શનિયાનો છોકરો
મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યોછે કોઇ એની કને આવી શકતું નથી, બદબો અસહ્ય બની ગઇ છે.
“શનિયા !” મહારાજે છોકરાના બાપને કહ્યું, “હીંડ, આને આણંદ દવાખાને લઇ જઇએ.”
“હું ચ્યમ કરીને હીંડું, બાપજી ?”
“ચ્યમ વળી શું?” “ઘરમાં ખાટલો માંદો છે, મહારાજ !” (એટલે કે વહુને સુવાવડ આવેલ છે.) અર્થ એ થયો કે શનિયો એકલોબીજાં છોકરાંને અને બૈરીને બચાવવા માટે મજૂરી કર્યા કરે અને આ છોકરાંનું રોગે ગંધાઇ ગયેલ હાડપિંજર ધીરે ધીરે ખતમ થઇછેલ્લા શ્વાસ છોડી દે, એટલે છુટકારો થાય.
“વારુ” મહારાજે કહ્યું” તને દાણા અલાવી દઉં તો તું આવે?”
“તો આવું.” અધમણ ભાત ખરીદીને મહારાજે શનિયાના ઘરમાં નખાવ્યા અને પછી છોકરાના રસી-વહેતા શરીરને ઝોળીમાંઉપાડી મહારાજે ટ્રેનના એક ડબ્બામાં ચડાવ્યું. બીજા મુસાફરો ત્યાંથી ખસી ગયાં. બદબો જીવતી નરકનો ખ્યાલ કરાવતી હતી. ચાલતી ગાડીએ છોકરાને માખીઓ ઉડાડતા મહારાજ એકલા જ સંભાળે છે; બાપનું ધ્યાન દીકરામાં નથી. રાસ ગામને પાધરે જરેલવે દોડે છે, સ્ટેશન છે, પણ અવતાર ધરીને શનિયો કોઇ દિન આગગાડીમાં બેઠો નથી. આજે એને પહેલો જ પ્રસંગ છે. એનોઆનંદ ઉછાળા મારે છે. બારીમાંથી એ ઝાડવાંને પાછી દોટ કઢતાં જોઇ નાના બાળક જેવો બની દાંત કાઢી રહ્યો છે. એક વાર તોમહારાજે “અલ્યા શનિયા, તું આને માખો ઉડાડ!” એમ કહી ઠપકો પણ આપ્યો. પણ શનિયો તે વેળા બાપ નહોતો, કુટુંબની રોટીરળનાર નહોતો: બાળક બની ગયોહતો. પહેલે ને પ્રથમ વાર એણે જીવનના રોજિંદા, એકસૂરીલા, નિષ્પ્રાણ સંગ્રામ વચ્ચે એક રોમાંચ અનુભવ્યો હતો.
આણંદ ઊતર્યા. છોકરાને ઉપાડ્યો: ઝોળીના આગલા બે છેડા શનિયા પાસે ઉપડાવ્યા. પાછલા મહારાજે ઉપાડ્યા. શનિયો ભારઊંચકી શકતો નહોતો. મહારાજે એને કાળજીથી ઊંચકવા કહ્યું. શનિયાએ જવાબ વાળ્યો :
“આ મૂઆનામાં ભાર બૌ છે તો !”
શનિયાના મોંમાંથી ટપકેલો આ વીશેક વર્ષ પૂર્વેનો બોલ આજે મહારાજની છાતીએ ચોંટી રહ્યો છે. ગંધાઇ ગયેલું નાના બાળકનુંહાડપિંજર—એમાં તો શો ભાર હોય ! સાચી વાત એ હતી કે શનિયા ખેડુના શરીરમાં કંઇ પોષણ નહોતું. ‘મૂઆનામાં ભાર બૌ છેતો !' પકડાવ્યું. - એ વાક્ય મહારાજને મૌન
આણંદની ઇસ્પિતાલે કહેવામાં આવ્યું કે રોજનો રૂપિયો પડશે; એટલે મહારાજે છોકરાને પાછો ઝોળીમાં ઉપાડી સ્ટેશન ભેળોકર્યો. બેઠા બેઠા પોતે પછેડી વતી માખીઓ ઉડાડી રહ્યા છે, શનિયો બાજુમાં કશી સમજણ વગર ચૂપચાપ બેઠો છે. એવામાંગાડી આવી. મહારાજે ઝોળી ઉપાડીને ગાડીમાં નાખી.
શનિયાનો છોકરામાં કશો રસ રહ્યો નહોતો. એ તો સાથે જતો હતો, કારણ કે મહારાજને ના કહી શકાય નહીં. તે ગાડીની બારીમાંથી ઝાડવાંની દોટાદોટના જલસા ચોરીછૂપીથી જોતો રહ્યો; દીકરાને માખીઓઉડાડવાનો કંઇક કંઇક દેખાવ કરતો ગયો. ગાડીનો વેગ એને ગમ્મત આપતો હતો - અંદર મૃત:પ્રાય પુત્ર ભલેને પડ્યો ! રેલનાંપૈડાં પર વિહરવાની મોજ પણ વિરલ હતી. નિત્યનું નિશ્ચેતન જીવન જાણે કે ઝંઝાવાત પર ઘોડેસવારી કરી રહ્યું છે. શનિયો મનમાંમનમાં થનગને છે.
વડોદરાની મોટી ઇસ્પિતાલે છોકરાને તપાસીને દાકતરે મહારાજને કહ્યું: “આજની એક રાત કાઢે તો જ ઉગાર છે. જો કે કાઢવાસંભવ નથી: ઝેર લોહીમાં પ્રસરી ગયું છે.” શનિયાને તો કશી જ ખબર નહોતી ખબરની દરકાર પણ નહોતી. એને કંઇગમ-સમજણ નહોતી. એને તો કોઇ કોઇ વાર ‘ઘેર માંદો ખાટલો' (સુવાવડી બૈરી) અને અધમણ ભાત પર છોડેલાં છોકરાં યાદઆવતાં.
છોકરાએ રાત ખેંચી કાઢી. દાકતર કહે: “હવે ભો નથી.” એટલે મહારાજે કહ્યું: “શનિયા ! તું-તારે હવે જા. તારે ખેડકામ ખોટીથાય છે.જા; હું અહીં છુંછોકરાને લઇને આવીશ.”
શનિયો ઊભો થયો. મહારાજ એને રેલમાં બેસારવા સાથે ચાલ્યા. એ તો છોકરાને કશું કહ્યા વિના એની સામું પણ સરખી રીતેજોયા વિના,
દવાખાનાની ઓરડીમાં બહાર નીકળ્યા મંડ્યો. પણ બારણાની બહાર જઇને એકાએક એ ઊભો રહ્યો.. પાછો ફરીને છોકરાનાખાટલા સામે જોઇ રહ્યો.
”કેમ,’લ્યા!” મહારાજે પૂછ્યું:”કેમ ઊભો ?”
શનિયો લજ્જા પામતો પામતો હસ્યો, અને પછી માંડમાંડ બોલ્યો, “જતાં દિલે થતું નથી.”
“શાથી,’લ્યા ?”
“આ છોકરો છે ના, દાદા, તે એવો એ મારાં સરવે છોકરાંથી વધુ ડાહ્યો છે.”
“શાથી ?”
“એ તો એમ, દાદા, કે ઘરમાં જે દાડે દાણા નો’ય તે દા'ડે બાકીનાં બધાં છોકરાં રડારોળ કરી મૂકે; પણ આવો આ ભૂખ્યો નેભૂખ્યો છાનોમનો પડ્યો રહે - ચૂં કે ચાં ન કરી, હો દાદા! ખાવા ન હોય ત્યારે રડે-કરે નહીં. તેથી કરીને આવો આ મને વધુ ડાહ્યોલગે છે. તેથી કરીને જતાંજીવ મૂઓ ચાલતો નથી !”
એટલું કહીને ફરી વાર મોં મલકાવીને લજવાતો શનિયો ઊભો થઇ રહ્યો.પણ પછી પોતે કંઇક અનુચિત બાબત કહી નાખી હોયએમ માનીને સ્ટેશન ભણી વળ્યો. વીસેક દિવસે છોકરાને સાજોનરવો લઇને મહારાજ પાછા વળ્યા. રસ્તામાં એણે કહ્યું, “અલ્યા, તું મારી જોડે રહીશ? હું તને પેટ
ભરીને ખવરાવીશ-પિવરાવીશ, ભણાવીશ.”
છોકરાએ હા પાડી.
ગામની બજાર આવી, એટલે છોકરો મહારાજ કનેથી દોટ કાઢીને બાપાને બાઝી પડ્યો. ને ઘેર ચાલ્યો ગયો. એને પેટ ભરીનેખાવા-પીવા ને ભણવા કરતાં ગરીબ બાપને ઘેર અન્ન ન હોય તે દિવસે ‘ડાહ્યો’ બની રહેવાનું, ખાવાનો કજિયો ન કરવાનું, વિશેષપસંદ પડ્યું હશે.
મહારાજ કહે, “શનિયા, તારો છોકરો તું મને આલી દે ને ! હું એની સાર- સંભાળ રાખીશ.”
“એવો એ નહીં આવે, દાદા !... એ કરતાં એને કોઇક પાટીદારને ત્યાં ચાકરીએ રાખી દો ને ! એ રળતો થઇ જશે.” કંગાલિયતનીએ કથા મહારાજને પચાવવી પડી