંદતો કલ્પાતો હતો. ક્યા જોમે, કૈ આંતરિક ચિરયૌવનશક્તિ વડે, આમાનવ- માળખું મહીને વટાવી ગયું હશે ?

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો