shabd-logo

હરાયું ઢોર

7 October 2023

4 જોયું 4

હરાયું ઢોર

મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડે કોઇ પણ એક ઠાકરડાને આંગણેએણે ગાગર ને સીંચણિયું માગી લઇ કૂવે સ્નાન કરેલ છે, ગાગર ભરી લાવીને એ ઘરની ઓસરીએ મંગાળો માંડેલ છે, બે મૂઠીખીચડી માગી લઇ મંગાળે રાંધેલ છે, ખાધેલ છે, લોટો પાણી પીધું છે. વળતા દિવસના મધ્યાન્હ સુધીની નિરાંત કરી લીધેલ છે, પછી ચાલવા માંડેલ છે. જે કોઇ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડિયાના વાસમાં કોઇ પણ એક આંગણે રાત ગાળેલ છે. ગોદડું-ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વીમાતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે. ઉપદેશ કોઇને આપ્યો નથી, આપ્યો છેકેવળ પ્રેમ. એદી પ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે અને કોઇ ગામે સ્થિર થાણુંનાખી બેઠા બેઠા રેંટિયો ફેરવે છે. પોતે ગોર છે; યજમાનોને એણે કદી સામે જઇને પૂછ્યું નથી કે, ‘ચોરીલૂંટો કરો છો? શીદ કરોછો?’ પણ યજમાનોએ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જપ્રવૃત્તિ કરી છે, દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ-ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથીપતાવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.

એક નાનકડા સ્થિરવાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણા ગામડામાં આ મહારાજ એક પરસાળે બેઠા બેઠા કાંતી રહ્યાહતા, ત્યારે એક પાટણવાડિયો આવીને શાંતિથી પરસાળની કોરે બેસી ગયો. રેંટિયો ફેરવતા મહારાજે એ ખડોલના ખેડૂતનેઓળખી ખડોલ ગામનાં બૈરાં, છૈયાં, મરદો વગેરે સૌના ખબરઅંતર પૂછ્યા. પછી ચૂપચાપ રેંટિયો ગુંજાવતા રહ્યા. પેલો કંઇકકહેવા આવ્યો છે તે તો મહારાજે કળી લીધું; પણ સામેથી કોઇના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો.

પોતે જોતા હતા કે આવેતુની જીભ સળવળ સળવળ થઇ રહી હતી. “મહારાજ, લગાર મારે ઘેર આવી જશો ?” છેવટે એ માણસેજ મોં ઉઘાડ્યું. “કેમ, ‘લ્યા ? શું કામ છે !” મહારાજે બીજી પૂણી સાંધતે સાંધતે પૂછ્યું. જરા તમારું કામ પડ્યું છે. મારો સાળોપેલો ખોડિયો છે ના, એને માથે લગાર ચાંદું પડ્યું છે; હીંડો.”

માથે લગાર ચાંદું ! લોકોના રોગપારખુ મહારાજ સમજી ગયા. એણે પૂછ્યું: “ ક્યો ખોડિયો ?”

“કાવીઠાવાળો.”

“વારુ ! જા; આજે તો નહીં આવું. બે દા’ડા પછી આવીશ.”

ખોડિયા કાવીઠાવાળાના બનેવીને વધુ વાતચીત વગર વળાવીને તરત પૂણીઓનું પડીકું બાંધી વાળી, ત્રાક ઉતારી, માળ વીંટીલઇ, રેંટિયો ઠેકાણે મૂકી, ઊઠીને બ્રાહ્મણે માર્ગ પકડ્યો વડોદરાનો.

જઇને ઊભા રહ્યા પોલીસના વડા પાસે. મહારાજને હંમેશાં એમની પ્રવૃત્તિમાં મદદ આપનાર એ મરાઠા હતા. તેમને પોતે ખોડિયાકાવીઠાવાળાની વાત કરી. ખોડિયાએ એક-બે ચોરી-લૂંટોમાં ભાગ લીધો છે એ પોતે પણ જાણતા હતા; છતાં એણે સાહેબનેસમજાવ્યા કે “ જો ખોડિયાને તમે બચાવી શકો તેમ હો,તો હું એને રજૂ કરું.”

”ના, ના! શા સારુ!” સાહેબ જરા જુદા તોરમાં આવીને બોલી ઊઠ્યા, “કહેજો એને કે પેટ ભરી લૂંટો કરે !” એમ કહી એણે મેજ પરપડેલી પોતાની

રિવૉલ્વર પર હાથ મૂક્યો.

મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઇને ચૂપ રહ્યા.

”કેમ, મારી વાત ગળે નથી ઊતરતી?” સાહેબ થોડી વાર રહીને કંઇક કૂણા પડ્યા. એટલે મહારાજે દર્દભર્યે સ્વરે કહ્યું:

”શું બોલું! બોલવાનું રહેતું નથી.”

”કાં?”

“કાં શું ! તમારી પાસે તો બંદૂક ને ગોળી છે !” પછી પોતે સહેજ પીપળનું પાંદ કંપે એટલી જ હળવાશથી ઉત્તેજિત થઇને કહ્યું, “પેલા બહારવટે ચડીને લોકને રંજાડશે, ત્યારે તમારી બંદૂક-ગોળી કંઇ ખપની નહીં થાય; માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કેઆ ખોડિયો હજુ લાજશરમમાં બેઠો છે, હજુ શરણે આવી જવા માગે છે, ત્યાં જ એને અટકાવી દઇએ.”

“ઠીક ત્યારે, જાઓ; એને રજૂ કરો. થોડાક રૂપિયા દંડ કરાવીને પતાવી દેશું.”

લોખંડી પગ ફરી પાછા વહેતા થયા. એ પગના સ્વાભાવિક રોજિંદા વેગમાં આજે નવી સ્ફૂર્તિ સિંચાઇ ગઇ. એ સ્ફૂર્તિ પૂરનારઅંતરનો ઊંડો ઊંડો ઉલ્લાસ હતો કે, એક જુવાનને બહારવટિયો બની જતો મટાડીને માણસાઇને માર્ગે ચડાવી શકાશે.

ખડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા. એ હતું ખોડિયા કાવીઠાવાળાના બનેવીનું ગામ. પોતે ગામ બહાર બેસીને ખબરકહેવરાવ્યારાત પડી ગઇ હતી. રાતની પળો, કલાકો ને પહોર આવી આવીને ચાલ્યાં ગયાં; પણ ખડોલવાળો ખોડિયાનો બનેવી નઆવ્યો. ગામમાં હતો, છતાં ન ડોકાયો. પ્રભાતે મહારાજ ભારે હૈયે બોરસદ જવા ચાલી નીકળ્યા.

“એ ઊભા રહો ! ઊભા રહો !” એવો સાદ એમને છેક બોરસદની ભાગોળે પહોંચવા ટાણે પાછળ સંભળાયા. પાછળ એક મોટરગાજતી આવતી હતી. મોટરે મહારાજને આંબી દીધા. અંદરથી ખોડિયાનો બનેવી ઊતરીને દોડતો આવ્યો; કહે, “હીંડો, આમોટરમાં; ખોડિયો તૈયાર છે.” “ક્યાં છે ?”

“ત્રણ જ ગાઉ માથે.”

***

પામોલ ગામની સીમમાં એક ખેતર વચ્ચે ઝાડવું હતું. ઝાડવે ચડીને કોઇક સીમાડા નિહાળતું હતું. મહારાજ પારખી શક્યા : એએક બાઇ હતી. સડેડાટ બાઇ નીચે ઊતરી ગઇ. મોટરે ખેતરે પહોંચી. ખેતર વચ્ચેની ઝૂંપડીએ મહારાજ પહોંચ્યા, અને ખાટલાઉપર એક જુવાનને સૂતેલો જોયો. માથે રાતું ફાળિયું ઓઢી ગયેલો. પાસે પેલી જુવાન ઓરત ઊભી હતી. “કાં, ખોડગંશ ઠાકોર!” મહારાજે ભરનીંદરમાંથી જાગવાનો ડોળ કરતા ખોડિયાને નરમ ટોણો માર્યો : “આખરે તમારો ભેટો થયો ખરો ! બોલો, હવે શુંકરવું છે ?”

“બાપજી, તમે કહો તે.” ઓડિયાળે માથે લાલઘૂમ આંખો ઘુમાવતા લૂંટારાએ જવાબ વાળ્યો. કહું છું કે રજૂ થઇ જા. થોડો દંડ થશે, ભરીશને?”

“હોવે.”

“તો હીંડ.” પણ ખોડિયાની નજર અને પેલી બાઇની નજર—ચારે નજરો મળી ગઇ હતી. એ એક જ પલના દૃષ્ટિ—મેળાપેખોડિયાનો જીવન-પંથ ફેરવી નાખ્યોએ રખાતની બે મોહક આંખોએ ખોડિયાનાં મન, પ્રાણ અને ખોળિયા ફરતો એક કાળમીંઢકિલ્લો ચણી લીધો. એણે જવાબ વાળ્યો: “આજ તો નહીં, કાલે આવીશ; કાવીઠે હાજર રહીશ.”

“ભલે, કાલે સવારે કાવીઠા ગામની ભાગોળને ઓટે હું વાટ જોતો બેસીશ.” એવો વદાડ કરીને મહારાજે વિદાય લીધી.

*

“કેમ અહીં બેઠા છો, બાપજી ?”

“વાટ છે એક જણની.”

કાવીઠા ગામની ભાગોળે, પેટલાદને રસ્તે, એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમમાં જતાં લોક પગે લાગી લગીનેપૂછતાં જાય છે, “કેમ અહીં બેઠા છો ?”

પ્રત્યેકને એ દૂબળું મોં ચમકતી આંખે ને મલકાતે મોંએ જવાબ વાળે છે કે, “વાટ છે એક જણની.”

મધ્યાન્હ થયો. સીમમાંથી લોકો પાછાં વળ્યાં. તેમણે મહારાજને ત્યાં ને ત્યાં

બેઠેલા દીઠા. પ્રત્યેક જણ પૂછતું ગયું :

“હજુ શું કોઇની રાહ છે ?”

ડોકું હલાવીને મહારાજે પોતાની શરમ અને ગ્લાનિ છુપાવી. પણ પછી તો પોતે ઊઠ્યા. કોઇ ચોરની જેમ ગામમાં ગયા. ખોડિયોરહેતો હતો તે મહોલ્લામાં પેઠા. કોઇક મળે તેને પૂછે કે “પેલો ખોડિયો કંઇ રહે છે? “ તો

તેનો જવાબ વાળ્યા વગર જ માણસ પસાર થાય. ખોડિયાના નામમાત્રથી પણ આ ગરીબ લોકો છેટાં નાસી રહેલ છે; ખોડિયાનાંપાપોના પડછાયામાં આવી જવાનીયે પ્રત્યેકને ઊંડી ફાળ છે. કોઇ કહેતું નથી કે ‘બેસો’ કોઇ પૂછતું નથી કે ‘ક્યાંથી આવ્યા છો? તરસ્યા છો? ભૂખ્યા છો?” લોકારણ્ય સૂનકાર છે. જનપદની જ્યોત ઠરી ગઇ છે. ફળીમાં એક ખાટલો પડેલો તે ઢાળીને મહારાજતો બેઠા. એવામાં એક પાટણવાડિયો નીકળ્યો. એને પૂછ્યું: “ક્યાં છે પેલો ખોડિયો ? ”

“એ તો ખબર નથી. મહારાજ.”

“વારુ, કહેજે એને કે હું આવ્યો હતો.”

બસ, આટલું જ પોતાનાથી કહી શકાયું આપદા તો મોટી હતી, પણ એ તો અંદર છુપાવવાની હતી. ગોવાળ જાણે એક ધણછૂટાપ્રિય ઢોરને શોધતો હતો. એ ઢોર હરાયું ઢોર થઇ ગયું હતું. એને વાઘ-વરુ ક્યાંક ફાડી ખાશે તો! ગોવાળની બીક સાચી પડી. થોડા દહાડામાં જ એને ખબર પડી કે ખોડિયાને તો એક ભારાડી પાટીદાર ભેટ્યો હતો અને એને ભંભેર્યો હતો કે, “ધોરીટોપીવાળાનો વિશ્વાસ કરીશ નહીં તે કરતાં તો ચાલ.... સાહેબની કને; હું તને માફી અલાવું.” સાહેબ પોલીસના ઊપલા અધિકારીહતા. તેણે ખોડિયાને લઇ આવનાર એ પાટીદારને અઢાર રૂપિયાનો ફેંટો બંધાવ્યોહતો: અને ખોડિયાને નાહાપા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઇને મોટા સરપાવની લાલચ આપી હતી. પોલીસે પાંખમાં ઘાલેલ ખોડિયો ફરી પાછો લૂંટે ચડ્યો હતો. એને રક્ષણ મળ્યું હતું.

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો