shabd-logo

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023

14 જોયું 14

કોણ ચોર! કોણ શાહુકાર !

“મહારાજ !”

“હો ”

“કશું જાણ્યું ?”

“શું?”

“કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ

ગાંધી ! એ નાના ગાંધી! મોટા ગાંધી ચ્યોં હશે?” આવાં આવાં લહેકદાર સંબોધનથી ગામડાંનાં માનવી જેને લડાવતાં, તે રવિશંકરમહારાજને એ પરોઢે પોતાની દેખરેખવાળાં ગામડાં પૈકીના એક ગામ કણભામાં ચોરી ઉમેરો કર્યો, તેથી દિલ વીંધાયું, “ને લવાણેતો થાણે જઇ ફરિયાદ કરી છે. અહીંથી ફોજદાર ગયો કણભે.”

થઇ તે સમાચારથી તો બહુ ન લાગ્યું; પણ તે પછી કહેવા આવનારે જે દિલ વીંધાયું, ચિંતા ઊપડી, ફાળ પડી: પોતાની ને લોકોની વચ્ચે થયેલો કરાર તૂટ્યો. બહારવટિયા બાબર દેવાની લૂંટફાટોનાદંડરૂપે ગામડાં પર જે સરકારી “હૈડિયાવેરો’ પડ્યો હતો, તેની સામેની લોક-લડત ફક્ત દોઢ જ મહિનામાં જિતાઇ ગયા પછી એજિતાડવામાં મરદાઇનો પ્યાલો પાનાર આ ‘ગાંધીના ફોજદાર’, આ ‘નાના ગાંધી’, જે દિવસે કાળુ ગામે લોકોને રામરામ કરીને પાછાપોતાને વતન વળતા હતા. તે દિવસે લોકોએ આડા ફરીને કહ્યું હતું કે, “નહીં જવા દઇએ.” પોતે કહ્યું હતું, “હું ન રહી શકું.” લોકોએ પૂછ્યું હતું કે, “શા સારુ ?” જવાબ મળેલો કે “તમારે ને મારે હૈયા સરખો સંબંધ થયો, પ્રીત બંધાઇ, એટલે હવે તમારુંદુ:ખ મારાથી ન જોવાય.”

“દુ:ખ શાનું?” “તમે ચોરી કરો, દારૂ પીઓ; પોલીસ તમને પકડે, બાંધે, માર

મરે, ગાળો દે; એ મારાથી ન જોવાય.”

“તો ચોરી નહીં કરીએ, દારૂ નહીં પીએ; પણ તમને તો, નાના ગોંધી, નહીં જ જવા દઇએ !”

પછી ગામોગામ-કઠાણમાં, ખટલાશમાં ને સારોલામાં લોકોને કહ્યુ

મહારાજે જાહેરમાં દારૂ બાળ્યો હતો. ને એ દારૂના ભડકા ભોંયથી વેંત વેંતવા અદ્ધર બળ્યા હતા, તે પોતાને અત્યારે યાદ આવ્યા. એ ભડકાની સાથે બારૈયાઓએ ચોરી ન કરવાના સોગંદ લીધેલ, અને એ ચોરી જેને ઘેર થાય તે આસામીએ પોલીસમાં ફરિયાદન કરવી એવો જ લોકસમસ્તે –વેપારીઓએ પણ—કરાર સ્વીકારેલો હતો, તેનું આ પરોઢે તીવ્ર સ્મરણ 2621યું. આ તો ફરિયાદથઇ, એટલે અનેકને કેવળ શક પરથી જ ફોજદાર રંજાડશે, ગજવાં ખંખેરશે, ગાળો દેશે ને મારશે. સાચો ચોર કાં તો છટકી જશે, અને એ રીતે વધુ ગુનાઓ આચરતો થશે; અથવા સાચો દોષિત પકડાઇ જશે તો પણ સરકારી પદ્ધતિના બૂરા પ્રતાપેમાનવતામાંથી ભ્રષ્ટ બની બેસશે. અને કોઇ નિર્દોષને જો પોલીસ સકંજામાં લેશે, તો તો તેનું જીવન રસાતાળ જશે !

લોકે મહારાજને રોકી લીધા પછી ગુના નહોતા જ બનતા એમ નહીં; બનતા હતા. પણ એની તપાસ, ચોકસી, ધરપકડ, શિક્ષા, વળતર વગેરે બધું એક નોખી ઢબે થતું હતું. ભૂલ કરનાર કોઇ અનાડી બાળક જેવો ચોર

પોતે જ આવીને માલ આપી જતો, શરમિંદો બની મોં સંતાડતો; મહારાજ એનું મોં આખરે ખોલાવતા, અને એને એની બૂરીલતમાંથી છોડાવતા. લત નહીં તો બીજું શું હતું આ ચોરી પાછળનું પ્રેરક તત્ત્વ ! બૈરીઓ આવીને ધણીઓ વિશે કહેતી કે, “મહારાજ ! આ તમારા સેવકને કંઇક કહો ને ! રાતે નિરાંતે સૂતા નથી ને જ્યાંત્યાં ચોરી કરવા પોગે છે.” તો પુરુષ બૈરીની સમક્ષ જમહારાજને રાવ કરતોકે “પૂછો એને: એવી એ જ મને મહેણાં મારીને ધકેલે છે !” જેવી બીડી બજરની આદત, તેવીજ ચોરીની; તેથીકશું વિશેષ નહીં. હસમુખાં ને હેતાળવાં આ નરનારીઓ ! ભારાડી ગુનેગારો તો તેઓ સરકારી ગુના તપાસની વિચિત્ર પદ્ધતિનેપ્રતાપે જ બનતા. માટે જ ફરિયાદ ન કરવાનો કરાર એમણે લોકોનાં દિલ પર ઠસાવ્યો હતો; અને એવા વાજબી કારણસર જપોલીસ ખાતાના કેટલાક નુકશાનીમાં આવી પડનાર માણસોને મહારાજની નવી પદ્ધતિ પ્રત્યે છૂપો, ઊંડો રોષ હતો. એ રોષને હવેમોકો મળશે !

માણસાઇના ઉપાસક માટે આ વિચાર વસમો થઇ પડ્યો. ફોજદાર કણબે પહોંચ્યા છે, એટલે પોતે જશે તો સારાવાટ નહીં રહે, એવિચારે આખો દિવસ કઠાણામાં કાંતતાં કાંતતાં બેસી રહ્યા. પણ રાત પડી એટલે રહેવાયું નહીં; રાતના નવેક વાગ્યે કણભેચાલ્યા.

થોડેક જતાં ઘોડે ચડેલા ફોજદાર સામે મળ્યા. એણે પૂછ્યું: “કાં, કણભે હીંડ્યા ને, મહારાજ !”

“હા.” શરમિંદો સ્વર વધુ ન નીકળ્યો.

“ઊભા રહો.” ઘોડો થંભાવીને ફોજદારે દાઝ કાઢવાની તક ઝડપી: “આ બારૈયાઓને તમે બહુ વખાણો છો ના ! પણ સમજો, મે’રબાન, કે એ તો સોનાની ઝારી પણ ગોંડ પિત્તળની ! ગમે તેવી તોય જાત ખોટી. અમે તો બધું જ સમજીએ; તમને હવે સાચોઅનુભવ મળી રે’શે !” સોનાની ઝારી : બેઠક પિત્તળની ! કલેજું એ બોલથી ઉતરડાઇ ગયું. આડે દહાડે આ અમલદારોને ધમકાવીનાખનાર માણસ તે રાતે નિરુત્તર બન્યા હતા. બોલ્યા વિના જ એણે કણભે પહોંચી ધર્મશાળામાં વાસો કર્યો.

ગામમાં ખબર પડી. બેએક જણ મળવા આવ્યા. મહારાજે પોતે તો નિત્યની રસમ મુજબ મૌન જ ધર્યું. આવનારાઓનીઆડીઅવળી વાતો કાને અથડાયા કરી; પણ સમજણ પડે તેવો કોઇ તાંતણો હાથ લાગ્યો નહીં. આખરે એક જણ બોલ્યો :

“હવે, મહારાજ, જીવ શા સારુ બાળ બાળ કરો છો ? ચોરી તો ગોકળિયે કરી છે.”

મહારાજનું મોં ઊંચું થયું. એમણે પૂછ્યું: “ક્યાં રે’છે ગોકળ?”

“ખેતરોમાં”

“વારુ”

સવારે ઊઠી, દાતણ-પાણી કરી પોતે એકલા ગોળ બારૈયાના ખેતરમાં ગયા.

“આવો બાપજી ! મારે ખેતરે પગલાં કર્યાં આજ તો !” ગોકળિયે પોતાની ઓઢવાની ગોદડી મહારાજને બેસવા પાથરી આપી.

બંને વચ્ચે સારી એવી વાર ચાલુ રહેલું મૌન આખરે ગોકળે તોડ્યું, “જોયું ને, મહારાજ? અમારાં લોકોને તમે કેટલી મદત્યો કરી, સરકારની કનડગત ટાળી, કેવા રૂડા ઉપદેશ આલ્યા: તોય તમારું માન કોઇએ રાખ્યું ? અમારી જાત જ એવી નઠારી છે, હોબાપજી !”

સાંભળીને મહારાજ તો ચૂપ થઇ ગયા, ગોકળને તો કશું પૂછવાપણું જ બાકી ન રહ્યું. ઊઠ્યા; કહ્યું: “જાઉં છું ત્યારે.” “કંઇ શો ?” ગોકળ એમને વળાવવા જતો જતો હોઠના ખૂણાને કાબૂમાં રાખતો પૂછતો હતો. “ગામમાં.”

“વારુ.” કહેતો ગોકળ ખેતરના છીંડા સુધી મૂકવા ગયો. “પધારજો, બાપજી!” કહી પાછો વળ્યો. એના પેટમાં પાપનો છાંટો પણહોવાની પ્રતીતિ થઇ નહીં. એનું નામ ખોટે ખોટું લેવાયું હશે ! ગોકળ—આવો સાલસ ખેડુ ગોકળ બારૈયો – તો આ ચોરી કરનારહોય નહીં!

ફરી પાછા ધર્મશાળાએ જઇને બેઠા. લોકો પણ ભરાયાં. જાતજાતની વાતો ચાલી. મહારાજ કોઇને કશું પૂછતા નથી, કશો બળાપોદખવતા નથી; સૌનું બોલ્યું સાંભળ્યે જાય છે. રસોઇની વેળા થઇ. લોકો કહે : “મહારાજ, રસોઇ કરો.”

લોકોએ કે પોતે કરેલા દોષ માટે ઉપવાસ કરવાની તો આ બ્રાહ્મણને સમજણ નહોતી; અનશન એ એનું કમને લેવાનું સાધન નહોતું. પણ એને તો સ્વાભાવિક લાગણી હતી, “કેમ કરીને ખાઇશ ! પોલીસ આ લોકોને મારશે, અને મને ખાવું કેમ ભાવશે ? હું અહીંથીનાસી જાઉં !” અંતર અતિશય અકળાઇ ઊઠ્યું; ખાવાની રુચિ રહી નહીં. કહી દીધું કે, “નહીં ખાઉં.”

“કેમ !”

“અહં, મારાથી શી રીતે ખવાય ?” એથી વિશેષ પોતે કશી સ્પષ્ટતા કરી શક્યા નહીં.

એક મુસલમાન ખેડૂત – દાજી એનું નામ – ઊભો થયો. ને સૌને સંબોધી

બોલ્યો, “અલ્યા, આ તમારો બાપ અહીં આવ્યો છે ને ખાશે નહીં ? અલ્યા, મારો ધર્મશાળાને દરવાજે તાળું; એ નહીં ખાય ત્યાંસુધી આપણામાંનો કોઇ પણ નહીં ખાઇ શકે !”

મહારાજે કહ્યું કે, “ના, હું ધર્મપૂર્વક ઉપવાસ કરુંછું. તમારો ધર્મ ઉપવાસ કરવાનો નથી. તમ-તમારે જાવ.”

બધાને જમવા વળાવ્યાં તે પછી પણ લોકો આવી આવીને ગયાં.ચોરની ભાળ લાગી નહીં. રાત પડી. ભૂખ્યું પેટે મહારાજ ઓઢીનેસૂતા. એકલા જ હતા.

અરધીક રાત થઇ હશે, ત્યારે સૂતેલ મહારાજના પગની આંગળી ઝાલીને કોઇકે હલાવી. ઊઠીને નજર કરે તો એક આદમી પીઠવાળીને આઘે

ઊભેલો નિહાળ્યો. એ શું બોલતો નહોતો.

મહારાજ બેઠા થયા, એટલે આદમીએ આગળ ચાલવા માંડ્યું. મહારાજ

પાછળ ચાલ્યા: પેલો આગળ ને પોતે પાછળ. ગામની ભગોળ આવી. તે પછી એક ટેકરાળ ખેતર આવ્યું. આગળ ચાલતાઆદમીએ એ પછી દોટ મૂકી: દૂર અંધકારમાં જાણે ઓગળી ગયો. એનો પિંડ તો દેખાતો નહોતો, પણ એક અવાજ આવ્યો:

'એ – એ - એ અંઇ છે !”

“શું અંઇ છે? ચોરાટ માલ ત્યાં હશે? પણ ક્યાં? ‘અંઇ’એટલે ક્યાં? અવાજ કઇ દિશેથી આવે છે?”

અંધારી રાતે, ટેકરાળ ખેતરમાં, એખરાના(દારૂડીના) કાંટાળા છોડ ખૂંદતા, પગે ઉઝરડાતા મહારાજ ચાલ્યામાન્યું કે અવાજઆવ્યો તે દિશે જ પોતે જઇ રહ્યા છે. ખરેખર તો એ ઊલટી જ દિશા હતી. પેલાં અંધારામાં ઓગળી ગયેલ માનવીએ બીજે ખેતરેપહોંચીને જોયું કે, હાં, બાપજી ભૂલા પડ્યા લાગે છે.

થોડી વારે કોઇક માનવી પાસે આવ્યું. માથે લાલ કપડું સાડલારૂપે ઓઢ્યું હતું. પણ એ સ્ત્રી નહોતી અવાજ મરદનો હતો, “ઇમચ્યોં ફાંફાં મારો સો? ઑમ આવો ઑમ.”

આમ આવો ! પણ ‘આમ’ એટલે ક્યાં ?દિશાની સૂઝ પડતી નહોતી. ત્યાં તો ખખડાટ થયો, ડબાનો ખખડાટ ! સોનામહોરો કેરૂપિયાનો રણકાર કદી મીઠો નહોતો લાગ્યો, જેટલો આ ટિનના ડબાનો ખખડાટ મીઠો લાગ્યો. એ ડબાના ખખડાટને દોરે દોરે પોતેત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઇ માનવી નહોતું. બૈરાનો વેશ કાઢીને મરદને અવાજે દોરવણી દેનાર એ માનવી હાલ્યો ગયો હતો.

એ ડબા ત્યાં ખેતરમાં પડ્યા હતા. બેઉ ભરેલા હતા. દિનભરના ભૂખ્યા બ્રાહ્મણે એક ડબો માથે અને એક હાથમાં ઉઠાવ્યો. અંધારામાં અથડાતા એ ગામમાં સીધા પેલા લુહાણાને ઘેર ગયા. પૂછ્યું”આ તારા ને?”

અંદર તપાસ કરીને લુહાણે કહ્યું:” આ એક મારો; આ બીજો મારો નહીં.એકમાં ઘી છે: બીજામાં તેલ છે. મારા તો બંને ઘીના હતા.”


પાછા મુકામે આવીને મહારજ તો ખાટલામાં સૂઇ ગયા. સવારે જાણ થતાં જ લોકો ટોળે વળી ધર્મશાળા એ ઊભાં રહ્યાં “ડબાજડ્યા ! ડબા જડ્યા ! હવે તો મહારાજ ખાશે !” લોક-લાગણી ગુંજી ઊઠી


મહારાજે કહ્યું: “ડબા જડ્યા—પણ ન જડ્યા જેવા; આ તો મને વધારે


છેતર્યો !”


લોકો ડાચાં વકાસી રહ્યાં. ડબા સોંપનારે દગો કર્યો હતો; ઉપરાંત ચોર પોતે તો છતો થયો ન હતો. બીજે દહાડે પણ મહારાજ અન્ન—પાણીની આખડી રાખી રહ્યા. લોક બેસી રહ્યું.


સાંજનો સમય થયો. એક છોકરો આવ્યો; કહે કે, “બાપજીને મારા બાપા


બોલાવે છે.”


“કોનો છોકરો છે ?” મહારાજે પૂછ્યું.


“એવા એ ગોકરનોસ્તો !” એક જણ બોલ્યો.


“જાવ, મહારાજ, જાવ !” બીજો બોલ્યો.


મહારાજ ઊઠ્યા, પાછળ ટોળું ચાલ્યું; એ જોઇને પોતે કહે કે, “તો મારે નથી જવું. તમે સઘળાં શીદ ચાલી મળ્યાં છો ? મનેએકલાને જવા દેવો હોય તો જવા દો.” ત્યાં તો સામે ઘેરથી ગોકળે ઓસરી ઉપર ઊંચા હાથ હલાવી સાદ દીધો: “ઓ મહારાજ ! જે આવે તેમને આવવા દો ને ! મને શો વાંધો છે !” ઘેર આવેલા મહારાજને બેસારીને પછી નિરાંતે મોં મલકાવીને ગોકળેઠાવકાઇથી કહ્યું:”મહારાજ ! તમારા સેવકે ભૂલ કરી છે.” બાહ્ય કશો પરિતાપ ન દાખવતી ગોકળની સાદેસાદી વાણી સાંભળીનેથોડી વેળા ચૂપ બનેલા મહારાજે પછી કહ્યું, “ના, ના, ગોળ, તું તો ના કરું!”


“હવે, મહારાજ,” ગોકળે કહ્યું: “થતાં થઇ ગયું ! હવે પડી મેલો ને વાત !” જાણે કોઇ બાળક બોલતું હતું. “ત્યારે તું કેમ માન્યો ?”


“તમે આટલે સુધી જશો એવી કંઇ ખબર હતી મને ?” મહારાજ હસવું ખાળીને, અંતરમાં હેતના ઉમળકા અનુભવતા અનુભવતાબોલ્યા:” “લવાણો તો બેમાંથી એક જ ડબો પોતાનો કહે છે.”


“સાચું કહે છે.” ગોળ કહ્યું.


“તો મને ડબા ઊંચકાવ્યા શા સારું?”


“બીજો ઉપાય ન’તો.”


“ચ્યમ?”


“કાલે ફોજદાર આવેલો. મેં ચોરેલ છે એ એવો જાણી ગયેલો. મને એક બે સોટીઓ મારી; રૂપિયા ચાલીસ માગ્યા. શું કરું ? બેમાંથી એક ડબો રાસ જઇ “તમે આટલે સુધી જશો એવી કંઇ ખબર હતી મને ?” મહારાજ હસવું ખાળીને, અંતરમાં હેતનાઉમળકા અનુભવતા અનુભવતા બોલ્યા:” “લવાણો તો બેમાંથી એક જ ડબો પોતાનો કહે છે.” “સાચું કહે છે.” ગોળ કહ્યું. “તોમને ડબા ઊંચકાવ્યા શા સારું?”


“બીજો ઉપાય ન’તો.”


“ચ્યમ?”


“કાલે ફોજદાર આવેલો. મેં ચોરેલ છે એ એવો જાણી ગયેલો. મને એક બે સોટીઓ મારી; રૂપિયા ચાલીસ માગ્યા. શું કરું ? બેમાંથી એક ડબો રાસ જઇ


વેચ્યો, તેના રૂપિયા ત્રીસ મળ્યા. રૂપિયા દસ ઉછીના લઇ ચાલીસ પૂરા કરી ફોજદારને આલ્યા. બાકી રહ્યો તે ડબો વેચીનેઉછીવારાને આપવાનો હતો; પણ તમે, મહારાજ, આવું કરી બેઠા. એટલે ઘરમાં ભેંસનું પાંચ શેર ઘી હતું તે વેચીને તેલ લાવ્યો નેબીજો ડબો ભર્યો.”


ગોકળનું મોં આ વર્ણન કરતી વેળા જરીક જરીક મલક્યું હતું. એ પોતાનું કોઇ પાપ કે ગુનો પ્રકટ કરતો નહોતો; એ તો સ્વાભવિકકોઇ આપવીતી વર્ણવતો હતો. જે કંઇ એણે કર્યું હતું એમાં ક્યું જ નવી નવાઇનું નહોતું. એણે પોતની ચોરી વર્ણવી, ફોદારનીદુષ્ટતા વર્ણવી, ચાલીસનો જોગ કેમ કર્યો તે વર્ણવ્યું, ને ઘીને બદલે તેલનો ડબો ભર્યો તે વર્ણવ્યું; કારણ કે, તમે, મહારાજ, આટલેસુધી જશો તેવું ધાર્યું ન’તું !’


મહારાજને બે દિન પૂર્વેની સાંજે રસ્તે મળેલો ફોજદાર યાદ આવ્યોએ વખતે એના કલેજાની નજીકમાં નજીક રૂપિયા ચાલીસનીરુશવત સંઘરેલ હશે; ને છતાં એના હોઠ ઉપર આ શબ્દો હતા : ‘ગમે તેવી તોયે જાત ખોટી! તમે વખાણો છો; પણ આ તોસોનાની ઝારી....’


ગોકળની વાતો સાંભળનારા હસી પડ્યા: કારણ કે ગુનો કરનારો કોણ— ગોકળ કે ફોજદાર—તે જ એક મીઠી સમસ્યા બનીગઇ. ન હસ્યા મહારાજ. એને તો તાગ લેવો હતો—માનવીના મનમાં બળતા આ દીવાની દિવેટ


ક્યા તેલમાં બોળાઇ છે તે વાતનો. એમણે પૂછ્યું:


”પણ તેં ચોરી શા સારુ કરી ?”


”બર્યું, શું કહેવું!” ગોકળ શરમાતો હતો.


“તું એકલો હતો?”


“ના, બે જણ હતા. આ મુલકમાં તમારા આવ્યા પહેલાં હું ન'તો કરતો. પણ થતાં થઇ ગ્યું. એક રાતે અમે બે જણ તરાવે (તળાવે) બેઠેલા; અ લવાણો તાંથી નેકર્યો. દહેવાણ ગામે જમવા જાય. એવા એને ભારીને મારો સંગાથી કહેવા લાગ્યો કે, ‘મારા સારાનેદા’ડે લૂંટવું, ને રાતે જમવા હેંડ્યો ! મારી સારી લવાણાની જાત છે કંઇ ! એવા એ આપણને લૂંટે છે, તો આપણેય એમને લૂંટી લેવાજોઇએ. જઇશું, ગોકર?’ મેં કહ્યુંકે બર્યું, હવે જવા દે ને!” પેલો કહે કે, ‘હવે હેંડ હેંડ’ મેં કહ્યું કે, લે હેંડ તારે.’ગયા એને હાટડે. તારું , (તાળું) મચરડીને ઊંધેડી નૉધ્યું. માંઇથી બે ડબા ઘીના લઇ લીધા.... પણ તમે આવું કરશો એ ન’તું જાણ્યું!”


મહારાજને મોંએ મલકાટ હતો, પણ હ્રદયે રુદન હતું: હશે કોઇ બાળક પણ આવું નિષ્પાપ ! પણ નિષ્પાપપણું બસ નહોતું. માનવીબાળક બનીને સમાજમાં શે જીવી શકશે? બાળકને બદમાશ બનાવી દેતી યંત્રમાળ પૂરજોશમાં ચાલી રહી છે.


"ત્યારે ગોકળ”, મહારાજે કહ્યું “તું લવાણાના બાકીના માલની નુકશાની


આલ.”


”સારું! જે કે’શો તે આલીશ.”


”દશ રૂપિયા આલીશ?”


”હોવે એક મૈને મારી ભેંસનું ઘી વેચીને આલીશ.”


"પણ તારા વતી કબૂલે કોણ?”


ત્યાં બેઠેલા લોકો પૈકી બીજા કોઇની નહીં ને એક ફક્ત મુસલમાન વેપારી દાજીની છાતી ચાલી : “ગોકરના રૂપિયા દસ હું કબૂલુંછું.” એટલું થયું ત્યાં ઘડી દા'ડો રહ્યો. મહારાજ લુહાણાના હાટડે ગયા, એને રૂપિયા દસની વાત કબૂલ કરાવી. પછી લોકો કહે : “હવે, મહારાજ, ઊઠો:


રસોઇ કરો.”


મહારાજ કહે : “ના, ના; હવે તો દા'ડો આથમ્યો. વળી મને ભૂખ નથી.”


“તો ફરાળ કરો:ખજૂરનું ફરાળ.”


“સારું; લાવો, કરું.” પણ ખજૂર લાવવો ક્યાંથી? “ અલ્યા ગામમાં કોઇની


કને ખજૂર છે? તપાસ કરો.”


એટલી બધી વાત થયા પછી જ ધીરે રહીને પેલો લુહાણો કહે છે કે “છે


મારી પાસે.”


મહારાજ : “વારુ ! અધશેર તોળ.”


લોકો, “ના, શેર તોળ.”


શેર ખજૂર તોળીને એ લુહાણો પૂછે છે :”આ ચાર આના કોના નામે માંડું?” પ્રશ્ન સાંભળતાં જ લોકોને ઝાટકો વાગ્યા કરતાં વિશેષલાગ્યું. સૌનાં મોં શ્યામ બન્યાં. મહારાજના મોં સામે મીટ માંડવાની કોઇને હામ ન રહી. મહારાજ ઘડીભર તો ચમકી ગયા; પણપછી તરત એણે સમધારણ સાચવી લીધી. ફરી પાછો પેલો મુસલમાન દાજી બોલી ઊઠ્યો, “ચાર આના ન હોય.-- છ આના: માંડ મારે ખાતે ! ને હવે લેજે તારા દસ રૂપિયા, મારી સાસરી ! તારી બુનની હગણી લેજે ! જોઇ—જોઇ તને.” મહારાજે લોકોનાગુસ્સાને વારી લીધો. લુહાણાને એક શબ્દ પણ ન કહ્યો. સૌ ઊઠ્યા પણ આ પ્રકરણ હજુ પૂરું નહોતું થયું. કઠાણાના ફોજદારનેખબર પડી. ચડી વાગવાનો પોતાનો વારો સમજી લીધો. આવીને એ ખાલી ડબા કબજે લઇ ગયો; અને મહારાજને કહે કે, “ગુનેગારનું નામ આપો.” “નહીં આપું”


“ખબર છે—ગુનો થાય છે ?” બાપડાને એ એક જ મોપાટ આવડી હતી:


ગુનો થાય છે.’


“છો થતો.” મહારાજે ઠંડે કલેજે જવાબ આપ્યો“ મેં એને અભય-વચન


આપ્યું છે.”


ફોજદારે મહારાજ પર કેસનાં કાગળિયાં કર્યાં. આ કાગળિયાં ખેડાના અંગ્રેજ પોલીસ-ઉપરી પાસે ગયાં. એણે ફોજદારનેબોલાવીને ધમકાવ્યો “કોના ઉપર કેસ કરે છે તે તું જાણે છે? જે લાંઘી લાંઘીને ગુના મનાવી રહેલ છે


તેના પર કેસ ! ખબરદાર—જો આવા કેસ કર્યા છે તો !”

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો